હત્યા... Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હત્યા...

મી. ઐયર પોલીસ ઇન્સપેક્ટર ને કોલ કરે છે અને કહે છે:'હેલ્લો ઇન્સપેક્ટર સર અહીં અમારા પાડોસી એ આત્મહત્યા કરી છે, જલ્દી થી મનોહર કોલોની એ પહોરચો ફ્લેટ નંબર ચાર સો ને આડત્રીસ માં આમ કહી મી. ઐયર ફોન કાપે છે. પોલીસ મનોહર કોલોની પહોરચે છે. પોલીસ ફ્લેટ નંબર ચાર સો આડત્રીસ માં તપાસ હાથ ધરે છે. ઇન્સ્પેક્ટર રવિ લાસ ને જુએ છે લાશ ની તપાસણી કરી ને તેઓ આશ્ચર્ય માં પડી જાય છે. ઇન્સ્પેક્ટર રવિ:'આ એક આત્મહત્યા તો નથી જ'. તેમની પુરી ટીમ આ બયાન થી આશ્ચર્યચકિત થઈ જાય છે. તેમના એક ઇન્સ્પેક્ટર મી. સમીર બોલે છે:'સર તમે આ શું કઈ રહ્યા છો? લાશ ની બોડી પર આપણે કંઈ દેખાયું નથી જે થી કહી શકાય આ એક મર્ડર છે'. ઇન્સપેક્ટર રવિ:' તમારો વિચાર એ સાચો કહી શકાય પરંતુ આ એક પ્લાન કરેલો મર્ડર છે, શું થયું એ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણ થશે'. પુરી ટીમ ઘર માં તપાસ હાથ ધરે છે, પરંતુ તેમને કોઈ પણ સુરાગ હાથે નથી લાગતો. ઇન્સપેક્ટર રવિ મી. ઐયર ને પૂછતાછ માટે બોલાવે છે. ઇન્સ્પેક્ટર:'હા તો મી. જે પણ નામ હોય તમારું' મી. ઐયર વરચે બોલી પડે છે:'માય નેમ ઇસ મી. ઐયર'. ઇન્સ્પેક્ટર:'હા તો મી. ઐયર તમે પેહલા વ્યક્તિ છો જેણે આ લાસ જોઈ? મી. ઐયર:'આઈ થિંક યેસ મેજ પેહલા આ લાસ ને જોઈ હતી. 'ઇન્સપેક્ટર:'હા તો તમે લાસ કઈ રીતે જોઈ? મતલબ તમને કઈ રીતે ખબર પડી કે અહીં કોઈએ આત્મહત્યા કરી છે? 'મી. ઐયર:'મી. વિલસન(જેમનું ખૂન થયું હતું તે)તે દરરોજ દૂધ લેવા માટે આવે છે, પરંતુ આજે તે આવ્યા નહીં એનો મને આશ્ચર્ય થયો. અમે બંને ઓફીસ જવા માટે સાથે જ નીકળીએ છીએ આજે તે આવ્યા ન હોતા એટલે હું તેમના ઘેર બોલાવવા માટે ગયો તો તેમની લાસ પંખા પર લટકી રહી હતી. એ જોઈ ને મેં તમને કોલ કર્યો'. ઇન્સપેક્ટર:'મી. ઐયર તમારો આભાર'. મી:'એ તો મારો ફર્જ છે સર આભાર'. આમ મી. ઐયરે તેમની વાત મૂકી.

