આકાશ - ભાગ - ૧૧ ધબકાર... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આકાશ - ભાગ - ૧૧

ખાસ નોંધ :-

આ વાર્તા ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી એક કાલ્પનિક વાર્તા છે. એમાં પાત્રો, સ્થળ અને મિશન બધું જ કાલ્પનિક છે. આ વાર્તા દ્વારા અમે દેશના વીર જવાનોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એનો થોડો ચિતાર આપીને એક નાનકડી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે. અમારાથી કોઈ ભૂલ થાય તો અમારું ધ્યાન દોરીને અમારા આ પ્રયાસને યોગ્ય માર્ગે વાળવા વિનંતી.  

*****

આપણે દસમાં ભાગમાં જોયું કે શાયોના અને આર્યન એકબીજાની યાદમાં ખોવાયેલા રહે છે. બંને માટે એકબીજાને મહત્વ આપવું એ જાણે જિંદગીનો એક ભાગ બની જાય છે. ભારત પાકિસ્તાન ઉપર સાઇબરથી લઈ સરહદ ઉપર ચોતરફ હુમલાઓ તેજ કરે છે. આર્યન અને RAW એજન્ટ ઇમરાન મિશનને અંતિમ પડાવમાં લઈ જાય છે. મિશનનો અંતિમ તબક્કો માણવા વાંચતા રહો આકાશ... 

*****

હવે આકાશના પાંચેય જાંબાજોની તૈયારીઓની ખરી પરીક્ષા ચાલુ થવાની હતી. અત્યાર સુધી એમણે મિશનને લઈને જે પણ સ્ટેપ્સ લીધા હતા અને જે પણ તૈયારી કરી હતી એની સફળતા ઉપર મિશનની સફળતા આધારિત હતી. એકાદ જણ પણ જો એના કામમાં નિષ્ફળ જાય તો આખું મિશન નિષ્ફળ જાય એમ હતું. 

હનુમંત ગુર્જર પોતાનું બોમ્બ બનાવવાનું કામ પતાવીને દુબઈના રસ્તે ભારત પહોંચી ગયો હતો. શાયોના અને અહેમદ ખાને પણ ઇસ્લામાબાદ ભારતીય દૂતાવાસમાં પાકિસ્તાની એજન્ટ ને ઓળખી કાઢ્યો હોય છે. આર્યન રાવતમાં કેટરિંગ સ્ટાફમાં જોડાઈને આતંકવાદીઓની પાર્ટીમાં પહોંચી ગયો હોય છે. ડોક્ટર કરણ યાદવ જે ઇસ્લામાબાદ હાઈ વે ઉપર રાવતની નજીક ઉતર્યો હતો એનું ખરું કામ હવે શરૂ થવાનું હતું.

કરણ યાદવની રોકાવાની વ્યવસ્થા ઇસ્લામાબાદની નજીક એક ગંદી વસ્તીમાં કરવામાં આવી હતી. ત્યાં રહીને એણે બે મુખ્ય કામ કર્યા હતા. એક ઇસ્લામાબાદની સારામાં સારી હોસ્પિટલની તપાસ, એ હોસ્પિટલથી રાવત પાર્ટીના સ્થળે પહોંચવા માટેના રસ્તા અને બીજી શક્યતાઓની તપાસ. અને બીજું કામ એ બદનામ વસ્તીમાં રહેતા સ્થાનિક ગુંડાઓને પોતાના કામ માટે મસમોટી રકમ આપી રોકવાનું. ગુંડાઓને કોઈ પણ જાતની માહિતી આપ્યા વિના કામ કરાવવા માટે મોટી રકમની લાલચ જરૂરી હતી. 

પોતે કોઈ મોટી રાજરમતનો ભોગ બનવા જઈ રહ્યા છે એ બાબતથી અજાણ એ લોકલ ગુંડાઓ મોટી રકમ અને હાઈટેક  વેપન્સ વાપરવા મળવાની લાલચે તૈયાર થઈ ગયા હતા. એમને ફક્ત એટલું જ કહેવામાં આવ્યું હતું કે અંગત અદાવતના લીધે રવિવારે એક ખાનગી પાર્ટીમાં એમણે થોડી વાર માટે અંધાધૂંધ ગોળીબારી કરીને અફડાતફડીનો માહોલ ઉભો કરવાનો છે અને પછી એમને ત્યાંથી સલામત ખસેડી દેવામાં આવશે. 

