સફર The Trip of fear - 3 Dipak Sosa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સફર The Trip of fear - 3

( પેલા ના ભાગમા જોયુ કે બધા તેમના માસીના ઘરેથી ટ્રિપ પર નિકળે જ્યાંથી કોઈ વ્યક્તી તેમનો પીછો કરે છે જેની જાણ તે લોકો ને ન હતી તે થોડે દુર જઇ એક સુમસાન રસ્તા પર ચાલી રહ્યા હોય છે ત્યાં એક નાની શોપ દેખાય છે ત્યાં જઈ તેમને ખુબજ અજીબ પણ ખૌફનાક વાત ની જાણ થાય છે જે સાંભળી તે ડરે તો છે પણ એવુ કશુ હોય નહી એવુ માની તે લોકો એ રસ્તા પર આગળ વધે છે પણ તે લોકો ને એ જાણ હોતી નથી કે તે ને એ રસ્તા પર મોકલવા વાળી પોતેજ આત્મા હતી )

હવે આગળ

-->

" અરે મનિષ આ રસ્તો તો સાચે જ હોરેબલ છે "

" હાં યાર અને જો પેલા અંકલ ની વાત સાચી હોય ને તો ત્રણ વસ્તુ ચોક્કસ થવી જોઈએ "

" હાં કુતરાના રડવાનો અવાજ " હર્ષ બોલ્યો

" ઠંડો ફુકાંતો પવન " મનિષે પણ વાત પૂરાતા કહ્યુ

" અને " " ના ના હર્ષ ત્રીજી વસ્તુ પોસીબલ નથી " હર્ષની વાત અટકાવતા મનિષ બોલ્યો

" નિલેશ તુ એની વાતો માં ધ્યાન ન દે તે ડરાવવા માટે કહે છે "

" મને ખબર છે માંસી તે જાણીજોઈને બોલી રહ્યા છે "

વાતો મા તેનો સમય વિતતો ગયો અને રાત થવા આવી હતી. તે એ આત્માઓની વાત ન માની અને તે એ રસ્તા પર ચાલ્યા જેનુ પરીણામ તે લોકો ને આગળ જતા જોવા મળશે.

ધિરે ધિરે સમય આગળ વધી રહ્યો હતો અને રાતના હજી 7 : 30 જ થયા હતા પણ જંગલમા સન્નાટો અને અંધકાર એક સાથે છવાય ગયુ હતુ. એક કાર ચાલવાનો અવાજ સિવાય એક પણ અવાજ જંગલમા ન તો આવતો.

" હર્ષ તે કોઈ અવાજ સાંભળયો "

" તૂ મને ડરાવવા માંગે છે એમ "

" સિરયસલી યાર આઈમ નોટ જોકિંગ "

" ના મને એક પણ અવાજ નથી સંભળાતો "

" સ્ટોપ ધ કાર "

" શું ? "

" હાં તુ કાર રોક "

" બધા સુતા છે ઉઠી જશે અને આ જંગલમા કાર રોકવી સેફ નથી "

" હુ જાણુ છુ પણ મને કંઈ ઠિક નથી લાગતુ "

હર્ષે કાર ધિમી પાડી ત્યારે તેને પણ થોડુ અજીબ લાગ્યુ

" ક્યાંય થી રડવાનો અવાજ આવી રહ્યો છે એવુ લાગી રહ્યુ છે "

" પેલા અંકલ ની વાત સાચી તો " મનિષ સામે જોઈ કહેતા અટકી ગયો

" શું યાર " હર્ષ પણ એ બાજુ જોઇ કહેતા અટકી ગયો

તે લોકો ની સામે એક વુલ્ફ નુ જુંડ હતુ . જેને જોઇ હર્ષે કાર રોકી .

" શુ થયુ કેમ કાર રોકી ? "

" કંઈ નઇ માસી સામે મહેમાન છે " હર્ષ મજાક કરતા બોલ્યો

" ઇટ્સ નોટ અ જોક "

" ઓકે સોરી માસી. કાચ કોઈ ખુલ્લો નઇ રાખતા " બધાને ઉઠી ગયા જોઇ હર્ષ બોલ્યો

હર્ષે ધિરે ધિરે કાર ચલાવી થોડે દુર જતા વુલ્ફ ના જુંડે હુમલો કરી દિધો બધા ડરી ગયા વુલ્ફ કાર ની પર ચારો તરફ થી કાર પર હુમલો કર્યો .

" હવે એક જ રસ્તો છે આ એમ નહીં જાય મનિષ "

" ઓકે કોઇપણ કાર થી બહાર ન આવતા " મનિષ હર્ષની વાત સમજી બહાર આવ્યો

બહાર આવી મનિષ અને હર્ષે તે જુંડથી બચી ક્યાંકથી ઝાડની ડાળી ગોતી મશાલ જલાવી વુલ્ફ ને કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા .

અચાનક બધા વુલ્ફ કાર થી દુર જઇ એક સાથે અવાજ કાઢ્યો અને બીજી દિશા તરફ ભાગી ગયા તે અવાજ સાંભળી બધા ડરી ગયા. પણ મનિષ અને હર્ષ ને એ ન સમજાણુ કે અચાનક તે ભાગી કેમ ગયા .

થોડી વાર થતા જે રડવાનો અવાજ આવી રહ્યો હતો એ તીવ્ર થઇ ગયો જાણે કેટલાક ભાઈઓ એક સ્વર મા રડી રહ્યા હોય. અચાનક

" હર્ષ " એમ કહી મનિષે હર્ષને પાછળ જોવાનો ઈશારો કર્યો

" ઇટ્સ નોટ પોસીબલ " હર્ષ એ બાજુ જોઈ બોલ્યો

બંને કારમા બેસી હર્ષે કાર સ્ટાર્ટ કરવાની કોશીશ કરી પણ કાર ચાલુ ન થઈ જ્યારે બધાએ તે બંનેને ડરેલા જોઈ કોઈને કંઇ સમજાતુ ન હતુ

" હર્ષ આ કેમ શક્ય છે ?" મનિષ ડરતા બોલ્યો

" નઇ આ ભ્રમ છે " હર્ષ કાર ચાલુ કરવાની કોશીશ કરી રહ્યો હતો

કાર ચાલુ થઇ તરતજ હર્ષે પુરી ઝડપથી કાર ભગાડી,

જેમ તેમ કરી તે લોકો જુનાગઢ પહોંચ્યા થોડે દુર જતા એક હોટેલ આવી જ્યાં કાર રોકી

" શુ થયુ તે તમારા બંનેના ફેસના રંગ ઊડી ગયા ?" તેમને ડરેલા જોઈ મમતાએ પુછ્યુ

" મને લાગે છે તે આપણો ભ્રમ હતો " મનિષને જોઈ હર્ષ બોલ્યો

" તારી વાત સાચી છે "

"પણ થયુ છે શુ ? "

(મમતાના જવાબમા તે બંનેએ જે જોયુ તે વિસ્તારમાં કહ્યુ કે પેલા અંકલના કહ્યા મુજબ તેણે ત્યાં કેટલાક લોકોને તેની તરફ આવતા જોયા અને તે કોઇ મ્રુત વ્યક્તિ ને લઇ જઇ રહ્યા હતા પણ ડરવાની વાત ત્યારે થઇ જ્યારે ખબર પડી કે તે લોકો કોઈ માણસ ન હતા તે પણ કોઈ આત્માઓ હતી જેમના ચેહરા ખુબજ ભયાનક હતા અને તે આ લોકોને જ જોઈ રહ્યા હતા ) આ વાત સાંભળી બધા ખુબ જ ડરી ગયા.

પણ તે લોકો જેમ તેમ ત્યાંથી બચી ગયા.

બધી વાતો થયા પછી હર્ષ અને મનિષ હોટેલમા જઇ રુમમાટે પુછ્યુ પણ વેકેશન હોવાથી તેને કોઇપણ હોટેલમા રુમ નઇ મળે તેથી તે પાછા ફર્યા તે નિરાશ થઇ કાર પાંસે આવ્યા.

" સોરી યાર મને જાણ ન હતી " મનિષે તેની ભુલ ની માફી માંગતા કહ્યુ

" ઈટ્સ ઓકે પણ હવે " હર્ષ બીજો કોઇ રસ્તો ન સુજતા બોલ્યો

" હર્ષ તને યાદ છે પેલી વખતે આપણે આવ્યા ત્યારે ક્યાં રોકાયા હતા " મનિષને કંઇ યાદ આવતા બોલ્યો

" હા તે આશ્રમમાં "

" નઈ ત્યાં નઈ " તે વાત સાંભળી પ્રિયા બોલી

" તે તારા મનનો વહેમ હતો " મનિષે કહ્યૂ

" બિજો કોઇ રસ્તો પણ નથી " હર્ષ પણ મનિષ નિ વાતથી સમંત થઈ બોલ્યો

" હાં તો ઠિક છે ત્યાંજ જઇએ "

વાત નો વિવાદ પુરો કરતા એ લોકો તે જગ્યા પર જવા નિકળે છે પણ તે લોકોને ખબર ન હતી કે તે એક અજાણ્યા ખતરા તરફ જઇ રહ્યા છે જ્યાં કોઈ તેની રાહ જોઈ બેઠુ હતુ ,,,

| | | | | | Tbc ...

આગળ શુ થવાનુ છે તે જાણવા માટે વાંચતા રહો ' સફર the trip of fear ' નો નવો ભાગ

આ સ્ટોરીમા કોઈપણ ભુલ હોય તો કમેન્ટ મા જરુરથી જણાવજો જેથી હુ મારી સ્ટોરીને ઇમ્પ્રુવ કરી શકુ