ઇન્સપેક્ટર રવિ એ મી. વિલસન ના ફેમિલી વિષે તપાસ હાથ ધરી જેમાં જાણ થઈ કે મી. વિલસન ની ફેમિલી માં ત્રણ મેમ્બર છે,એ ત્રણ મેમ્બર માં તેમની પત્ની અને તેમના બે સાત વર્ષ ના પુત્રો છે. મી. વિલસન ની ફેમિલી તેમના ઘર પર ન હતી. મી વિલસન ફેમિલી નો સંપર્ક કર્યો અને તેમને પૂછતાછ માટે બોલાવ્યા અને પૂછતાછ શરૂ થઈ. ઇન્સપેક્ટર:'મિસ. વિલસન તમારા પતિ એ આત્મહત્યા કરી છે અને તમને એ વાત ની જાણ પણ નથી? 'મિસ વિલસન:'ઇન્સપેક્ટર હું મારી મમ્મી ને ત્યાં પાંચ - છ દિવસો માટે ગઈ હતી. કારણ કે તેમની તબિયત જરાક ખરાબ હતી. 'ઇન્સપેક્ટર:'ઓહ કે સો તમારા હસબન્ડ એ આત્મહત્યા કરી તેનો તમને કોઈ દુઃખ નથી? 'મિસ. વિલસન:'સર દુઃખ એને હોય જેને લાગણીઓ હોય રોજ રાત્રે દારૂ ના નશા માં તેઓ આવતા અને મારી સાથે મારપીટ કરતા તો લાગણીઓ સાની હોય? મારી મમ્મી પણ બીમાર છે,આમ આ મારપીટ થી બચવા હું થોડાક દિવસો માટે મારી મમ્મી ને ઘેર જ રહેતી'. ઇન્સપેક્ટર:'મી. વિલસન ના અહીં કોઈ મિત્ર હતા? 'મિસ. વિલસન:' હા અહીં બાજુ માં જ રહે છે એમનું નામ કદાચ મી. ઐયર છે'. ઇન્સ્પેક્ટર: 'આભાર તમારો અને હા તમે હાલ અમને ઇન્ફોર્મે કર્યા વગર શહેર ની બહાર નઈ જઈ શકો'. મિસ. વિલસન:'એનું કારણ ઇન્સપેક્ટર? ' ઇન્સપેક્ટર:' આ વ્યક્તિ એ કોઈ પણ એન્ગલ થી આત્મહત્યા કર્યું હોય તેવું લાગતું નથી. એનું કારણ એ છે કે જેમણે પણ આ મર્ડર ને આત્મહત્યા બતાવવા માટે નો પ્રયત્ન કર્યો છે તેણે એક મોટી ભૂલ કરી છે. તે નીચે ચેર અથવા ટૂલ રાખવા નું ભૂલી ગયો છે. આમ જાહેર થઈ જાય છે કે આ આત્મહત્યા નહીં પરંતુ મર્ડર છે. અને હા જ્યાં સુધી હત્યારો ન મળે ત્યાં સુધી બધાય અમારા સક ના દાયરા માં છો ખાસ કરી ને તમે. ' આમ આ પૂછતાછ સમાપ્ત થાય છે. ઇન્સપેક્ટર મી. ઐયર ને ફરી પૂછતાછ માટે બોલાવે છે. ઇન્સપેક્ટર:'સો મી. ઐયર તમને જાણ થઈ ચૂકી હશે કે તમે સક ના દાયરા મા છો? 'મી. ઐયર:'યેસ ઇન્સ્પેક્ટર બટ તમે મારી પર ખોટો સક કરી રહ્યા છો,હું તો માત્ર એક મિત્ર અને એક પાડોશી હોવા નો કર્તવ્ય નિભાવી રહ્યો હતો'. ઇન્સપેક્ટર:'મી. ઐયર સક કરવો એ અમારો કાર્ય છે અને જ્યા સુધી વાત મિત્રતા ની છે તો હત્યારો કોઈ પણ હોઈ શકે છે એક પત્ની પણ અને એક સગો ભાઈ પણ. પરંતુ તમારે ચિંતા કરવા ની જરૂરત નથી કારણ કે જો તમે સાચા હસો તો જરૂર બચી જશો. હા તો મી. ઐયર તમે અને મી. વિલસન મિત્રો હતા તો તમે એમના વિષે જરૂર કંઈ જાણતા હસો,તે કેવા વ્યક્તિ હતા? શું કરતા હતા? વ્યસન હતું કે નહીં? એ બધી જાણકારી તમે અમને આપો. ' મી. ઐયર:'હા સ્યોર સર પોલીસ ની મદદ માટે અમે સદાય હાજર છીએ અને પોલીસ ની મદદ તો કરવી જ જોઈએ. મી. વિલસન બઉ ઘમંડી વ્યક્તિ હતા, તેમને પૈસા નો ખુબ ઘમંડ હતો. તેઓ વ્યસન માં દારૂ,સિગારેટ આ બધું જ તેમનું વ્યસન હતું. તેઓ ઘરે થી સવારે ઓફીસ અને રાત્રે દારૂ પાર્ટી માટે જતા આ તેમની જીવન શૈલી હતી. 