સ્વછતા જાળવો એમ કુદરત પણ કહે છે. Nandita Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વછતા જાળવો એમ કુદરત પણ કહે છે.

[ પાત્રો: લીમડો, આંબો, નદી, સુર્ય, પર્વત, વાદળ, વૃક્ષ, માણસો,]
નદી કિનારે રહેતા બે વૃક્ષો વાતો કરતા કહેતા હતા કે...
લીમડો : ઓ આંબા ભાઈ કેમ છે?
આંબો : સારૂ છે હો ( આંબો નીમાણુ મોઢુ લઈ ને બેઠો હોય છે.)
લીમડો : કેમ ભાઈ આટલો ઉદાસ કેમ છે?
આંબો : ઉદાસ ના હોવતો શું કરુ.
લીમડો: કેમ ભાઈ શુ પ્રોબ્લેમ છે?
આંબો : આ બધા માણસો કેટલા સ્વાર્થી છે નહી?
લીમડો : પણ તને થયુ છે શું? પેલા એતો કે.

આંબો : શું કહુ લીમડા ભાઈ મારા પર કેરી ના ફળ ઉનાળા માં આવે ત્યારે લોકો મારા પર પથ્થરા ફેકીને મારી કેરી તોડી ખાય છે. પ્રસંગો માં મારા પાંદથી તોરણો બનાવે છે મારી કાચી કેરી માથી અથાણાં બનાવી ખાતા ત્યાર સુધી તો બરાબર હતું , હુ સહન કરી તે ને મીઠા ફળો પણ આપતો પરંતું હવે તો હદ બહાર જાય છે.
લીમડો : એવુ તો માણસો એ શું કરી દીધુ

આંબો : લીમડા ભાઈ તમે પુછો છો કે માણસો એ એવું શું કરી દીધુ તો સાંભળો માણસો એ એવા એવા કેમીકલ્સો તૈયાર કયાઁઁ છે કે જેનાથી મારા પુરે પુરા શરીર ની પ્રકિયા બદલાઈ ગઈ તે કેમિકલ્સો મારા શરીર માં છાટી મને ખરાબ કરી નાખ્યો છે, અને મારા માથી બારે માસ ફળ ની પ્રાપ્ત કરે છે. તેની સાથે સાથે મને નુકશાન પહોચાડે છે.હવે લીમડા ભાઈ તમેજ કે આપણે માણસો સાથે એવુ શું? કલવું જોઈએ કે જેના દ્વારા આપણે તેમને આ બધા કામો નુ એને
સબક મળે ને તે બીજી કોઈ પણ કુદરતી નિર્મિત પર ખોટા પ્રયોગો કરી તેનો દુર ઉપયોગ નાકરે
લીમડો: ચીંતા ના કરો આંબા ભાઈ આપણે કાલે એક મિટિંગ કરીએ બધીજ કુદરતી સંપતી ને બોલાવી ને એ પેલા કે બઘા માણસો બધીજ કુદરતી સંપતી અને પૃથવી નો નાસ કરે એપેલા આપણે કાંઈક કરીએ

આંબો : તો પછી ચાલો નેક કામ મા દેરી શુ કરવી ,
( ત્યાજ બાજુ મા રહેતા નદી બેન બોલે છે)

નદી : હા હા સાચી વાત તમારા બન્ને ની આ વાત નો સંદેસો હુ હમણા જ જઈ ને બધાને આપી આવુ છુ, તમે બને કહો કલે ક્યા અને ક્યારે મળવા નુ છે?
લીમડો : તો નદીબેન કાલે અહીયા જ સવારે બધા ને બોલા વી લાવજો.

નદી : સારૂ લીમડા ભાઈ તો અત્યારે તો જાવ છુ બધાને મિટિંગ માટે બોલાવવા લો ત્યારે હુ ચાલી.
[નદી વિચારતા વિચારતા જાય છે, ]
લીમડાભાઈ અને આંબાભાઈની વાત તો સો ટકા સાચી છે. આ માણસોને સબક તો સીખવવો જ પડસે નહીતર આ માણસો આખી પૃથ્વી નો નાશ કરી નાખશે આમ વીચારતા-વીચારતા નદી બહેન

(બઘાને આમંત્રણ આપવા જાય છે.)

[ બીજા દિવસે મિટિંગમાં નદીઓ, પર્વતો, સુર્યદેવ , વાદળો દરીયો, વૃક્ષો બધાજ સવારે વહેલા મિટિંગ મા હાજ રહે છે. ]

નદી : આ માણસો ભેગા મળી ને આપણી હાલત તો જુવો શુ બનાવી દીધી છે મને જ જોઈલો સૌથી સુંદર નારી કહેેવાતી પહેલા હુ પરંતુ હવે કચરાઓ, ઉકરડાઓ, જાઝરૂ, પશુઓના મળમુત્ર, ડિટોરજન પાવડર , સાબુ, ફેકટરી નો ખરબ કચરો બઘુ જ મારી અંદર ફેકે છે, અને મારા પાણીને પ્રદૂશીત કરી નાખ્યુ છે.

