પ્રકરણ -16
સયૂક્તા સાગરનાં ઘરેથી વ્યથિથ મને નીકળી અને ઘરે જવાનાં બદલે સીધી મહીસાગર કિનારે આવેલાં એમનાં રિસોર્ટ પર ગઈ.એણે અંદર પોતાની ઓફિસમાં જઈને ખુરશીમાં બેસી ગઈ.શીતળ એસીની હવા પણ એને ઠંડક નહોતી આપી રહી.એને બેલ મારી પ્યૂનને બોલાવ્યો.પ્યુને અદબતાથી કીધું “ હાં મેંમ આપનાં માટે શું કરી શકું ?.” સંયુક્તાએ થોડી ચીઢ સાથે કહયું “ કંઈ નહીં મારાં માટે ઠંડુ પાણી લાવ અને મારી ચેમ્બરમાં કોઈજ નાં આવે. મારે કોઈને મળવું નથી.ધ્યાન રહે કોઈને એટલે કોઈને પણ નહીં. પ્યુને થોડાં આશ્ચર્ય સાથે કહયું “ ઓકે મેંમ કોઈજ નહીં આવે.કોઈને નહીં આવવા દઉં ..કહી દઈશ મેંમ નથી.સંયુક્તાએ હાથનાં ઈશારાથી બહાર જવા કીધું.અને પોતે સીલિંગ તરફ આંખો રાખી પછી મીંચીને બેસી રહી .
સંયુકતાને સાગર સીમાના પ્રેમ દ્રશ્યો જ નજર સામે આવતાં હતાં.એણે નજરે કંઈજ જોયું ના હોવાં છતાં સાગરનું વર્ણન ..એનાં ગીતો ..અને ત્યાનાં માહોલને જોઈને એને અંદાજ આવી ગયેલો કે શું ચાલી રહેલું અને અત્યારે એ પ્રમાણે કલ્પનાઓ કરી રહી હતી કે બન્ને જણાએ કેવો પ્રેમભિનો રોમાન્સ કર્યો હશે.સાગર સીમાને ટ્યુબથી પાણી નાખી પલાળી રહયો હશે.સીમા એને પ્રેમથી આવકારતી હશે…પછી સાગર એને પ્રેમવિવહળ જોઈ ટ્યુબ બાજુમાં મૂકી એની પાસે દોડી જઈને એને વળગી ગયો હશે.પછી બન્ને જણાં એકબીજાની બાહોમાં પરોવાઇને ગરમ ગરમ શ્વાશ ઉછવાશ સાથે કેવો મદભર્યૌ સહવાસ માણ્યો હશે.અને સંયુક્તાથી એની આંખે કલ્પેલા દ્રશ્યો સહેવાયા નહીં ..એનાથી રાડ પડાઈ ગઈ ..ના …ના ..આવું કંઈ નથી થયું..ત્યારેજ પ્યૂન ટકોરા મારી ઠંડા પાણી સાથે પ્રવેશેલો .સંયક્તાની ચીસ સાંભળી ગભરાહટમાં એનાં હાથમાંથી ઠંડા પાણીનાં ગ્લાસ વાળી ટ્રે છટકી નીચે પડી ગઈ.કારપેટ પલળી ગઈ. એ બઘવાઈ ગયો.
સંયક્તાની નજર પડી બોદો અવાજ આવ્યો ટ્રે પડવાનો એનાથી વધું મોટી રાડ પડાઈ ગઈ બોલી “ યુ સ્ટુપિડ તું અહીં શું કરે છે ? ગેટ લોસ્ટ ફ્રૉમ માય ઓફિસ.પ્યુને કીધું “ મેંમ હું તો તમારાં માટે પાણી….એ આગળ બોલે પહેલાં એણે કીધું “ યુ રાસ્કલ જસ્ટ ગેટ આઉટ આઈ સે l..” અને પ્યૂન એનું રણચંડી રૂપ જોઈને બહાર ભાગ્યો. સંયુકતા ગુસ્સાથી લાલ થઈ હાંફવા માંડી.