'ઇન્સપેક્ટર:'તો તમે અને મી. વિલસન કેવા મિત્રો હતા? મતલબ કે સાથે રહેતા તેમના ઘેર જતા? ' મી. ઐયર:'સર અમે બંને ઓફીસ ના લન્ચ બ્રેક માં સાથે લન્ચ કરવા માટે જતા. મી. વિલસન ને વાતો કરવા માં ઘણો ઇંટ્રેસ્ટ હતો અને તેઓ તેમના પૈસા અને તેમના મોટા નામ અંગે ઘણી વાતો કરતા, અને જ્યાં સુધી વાત ઘર પર જવાની છે તેઓ તેમના કોઈ પણ સબંધી ને ઘર પર આવવા ની ના કરતા તેનું કારણ તો મને પણ નથી ખબર પણ જે વ્યક્તિ તેમના સંબંધી ઓ ને ઘર પર આવવાની ના પાડતા હોય તે વ્યક્તિ મને તેમના ઘર પર આવવા દે ખરો? ' ઇન્સપેક્ટર:'હા તમે સાચા છો પણ આ વ્યક્તિ નો સ્વભાવ આવો છે મતલબ કે વ્યસન કરવું કોઈ ને ઘરે ના આવવા દેવું પૈસા નો ઘમંડ હોવો તો આ વ્યક્તિ આત્મહત્યા ન જ કરે એ વાત ની ખાતરી છે મને. તો તમે આ મર્ડર થયો ત્યારે ઘર પર જ હશો રાઇટ? ' મી. ઐયર:'હા ઇન્સપેક્ટર સર હું ઘર પર જ હતો'. ઇન્સ્પેક્ટર:'તો તમે કોઈ પણ અવાજ ન સાંભળ્યું? મતલબ કોઈ વ્યક્તિ અંદર ગયું હોય અને કોઈ ચીખ? ' મી. ઐયર:'નો સર મેં એવું કંઈ જોયું નથી અને નથી સાંભળ્યું. 'ઇન્સપેક્ટર:'આભાર મી. ઐયર તમે જઈ સકો છો'. મી. ઐયર:'ઓહકે આભાર સર'. આમ મી. ઐયર ના જતા ની સાથે જ ઇન્સપેક્ટર તેમના એક ટીમ મેમ્બર ને કહે છે:'ઇન્સ્પેક્ટર આની પર ખાસ નજર રાખ જો અને હા આ બિલ્ડીંગ મા જેટલા શી. શી. ટી. વી. છે એની ફૂટેજ મને હમણાં જ જોઈ એ જલ્દી'. આમ ઇન્સપેક્ટર રવિ ની પુરી ટીમ કામ પર લાગી જાય છે. અને ત્યારે જ એક ઇન્સપેક્ટર આવી ને કહે છે:' સર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગઈ છે'. હવે આ કેસ નો મોટો ખુલાસો થવા નો હતો શું આ આત્મહત્યા નો કેસ છે? એતો પોસ્ટમોર્ટમ જોયા બાદ જ જાણ થશે. ઇન્સપેક્ટર રવિ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈ ને ચોંકી ઊઠે છે. :'મી. વિલસન ની મોત જહેર નાકારણે થઈ છે'. ઇન્સપેક્ટર રવિ ના ટીમ મેમ્બર કહે છે:'સર તમારી વાત સાચી હતી આ ખરેખર એક હત્યા હોઈ શકે છે. ' ઇન્સપેક્ટર રવિ:'મેં તો પેહલા જ કહ્યું હતું આ વ્યક્તિ આત્મહત્યા કરે તેવું લાગતું નથી હવે બધું સામે છે માત્ર હત્યારા ને શોધવા નો છે'. આમ આ કેશ મા એક મોટો ખુલાસો થયો હતો કે આ એક આત્મહત્યા તો નથી આ એક મર્ડર જ છે. આમ આ કેશ જેમ-જેમ આગળ જશે તેમ-તેમ મોટા ખુલાસાઓ થશે.