આજે એ બંને પાછા મળે છે, અને સેરની જવાબ મા ખાલી એટલુ જ બોલી કાસ આ સમાજ મા જ્ઞાતિ અને જાતી ભેદ ના હોત, આટલુ બોલી ને એણે મૌંન ધરી લીધુ કાઈજ ના બોલી ને પાગલ ના ખભે માથુ રાખી તે ધ્રૃસકે - ધ્રૃસકે રડવા લાગી. ત્યારે પાગલ બોલે છે કે હુ સમજી સકુ છું, તારી આ વેદના કાઈજ કહેવા ની જરૂર નથી પરંતુ તુ રડ નહી. તારો ચહેરો હસતો રહે એ મને વધારે ગમે છે, અને પછી પાગલ કહે છે કે પગલી આમ શા માટે રડે છે? હુ હજુ જીવુ છુ તુ ચિંતા ના કર આપણે બન્ને નહી પરણીએ બસ મને ખબર છે, કે તુ તારા પરિવાર ની માન - મર્યાદા માટે આવુ બધુજ કરે છે. અને તે સમાજ ની અને કુટુબ ની સામે જોઈને અને સમજી વિચારી ને જ તુ આ પગલુ ભરી રહી હસે, કઈજ વાંધો નઈ આપણે બન્ને ભલેને એક ના થઈયે પણ એક બીજાના સારા મિત્ર થઈ ને તો થઈ ને રહી જ શકિયે, આપણે ભલે કોઈ બીજા સાથે લગ્ન કરવા પડે કરીસુ અને પરિવાર ની માન-મર્યાદા નુ પહેલા માન રાખશુ.
પગલી તને ખબર છે? હુ કેટલો ખુ:શ કીસ્મત છુ કે મને તારા જેવી ફ્રેન્ડ મળી જે સૌથી પહેલા તેના પરીવાર વિસે વિચારે છે.અને પરીવાર માટે આટલુ મોટુ બલીદાન આપ્યુ હુ મારા પર તારા લિધે ગર્વ અનુભવુ છુ.
આમ કહી બ્ન્ને છુટા પડ્યા તે સમય પછી બન્ને ધણી વખત મળ્યા છે, પરંતુ સારા મિત્રો ની જેમ.
અને હા આજ ના યુગ મા આ બોલીવુડ નો ડાયલોગ આપણે સૌ એ ભુલી જવો જોઈએ "એક લડકા ઓર એક લડકી કભી ભી દોસ્ત નહી હોતે'' આવા ડાયલોગ ક્યારેેક માણસો ને મુશ્કકેલી મા મુુકાવી દે છે. આવા ડાયલોગ ક્યાારેેેય પણ રિયલ લાઈફ મા ના અનુસરવા.
અને હવેના આ જમાના મા જો આપણે update નહી થઈએ તો જમાનો આપણને પાછડ છોડી દેશે. જમાના ને સાથે રહી ચાલવુ, આપણે કોઈ પણ છોકરો- છોકરી ને સારૂ એવુ ભળતુ હોય તો તરત ઊલટા વિચાર ના કરવા . કેમકે એક છોકરો ને છોકરી ને સારૂ ભળે છે એનો મતલબ એજ ના હોય કે એ રીલેસન મા છે એ બન્ને.ફ્રેન્ડ પણ હોય સકે છે.
આજ નો સમાજ બીજી જ્ઞાતી ના લગ્ન જાજે ભાગે સ્વીકાર નથી કરેતો પરંતુંં થોડ એવ કુટુબો. છે જ્યા બીજી જ્ઞાતી મા લગ્ન સ્વિકારવા મા આવે છે, વધારે પડતુ તો અસ્વિકાર જ હોતો હોય છે. અને એક છોકરા અને છોકરી ની મિત્રતા સ્વિકાર નથી કરતો આપણો સમાજ.
કાસ સમાજ મા જ્ઞાતિ ભેદભાવ ના હોત તો જે સદી ઓ થી થતી આવતી આ સમસ્યા કે પ્રેમી આ ને જાત -પાત માટે અલગ ના થવુ પડત.
આજે પણ સમાજ મા આવા સારા સંતાનો હોય છે તો શુ? સંતનો ની ખુ:સી માટે વડીલો થોડોક તો સાથ ના આપીજ સકે શુ?
{ હુ આ ર્વાતા દ્વારા કોઈ પણ જ્ઞાતી કે સમાજ ને ઠેસ નથી પહોચાડવા માગતી પરંતુ આજની આ પેઢી જે કાલ નુ ભવિસ્ય છે, એ તો સમજ ની આ છુત અછુત વાડી બાબતથી બહાર નીકડવુજ પડસે ...}
બસ હવે તો આપણે નવી પેઢી એ જ સમજવુ અને સુધરવુ પડસે તોજ સમાજ સુધરશે.
તો ચાલો આપણે બધાજ મડી ને કરીયે એક નવી ભેદ -ભાવ વગરની પેઢી નુ નીરમાણ.
અસ્તુ
નંદિતા પંડ્યા