Piyar ke saasaru books and stories free download online pdf in Gujarati

પિયર કે સાસરું

                   પપ્પા હું જાવ , એમ કહી ને પ્રિયલ આજે ઘરે થી નીકળવાની તૈયારી કરી રહી હતી. જતા જતા પણ પાપા ને આજે શીખમણ આપી રહી હતી. પપ્પા ,  આજે તમારે બહાર જમવા જવાનું છે . કેરી નો રસ ફક્ત એક જ વાટકી ,બીજો નહીં જો બીજો પીધો તો તમને ખબર છે કે હું તમારી તબિયત માટે ખૂબ જ ગંભીર છું. કેમ કે ,, તમારી તબિયત ખરાબ થશે તો મને ટેન્શન આવી જશે.મમ્મી પપ્પા નું ધ્યાન રાખજે . ભાઈ નું પણ હું જાવ છું રાતે પાછી આવી જઈશ. 

                      બસ આવી જ રીતે રોજ પ્રિયલ ની સવાર થતી હતી.રોજ સવારે ટિફિન બનાવવાનું અને ઘર ની બધી જવાબદારી સાંભળવાની અને સાથે લોકો નું ધ્યાન રાખવાંનું . બધું જ પોતે જાતે કરી રહી હતી.પણ , હવે લગ્ન ને ફક્ત એક જ મહીનો બાકી હતો. હું જઈશ પછી શું ???? એ વાત એને રોજ સતાવી રહી હતી.

                એવું નહોતું કે એનું પિયર અને સાસરું ખૂબ દૂર હતું .ફક્ત દસ જ મિનિટ નો રસ્તો હતો . 

                એવું પણ નહોતું કે સાસરી પક્ષ ના લોકો ખૂબ જ કડક હતા.

                 પણ એવું એને લાગતું રહેતું હતું કે પોતે જશે પછી શું થશે ????એની ચિંતા એને વારંવાર સતાવતી હતી.????

                હવે શું કરવું શું ના કરવું એ સમજી શક્તિ નહોતી.????

                 પણ,, આ બાજુ એના મંગેતર ને આ વાત ખબર પડી ગઈ. એના હાવભાવ અને એના વર્તન થી એને એક યોજના બનાવી જે પ્રિયલ ને ખબર નહોતી.

                લગ્ન ના 2 દિવસ પહેલા જ્યારે પ્રિયલ તૈયાર થઈ રહી હતી ,, ત્યારે અચાનક એના મંગેતર નો ફોન આવ્યો. અને એને બોલવામાં આવી એને ખૂબ આનાકાની કરી કેમે ક લગ્ન ના  2 દિવસ પહેલા મળવું ખરાબ કહેવાય છે. પણ એની જીદ ના ચાલી. એ નીચે આવી તો એને જોયું કે એનું પરિવાર અને સસરા પક્ષ ના પરિવાર એની રાહ જોઈ ને બેઠા હતા.અને આવતા ની સાથે લોકો એ એનું અભિવાદન કર્યું. 

                 એની માટે આ બધું ખૂબ જ અણધાર્યું હતું. એને સમાજ માં નહોતું આવતું કે શું થઈ રહ્યું છે. પરિવાર ના લોકો એ એને વચ્ચે બેસાડી

એના મમ્મી અને પપ્પા એ કહ્યું ,

               ""નાની ફૂલ જેવી હતી તું જ્યારે તને હોસ્પિટલ થી લઈ ને આવ્યા . તારા નાના કદમ એ અમને જિંદગી જીવવાની રાહ આપી.અને આજે તું જ્યારે બીજા કોઈ ના ઘરે અજવાળું કરવા જઈ રહી છે તો શું હું દુઃખી થાવ. તું જ તો મારી જિંદગી છે. તું જ્યાં હોઇ બસ ત્યાં ખુશ હોઈ એ જ મારી ઈચ્છા છે. તારી કમી અમને ક્યારે પણ દુઃખી નહીં કરે કેમ કે તું હંમેશા અમારા દિલ માં રહીશ આ ચિંતા છોડી તું તારા સાચા ઘર નું ધ્યાન રાખજે.""

આ બાજુ સસરા પક્ષ ના સાસુ સસરા એ પણ કીધું.

               ""દિકરી, તું તો અમારા ઘર નું ઘરેણું છે. તારા માં -બાપ પર તારો સૌથી પહેલો અધિકાર છે. તારે જ્યારે પણ જવું હોય તું જઇ શકે છે. તું ચિંતા નહીં કર, જો તું અમારા ઘરે આવે છે .તો કોઈ સંબંધ ને તોડી ને નહીં.પણ 2 પરિવાર ના સંબંધ સાચવી ને આવે છે. તારા બંને ઘર માં તું આજે એક અજવાળું ફેલાવી રહી છે. એટલે હવે ચિંતા છોડી ને બંને પરિવાર ને ખુશી થી અપનાવી લે.""

              આ સાંભળતા પ્રિયલ રડી પડી પોતાના બને પરિવાર ને ભેટી ને વળગી પડી.એના મંગેતર એ આપેલી અણધારેલી ભેટ એની માટે નવી જિંદગી નો પ્રકાશ લાવી હતી.

સારાંશ : પિયર કે સાસરું એનો ભેદ ફક્ત છોકરી જ માટે કેમ ??? શું બંને પરિવાર ને સાચવવાની જવાબદારી ફક્ત છોકરી ની જ છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED