રહસ્યમય પુરાણી દેરી - 14 Prit's Patel (Pirate) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

રહસ્યમય પુરાણી દેરી - 14


રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-14

(આગળનાં ભાગમાં જોયું કે મુખી પોતાની બાળકી મણીડોશીને આપે છે. ઘનાભાઈ તેને રોકે છે પરન્તુ મણી ડોશીનું એક વેણ બોલતાં જ તેં ત્યાં જ પડી ભાંગે છે. હવે આગળ...)

બધુ જોઈને ગામનાં લોકો અંદરા અંદરી વાતુનાં મારો ચલાવા લાગ્યા કે "ડાકણ છે કોઇક ની તો બલી લેશે જ, એટ્લે જ અત્યાર લગી જીવે છે."
વળી પાછું કોઇક બોલ્યું અત્યાર લગી મુખીજી એ ગામને બચાવા બધુ કર્યું છે, હવે શું સાચે પોતાની વંશજને મણી ડોશીને લઈ જવા દેશે.

ત્યાં જ પ્રવીણભાઈએ લોકોના ટોળા તરફ જોઇ ગુસ્સામાં બોલ્યા " તમને લોકો ને એવું દેખાય છે, તો અત્યાર સુધીમાં ગામમાંથી બહુ બધાં લોકો મૌતને ઘાટ ઉતરી ગયા હોત." પછી મુખી અને તેનાં ભાઈ ને સંભાળતા બોલ્યા " તમે મગજને શાંત કરો.  મણી બહેન ડાકણ છે, હિંસક નથી, નિર્દય છે તેં પણ એક માણસ જ છે. ગામનું ભલું જ કરશે."

ત્યાં જ પ્રવીણભાઈની વાતું સંભાળી મણી ડોશી બોલી "મુખી તું તારા ભાઈ અને સંતાન પ્રેમીમાં એટલો ડૂબી ગયો છો કે પોતાનુ પણ ભૂલી ગયો હતો."

મુખી પોતાના બે ઘૂંટણ પર પડી ગયો અને ભગવાન ની પ્રાથના કરે તેમ આકાશ તરફ નજર કરવા લાગ્યો.

મણીડોશી ફરીથી પોતાનો એક હાથે બાળકી અને બીજા હાથ સીધો લાંબો કરી બોલ્યા " તુ ચિંતા નો કર, હુ તને વચન આપુ છું કે તારા ઘરની લક્ષ્મીને સહી સલામત તને કાલે સવારે આપીશ."

મુખીજી અને ઘનાભાઈ ઢીલા પડી ગયા અને બે હાથ જોડી મણી ડોશી સામે પડી ગયા. આખું ગામ હવે તેમની સામે ઝુકી ગયું હતુ.

મણી ડોશી એ ઢોલીની સામે જોયું અને આંખનો ઇસારો કર્યો કે તુરંત ઢોલી અનિલભાઈનાં ઘર તરફ દોડ્યો ગયો. મણી ડોશીએ પોતાનો હાથ બાળકી પર રાખ્યો અને પોતાના મંત્રોનો જાપ ચાલુ કર્યા.

જેમ અત્યારે જ બાળકીની બલી દેવાની હોઇ એમ બધાંની નજર મણીડોશી પર ટકી રહી હતી. થોડા સમયમાં મણીડોશી ધ્રુજવા લાગ્યા. મણીડોશીનાં ધ્રુજારી સાથે જોઇ રહેલા ગામનાં લોકોના દિલમાં પણ ધ્રુજારી ઉપડી રહીં હતી.

અચાનક જ મણીડોશી શાંત થઈ ગયા અને બોલ્યા " મુખી, કુદરત ને કોઈ ટાળી શકે નહીં કે સમયને કોઈ વશમાં નો કરી શકે.
પરન્તુ કાળી વિદ્યાથી કાળને જરુર બીજા માર્ગ પર દોડાવી શકાય."

મણીડોશી શુ બોલ્યા કે શુ નો બોલ્યા કોઈને કાઈ જ ફેર પડ્યો નહી. મુખી અને ઘનાભાઈ વિચારતા રહ્યાં પરન્તુ કોઈ વાત એનાં સમજમાં પણ આવી નહીં.

મણીડોશી પાછું ફરીને વડ તરફ ચાલવા લાગ્યા અને હોંકારો આપતાં ગયા કે રાત બહુ થઈ ગઇ છે બધાં પોતાના ઘરનાં દરવાજા બંધ કરી સુઈ જાય. કોઈ આજે સવાર સૂર્યના પ્રકાશ પહેલા બાહર આવશે નહીં.

ઘનાભાઈ સાથે બધાં ગામ લોકો પોતપોતાના ઘરનાં બારી બારણાં બંધ કરી સુઈ ગયા. પરન્તુ મુખી હજુ ત્યાં જ ઉભા ઉભા વિચારતા હતાં.

