અમદાવાદથી પોરબંદર , નીતા સ્લીપર ટ્રાવેલ્સ , સ્લીપર તો ફૂલ હતી..પણ સેમિસ્લીપરની સીટો બચેલી હતી..! અને માત્ર બે જ સીટ વધેલી , અને સીટ ના દાવેદારો પણ બે જ !
એક નીલેશ અને બીજી એક સુંદર કન્યા..!
સામાન્ય રીતે સીટ લઈ લેવી કે પછી બીજી બસ ટ્રાય મારવી, એ નિર્ણય તેણીએ જ લેવાનો જ હતો..! પરંતુ કોઈ બીજો વિકલ્પ નહતો, હા થોડી અચકાઈને; પણ તેણે સીટ લઇ જ લીધી..
તેણી એટલે રેશમા , અમદાવાદમાં જ અનુસ્નાતકનો અભ્યાસ કરતી અને પોરબંદરમાં રહેતી એક સામાન્ય છોકરી અને આપણા મેલ કિરદાર નીલેશ ,એટલે નિલેશ પાઠક , ઇજનેરી માં સ્નાતક થયેલો અને ત્યાં અમદવાદમાં જ નોકરી કરતો અને પોરબંદરનો જ એક યુવક, તે ૨૧ નો અને રેશમા ૨૨ ની.
હકીકતમાં નીલેશ રેશ્માને એક વખત મળી ચુક્યો હતો, એટલે કે તેણે રેશમા ને જોયેલી , પોતાની જ એક મિત્રની બર્થડે પાર્ટીમાં , અને તેને જોઇને જ તે તેણી પર આફરીન થયેલો, માત્ર તેના દેખાવ પર નહિ, તેના હલનચલન , વાત કરવાની અદા અને ખાસ તો તેની ક્યુટનેસ પર..એટલે મનોમન તે ભગવાન નો આભાર માનતો હતો કે તે આજે તેનો ક્રશ તેની બાજુમાં આવવાનો હતો , એ પણ અમદાવાદ થી પોરબંદર..
રાત્રી ના દસ વાગ્યાની બસ હતી , નીલેશ પોણા દસની આસપાસ જ આવી ગયેલો - દસ થવા આવેલા, પરંતુ હજુ તે નહોતી આવી..!
ક્રશ કા ચક્કર બાબુભૈયા..
નિલેશનો શ્વાસ ઉંચો નીચો થતો હતો કે શું તેનું આ સપનું શરુ થતા પહેલા જ પૂર્ણ થઇ જશે ? પરંતુ , બસ ઉપાડવાની તૈયારીમાં જ હતી ત્યાં તે દોડતી અને હાંફતી બસમાં ચડી, એટલે નીલ્યાના જીવમાં જીવ આવ્યો.
"રેશું" તેની બાજુની સીટ પર જઈને બેસી, તમને કહી દઉંકે બંનેની સીટ એકબીજાની બાજુબાજુમાં છે , તેની બંનેને ખબર હતી.નિલેશને વાત કરવાની બહુ ઈચ્છા હતી પણ તેને ખબર નહોતી પડતી કે ચાલુ ક્યાંથી કરવું.
આમને આમ થોડા કલાકો ગયા અને રાત્રીના એકાદ વાગ્યાની આસપાસ હાઇવે પર હોલ્ટ થયો. (એઝ યુઝવલ)
ત્યાં સુધીમાં તો બંનેને સારી એવી ઊંઘ પણ આવી ગઈ હતી..! બારીવાળી સીટ પર નિલેશ સાહેબ કાચ બંધ કરી આરામથી ઊંઘી ગયો હતો અને રેશમા પણ થાકેલી ઊંઘી ગયેલી , પરંતુ ઊંઘમાં તેણીને ખબર નહોતી પડી કે તે નીલેશ પર માથું રાખીને સુઈ ગઈ હતી...! (થોડા ટાઈપીકલ બૉલીવુડ ઝરૂરી હે ના..!)