સંયુકતાની વિચારવાની લિંક ટૂટી હતી.એ થોડી સ્વસ્થ થઈ. શાંત પડી .પછી એણે ભૂખ લાગી.એને થયું જમવાનો સમય હતો છતાં સાગર સીમા કે આંટીએ મને જમવાનું પણ ના પૂછ્યું.પછી થયું હું જ ઉતાવળ કરીને નીકળી આવી. મારે ત્યાંથી આવવાનું જ નહોતું .સાગર સીમાની ફિલ્મ જોવાની હતી.આંટી સાથે પણ સમય વિતાવવાનો હતો…કંઈ નહીં ફરી કોઈ વાર.એમ વિચારી પ્યૂનને પાછો બોલાવી નાસ્તા અને કોલ્ડ કોફીનો ઓર્ડર આપ્યો. પ્યૂન આવી સમજીને યસ મેમ કહી બહાર ભાગ્યો.
* * * * *
સાગર અને સીમા કૌશલ્યાબહેન સાથે જમી રહયાં પછી થોડીવાર ડ્રોઇંગરૂમમાં આવી બેઠાં. મ્મૂખવાસ ખાતા ખાતા ગપ્પાં મારવાં લાગ્યાં . કૌશલ્યાબહેન થોડીવાર સાથે બેઠાં પછી કહયું “ દીકરા હું કિચનનું પરવારી લઉં.તમે લોકો જાવ આરામ કરો હું રામુકાકા અને સેવકને બધું સમજાવી લઉં.
સીમા કંઈક વિવેક કરવાં ગઈ અને સાગરે માં જુએ નહીં એમ સીમાના મો પર હાથ દાબી દીધો અને મો પર આંગળી મૂકી ઈશારાથી ચુપ રહેવા કીધું. માં ના ગયાં પછી સીમાને કીધું “ બસ હવે ડાહી ….પછી અહીં બધું કરવાનું જ છેને. ચાલ અત્યારે ઊપર જઈએ. સીમા કહે “ ખરો છે તું ..તને ના ખબર પડે ….માં ને થશે આ તો ખરી છે કામ પૂછવાનો વિવેક પણ નથી કરતી. સાગર કંઈ બોલે એ પહેલાં કૌશલ્યાબહેને પાછળ ફરીને કહયું “ મારી પીઠ પાછળ કોઈ ગુસપુસ કરવાની જરુર નથી ..તમે તમારે ઊપર જાવ… મારે સાચેજ કોઈ કામ નથી.હું પણ રામુકાકાને કામ સમજાવી મારાં રૂમમાં જ જઉં છું.મારે મારી ફ્રેન્ડ્સ સાથે વાત કરવી છે તમે નિશ્ચિંત થઈ ઊપર જાવ અને કોઈ ફોર્માલીટીની જરુર નથી. એમ કહી હસતાં હસતાં અંદર ગયાં. સાગર અને સીમા અચાનક કૌશલ્યાબહેનને અચાનક બોલતા સાંભળીને અવાચક થઈને સાંભળી રહયાં અને પછી હસી પડ્યા.
સાગર અને સીમા પાછા ઉપર રૂમમાં આવ્યાં અને સાગરે પાછો રૂમનો દરવાજો અંદરથી લોક કર્યો. સીમાએ જોયું એ કાંઇ બોલી જ નહીં એને બેડ પર જઇને લંબાવ્યું સાગર પણ પાછો એની પાસે આવીને સૂઇ ગયો. સાગરે કહ્યું એય જાડી આમ જમીને તરત સૂવાનું નથી. સીમાએ કહ્યું "એય જાડી ના કહીશ કોઇ એંગલથી હું જાડી નથી. સાગરે કહ્યું "નથી તો થઇ જઇશ આમ જમીને તરત સૂઇ જઇશ તો. સીમાએ કહ્યું "એય હૂં સૂતી નથી એમજ આડી પડી છું. સાગરે કહ્યું આમ આડી પડીને જ જાડી થઇ જઇશ. કહીને હસવા લાગ્યો.
