ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 8 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદી ટાપુ - ખંડ ત્રીજો - 8

ભેદી ટાપુ

ખંડ ત્રીજો

(8)

દુર્ભાગ્યનો પ્રારંભ

બંદૂરના ભડાકાથી ખાતરી થઈ કે ચાંચિયાઓ હજી ત્યાં છે. તેઓ પશુશાળા ઉપર નજર રાખે છે; અને એક પછી એક બધાન માં નાખવા તૈયાર થયા છે. જંગલી જાનવરોના જેમ ચાંચિયાઓને ખતમ કરવા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. પણ અત્યારે ખૂબ સાવધાન રહેવું પડે એમ હતું. કારણ કે બદમાશો ફાયદાકારક સ્થિતિમાં હતા. પોતે સંતાયેલા રહીને હાર્ડિંગ વગેરેને તેઓ જોઈ શકતા હતા. તેઓ ધારે ત્યારે એકાએક હુમલો કરી શકે એવી સ્થિતિમાં ન હતા.

આથી હાર્ડિંગે પુશશાળામાં રહેવાની ગોઠવણ કરી. લાંબા સમય સુધી ચાલે એટલી સામગ્રી ત્યાં હતી. ચાંચિયાઓ એકાએક ભાગવું પડ્યું હોવાથી તેનો નાશ કરી શક્યા ન હતી. સ્પિલેટે ચાંચિયાઓનો ગતિવિધિ વિશે નીચે પ્રમાણે તારણ કાઢ્યું હતું..--

છ ચાંચિયાઓ ટાપુ પર ઊતર્યા હતા. તેઓ દક્ષિણના કિનારે ગયા. અને સર્પદ્વીપકલ્પને ચક્કર મારીને પાછા ફર્યા. પશ્વિમના ગાઢ જંગલમાં પ્રવેશવાની તેમની હિંમત ન ચાલી. તેઓ ધોધ નદીના ફેંકલીન પાસે પહોંચ્યા. ત્યાંથી જેમણે કિનારે ચાલતાં ચાલતાં તેઓ ફેંકલીન પર્વત પાસે આવી પહોચ્યા. ત્યાં આશરો લીધો ત્યાં એટલામાં આંટાફેરા કરતાં તેમને પશુશાળા જડી ગઈ. અંદર કોઈ માણસ રહેતો ન હતો. આથી તેઓ ત્યાં નિયમિત રીતે રહેવા લાગ્યા. એકાએક આયર્ટન આવી પહોંચ્યો પણ તેમણે આયર્ટનને મારી પાડ્યો. અને-- બાકીની ઘટનાઓ સહેલાઈથી કલ્પી શકાય એવી છે.

હવે ચાંચિયા છમાંથી પાંચ રહ્યાં છે એ ખરું પણ શસ્ત્રસજ્જ છે. જંગલમાં ફરે છે, જંગલમાં નીકળવું એટલે એમને હુમલો કરવાની તક આપવી.

“થોભો!” હમણાં કંઈ કરવાનું નથી! હાર્ડિંગે કહ્યું. “હર્બર્ટ સાજો થાય પછી આપણે ચાંચિયાઓ સામે લડશું. અને આખા ટાપુની તપાસ કરીશું.”

“સાથોસાથ આપણા ભેદી રક્ષકની શોધ પમ થઈ જશે.” સ્પિલેટે કહ્યું. “ આ વખતે આપણ ખરે વખતે રહસ્યમય માનવી તરફથી મદદ ન મળી.”

“હા, એ ખરું,” હાર્ડિંગ બોલ્યો. “ કદાચ હવે મળે!”

“એટલે?”

“એટલે એમ કે હજી આપણે આફતમાંથી પાર ઊતર્યા નથી. ગમે ત્યારે એ રહસ્યમય માનવી મદદે આવે. પણ અત્યારે એ પશ્ન નથી. બીજા બધા પ્રશ્નો કરતાં હર્બર્ટની જિંદગીનો પ્રશ્ન મહત્વનો હતો.”

કેટલાક દિવસો પસાર થઈ ગયા અને છોકરાની તબિયત વધારે ન બગડી. ઠંડા પાણીનો ઉપચાર ચાલુ હતો. આથી ઘા ઉપત જરાય સોજો આવ્યો ન હતો. પાણીમાં થોડું ગંધકનું પ્રમાણ હતું. આથી ઘા ઝડપથી રુઝાતા હતા. હર્બર્ટમાં ફરી જીવનનો સંચાર થતો. તેનો તાવ ઊતરી ગયો હતો. તેને ખોરાક લેવાની બંધી હતી. પરિણામે તેને ખૂબ નબળાઈ આવી ગઈ હતી. પણ ઉકાળાઓ, પૌષ્ટિક પીણાં અને પૂરેપૂરો આરામ તેને ફાયદો કરતો હતો.

હાર્ડિંગ, સ્પિલેટ અને પેનક્રોફ્ટ પાટાપિંડી કરવામાં નિષ્ણાત બની ગયા હતા. ઘરમાં રહેલું તમામ કપડું પાટાપિંડીમા વપરાઈ ગયું હતુ. સારી રીતે પાટાપિંડી થાય, તેનું મહત્વ મોટા મોટા સર્જનોએ સ્વીકાર્યું હતું.

