યોજના મુજબ દરેક ટીમ મેમ્બર તેમનો સ્થાન મેળવી લે છે , અને ગરમી અને ભીડભાળ ભરેલા માહોલ માં તેઓ તેમની
ડ્યૂટી નિભાવી રહ્યા હતા.
પ્લાન મુજબ દરેક મેમ્બર ફ્રિ યુનિફોર્મ માં હતા. ઇન્સપેક્ટર રવિ એ શહેર ના દરેક રસ્તા જે રેલ્વેસ્ટેશન અથવા બસ સ્ટેશન જાય છે , તેના શી.શી.ટી.વી. કેમેરા પર નજર ગડાવી બેઠા હતા.
ત્યાં જ એક ઇન્સપેક્ટર નો વોકિટોકી પર અવાજ સંભળાય છે, " સર અહીં થી એ વ્યક્તિ રીક્ષા માં બેસી ને નીકળ્યો છે અને તેના પાસે કેટલોક સમાન પણ સાથે છે."
ઇન્સપેક્ટર રવિ દરેક ઓફિસર ને એલર્ટ રહેવાનું આદેશ આપે છે, અને એ વ્યક્તિ પર અચુક નજર રાખવા માટે નો ઓર્ડર આપે છે.
આમ આ વોચમેન ને પકડવા માટે કેટલીક મથામણ કરવાની હજુ બાકી હતી.
ત્યારબાદ એ વોચમેન રેલ્વેસ્ટેશન તરફ નીકળે છે, આમ આ વોચમેન આજ તો જરૂર જડપાવવાનો હતો.
ત્યારબાદ એ વ્યક્તિ રેલ્વેસ્ટેશન
ની અંદર ની તરફ આવે છે ઇન્સપેક્ટર મિહિર તેને શોધી કાઢે છે, પરંતુ તે ભીડ માં ક્યાક ગુમ થઈ જાય છે.
અચાનક કોઈ ના ગોળી ચલાવવા ની અવાજ કાને ચડે છે. અને ઇન્સપેક્ટર રવિ ના ટીમ મેમ્બર આ અવાજ ની તપાસ કરવા માટે ત્યાં પહોરચે છે.
ત્યાં પહોરચયા બાદ સૌ સદમમાં હતા. એનું કારણ એ હતું કે, એ વોચમેન ની કોઈએ ગોળી મારી ને હત્યા કરી હતી.
ઇન્સપેક્ટર રવિ ને આ અંગે જાણકારી આપવામાં આવે છે.
ઇન્સપેક્ટર રવિ રેલ્વેસ્ટેશન પર આવી આ ઘટના નિહાળે છે. મીડિયા પણ ત્યાં પહોરચી ઇન્સપેક્ટર રવિ ને પૂછતાછ કરે છે.
"ઇન્સપેક્ટર તમે આ અંગે શું કહેશો? શહેર માં આવા કેશ વધી ગયા છે, પોલીસ શું કરી રહી છે?"
ઇન્સપેક્ટર રવિ ભાવુક બયાન આપે છે. "પોલીસ શું કરી રહી છે એમ? એટલે હવે લોકો માં માણસાઈ જ વધી નથી, કોઈ ને કોઈ પ્રત્યે દયા નથી, નાની નાની બાબત માં ખૂન કરવા અને અન્ય બાબતો આ કોમન વાત થઈ ગઈ છે.અને પોલીસ તેમને પકડવા પૂરતા પ્રયાસ કરી રહી છે પરંતુ એ અન્ય લોકો ના સાથ વગર શું કરી શકે? કોઈ કેશ સોલ્વ ના થાય એ માટે પોલીસ પર સવાલ ના ઉપાડાય, પરંતુ આ કાંડ કરનાર પર સવાલ ઉપાડવો પણ જરૂરી છે. આપડે આની સામે એક સાથે લડવાનું છે ના કે સવાલ ઉઠાવવા ના છે."
આમ આ ઇન્સપેક્ટર રવિ નો આ જવાબ કડક હતો.
ઇન્સપેક્ટર રવિ પોલીસ સ્ટેશન જઈ ત્યાં રેલ્વેસ્ટેશન પર તૈનાત ઇન્સપેક્ટરસ ને ફટકારે છે.
પરંતુ અંતે જાણવા મળે છે આ ઇન્સપેક્ટર મિહિર ની લાપરવાહી ના લીધે થયો છે.અને ત્યારબાદ ઇન્સપેક્ટર રવિ ઇન્સપેક્ટર મિહિર પર વરસી પડે છે.
"ઇન્સપેક્ટર મિહિર કદાચ તમને ખબર નથી કે એ વ્યક્તિ આપડા માટે કેટલો ઈમ્પોર્ટન્ટ હતો."
"સર મારો ધ્યાન તેની પર જ હતો પરંતુ ટ્રેન આવતા તેમાંથી ઉતરેલી ભીડ માં તે ક્યાં ગાયબ થઈ ગયો? એની જાણ મને ન રહી".
" ઇન્સપેક્ટર મિહિર તમે નવા જોઈન કરેલા છો માટે તમને છોડી રહ્યો છું. અને મારે સર ને પણ જવાબ આપવો પડે છે, આગડ થી આવી એક પણ ભૂલ થઈ તો તમને સસ્પેન્ડ કરી મુકવા માં આવશે."
આમ ઇન્સપેક્ટર રવિ ઇન્સપેક્ટર મિહિર ને સમજાવે છે.અને આ તરફ આ કેશ નો ફરી નવો વળાંક પણ નજરે ચડ્યો.
વોચમેન તો ખાલી આ રમત નો એક ખેલાડી હતો, આ ગેમ નો કેપ્ટન કોઈ અન્ય વ્યક્તિ જ છે.આમ આ કેશ ઇન્સપેક્ટર રવિ માટે સરદર્દ લઈ ને આવ્યો હતો.
શું આ કેશ માં ફરી કોઈ સુરાગ મળવા નો છે? શું આ કેશ માં નવા ખુલાસાઓ થવાના છે? એ જાણવા માટે તો થોડી રાહ જોવી જ પડશે.