હવે કરણ યાદવ રવિવારની રાહમાં હતો. આર્યન એનું કામ શરૂ કરે પછી કરણને એનું કામ કરવાનું હતું. એ કામ હતું આ ગુંડાઓને પાર્ટીમાં પહોંચાડવાનું. અને એના માટે એને ગુંડાઓની મદદથી એમ્બ્યુલન્સ હાઇજેક કરીને એમના સ્ટાફની જગ્યાએ આ ગુંડાઓને ગોઠવવાના હતા. 

બીજી તરફ બદલાયેલા સમીકરણો વચ્ચે આર્યન પ્લાનમાં બદલાવ લાવે છે. કારણ કે હવે આર્યન પણ સમજી જાય છે કે ભારતના ચોતરફ હુમલાની ખબર મળતા જ આતંકીઓ હરકતમાં આવી જશે અને વધુ સચેત થઈ જશે. અને જો અહીં પાર્ટી અધૂરી છોડી આતંકીઓ ચાલ્યા જાય તો કેટલાએ વર્ષો પછી આતંકીઓનો આમ એકસાથે સફાયો કરવાનો મોકો મળ્યો છે એ ના મળે. તેથી આર્યન પોતાનો પ્લાન બદલે છે અને મીઠાઈમાં નાખવાનું ઝેર એ શરાબમાં મિલાવાનું નક્કી કરે છે.

અબ્દુલ ઝફર, સરફરાઝ હુસેન જેવા નવા આતંકીઓ તથા હેડ ઝાફર ખાન અને મનસૂર એઝાઝ સહિત ટોપ બધાજ આતંકીઓ હવે સ્ટેજ ઉપર હાજર થઈ ગયા હોય છે. અને ભારત વિરુદ્ધ ઉશ્કેરણી અને નારેબાજી ચાલુ કરી દે છે. આ ઝેર ઓકવું એ જ આતંકીઓનો ધર્મ અને ભારત વિરુદ્ધ નાપાકની મદદથી ક્ષડયંત્રો કરવા એ જ એમનું કામ. 

આતંકી હેડના મેનેજર સ્ટેજ ઉપરથી ઇશારો કરી કેટરીંગ સ્ટાફને બધાને વાઇન અને વિદેશી શરાબ આપવાનું કહેવામાં આવે છે. સ્ટેજ ઉપર બેઠેલા ટોપ મોસ્ટ આતંકીઓને આ બધું ડ્રિંક વહેંચવાનું કામ આર્યન કરે છે. આર્યન સીફતતાથી એમની શરાબમાં  botulinum toxins નો લો ડૉઝ નાખી દે છે. આ ઝેર એણે એના શર્ટના કોલરની સિલાઈ નીચે સંતાડેલું હોય છે. આ poison શરીરની immunity system ને ધીરે ધીરે infect કરવાનું ચાલુ કરે છે. એટલેજ આર્યનને આ poison કેટલી માત્રામાં નાખવું એ પહેલેથીજ ટ્રેનિંગમાં શીખવવામાં આવ્યું હોય છે. 

આર્યન આ શરાબ આતંકી હેડને વહેંચી તરત A-set ને મેસેજ કરી નાખે છે. આ તરફ બીજા સ્ટેજથી નીચે બેસેલા આતંકીઓને એક્દમ લો કેફેન શરાબમાં મિક્સ કરી આપવામાં આવે છે. બધાજ આતંકીઓ ભારત વિરુદ્ધના નારા બોલી આ શરાબ પીવાની શરુવાત કરે છે. 

આ સાથે જ આર્યન તરતજ સ્ટેજ ઉપરથી ઉતરી મિશનના આગળના તબક્કામાં પહોંચી જાય છે અને આતંકી હેડ ઝાફર ખાનના એક સિક્યોરિટી ગાર્ડને ચાલાકી વાપરી સાઈડમાં જ્યાં કોઈની અવરજવર ના હોય ત્યાં બોલાવી રસોડામાં વપરાતા તિક્ષ્ણ ચપ્પા વડે હુમલો કરી મારી નાખે છે અને તરત જ કપડાં બદલી સિક્યોરિટી ગાર્ડના કપડા પહેરી લે છે. 

A-set ને જેવો મેસેજ મળે તરતજ એ NSA હેડ ક્વાર્ટરમાં પાસ કરે છે. NSA ચિફ મનજીત સિંહ અને PM પોતે આ NSA હેડ ક્વાર્ટર આવી આ મિશનના અપડેટ જોઈ રહ્યા હોય છે. હવેના બે કલાક આ મિશન માટે ખુબજ મહત્વના છે. A-set આ મેસેજ શાયોના, કરણ યાદવ અને અહેમદ ખાનને પાસ કરે છે. એ લોકો પણ એક્દમ તૈયાર જ હોય છે અને પોતાના કામ ઉપર લાગી જાય છે. શાયોના બધીજ હિલચાલ ઉપર નજર નાંખી રહી હોય છે અને જોડે જોડે એહમદ ખાન જોડે મળીને ઇસ્લામાબાદમાં જે પ્લાન નો અમલ મૂકવાનો હોય છે એની તૈયારીમાં પણ સાથ આપી રહી હોય છે.