દસ દિવસમાં, બાવીસમી નવેમ્બરે, હર્બર્ટની તબિયત પ્રમાણમાં સારી હતી. તેણે બહુ થોડો ખોરાક લેવાનું શરૂ કર્યું હતું. તેના ફિક્કા ગાલ પર હવે રતાશ દેખાતી હતી અને તેની તેજસ્વી આંખો તેની સારવાર કરનારા સામે સ્મિત કરતી હતી. તે બહું થોડું બોલતો, પેનક્રોફ્ટ એને બોલવા જ દેતો. એ પોતે જ સતત બોલ્યા કરતો અને હર્બર્ટને અસંભવિત વાર્તાઓ સંભળાવતો.

હર્બર્ટે એકવાર એને આયર્ટન વિશે પૂછ્યું હતું. “આયર્ટન કેમ દેખાતો નથી.?” એવા પ્રશ્નના જવાબમા ખલાસીએ તેને સારી વાત કહેવાનું ટાળ્યું હતુ. ખલાસીને લાગ્યું કે એથી છોકરાને આઘાત લાગશે. આથી તેણે, “ આયર્ટન તો ગ્રેનાઈટ હાઉસનું રક્ષણ કરવા નેબ પાસે ગયો છે.” આવો જવાબ આપી દીધો.

“હં......!” ખલાસી બોલ્યો. “ આ ચાંચિયાઓ પ્રત્યે કપ્તાન માયાળુ વર્તન રાખવા ઈચ્છે છે. હું બંદૂકની ગોળીરૂપે તેમના તરફ માયાળું વર્તન દાખવીશ.”

“ચાંચિયાઓ પાછા દેખાયા છે?” હર્બર્ટે પૂછ્યું.

“નાસ મારા દીકરા.” ખલાસીએ જવાબ આપ્યો. “પણ આપણે એને શોધી કાઢીશું. અને તું સાજો થાય પછી પાછળથી હુમલો કરનારા એ કાયરો આપણી સામે લડવાની હિંમત કરે છે કે નહીં એ જોઈશું.”

અંતે બધું બરાબર ચાલતું હોય એમ લાગ્યું. હવે જો કોઈ ગૂંચવાડો ન થાય તો હર્બર્ટની તબિયત ચોક્કસ સુધારા પર હતી. પણ માનો કે ગોળી અને શરીરમાં રહી ગઈ હોત તો? અથવા હાથ કે પગમાં વાગીને તેને ઠૂંઠો કે લંગડો કરી નાખ્યો હોત તો? સદ્દભાગ્યે એવું કંઈ બન્યું ન હતું. આવી કલ્પના માત્રથી હર્બર્ટ અને સ્પિલેટ ધ્રુજી ઊઠ્યા હતા.

અત્યારે તો તેના સામાન્ય જ્ઞાને સફળતા અપાવી હતી. પણ અહીં તેઓ એકલા હતા. સાડા ત્રણ વર્ષમાં, તેઓ રીચમંડથી નાસી છૂટ્યાં ત્યાંથી આજ સુધી તેમને કંઈ મુશ્કેલી પડી નથી. પણ એવી કોઈ મૂંઝવણ ઊભી થાય તો? હાર્ડિંગને લાગ્યું કે નસીબનુ ચક્કર હવે અવળું ફરી રહ્યું છે. ચાંચિયાઓનું આગમન થતુ તે ઘડીથી દુર્ભાગ્યની શરૂઆત થઈ છે.

આખું વહાણ ચમત્કારિક રીતે નાશ પામ્યું હતું. પણ છ ચાંચિયા બચી ગયા હવે તેમાંથી પાંચ બાકી રહ્યાં છે, તેમને જેર કરવા એ અત્યારે તો લગભગ અશક્ય લાગે છે. એ હરામખોરોએ આયર્ટનની હત્યા કરી નાખી છે. તેમની પાસે બંદૂકો છે. તેનો પેલો પ્રયોગ તેમણે હર્બર્ટ ઉપર કર્યો. અને તેને મરણને શરણ થાય એવો ઘાયલ કર્યો. આ દુર્ભાગ્યની પહેલી નિશાની!

દુર્ભાગ્ય જોર કરે છે એ બાબત હાર્ડિંગ અને સ્પિલેટ વચ્ચે ચર્ચા થઈ હતી. રહસ્યમય માનવીએ દરેક આપત્તિ વખતે મદદ કરી હતી. પણ આ વખતે તેના તરફથી મદદ મળી નહીં. આ ઘણું વિચિત્ર કહેવાય. શું એ માનવીએ લીંકન ટાપુનો ત્યાગ કર્યો છે? કે એ પોતે જ સદાને માટે ખતમ થયો છે?

આ પ્રશ્નનો જવાબ આપવો શક્ય ન હતો. પણ હાર્ડિંગ અને તેના સાથીઓ આવી વાત કરતા હતા એટલે નિરાશ થયા છે એમ માનવાનું કારણ ન હતું. પરિસ્થિતિ એથી ઊલટી જ હતી. તેઓ પરિસ્થિતિનું સાચું મૂલ્યાંકન કરતા હતા. તેનું પૃથ્થકરણ કરતા હતા. તેઓ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર કરતા હતા. ભવિષ્યમાં ગમે તેવી આફત આવે તો એનો બહાદુરીથી સામનો કરવામાં તેઓ પાછી પાની કરે એમ ન હતા. કોઈપણ પ્રકારની મુશ્કેલીથી ડરવાનું કે પીછેહઠ કરવાનું તેમના સ્વભાવમાં જ ન હતું.

***