સાગર થોડીવાર એમ જ પડી રહ્યો પછી ઉઠીને પાછો બાલ્કનીમાં આવ્યો એણે જોયું કે આજે વાદળ ચઢી આવ્યા છે સૂર્ય નારાયણ ઢંકાઇ ગયાં છે અને મસ્ત ઠડું વાતાવરણ થઇ ગયુ છે એણે સીમાને બૂમ પાડીને કહ્યું "સીમા બહાર આવ જો મસ્ત વાતાવરણ છે સીમા ઉઠીને બહાર આવીને જોઇને ખુશ થઇ ગઇ. અરે વાહ આ તો મસ્ત વાતાવરણ થઇ ગયું છે આંટો મારવા જઇએ. સાગરે કહ્યું " અરે અહીં જ આટલી મજા આવે છે તો બહાર કોણ જાય ? બેસ અહીં જ સોફા પર પગ લંબાવીને અવકાશમાં જોયાં કરીએ.
સાગર અને સીમા બંન્ને જણાં સોફા પર અડોઅડ બેસીને એકબીજાનો સ્પર્શ માણતાં અવકાશ તરફ જોયાં કરતાં હતાં અને સાગરને પંક્તિ સ્ફુરી એણે ક્હ્યું “ એય મારી સીમા... એણે ઉઠીને સીમાની આંખોમાં આંખો મિલાવીને સીમાની પાપણોને ચુંબન કરીને કહ્યું"
પલકોં પર તારી મારો પ્રેમ પાથરૂં... ના આંસુ કદી આવે...
નજરોમાં ઉભરાવું દરિયો વ્હાલનો ના ઓટ કદી આવે.
એમ પંક્તિઓને ઉચ્ચારી ભીના ભીના હોઠથી પલકો ચૂમી લીધી પછી એનું નાક, ચિબુક અને હોઠ પર હોઠ મૂકીને તસતસતું ચુંબન લીધું. સીમાના હાથ આપો આપ સાગરનાં માથાની આસપાસ વીંટળાઇ ગયાં અને બંન્ને પ્રેમીપંખીડા એક મેકનાં હોઠનો મીઠો રસસ્વાદ માણી રહ્યાં. સાગરને કોઇ ધરાવો જ નહોતો થતો એ સીમાને વળગીને ખૂબ પ્રેમ જ કરવા લાગ્યો.
બંન્ને જીવ એક થઇને પ્રેમની એકરૃપતામાં સમાઇ ગયેલાં ના કોઇ અવાજ ના કોઇ સંકોચ -બંન્નેનાં શ્વાસો શ્વાસ એકમેકમાં પરોવાયેલા ફક્ત શ્વાસોશ્વાસનો એક ધારો જાણે તાનપુરાની જેમ અવાજ આવી રહેલો. હોઠ થી હોઠનું ચુંબન એક ધારો રસ પી રહ્યું હતું બંન્ને જણાં જાણે કોઇ અદભૂત પ્રેમ સમાધીમાં ડૂબી ગયાં હતાં.
સાગરનાં હોઠ હવે સીમાંના હોઠને ચૂમીને સીમાનાં ગળામાં કર્ણ પર અને ધીમે ધીમે એ બધેજ ચુંબન લઇ રહેલો સીમા પણ બધી સીમાઓ ભૂલીને સાગરને પ્રેમ કરી રહી હતી અને સાગરને સાથ આપી રહી હતી બંન્ને જણાં એકમેકમાં વધુને વધુ પરોવવા લાગ્યાં હતાં. સાગર પણ સીમા ઓળંગી રહેલો એનાં હોઠ અને હાથ સીમાનાં અંગે અંગમાં પ્રસરવા લાગ્યાં હતાં બંધે પ્રેમ કરી રહ્યો હતો બધેજ સ્પર્શનો આનંદ લઇ રહેલો સીમા પણ સાગરને છૂટો દોર આપી રહી હતી બંન્ને પ્રેમી પરાકાષ્ઠા ઓળંગવાની તૈયારીમાંજ હતા અ સાગરનાં ફોનની રીંગ વાગી સાગરે ક્યાંય સુધી જાણે સાંભળી જ નથી એમ એ પ્રેમ કરતો જ રહ્યો સીમાએ એને અટકાવી કહ્યું" એય સ્વીટુ તારો ફોન વાગે છે સાગરે કહ્યું" વાગવા દે ને અત્યારે ફોન લેવાનાં મૂડમાં નથી. કહી ફોન બંધ કરી દીધો.