હોલ્ટ થયો એટલે નીલેશની ઊંઘ ઉડી, બારી અને તેને કોફી પીવા જવાની ઈચ્છા થઇ અને બંધ બારીનો કાચ ખુલ્યો..!
પરંતુ જેવું તેનું ધ્યાન ગયું કે રેશમા પોતાનું માથું તેના પર ટેકવીને મસ્ત ઊંઘી રહી છે, તેને જોતો જ રહી ગયો...!
તેનો તે ક્યુટ ચહેરો, જેના પર બારીમાંથી આવતી હલકી ઠંડી પવનની લહેરોને લીધે તાના વાળ નૃત્ય કરી રહ્યા હતા, આ બધામાં નીલેશ આટલો ખોવાઈ ગયો કે તેને ખબર જ ના પડી કે રેશમા જાગી ગઈ હતી અને તેની તરફ અજબ નજરોથી જોઈ રહી હતી, તેની હરકતોને ; પણ નિલેશને ક્યાં કઈ ભાન જ હતું.
જયારે તેનું ધ્યાન ગયું ત્યારે તેનું મો શરમથી ઝુકી ગયું , પરંતુ સામે છેડે પણ રેશમા હજુ પણ પોતાનું માથું તેના ધડ પર નમેલું જ હતું, તેનું તેને પણ ધ્યાન તો નહોતું જ, જયારે તેનું પણ ધ્યાન ગયું ત્યારે તે પણ જટકા સાથે ઉભી થઇ ગઈ અને બોલી, “સોરી , મારું ધ્યાન ના હતું, ક્યારે આંખ લાગી ખબર ના પડી..”
નીલેશ : અરે વાંધો નહિ, ચાલ્યા કરે ક્યારેક, ચીલ..!
રેશમા : બાય ધ વે, શું આવ્યું ?
નીલેશ :ઓનેસ્ટલી કહું તો ઓનેસ્ટ આવ્યું..! ? ચા કોફીનો હોલ્ટ છે.. કોફી પીવી છે?
રેશમા : યેસ , ફોર શ્યોર ; બહુ માંથું ચડે છે ઓમ પણ...!!
ત્યારબાદ બંને કોફી પીવા ગયા અને પોતપોતાનો પરિચય કરાવ્યો.
પછી બસ માં પાછા જી બેઠા , ત્યારે બંને ની પોતપોતાની હરકતો પર વિચારીને મનોમન હસવું પણ આવી રહ્યું હતું અને અનકન્ફર્ટ સાફ દેખાઈ રહ્યા હતા , આમ ને આમ પોરબંદર આવી ગયું અને ત્યારબાદ ફરી મળવાની પ્લાનિંગ અને નામ્બરની આપલે ..! (થોડું જલ્દી થઈ ગયું , નહિ ?)
ફેસબુક રીક્વેસ્ટ તો બે મહિના પહેલાજ મોકલેલી અને નહોતી એક્સેપ્ટ થઇ , એટલે તે કેન્સલ કરીને પછી મોકલી, જે તરત કન્ફોર્મ થઇ આ વખતે..!..હાહા..!
પ્રથમ મુલાકાત પછી બને સારા મિત્રો બની ગયા અને જેટલો સમય પોરબંદર રહ્યા ત્યારે પણ બંને થોડા થોડા દિવસે મુલાકાત થતી જ રહેતી, પણ રેશમાને નીલેશ મત કોઈ પ્રેમ વાલી લાગણી તો નહોતી જ. એક તરફ નિલેશની રજાઓ પૂરી થઇ એટલે તે અમદાવાદ જતો રહ્યો અને અમુક દિવસોમાં રેશમા પણ જતી રહી.
પછી અમદાવાદ માં પણ બનેની મુલાકાતો ચાલુ જ રહી, ડીનર, ફિલ્મો , કોફી , કાંકરિયા ચાલુ જ રહ્યું અને અ દરમિયાન રેશમા પણ તેના તરફ થોડી આકર્ષી ગઈ.