પ્લાનનો અમલ સમય કરતાં વહેલો થવાના સમાચાર મળવાથી કરણ પહેલા તો થોડો ચોંકી ગયો હતો પણ તરત જ એણે એની તૈયારી ચાલુ કરી દીધી હતી. એણે પોતાની સાથે વીસ માણસોની ટીમ તૈયાર કરી હતી. દરેકને AK 47 આપવામાં આવી હતી. બધા ઇસ્લામાબાદથી રાવત જવાના રસ્તામાં થોડી સૂમસામ જગ્યાએ સંતાઈને ઉભા હતા. 

ઝેર વાળો શરાબ પિધાની દસ જ મિનિટમાં બધાને ધીમે ધીમે એની અસર દેખાવા લાગી. એક બાજુ બધા માસ્ટર માઈન્ડ ને ઝેરની અસર અને બીજી બાજુ બીજા આતંકીઓને કેફીનની અસર. આ જોઈને બધા સિક્યોરિટી ગાર્ડ ચોંકી જાય છે અને એમને કોઈ કાવતરાની ગંધ આવી જાય છે. મેઈન સિક્યોરિટી ગાર્ડ સહેજ પણ સમય બગાડ્યા વિના ઇસ્લામાબાદની સિટી હોસ્પિટલમાં ફોન કરે છે અને ત્યાંથી એક ડોક્ટરની ટીમ અને  બધી સુવિધાથી સજ્જ પાંચ એમ્બ્યુલન્સ બોલાવે છે. અને બીજો એક ગાર્ડ બધા કેટરિંગ સ્ટાફને એક રૂમમાં ભરીને એમને લોક કરી દે છે.

શાયોના આ બધા ફોન કોલ અને નેટવર્ક હેક કરીને પહેલેથીજ બેઠી હોય છે. આથી આ બધીજ વિગતો અને પળ પળની માહિતી શાયોનાને મળતી હોય છે. એ એમ્બ્યુલન્સને GPS ટ્રેકરમાં ટ્રેક કરી રહી હોય છે. એમ્બ્યુલન્સની રસ્તાની પળ પળની માહિતી એ કરણ યાદવને પહોંચાડે છે. 

જેવી એમ્બ્યુલન્સ ઇસ્લામાબાદ હાઇવે ઉપર આવે છે કરણ યાદવે રસ્તામાં એક accident નું તરકટ ઊભું કરેલું હોય છે. એમ્બ્યુલન્સનો કાફલો જેવો એ જગ્યાએ ઉભો રહે છે. કરણ યાદવ અને એની સાથે રહેલા સ્થાનીક ગુંડાઓની મદદથી બધીજ એમ્બ્યુલન્સને પોતાના કબ્જામાં લે છે. 

ડોક્ટર અને એમ્બ્યુલન્સ સ્ટાફ ને એ પ્લાન મુજબ એ જગ્યાએ એક અવાવરુ ઘરમાં કેદ કરે છે. અને એમને કાલે સવારે મુકત કરવા એવી સૂચના આપે છે. ગુંડાઓને એ એમ્બ્યુલન્સમાં નર્સિંગ સ્ટાફ, ડોક્ટર અને ડ્રાઈવર તરીકે ગોઠવી દે છે અને દરેક એમ્બ્યુલન્સ માં એક એક કેમેરો સેટ કરી દે છે. હવેના બધાજ ફોન સિગ્નલ શાયોના પોતાના હાથમાં લે છે અને રાવતના બધાજ સિગ્નલ જામ કરી નાખે છે. આતંકીઓ પણ સતર્ક થઈ ગયા હોય છે કે કાંઈક તો રંધાઈ રહ્યું છે. 

એમ્બ્યુલન્સના કાફલાને રાવત પાર્ટીની જગ્યાએ લઈ જવામાં આવે છે. ત્યાં પહોંચીને કરણ યાદવ પોતે સીનિયર ડોક્ટર હોય એમ સૂચના આપી મુખ્ય આતંકીઓ અબ્દુલ ઝફર, સરફરાઝ હુસેન, ઝાફર ખાન, મનસૂર એઝાઝ એ બધાને એમ્બ્યુલન્સમાં ગોઠવે છે. 