સીમાએ હસતાં હસતાં સાગરને પોતાની બાહોમાં વળગાવી દીધો સાગર હવે બમણાં વેગે સીમાને પ્રેમ કરવા લાગ્યો. સ્પર્શનો અનહદ આનંદ બંન્ને જણાં લૂંટી રહેલાં. સાગરે ધીમે ધીમે સીમાનાં બધાંજ અંગોને પ્રેમ કરવા માંડ્યો સીમાએ સાગરને ક્યાંય ના અટકાવ્યો અને બંન્ને જણાં બધીજ સીમા મર્યાદા ઓળંગી ગયાં અને તન-મનથી બંન્ને એકબીજાને સમર્પિત થઇ ગયાં. ક્યાંય સુધી એકબીજાને વળગેલા પ્રેમીઓ છુટા પડ્યાં અને સાગરે સીમાની આંખોમાં આંખ પરોવી પોતાની સત્રુપ્તતાનું સુખ અને આનંદ બતાવ્યો સીમા એને આવકારીને આનંદથી હસી રહી. પછી સીમાએ ખોટો છણાકો કરતાં કહ્યું. "કેમ આજે આમ? શું તું તો કહેતો હતો કે લગ્ન પહેલાં કાંઇ નહીં કરીએ અને આજે તો તેં હદ કરી.. સાગરે કહ્યું" હું તો સાગર છું પ્રેમ ઉભરાયો તને સર્મપિત કર્યો પરંતુ તું તો સીમા છે તેં કઇ મને રોક્યો નહીં ? તેતો બધી જ સીમા ખોલી નાંખેલી. સીમાએ હસતાં કહ્યું "ચાલ લુચ્ચા તું જ નકામો છે પછી વાંક મારો કાઢે છે.
સાગરે કહ્યું "સીમા... જે થયું એ થયું મને મારી જવાબદારીનું પુરુ ભાન છે. અને સમયનો અને પ્રેમનો તકાદો એવો થઇ ગયો કે મને પણ ભાન ના રહ્યું પરંતુ કોઇ મુશ્કેલી નહીં આવે ચિંતાના કરીશ અને આવું થયુ સ્વાભાવિક છે કારણ કે આપણે બંન્ને જણા આજે અમર્યાદ પ્રેમમાં પરોવાયેલાં ત્યાં તેથી લાગણીઓ ઉભરાઇને એકબીજામાં સમાઇ ગઇ. પણ મેં પૂરી સાવધાની રાખેલી હતી એટલે નિશ્ચિંત રહેજે સીમાએ સાગર સામે જોતાં કહ્યું " ઓહો આટલો મોટો ગુંડો છે તું. તો તારો અગાઉથી જ પ્લાન હતો એમ કહીને.... સાગરે લૂચ્ચું હસતાં કહ્યું" શું કરું હું... લાકડી ભાંગે નહીં અને સાપ પણ મરે એવું પ્લાન કરેલું. બધું જ સફળ.
સીમાએ કહ્યું" કેટલો લૂચ્ચો છે તું કોઇ તને પહોંચી ના વળે. સાગરે કહ્યું" મેં ખોટું શું કર્યું આપણે પ્રેમ પણ કર્યો અને ... બધુ સચવાઇ પણ ગયું. સીમાએ ઉભા થઇને કહ્યું હું આવું છું કહી વોશરૃમમાં ઘૂસી.
સાગર બેડ પર પડ્યો પડ્યો વિચારી રહ્યો. મેં આજે જે કર્યું સાચું કર્યું કે ખોટું ? મારે મારી લાગણીઓ પર કાબૂ રાખવાનો હતો. પછી વિચાર્યું જે થયું એ થયું આ કુદરતી લાગણીઓ પર કેટલો કાબુ કર્યે ? અને ત્યાં સીમા આવી અને સાગરને વળગી ગઇ.
સાગરે કહ્યું "એય મારી રાણી.. આઇ લવ યુ હવે થોડાં સમયમાં જ માં-પાપાને વાત કરી દઇશું આપણે લગ્ન કરીને કાયમી શુભ બંધનમાં બંધાઇ જઇશું પછી કોઇ ચિંતા નહીં કોઇ પ્લાનીંગ નહીં શું કહે છે ?
