હત્યા - 3 Ritik barot દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હત્યા - 3

ઇન્સપેક્ટર રવિ ની ટીમ આ કેશ ની તપાસ માટે મી. વિલસન ના ઘર પર જ હતી. ઘર ની અંદર ફરી એક વાર તપાસણી કરવા માં આવી. કદાચ કોઈ સુરાગ મળે. ઇન્સપેક્ટર રવિ ની ટીમ ના પ્રત્યેક મેમ્બર ધ્યાનપૂર્વક તપાસણી કરવા લાગી ગયા હતા.

ઘર નો માહોલ અજીબોગરીબ હતો. ઘર ની અંદર થી માત્ર દુર્ગંધ સિવાય બીજું કંઇ નહોતું મળી રહ્યું. એક - એક ખૂણા અને ખાંચા ની તપાસણી કરવા છતાં પણ કોઈ સુરાગ ન મળ્યો.

મી. વિલસન નો સમગ્ર પરિવાર ત્યાં જ હતો. મિસ. વિલસન અને મી. જેકોબ પણ ત્યાંજ હતા, તેમની સાથે મિસ. જેકોબ પણ હતા જે મી. જેકોબ ના પત્ની હતા. મિસ. વિલસન અને મી. વિલસન ના પિતા વરચે ઝગડો થવા લાગ્યો. તેનું કારણ એ હતું કે મી. વિલસન ના પિતા ને મન ના અંદર ખાને એવું લાગી રહ્યું હતું કે આ હત્યા મિસ. વિલસન (એના જેકોબ જે મી. વિલસન જે ની હત્યા થઈ તેમના પત્ની) એ જ કરી છે.

ઝગડો વધવા લાગ્યો આ મેટર પોલીસ એ હાથ ધર્યો અને બંને ને શાંત થવા માટે કહ્યું. આમ માહોલ થોડો શાંત પડ્યો.

ઇન્સ્પેક્ટર રવિ ની પુરી ટીમ અંદર ના રૂમ ની અંદર તપાસ કરી રહી હતી. મી. વિલસન નો પરિવાર તેમની હોટેલ તરફ પાછો વળી ગયો હતો. હવે મી. જેકોબ અને તેમનો પરિવાર ત્યાંજ હોલ ની અંદર આ ઇન્વેસ્ટિકેસન પતવા ની રાહ જોઈ રહ્યા હતા. એક પોલીસ ઑફિસર ની ચીખ પાડવા ની અવાજ સંભળાઈ.

ઇન્સ્પેક્ટર રવિ અને તેમની સમગ્ર ટીમ ત્યાં દોડી ગઈ. ત્યાં જઈ અને જોયું ત્યાં ઇન્સપેક્ટર રવિ નો એક ટીમ મેમ્બર જમીન પર ખૂન થી લથપથ થયેલો પડ્યો હતો. ઇન્સ્પેક્ટર રવિ અંદરો અંદર પસ્તાઇ રહ્યા હતા. આ કેશ તેમના માટે વધુ માં વધુ મુશ્કેલ થતો જતો હતો. ઇન્સપેક્ટર રવિ ના મો પર ના ભાવ જોવા લાયક હતા. આમ આ કેશ માં ફરી એક મુશ્કેલી નો વધારો થયો હતો.

આ ખૂન કોણે કર્યો એ જાણવું તો જરૂરી હતો જ પરંતુ કઈ રીતે કર્યો એ પણ જાણવો જરૂરી હતો. ઇન્સપેક્ટર રવિ મી. જેકોબ ને પૂછે છે " તમે કોઈ વ્યક્તિ ને અંદર આવતા ન જોયું? કારણ કે અહીં થી એ રૂમ પરફેક્ટલી દેખાઈ રહ્યો છે. "

મી. જેકોબ " અમે અમારા જ ડિસ્ક્શન મા હતા, અને હા જ્યારે ગોળી ચાલવા નો અવાજ આવ્યો ત્યારે અમે તરત જ તે રૂમ તરફ નજર કરી. તે રૂમ તરફ નજર કરતા અમને એક વ્યક્તિ દેખાયો જે બારી ના રસ્તે થી બહાર ની તરફ ભાગી રહ્યો હતો. "

"પરંતુ મી. જેકોબ એ કઈ રીતે શક્ય હોય? કારણ કે બારી ની બહાર જવો કે ત્યાં થી આવો અશક્ય જ છે, કારણ કે ત્યાં બહાર ની તરફ કોઈ સપોર્ટ પણ નથી જેથી કોઈ વ્યક્તિ અંદર આવે કે જાય. "

"ઇન્સપેક્ટર એ અમોને કંઈ ખબર નથી પરંતુ અમે કોઈ વ્યક્તિ ને ત્યાં થી બહાર જતા જોયું હતું. "

આમ ફરી આ કેશ માં એક નવો વળાંક આવ્યો પરંતુ આ વળાંક પોલીસ ઇન્સ્પેક્ટર માટે સરદર્દ લઈ ને આવ્યો હતો. આ હત્યાઓ કોણ કરી રહ્યું છે અને શા માટે એ જાણવું જરૂરી હતું. પરંતુ કઇ રીતે એ શક્ય થશે? એની કોઈને પણ જાણ નથી.

ઇન્સપેક્ટર રવિ જ્યારે બિલ્ડીંગ નીચે તપાસ કરવા માટે જાય છે ત્યાં એક શી. શી. ટી. વી. કેમેરો તેમની નજરે ચડે છે. કેમેરો બિલ્ડિંગ ની ઉપર ની તરફ નજર કરી રહ્યો હતો, જ્યાં મી. વિલસન ના ઘર નો વ્યૂવ સારી રીતે નજરે ચડી રહ્યો હતો.

ઇન્સપેક્ટર રવિ શી. શી. ટી. વી. ઓફીસ ની અંદર ની તરફ જાય છે. શી. શી. ટી. વી. ફૂટેજ ચેક કરતા જાણવા મળે છે કે ફૂટેજ જ ગાયબ થઈ ચૂકી છે. આમ ઇન્સપેક્ટર રવિ ને જાણ થઈ જાય છે કે, આ એક પ્લાન કરેલો મર્ડર છે.

વાત- વાત પર નવા વળાંક એ આ કેશ ની ખાસિયત બની ચુકી હતી. ખરેખર આ કેશ એક ચગડોળ ની જેમ ગોળ-ગોળ ફરી રહ્યો હતો.

ત્યારે જ જાણવા મળ્યું કે એ વોચમેન જે કોઈ બીજા વોચમેન ની જગ્યા એ રાત્રે આવેલો હતો. તે પકડાયો છે. ત્યારબાદ પોલીસે તેને પૂછતાછ માટે બોલાવે છે.

ઇન્સપેક્ટર રવિ વોચમેન ને કેટલાક પ્રશ્નો પૂછે છે. " કેમ ઓ રાત્રે તું શું કરવા આવેલો? અને હા પેલા બીજા વોચમેન ની જગ્યા એ તું શું કરવા આવેલો?"

વોચમેન જવાબ આપે છે " સર મારું નામ દિનેશ છે. પેલી રાત્રે હું મારા ભાઈ રામુ ની જગ્યા એ ડ્યૂટી પર આવ્યો હતો. તમને વિશ્વાસ ન હોય તો તમે રામુ ને પૂછી શકો છો. "

" તો શી. શી. ટી. વી. રૂમ તરફ જવાનું કારણ શું?"

"સર શી. શી. ટી. વી. રૂમ ને લોક મારવા માટે મને કેહવા માં આવ્યું હતું જેથી હું ઓફીસ ની અંદર ગયો અને ત્યાં થી આ દરવાજા માટે નો લોક લઈ દરવાજો લોક કરી ફરી પાછો આવી ગયો હતો. "

"ઓહકે તો દિનેશ તારે થોડા દિવસો માટે આ શહેર થી બહાર જવાનું નથી અને હા તારો ભાઈ જે રામુ છે એ આજે ડ્યૂટી પર આવે તો મને મળી જાય એવું એને કહે જે. "

આમ ઇન્સપેક્ટર રવિ અને વોચમેન દિનેશ વરચે ની પૂછતાછ નો અહીં જ અંત આવે છે. આ કેશ માટે કોઈ સુરાગ પણ નથી મળી રહ્યો જેથી હત્યારા સુધી જઈ શકાય. શું થશે આ કેશ માં? શું આવનાર સમય માં નવા ખુલાસા ઓ થશે ? એ ની જાણ તો આવનાર સમય માં જ થવાની છે. પરંતુ રાત્રે રામુ જે વોચમેન હતો તે ડ્યૂટી પર આવે છે. રામુ સોસાયટી ના મેન દરવાજા ની પાસે આવેલી કેબિન જે ખાસ વોચમેન માટે જ હતી ત્યાં બેસી સોસાયટી તરફ નજર કરી બેઠો હતો.

સોસાયટી ની ચારેય તરફ દીવાલ ઉભી કરવા માં આવી હતી અને તેના પર કાંચ ના ટુકડાઓ મુકવામાં આવ્યા હતા જે થી કોઈ અજાણ વ્યક્તિ કે ચોર દીવાલ દ્વારા અંદર ન આવી શકે.

ઇન્સપેક્ટર રવિ અને તેમની ટીમ અહીં ના જ એક ફ્લેટ પર રોકાઈ હતી. ઇન્સપેક્ટર રવિ જ્યારે પોલીસ સ્ટેશન જવા નીકળે છે ત્યારે તેમને આ કેબીન ની અંદર બેઠેલો વોચમેન દેખાય છે.

આમ ઇન્સપેક્ટર રવિ તેમના ડ્રાઈવર ને જીપ રોકવા નો હુકમ કરે છે. ઇન્સપેક્ટર રવિ આ વોચમેન ને બોલાવે છે.

ત્યારબાદ વોચમેન" જી સાબ જી " કરતો ક ને ઇન્સપેક્ટર રવિ પાસે દોડી આવે છે.

" કોણ છે તું? પેહલા તો નથી જોયો તને અહીંયા બે દિવસ થી ક્યાં હતો તું?"

" સાબજી એક રાત્રે જ્યારે હું ડ્યૂટી પર આવી રહ્યો હતો ત્યારે કોઈએ પાછળ થી મારા પર વાર કર્યો જે થી હું બે ભાન થઈ ગયો. આથી હું હોસ્પિટલમાં હોવાના કારણે બે દિવસ ડ્યૂટી પર આવી શક્યો નહીં. "

" તારો નામ રામુ છે ને?"

"જી સાબજી મારું નામ રામુ છે પણ એ તમને કઈ રીતે ખબર છે?"

"તારો કોઈ ભાઈ છે? દિનેશ કરી ને?"

" હા સાબજી તે તો અમારા ગામડે છે કેટલાક વર્ષો થી"

"મતલબ તારો ભાઈ અહીંયા છે જ નહીં અને તું બેભાન હતો તને કોઈ બીજો કામ ન હોતો એમ?"

"હા સાબજી મારો ભાઈ અહીંયા છે જ નહીં અને મને બીજા શું કામ હોય આ કામ હું પરિવાર માટે જ કરું છું. "

"તો તારા ભાઈ નો એક ફોટો હશે તારી પાસે"

"જી સાબજી છે ને"

"તો મને આપતો"

આમ ઇન્સપેક્ટર રવિ જ્યારે એ ફોટો જુએ છે ત્યારે આશ્ચર્યચકિત થઈ જાય છે. એનું કારણ એ હતું કે આ ફોટા માં એ વ્યક્તિ હતો જ નહીં જે વોચમેન બની ને આવેલો અને કહી રહ્યો હતો કે હું રામુ નો ભાઈ છું. આમ ફરી આ કેશ માં એક નવી બાબત ઉમેરાઈ હતી.

આમ ઇન્સ્પેક્ટર રવિ વોચમેન ને કહે છે. "તું જઇ શકે છે"

" હા સાબજી પણ એક વાત પૂછું?"

"પૂછ"

"તમે આ બધી જાણકારી કેમ મેળવી રહ્યા છો?"

" અહીં ના એક ફ્લેટ માં એક હત્યા થઈ છે અને એમાં કેટલાક વ્યક્તિ ઓ મળેલા છે અને હા તને જ્યારે પૂછતાછ માટે બોલાવીએ ત્યારે આવી જજે"

"જી સાબજી"

આમ વોચમેન રામુ પાસે થી પણ એક નવી બાબત જાણવા મળી હતી.

***