આ દરમ્યાન કરણ યાદવ આર્યનને એક દવાઓ જેવી લાગતી કીટ આપે છે. જે નજર ચૂકવી આર્યન બીજા રૂમમાં લઈ જાય છે જ્યાં RAW એજન્ટ ઇમરાન અને આર્યન એ કીટમાંથી મેડિકલ ટીમના કપડા કાઢી પહેરી લે છે જેથી આસાનીથી એમ્બ્યુલન્સમાં બેસી એ સ્થળેથી બહાર નીકળી શકાય. 

પહેલી એમ્બ્યુલન્સ મુખ્ય આતંકી અબ્દુલ ઝફર હોય છે એ એમ્બ્યુલન્સમાં આર્યન ડ્રાઇવરની બાજુમાં સિફતતાથી બેસી જાય છે. બીજી એમ્બ્યુલન્સમાં RAW એજન્ટ ઈમરાન પણ બેસી જાય છે. હવે આર્યન, ઇમરાન અને કરણ જોડે દરેક એમ્બ્યુલન્સ નો એક એક ડ્રાઇવર અને એક એક નર્સિંગ સ્ટાફ એમ કરીને કુલ છ ગુંડાઓ મદદ માટે હોય છે. કુલ ૬ ગુંડાઓ, આર્યન, ઈમરાન, કરણ બધાં સાથે મળી ૯ જણા પાછા વળતી એમ્બ્યુલન્સમાં હોય છે. 

કરણ યાદવ ત્યાં રહેલા આતંકીઓના બીજા સિક્યોરિટી સ્ટાફ ને એની સાથે આવેલા ગુંડાઓ હોસ્પિટલની મેડિકલ ટીમ છે અને એમની સાથે પેટીઓમાં દવા છે એમ કહી પેટીઓ અને એક એમ્બ્યુલન્સ તથા બાકી રહેલા ૧૪ જણના સ્ટાફને ઘટના સ્થળે રોકાઈ બીજા આતંકીઓની સારવાર કરવા રોકાવાનું કહે છે. અને ફોન કરી હોસ્પિટલમાંથી બીજો સ્ટાફ આવે છે એમ ડહોંળ કરે છે. 

ચાર એમ્બ્યુલન્સ અને આતંકીઓના સિક્યોરિટી ગાર્ડની ગાડીઓ એક એમની આગળ અને એક પાછળ રાવતથી નીકળી જાય છે. કરણ યાદવે સિફતતાથી પેલી બંને સિક્યોરિટી ગાડીઓમાં પણ ટ્રેકર મૂકી દીધા હોય છે. એટલે શાયોના અને A-set માટે આ બધુંજ ટ્રેક કરવું આસાન થઈ ગયું હોય છે. 

રાવતમાં ઘટના સ્થળે પેલા ગુંડાઓને ડોક્ટર સમજી આતંકીઓ એમનો સામાન એક રૂમમાં પહોંચાડે છે. અને એમની સૂચના મુજબ એ લોકો એ રૂમને ટેમ્પરરી હૉસ્પિટલમાં કન્વર્ટ કરવાનું છે એમ કહી બધાજ આતંકીઓને બહાર જવાનું કહે છે. 

જેવા એ લોકો બહાર જાય છે આ ગુંડાઓ બેગમાં રહેલા હથિયારો AK 47 બહાર કાઢે છે અને વિષય વસ્તુથી અજાણ એ ગુંડાઓ એ સ્થળે ચોતરફ અંધાધૂંધ ગોળીબાર કરવાનો ચાલુ કરી દે છે. પાર્ટીના સ્થળ ઉપર આર્યને સ્પાઈ કેમેરા લગાડી દીધા હોય છે જેથી શાયોના અને એહમદ આ ગોળીબાર જોઈ રહ્યા હોય છે અને આ સમાચાર એ બધાને પાસ કરે છે. 
  
એક્દમ અણધાર્યા હુમલાઓથી હેબતાઈ ગયેલા આતંકીઓ થોડા ભાનમાં આવે છે અને સિક્યોરિટી ગાર્ડ સાથે મળીને સામે અંધાધૂંધ ગોળીબાર કરે છે. આ ગુંડાઓને આટલી ખબર નહોતી કે સામે છેડે આટલા આધુનિક હથિયારો સાથે આતંકીઓ છે. એટલે એમના માટે કરો યા મરો એવી પરિસ્થિતિ આવીને ઊભી હોય છે. ત્યારેજ એ ગુંડાઓના હેડને કરણ યાદવે કહેલી એક વાત યાદ આવે છે કે Emergency માં આ પેટી ખોલવી જેમાં તમારા કામમાં આવે એવા હથિયારો છે. 