સીમાએ કહ્યું "કહેવુંજ પડશે ને મને હવે તારો ઉપર ભરોસો નથી તું હવે ગમે ત્યારે કંઇ પણ કરી શકે દુશ્મન છે મારો, હું તો આજેજ માંને વાત કરીશ તારા ઘરે વાત કરવા આવે.
સાગરે કહ્યું " એય આટલી બધી ચિંતામાં પડી ગઇ ? કેમ આમ કરે... આઇ એમ સોરી... હું લાગણીઓમાં વહી ગયેલો તારે મને રોકવો જોઇતો હતો. તે સહકારના આપ્યો હોત તો હું સ્વાભાવિક રોકાઇ જ જાત...
સીમાએ સાગર પ્રેમથી ચૂમતાં કહ્યું" એય સોરી શું મારો સહકાર અને મરજી હતીજ ને પણ હવે એકવાર પાળ ઓળંગી છે તો હવે સાવચેતી રાખવી પડશે. મને થયું એનાં કરતાં ઘરે વાત કરીને કાયદેસર સંબંધ જ નક્કી થાય એજ વધુ સારું બાકી મને કોઇ ખોટું કર્યાની લાગણી નથીજ મને કોઇ ગીલ્ટ નથી. મેં મારાં ખૂબ વ્હાલાં માણેગર સાથે પ્રેમ માણ્યો છે કોઇ દુઃખ કે અફસોસ નથી. પરંતુ સામાજીક નિયમો પ્રમાણે હવે સંબંધ કરી લઇએ બીજુ કંઇ નહીં.
સાગરે કહ્યું" તારી વાત સાચી છે અફસોસ કે ગ્લાની નથી પરંતુ તમારા લોકો મારે વધુ સારું એજ છેકે સંબંધ બાંધીને વ્યવહારીક સામાજીક થપ્પો પાડી દઇએ પછી કોઇ રોકીજ નહીં શકે.
આમ કહીને બંન્ને જણાં એકબીજાને ફરીથી વ્હાલથી વળગી ગયાં. સીમાએ કહ્યું ચાલ સાગર બહાર બેસીએ સરસ ઠંડો પવન આવી રહ્યો છે. આમને આમ વાતો કરતાં સાંજ પડી ગઇ. સીમાએ સાગરને કહ્યું" આવો અદભૂત નજારો નજર સામે છે. અસ્ત થયો છે અને સૂર્યનાં સોનેરી-કેસરી કિરણો... જો ને સાગર સંધ્યાની માંગમાં જાણે કંકુ પુરી રહ્યાં છે કેટલી સરસ ક્ષણો છે સૂર્ય પૃથ્વીને પ્રેમ કરતો અસતાચળે ઢળી રહ્યો છે. સાગરે આ દ્રશ્ય જોઇ પુલકિત હૃદયે કહ્યું" હાં સીમા જો આ દૂર પૃથ્વી અને અવકાશની સીમા એક બની ગઇ છે અને કેવું સોહામણું મિલન દેખાઇ રહ્યું છે હવે સાંજ ઢળીને રાત આવશે અને મીઠું ચાંદની વાળું નભ પ્રેમ કરવા માટે ઉત્સુક કરશે. કુદરતનો આ અજબ કરીશ્મા છે.
સાગરને બોલતો સાંભળી સીમા સાગરની બાહોમાં વળગીને સમાઇ ગઇ અને આંખો બંધ કરીને સાગરને સાંભળી રહી.
સાગર અને સીમા કેટલોય સમય એકબીજાને વળગીને પ્રેમ કરતાં રહ્યાં પછી સાગરે સીમાની આંખોને ચૂમીને કહ્યું " સીમા ચાલ આપણે હવે નીચે જઇએ. આજે કરેલું રીહર્સલ ફરીથી સરસ કરીશું. સીમાએ સાગરની સામે જોઇ કહ્યું " એય લૂચ્ચા આવું રીહર્સલ હવે ફરીથી નહીં લગ્ન પછી જ.
