સપના ની રાજકુમારી Nandita Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના ની રાજકુમારી

                 એક છોકરી હસતી રમતી ને બધાને હસાવતી, પ્રેમની ચાહત મા કોઈ રાજ કુમારની રાહ જોતી પોતાના સપના મા જ ખોવાએલી એ હસતી રમતી ઢીંગલી એક દિવસ એ શાળા થી ઘરે પાછી આવતી હતી. ત્યારે એના કાન પર એક મધુર અવાજ સભળાય છે.અને એ જેનો અવાજ હતો તેના તેના પ્રેમ મા પગલ થઈ ફરતી, તેને ખબર પણ નોતી કે તે છે કોણ ?તોપણ તેના સપના જોતી . એક દિવસ તેણે એની દોસ્ત સાથે થયેલી એક ધટના જોઈ ,ત્યારે થી એ કોઈ ઊપર ભરોસો ના કરતી અને જોણે હસવાનુ તો જણે ભુલીજ ગઈ હોય, એને બીજા સામે બોલવુ પણ ઓછુ કરી નખ્યુ. અને એના જેવી ધણી છોકરીઓ ના માટે સેલ્ફડીફેન્સ માટે કામ કરતી થઈ ગઈ.ત્યાર પછી તે કોલેજ મા આવી ત્યા એને એક સાચો દૌસ્ત મળ્યો ત્યાર થી તે પાછી પહેલા જેવી બની ગઈ. ત્યા ફરી એજ ધટના એની સામે આવે છે. કોઈ અંકલ એક નાની છોકરી ને તેજ રીતે હેરાન કરી રહ્યા હતા . એજોઈ તેની દોસ્ત સાથે થયેલી આવીજ ધટન પાછી તેની નજર સામે આવે છે . પરંતુ ત્યારે એ એની દોસ્ત ને ના બચાવી સકી પણ આ માસુમ સાથે તે આ અન્યાય ના જોઈ સકી અને એ અંકલ થી તે નાનકડી છોકરી ને બચાવી ને દુર લઈ ગઈ તેના માતા પિતા પસે છોડી આવે છે. ત્યાર પછી થી એ જે  સપના  જોતી હતી તે બધુજ ભુલી ગઈ.
              કોલેજ પુરી થવાના દિવસો હતા ત્યારે બધાજ છેલ્લો દિવસે મનાવતા હતા. ત્યા એ રમતી હતી અને એ અચાનક બેહોસ થઈ ને પડી જાય છે. ત્યા તરત જ તેનો એ દોસ્ત જે એના માટે ભધુજ  હતો, તે અચાનક આવીને કહે છે કે પ્લીઝ મદદ કરો આને અત્યારેજ દવાખાને લઈ જવી પડસે . આ સાંભળી ને એક પ્રોફેસર બોલ્યા એની જરૂર નથી લો બ્લડપ્રેસર થયુ હસે લીમ્બુ પણી પાઈદો ત્યાજ (એના દોસ્તના આંખ માથી આસુ વહેવા માંડે છે), ને જોરથી ચીખે છે આને  બ્લડકૈનસર છે....... 
એ કેટલો સમય આપણી સાથે છે એ કાઈ ના કઈ શકીઅએ એ દસ દિવસ અથવા તો દસ વર્ષ એ કાઈ કહી સકાઈ એમ નથી આવુ ડોક્ટરે કહ્યુ છે,આના વીસે .તો પ્લીઝ મારી મદદ કરો . ત્યાર પછી એને સહેર ના સૌથી સારા હોસ્પીટલ મા એની સાર વાર થઈ , અને બધાજ એના માટે પ્રાર્થના કરે છે.
અને એ બચી જાય છે . આજે પણ એનો ઈલાજ ચાલુ છે. અને ડોક્ટર નુ કહેવુ છેકે હવે તે નોરમલ જિંદગી જીવી સકસે પરંતુ , તેને ક્યારેક _ ક્યારેક અચાનક બેભાન થઈ સકે છે.
               પણ હવે તે પોતા નુ જીવન નોરમલ રીતે હસતી રમતી જુની સપના ની રાજકુમારી બનીને જીવે છે. એના સપના ના રાજકુમાર ની રાહ જોતી .
  હા એજ અવાજ વાળો રાજકુમાર અને હવે તો તેને એ
રાજકુમાર નુ નામ પણ ખબર છે .એ આજ કાલ બહુજ મોટો ગાયક છે.   એ વાત એનાજ એ દોસ્તે એને કહેલી 
          
હવે તો તે કહે છે કે આજનુ  જીવન આજે જ જીવવુ છે
          કાલ ની શુ ખબર શુ થસે આ જીદગી દગાબાઝ છે
           
 આજે પણ તે કોઈ સામે થતા અન્યાય ને જોઈ ને 
ફરી થી ઝાંસી ની રાણી લ્ક્ષમીબાઈ નુ રૂપ ધારણ કરી ને અન્યાય સામે લડવા મંડે છે.
  આ એક ભગવાન નો ચ્મત્કાર નહી તો બીજુ શુ કહેવુ બધા લકો ની પ્રાર્થના અને ભગવાન ની દયા થી તે મોત ના મૌ માથી પાછી આવી છે. આ જાણે એક સપનુ હોય એવુ લાગતુ હતુ . પણ આ સત્ય હતુ.
    
     [ તમને  બધા ને આ સ્ટોરી કેવી લાગી એ કોમેન્ટ મા જણાવજો એને જો આ સ્ટોરી ગમે તો લાઈક ને શેર કરવા નુ ભુલસો નહી.]???