ત્યાં બાજુમાં પ્રવીણભાઈ આવીને તેમનાં પર હાથ રાખ્યો. ત્યાં મુખી અચાનક જ ચોકી ગયા. પ્રવીણભાઈ બોલ્યા " મુખીજી ક્યાં વિચારોમાં મશગુલ છો, મણીબહેને કહ્યુ એ સાંભળ્યું ને કે પોતપોતાના ઘરમાં બારી બારણાં બંધ કરી સુઈ જવાનું."

પરન્તુ મુખીની આંખોમાં એક અલગ જ નમી જોવા મળતી હતી. આશ્વાસન આપતાં પ્રવીણભાઈ બોલ્યા કે " મુખી પછી પહેલા મારા મિત્ર છો, ચાલો આજે તમે મારા ઘરે, જે મનમાં હોઇ તેં એક લંગોટીયો સમજી ને કહી દયો."

મુખીની આંખમાં ઝરમરયા ચાંદનાં પ્રકાશમાં ચમકી રહ્યાં હતાં મુખી પ્રવિણભાઇનાં ઘર તરફ ચાલવા લાગ્યા. અને ત્યાં મણીડોશી ગામનાં પાદરમાં પહોચી ગઇ.

પાદરમાં પહોંચીને જમણી તરફ નજર કરી તો તેં બાજુથી ઢોલી પોતાના હાથમાં સસલાનાં બચ્ચાનાં બે કાન પકડી આવી રહ્યો હતો. મણીડોશી એ ઢોલી પાસેથી સસલાને પકડી ને ઢોલીને કહ્યુ કે " જા, બેટા તુ હવે સુઈ જા. હુ મારુ કામ કરી લવ"

આટલું બોલી મણીડોશી ગામનાં પાદરથી વડ તરફ ચાલવા લાગી. ગામનાં કૂતરાઓ પણ પાદર જ ઉભા રહીને ભસવા લાગ્યા પરન્તુ એક પણ કૂતરું તેની પાછળ ગયું નહીં. ઢોલી હજુ ત્યાં જ ઉભો રહીને મણીબા ને જોઇ રહ્યો હતો. ચાંદનાં પ્રકાશમાં મણીબા થોડીવારમાં ઘોર અંધારામાં ભળી ગયા અને આંખની સામે વિલીન થઈ ગયા. પછી ઢોલી પણ પોતાના બા નાં કહ્યા મુજબ પોતાના ઘરે આવીને બારી બારણાં બંધ કરી સુઈ ગયો.

મુખી અને પ્રવીણભાઈ બન્ને ચૉહારેથી ચાલીને પ્રવિણભાઇ ઘરે પહોંચ્યા. પ્રવીણભાઈ અને મુખીને જોઇ પ્રવીણભાઈની પત્ની તુરંત કાળી રાતે ચૂલો સળગાવી ચા મુકી. બન્ને જણા ઘરની અંદર રહેલા ખાટલા પર બેઠા.

પ્રવીણભાઈ બોલ્યા, " મને મારુ મન કંઇનું કંઇક કહી રહ્યુ છે, પરન્તુ મૂંઝવણે ચડ્યું છે કે આ ઘના એ પાપ શુ કર્યું છે. આખા ગામને કાંઇ ફેર પડે કે નહીં મને તો ફેર પડે છે. હુ રહ્યો તારો ગોઠ્યો અને આપણે જ ઘનાને મોટો કર્યો છે."

મુખીએ પ્રવીણભાઈની વાત સંભાળી નો સાંભળી કરીને બોલ્યો કે "આપણે મોટો કર્યો છે એટ્લે જ આપણને ખબર નો પડી કે એ આટલો મોટો ક્યારે થઈ ગયો." આટલું મુખી બોલી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

પ્રવીણભાઈ દુઃખી થઇને બોલી ગયા " પણ થયુ છે શું, એ કહેશો હવે?"

ક્રમશ...

શુ હતી એ વાત કે મુખી આટલું રડી રહ્યાં હતાં?
શુ સાચે મણીડોશી બાળકીને પાછી લઇને આવશે?

(આગળ જાણવા માટે બન્યાં રહો મારી રચના " રહસ્યમય પુરાણી દેરી" ની રોમાંચક સફર સાથે)



મારી નવી રચના કાશ... આવી ગઇ છે જે તમારા દિલને પ્રેમરસમાં ઉતારી દેશે. તમારુ દિલ પ્રેમ કરવા તત્પર થઈ ઉઠશે. અને મારી રચના " ગ્રીન સિગ્નલ " સંપુર્ણ થઈ ચૂકી છે તે વાંચી તમારો અભિપ્રાય આપશો જી. આભાર...?

પ્રિત'z...?