સાગરે હસતાં હસતાં કહ્યું "એય લૂચ્ચી નં.1 તને તો આવાં જ રીહર્સલ યાદ રહે છે મેં આપણાં ગીતોની વાત કરી કેમ આવું વિચારે ? તારાં મનમાં તો હજી એજ રમે છે એમ કે? સીમાએ કહ્યું "ના હવે આમ દુશ્મની ના કર મને ગીતોનો તો ખ્યાલ જ ના આવ્યો તારું બોલવાનું તો એટલું લુચ્ચું છે કે ભલભલા ભરાઇ જાય હા મારાં સાગર ગીતોનાં રીહર્સલ માટે તો તું જ્યારે કહીશ ત્યારે હું તૈયાર જ.
સાગરે તક જોઇને ફરી કહ્યું" ઓકે તો તું રીહર્સલ માટે તૈયાર જ ? ચાલ તો ફરીથી કરી લઇએ એમ કહીને હાથ પહોળા કરીને પ્રેમનું ઇજન આપ્યું. સીમાએ આવીને વળગીને કહ્યું "એય ના કરને હેરાન... એક તો તારાં વિનાં એક પળ ચાલતું નથી અને ઉપરથી તું આમ મને.... સાગર કહ્યું " હું ક્યાં રહી શકું છું. ઠીક છે ચાલ ખૂબ મજાક કરી હવે ફરીથી સીરીયસલી રીહર્સલ જ કરીશું એમ કહીને એણે સીમાને લઇ રૂમનો દરવાજો બંધ કરીને નીચે આવ્યાં.
સાંજનાં 7.30 થવા આવ્યા હતાં અને વાતાવરણમાં જોઇ અને સીમાની આંખો નીચે નમી ગઇ. કૌશલ્યા બહેન કંઇ પણ પૂછ્યાં વિના જાણે સમજી ગયાં. એ બોલ્યાં બેટા તારા મંમીને કહેજે મેં યાદ આપી છે અને કોઇવાર એમને લઇને આવજે. મળતાં રહેવાથી સંબંધ ઘાઢો થાય છે. અને અમે પણ આવીશું.
સાગર તું સીમાને મૂકી આવ. અંધારું થવા લાગ્યું છે. સાગરે કહ્યું "એની પાસે એક્ટીવા છે પણ હું સાથે સાથે બાઇક લઇને જાઉં છું. મૂકી આવું છું. માં, તારી વહુને આમ સંધ્યાકાળે એકલી નહી મોકલું. એમ કહી એણે બાઇકની ચાવી લીધી. સીમાને ન જાણે શું થયું અને એને કૌશલ્યા બ્હેનાં પગે પડીને નમસ્કાર કર્યાં.
કૌશલ્યા બ્હેને એને ગળે વળગાવી વ્હાલ કર્યું અને આશીર્વાદ આપતાં ક્હ્યું" દીકરા સુખી રહો. એને ઉમેર્યું. મંમીને યાદ આપજે અને આવવા કહેજે.
સાગર અને સીમા પોત પોતાનાં વ્હીકલ પર નીકળ્યાં. કૌશલ્યા બ્હેન એ લોકોને જતાં જોઇ રહ્યાં અને થોડાં વિચારોમાં પડી ગયાં એમને પણ કોઇ ભૂતકાળની યાદો સતાવી ગઇ અને મનમાં ને મનમાં મલકી જવાયું.
સાગર અને સીમા બંન્ને જણાં સીમાનાં ઘરે આવી પહોચ્યાં સાગર બ્હારથી જ પાછો જવા જતો હશે અને સીમાએ કહ્યું" એક મીનીટ સાગર... એણે સાગરની સામે જોઇને કહ્યું "સાગર આજે બહારથી જ ના જઇશ ને ચાલ અંદર મંમીને મળીને જા પ્લીઝ.
સાગરે સીમાની આંખોમાં કંઇક અજીબ લાગણી જોઇ ને એ સીમાનો આગ્રહ ટાળી ના શક્યો. એણે બાઇક પાર્ક કરીને સીમા સાથે ઘરમાં પ્રવેશ કર્યો સીમાની માં સરલાબેન રાહજ જોઇ રહ્યાં હતાં. બંન્ને ને ઘરમાં આવતાં જોઇ ઊભા થઇ ગયાં. એમણે સીમાને જોઇને કહ્યું "આવી ગઇ બેટા ? આજે ખૂબ વાર થઇ. રીહર્સલ ખૂબ કર્યું લાગે છે કેવો ગીતો નક્કી કર્યાં. ?