એ પેટી ખોલે છે તો એમાં હેન્ડ ગ્રેનેડ હોય છે એટલે એ તરતજ હરકતમાં આવી પોતાને અને સાથીદારોને બચાવવા આતંકીઓ ઉપર ગ્રેનેડ હુમલો કરે છે. આતંકીઓ ચોંકી જાય છે. આટલા આધુનિક હથિયારો તો કોઈ આતંકીઓ પાસેજ હોઈ શકે. આ ૧૫ મિનિટના અંધાધૂંધ ગોળીબારમાં ચારે તરફ લાશોના ઢગલા થઈ જાય છે. બચેલા આતંકીઓ ત્યાં પડી રહેલી એમ્બ્યુલન્સમાં સ્થળથી દૂર ભાગવા પ્રયત્ન કરે છે. ત્યાંજ શાયોના આ સ્થળ ઉપરનું અંતિમ હથિયાર એક્ટિવેટ કરે છે. આ હથિયાર એટલે explosive ભરેલી એમ્બ્યુલન્સ...  જે રીતે પુલવામામાં આતંકીઓએ આપણા જવાનોને શહીદ કર્યા હતા બસ એમ જ આતંકીઓને મારવાના હતા.

એક જોરદાર ધમાકો અને ચારે તરફ આગ અને લાશોના ઢગલા... ધમકાનું છેલ્લું દૃશ્ય કેમેરાથી જોઈ રહેલા જોઈને આટલી તણાવ ભરી સ્થિતિમાં પણ એહમદ અને શાયોના ના ફેસ ઉપર સંતોષનું સ્મિત આવી જાય છે. બંને એક બીજાને અભિનંદન પાઠવે છે. આ ધમાકાની જ અંતિમ તસ્વીર કેમરો શાયોના ને મોકલે છે અને શાયોના આ તસવીર A-set મારફત NSA વૉર રૂમમાં મોકલે છે જ્યાં મનજીત સિંહ અને પોતે PM આ મિશનને મોનિટર કરી રહ્યા હોય છે. 

અત્યંત રોમાંચ, આકાશ ટીમનું સાહસ, NSA અને RAW નો સાથ સાથે બધાજ એજન્ટોની ચિંતા આ બધાજ સવાલો વચ્ચે ભારતમાં રહેલા આ NSA  વૉર રૂમમાં AC માં પણ બધા ચિંતા ના કારણે પરસેવાથી રેબઝેબ હોય છે. આમ દુશ્મન દેશમાં જઈ આવું મિશન પાર પાડવું જે અશક્યની નજીક હતું એ આજે શક્ય થઈ રહ્યું હતું. 

આ તરફ એમ્બ્યુલન્સ અને જઈ રહેલો કાફલો આ અવાજ સાંભળે છે અને.... 

*****

આતંકને મૂળિયાં સાથે કાઢવા NSA અને PMO નો પ્લાન સફળ થશે?
AKASH ટીમ નો આગળનો શું પ્લાન હશે?
દૂતાવાસમાં રહેલા ગદ્દારનું શું થાય છે?
આતંકીઓ આ અવાજ સાંભળી શું કરે છે?
આકાશની ટીમ ભારત પરત આવી શકશે? 

આ બધાજ સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો AKASH. ફરી એકવાર જલ્દી મળશું આ AKASH ની સફરમાં ત્યાં સુધી પ્રતિભાવો આપતા રહો. 

*****

આ વાર્તા અમારો સહિયારો લખવાનો પ્રથમ પ્રયાસ છે. આ પહેલાં માતૃભારતી ઉપર અમારી સફળ વાર્તાઓ "અનંત દિશા" ભાગ ૧ -૨૧ (રોહિત પ્રજાપતિ) અને "પ્રેમની પેલે પાર..."  (શેફાલી શાહ અને સખી) એને વાંચી અને પ્રતિભાવો જરૂરથી આપશો.  

જય જિનેન્દ્ર
શેફાલી શાહ

આ વાર્તા AKASH ની PDF કોપી ફ્રીમાં મેળવવા કોન્ટેક્ટ કરી શકો છો.

Whatsapp (Rohit Prajapati) :- 8320610092
Face book :- #sweetbeatfrdzzzzz (Sweet Beat Frdzzzzz)
Insta :- rohit_jsrk

સદા ખુશ રહો... 
સદા જીવંત રહો... 
સદા સંબંધો મહેકાવતા રહો... 
જય શ્રી કૃષ્ણ...

રોહિત પ્રજાપતિ

©Rohit Prajapati & Shefali Shah

જય શ્રી કૃષ્ણ... જય જીનેન્દ્ર...