હવે આ તરફ રેશમનું MBA પતવાણી તૈયારીમાં હતું અને અમદાવાદ મુકિને જવાની તૈયારી હતી, એટલે તે હવે પોતાના પપ્રેમનો એકરાર કરવાની ઈચ્છા હતી, તેને વિચાર આવતો હતો કે અ લલ્લુ પ્રેમનો એકરાર કરી શકશે કે આ કામ પણ તેને જાતે જ કરવું પડશે.
ત્યાજ તનો ફોન રણકી ઉઠ્યો , હા નિલેશ જ હતો, CCD નો પ્રોગ્રામ ગોઠવ્યો, સાંજે ૬ વાગ્યે; નીલેશ પણ વિચારતો જ હતો કે આજે તો કહી જ દઉં યાર, બહુ થયું , વેલેન્ટાઈન ડે ના દિવસે ગુલાબ લઇ ગયેલો, પણ ખિસ્સામાંથી સફેદ ગુલાબ જ કાઢ્યું , લાલ કાઢવાની તેની હિંમત ના થઇ, પરંતુ આજે મોકો હતો, અને એ પણ આખરી..
સાંજે બંને CCD માં પહોચ્યા, કોફી ઓર્ડર કરી, થોડી વાર તો કોઈ કઈ બોલ્યું જ નહિ પરંતુ અચ્કાનક જ બંને બોલી ઉઠ્યા, મારી તારી સાથે કઈ વાત કરવી છે; પછી હિન્દી ફિલ્મની જેમ બને “પહેલા તું..પહેલા તું..!” અંતે “લેડીઝ ફર્સ્ટ” સાથે રેશમા બોલી ઉઠી...”યાર નીલેશ..ખબર નહિ કેમ..ક્યારે..પણ ..I LOVE YOU..”
આ સંભાળીને કોફીના સીપ લેતા નીલેશ ના મો માંથી પીધેલી કોફીની સીધી પિચકારી નીકળી અને સીધી પેલીના ડ્રેસ પર..થઇ ગયું સત્યાનાશ..કારણ કે નિલેશને આ રીતે તેની તરફથી આવા પ્રપોસલની આશા નહતી..આ ઘટનાથી રેશમા દઘાઈ ને ઉભી થઇ ગઈ અને નિલેશ ને જોતી જ રહી અને પૂછ્યું “ શું થાય લલ્લુ...??? આવું તે શું કરવા માંડ્યો..?”
ત્યાર બાદ થોડો વ્યવસ્થિત થયા બાદ ;
નીલેશ પણ તૈયારી સાથે જ આવ્યો હતો , ખિસ્સામાંથી સુંદર વીંટી કાઢીને જન્નતના ઇમરાન હાશમી ની જેમ તા જ પ્રપોસ કરી નાખ્યું..! (હા, સોનાની નહોતી હો...!! )
આ જોઇને ડઘાઈ ગયેલી રેશમા એ પોતાની ક્યુટ અને કાતિલ સ્માઈલ આપી અને બંને એકબીજાને જોઇને હસવા માંડ્યા..અને આ રીતે થયું આ કઈ અલગ પ્રકારની પ્રેમ વાર્તા નું HAPPY ENDING...!
____________________________________________
(આ વાર્તા વિશે વાત કરું તો આ લખવાની જ્યારે નવી નવી શરૂઆત કરી, ત્યારે લખાયેલી બે વાર્તાઓમાંની એક છે, જે અહીં રજૂ કરી છે, એટલે સહજ રીતે ભાષાકીય ભૂલો કદાચ ઘણી છે..! નવું નવું લખવાનું શરૂ થાય, એટલે પ્રથમ તો પેલો સો કોલ્ડ immature ટીનએજ નો પ્રેમ જ આવે..! બસ , તેને જ કલ્પનાઓ દ્વારા ઉતારવાનો પ્રયત્ન કરેલો છે..!)