માંની વાત સાંભળી સીમાથી સાગર સામે જોવાઇ ગયું અને લૂચ્ચું હસી પડી પછી કાબૂ કરતાં બોલી " હાં માં સરસ ગીત સીલેકટ કર્યાં. સરસ ગવાયાં. અને માં ત્યાં સંયુક્તા પણ આવી હતી એ પછી જતી રહી હતી. હૂં અને સાગર આજે.... અટકી પછી બોલી ખૂબજ ગીતો ગાયાં અને... સાગરની મંમીએ પણ તમને યાદ કર્યા છે અને કહ્યું છે તમે પણ ઘરે આવો.
સાગરે કહ્યું " હાં આંટી માં એ ખાસ કહેવરાવ્યું છે તમે અને અંકલ પણ ઘરે આવો. સરલા બ્હેને હસતાં હસતાં કહ્યું "હાં જરૃરથી આવીશું. સમયની નાડ પારરખવા સાથે એમણે કહ્યું હાં હવે તો આવવું જ પડશે ને પછી વાત બદલતાં કહ્યું "કંઇ નહી ફ્રેશ થઇ જા અને સાગર આવ્યો છે તો જમીને જજે સાગરે કહ્યું ના મંમીએ ઘરે તૈયાર કર્યુજ છે. ફરીથી કોઇ વાર"
સાગરે પછી સીમા અને સરલાબહેનથી વિદાય લીધી અને બાઇક સ્ટાર્ટ કરીને ઘર તરફ હંકારવા લાગ્યો. સાગરનાં મનમાં વિચારો ચાલતાં હતાં. આજે મારાથી આ શું થઇ ગયું ? મેં કોઇ ઉતાવળ તો નથી કરીને ? આમાં ઉતાવળ ક્યાં એતો આવેશ હતો કાબૂ ના રહ્યો હું શું કરી શકું ? મોટાં મોટાં તપસ્વીઓ પણ ક્યાં કાબૂ કરી શક્યા છે. અને વળી સીમા મારી પ્રિયતમાં છે અને હું લગ્ન કરીને પત્નિ બનાવી ઘરે લાવવાનો છું પછી ક્યાં કંઇ ચિંતા છે. માં-પાપા બધાને બધીજ ખબર છે અને આજે ઘરે પહોચીને હું જ સામેથી માંને વાત કરીશ કે એ સીમાનાં પેરેન્ટ સાથે વાત કરી લે.
ગીતોનું રીહર્સલ પણ હવે ગંભીરતાથી કરવું પડશે માંડ વચ્ચે ત્રણ દિવસ રહ્યાં છે પછી કાર્યક્રમ છે જોકે કોઇ મોટી સંખ્યામાં લોકો નથી પણ ખાસ મહેમાનો અને પપ્પાનાં મિત્રો-સ્ટાફ અને રાજઘરાનાનાં મિત્રો -સગાં હશેજ. કંઇ નહી.સીમાને અને અમીને પણ હાજર રાખીને રીહર્સલ ફાઇનલ આ બે દિવસમાં જ કરી લઇશું.
આમ વિચારોનાં વમળમાં વહેતો વહેતો એ ક્યારે ઘર આવી ગયો એને ખબર જ ના પડી. એણે બાઇક પાર્ક કર્યું અને પછી ઘરમાં આવ્યો. આવીને તરતજ એણે માં ને બૂમ પાડી કૌશલ્યા બ્હેન કીચનમાંથી બહાર આવ્યા "અરે આવી ગયો દિકરા ? ચાલ ફ્રેશ થઇ જા પછી જમવાનું આપી દઊં ગરમ ગરમ ખાઇ લે.
સાગર કંઇક બોલવા ગયો અને પછી કંઇક વિચારી અટક્યો અને કહ્યું "ઓકે માં હું ફ્રેશ થઇને આવું છું પછી જમી લઇએ. હું જમતાં જમતાં જ વાત કરું કૌશલ્યા બ્હેનને હાં આવીજા તારાં પાપા પણ આવે જ છે બધાં સાથે જ બેસી જઇએ એમનો પણ હમણાં ફોન હતો.
સાગર એનાં રૂમમાં ગયો અને કંદર્પરાયની જીપ કમ્પાઉન્ડમાં પ્રેવશી. તેઓ ઉતરીને ઘરમાં આવ્યા. ડ્રાઇવરે પાર્ક કરી. અંદર આવીને કૌશલ્યા બ્હેનને કહ્યું "સાગર આવી ગયો ? એમણે કહ્યું "હાં જસ્ટ આવ્યો એનાં રૂમમાં ફ્રેશ થવા ગયો છે. તમે પણ ફ્રેશ થઇને આવો પછી બધાં સાથેજ જમવાં બેસી જઇએ.
કંદર્પરાય હસતાં હસતાં ગ્રાઉન્ડફલોર પરનાં એમનાં બેડરૂમમાં ફ્રેશ થવા ગયાં. થોડીવારમાં તેઓ અને સાગર બંન્ને જણાં ડાઇનીંગરૂમમાં આવી ગયાં સાગરને જોઇને કંદર્પરાયે કર્યું" યસ માય યંગ બોય કેવી તૈયારી ચાલે છે. ગીતો અને બાકી બધી ? સાગરે કહ્યું" હાય પાપા ખૂબ જ સરસ ચાલે છે. બે દિવસમાં બધી તૈયારી ફાઇનલ.
કૌશલ્યા બ્હેને કહ્યું" હાં આખો દિવસ બંન્ને જણાંએ રીહર્સલ કર્યું છે મને સંભળાતું હતું. સરસ ગીતો નક્કી કર્યા છે પેલી સંયુક્તા પણ આવી હતી થોડી વાર માટે બાકી સાગરે અને સીમાએ ખૂબ રીહર્સલ કર્યું છે.
સાગરે મનમાં વિચાર્યું માં આખો દિવસ રીહર્સલ રીહર્સલ બોલે છે એ કટાક્ષ કરે છે કે ભોળાપણમાં કહે છે. એણે કહ્યું આવો પાપા સરસ ગરમ ગરમાં જમી લઇએ જમતાં જમતાં વાત કરીએ. એમ કહીને જમવા બેઠાં.
લાગ જોઇને સાગરે કહ્યું "પાપા એક વાત કરવી છે કંદર્પરાયે કહ્યું બોલને દીકરા શું વાત છે ? કૌશલ્યા બ્હેને વચ્ચે પડતાં કહ્યું " શાંતિતી જમો વાતો તો થયા કરશે. સાગરે માં સામે જોયું. માં એ શાંત રહેવા કહ્યું અને ઇશારો કર્યો હું કહુ છું. સાગરને થયું. માને ખબર છે. મારે શું વાત કરવી છે ? કૌશલ્યાબ્હેને સાગરનાં આશ્ચર્ય સાથે કહ્યું " સાગર હવે કામકાજમાં ઠરીકામ થવા લાગ્યો છે હવે જીવનમાં ઠરીઠામ થવું છે એટલે આપણે વિચારવાનું છે પાત્ર નક્કી જ છે. કંદર્પરાયે કહ્યું " અરે સરસ વાત છે કરો કંકુના...અને કંદર્પરાયનો ફોન વાગ્યો અને એમણે સ્ક્રીન પર ચિંતાતુર નજરે જોઇને કહ્યું " ઓકે તમે લોકો વાતની પૂરી માહિતી લો હું થોડીવારમાં જ આવુ છું." એમ કહીને તેઓ ઝડપથી જમીને ઉભાં થઈ હાથ લૂંછતાં કહ્યું સાગર બધી વાત અંગે ફરીથી વાત કરીશું કહીને સત્વરે કચેરી જવા નીકળ્યાં.
સંયુક્તાએ ફોન કરીને રણજીતને બોલાવ્યો અને રણજીત એની ઓફીસમાં આવી એની સામે બેઠો અ સંયુક્તાએ કહ્યું એ સાંભળી રહ્યો અ મલકાવા લાગ્યો.
વધુ આવતાં અંકે પ્રકરણ -16 સમાપ્ત.