હત્યા અંતિમ ભાગ Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

હત્યા અંતિમ ભાગ

ઇન્સ્પેક્ટર મિહિર: " હા મેં લીધા હતા તેમની પાસે પૈસા, હું જ આ હત્યા મા  સામેલ છું." 

ઇન્સ્પેક્ટર રવિ ની ટીમ આ સાંભળીને ચોંકી ઉઠે છે, પરંતુ ઇન્સપેક્ટર રવિ આ જાણી ને હસવા લાગ્યા.

ઇન્સપેક્ટર રવિ : " હા  તારા પર  સક  તો  મને ત્યાર થી  જ હતો  જ્યારે તે પેલા વોચમન  ને ગોળી મારી  હતી. પરંતુ હું આ સક ને હકીકત માં બદલે એવું ઇરછ તો હતો. અને તે મને હકીકત જણાવી દીધી. હવે એ જણાવ કે આ હત્યા માં કોણ-કોણ સામેલ છે?

ઇન્સપેક્ટર મિહિર : " હા  મેં એ વોચમેન ને  ગોળી મારી ત્યારે જ મને જાણ  થઈ ચૂકી હતી  કે  હું પકડાઈ  જવનો છું , આ  હત્યા મેં મારા મામા મીર. જેકોબ મારી બહેન એના  અને  મારી  મામી  મિસ.જેકોબ એ સાથે મળી ને પ્લાન કર્યો હતો."

ઇન્સપેક્ટર  રવિ : " તો પરિવાર  આખો સામેલ છે આમા ! હવે મને ખબર પડી આ પિતા અને પુત્રી  એક બીજા પર  ખૂન  નો આરોપ શા માટે લગાવી  રહયા હતા. પુલિશ  ને ગુમરાહ કરવા  માટે આમ  કેહવા  થી  પુલિશ ને એમ  થાય બંને  વરચે દુશ્મની  હશે માટે  જ આ  આરોપ લગાવી રહયા છે , અને તેમના પર પુલિશ શક  ના કરે."

ઇન્સપેક્ટર મિહિર : " હા  તમે  સાચા  છો આજ પ્લાન હતો અમારો , શું કરીએ મીર. વિલસન  મારી બહેન એના ને રોજ દારૂ પી ને  મારતા મારી બહેન પર જુલ્મ કરતા હતા.આવા વ્યક્તિ સાથે રહી ને મારી બહેન ઓમેય અસહ્ય થઈ ગઈ હતી.આ તેનું રોજ નું હતું, માટે મારી બહેન ના આ વાત જણાવ્યા બાદ થી જ અમે તેને મારી નાખવા નો વિચાર કરી લીધો હતો.આથી અમે સૌ એ મડી તેમને  મારી નાખવા નું પ્લાન બનાવ્યું."

ઇન્સ્પેક્ટર  રવિ : " ઓહ! તો ઓ દિવસે  આપડા ઇન્સ્પેક્ટર આશિષ નું  ગોળી મારી ને ખૂન પણ તે જ કર્યું હતું."

ઇન્સપેક્ટર મિહિર :" હા તમે સાચા છો  એ દિવસે અમે બધા  રૂમ  માં બેઠા હતા  ત્યારે અમને  થયું અહીં કોઈ નથી  , માટે અમે અમારું પ્લાન ડિસ્કસ કરી રહ્યાં  હતાં .પ્લાન મુજબ બધું જ બરાબર થઈ રહ્યું હતું, પરંતુ ઇન્સ્પેક્ટર આશિષ આ બધી જ વાત સાંભળી ગયા હતા.ઇન્સ્પેક્ટર આશિષ તમને આ વાત કહે એ પહેલાં જ મે તેમને ઉપર પહોંચાડી મુક્યો."

ઇન્સપેક્ટર રવિ : " પણ  તમે આટલા ચાલક હોવા છતાં હત્યા ને આત્મહત્યા દેખાડવા માટે જે પણ કર્યું એ વ્યર્થ ગયું કારણ કે , તમે હત્યા સ્થળે ખુરસી અથવા ટૂલ રાખવાનું ભૂલી ગયા જે થી અમને ત્યારેજ જાણ થઈ ગઈ કે આ એક હત્યા છે. ઓમેય આ તો અમને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માં ખબર પડી જ જવાનું હતું. કારણ કે તમે મીર.વિલસન ને મારવા પેહલા તેમના પીણાં માં જહેર ભેળવ્યો હતો. વાહ ! તમારા પર મેં વિશ્વાસ  કર્યો એ જ મારી ભૂલ હતી.તને મેં સસ્પેન્ડ થવાથી પણ બચાવ્યો , પરંતુ તું તો એક હત્યારો નીકળ્યો હવે તો જેલમાં ચક્કી પીસજો પરિવાર આખો, કારણ કે આગળ તો તમને ફાંસી એ ચડવા નું જ છે."

ઇન્સપેક્ટર મિહિર : " સર મને માફ કરી દયો!"

આમ મિહિર રડવા લાગ્યો અને તેણે તેની ભૂલ સમજાઈ .

ઇન્સ્પેક્ટર રવિ:" હવે આ અશ્રુઓ વહાવા નો કંઈ ફાયદો નથી આવડા ખૂન કર્યા છે એ બદલ ફાંસી તો જરૂર થવાની છે."

આમ , આ કેશ જેટલો મુશ્કેલ હતો એટલો જ સરળ તેનો અંત હતો. આ કેશ અહીં જ સોલ્વ થયો અને બધાય રાઝ ના ખુલાસાઓ થયા.