સુર્ય : સાચી વાત ટહી હો તમે નદીબહેન માણસો ના વધતા જતા નકામા કચરા ઓથી મને પણ બાસ્પિભવન ક્રિયા કરવામાં તકલીફ પડે છે.

પર્વત : હા હો સો ટકા સાચી વાત મને પણ કોતરી કોતરી ને મારી અંદરથી મેટ્રોટ્રેન ની શરૂવાત કરવામાંં આવી છે.
મારા ઉપરના વૃક્ષો ને કાપી નાખે છે મારા પથ્થરોનો કોતરવા સીમેંટ જેવી વસ્તુ ને મેળવવા અને અનેક કાર્યો માટે માર પથ્થર લઈ જાય છે જો આજ રીતે માણસ નુ પેટ ચીરી તેમા થી ટ્રેનો પસાર કરવામા આવે તો તેઓને ખબર પડે કે આપણી હાલત શુ થાય તે સમજી સકશે કે તે દુ:ખ શુ હોય છે. આ કામો કરે છે ત્યારેજ તો ધરતીકંપ જેવી આફતો સર્જાય છે. ને તેઓને જ નુકશાન કરે છે.

વાદળ: માણસો એ નવી ટેકનોલોજી નો ઉપયોગ કરી એરોપ્લેન બનાવ્યા પરંતુ મારી સાથે ટકરાય છે. ત્યારે મને કેવુ દુખ થાય છે. તેઓ ને તે ખબર નથી. વૃક્ષો કાપ વા થી અમારી મજબુતી ઘટી ગઈ છે. આ બધુ કરે છે માણસો અને એના જવાબદાર પણ એજ છે તો પણ તે કહે છે કે ભગવાન વરસાદ નથી મોકલતો .તેને જ ખબર નથી કે તેઓ એ પોતેજ વરસાદ ને દુર મોકલી આવ્યા છે.

વૃક્ષો : અમને તો વાવવાનું ભૂલી જ ગયા છે અને ફકત કાપ્યાજ કરે છે જંગલ કાપી ને બંજર પ્રદેશ બનાવી નાખ્યા છે. કાગળ, હોડી, સ્ટીમ્બર જેવી અનેક ચીજવસ્તુ માટે માણસો આપણને દુ:ખી કરે છે.

(બધા એક સાથે સાથ મીલાવીને બોલે છે.
હવે તો માણસો ને સબક સીખવ વોજ પડશે,)

સુર્ય:- હુ સૌથી વધારે તાપમાન ઉચુ લાવિસ તેથી માણસો વધારે ગર્મી સહન નહી કરી શકે.

નદી:- હુ ઉનાળા પહેલાજ સુકાઈ જઈસ જેથી તેઓ પાણી માટે તળપસે.

પર્વત:- હુ પણ ધરતી કંપના બહાને નીચે પડી જઈસ જેથી ટ્રેન અને ર્માગો બંઘ થઈ જસે.

વાદળ:- હુ પણ વરસાદ નહી વરસાવું અથવાતો અતીસય વરસાવીસ જેથી તેનુ નુકશાન થસે તેઓ હેરાન પરેશાન થશે.

વૃક્ષો :-અમે પણ સુકાવા લાગસુ જેથી તેઓ એ નહી ખાઈ સકે ફળ-ફુલ આપીશ નહી. પાણી-ખોરાક વગર અને આટલા અતી તાપ ધરતીકંપ વગેરે આફતો થી તેઓ તળફળીય મારસે ત્યારે તેઓ ને ખબર પડશે કે કુદરતને સળી કરવાનો સો નતીજો આવે છે.
તો પછી ચાલો કરીએ માણસો ને સભાન..

માણસો:- આપણી કુદરતી સંપતી આપણા થી નારાજ થઈ રહી છે તેઓ નુ રકક્ષણ કરીએ અને તેમનુ જતન કરીયે એ આપણી ફરજ તો બને જ છે. જો આપણે કુદરતી સંપતી ને સાચવણી નહી તો તે આપણા ઉપર ક્રોપ વરસાવસે અને આપણી ભાવી માટે પાણી નહી રહે કે પછી નહી રહે કુદરત કે નહી રહે કુદરતી સંપતી તેથી આપણે આપણી જરૂરત અને ફરજ બંને આ કુદરત છે તેને જાળવી એ.
વૃક્ષો વાવો પ્રદુષણ અટકાવો, આપણે કુદરતી સંપતીનુ સારી રીતે જતન કરશુ તો તે આપણુ જતન એ કરશે
"જ્યા સ્વચ્છતા ત્યા પ્રભુતા"

અસ્તુ

નંદીતા પંડ્યા