બડે પાપા - નવલકથા - પ્રકરણ - 9 Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

બડે પાપા - નવલકથા - પ્રકરણ - 9

તે જ દિવસે સાંજના ત્રિવિધિ  એ  તેને માહિતી આપતા કહ્યું હતું .  


'  જીજુ ! તમે નાહકની  પળોજણ શિરે ઓઢી લીધી છે . તેને તમારી લાગણીની કોઈ  કિંમત નથી . તેણે તમને જૂઠું કહ્યું છે . હકીક્ત કંઈ  ઑર  છે  . આગલી રાતે જ બંને એ સાથે જવાનો પ્રોગ્રામ તૈયાર કરી લીધો હતો ..

સુહાની પોતાની માતાના નક્શ કદમ પર ચાલી રહી હતી . તેનો એહસાસ જાગતા સત્યમ અસ્વસ્થ થઈ ગયો હતો .તેની રગરગમાં જૂઠાણાનો વાસ હતો . તે જાણી સત્યમના હૈયે વિષાદની લાગણી જાગી હતી . સુહાની તેને મન એક સગી બહેનથી પણ વિશેષ હતી . પણ એકાંતમાં સત્યમ ભાન ભૂલ્યો હતો . તેણે લાગણીના રંગમાં રંગાઈ સુહાની જોડે અજુગતો વ્યવહાર કર્યો હતો . તેણે પણ આ બાબત કોઈ વાંધો ના લેતા સહયોગ આપ્યો હતો .. સત્યમ પોતાના વર્તન બદલ પસ્તાઈ રહ્યો હતો ..તેણે પોતાની સાળી સામે ક્ષોભ પણ વ્યક્ત કર્યો હતો . તેની પત્ની નિરાલી બે વર્ષથી વિશેષ સમયમાં બે બાળકો અને  ઘરની  જવાબદારી  વચ્ચે  ઘંટીના  બે પડની માફક ભીંસાઈ રહી  હતી  . .તેની જવાબદારી અનેકગણી વધી ગઈ હતી .તેને કારણે તે પતિની જરૂરિયાત નિભાવી શકવા અસમર્થ રહી હતી જેને કારણે સત્યમ તેની સાળી તરફ ખેંચાઈ ગયો હતો .

દરેક વ્યક્તિની ભીતર સારા નરસો માનવી જીવતો હોય છે .અને સંજોગોજ  તેનું અસલી પોત પ્રકાશે છે  . સત્યમનો પણ આ જ  કિસ્સો હતો . સતત એકાંતની  સ્થિતિમાં તેની ભાવુકતા ક્યારે  કામુકતામાં બદલાઈ ગઈ તેની ખુદ સત્યમનેં  જાણ નહોતી . ભાઈબહેનની લાગણીનો પ્રવાહ તેની દિશા ક્યારે બદલી ગયો તેની સત્યમને કોઈ જાણ નહોતી . દ્વિ માર્ગી લાગણીના ફેરામાંતે બરાબર  અટવાઈ ગયો હતો .. તેનામાં માલિકી ભાવનાનો ઉદય થયો હતો  .તે પોતાની ભીતર વાસ કરતા શત્રુ થી સુહાનીને બચાવવા માંગતો હતો . આથી જ તેણે સુહાનીને અપીલ કરી હતી .'  મને રાખડી બાંધ !  ' 

સત્યમને ગળા સુધી ખાતરી હતી . સુહાની તેની માંગણી સ્વીકારી લેશે .પણ અહીં તેનો વિશ્વાસ જૂઠો સાબિત થયો હતો . બીજે દિવસે તેણે સત્યમને આંચકો આપ્યો હતો .

'  મને તમને રાખડી બાંધવામાં કોઈ વાંધો નથી પણ મારી મોમ બનેવીને રાખડી નાબંધાય તેવું  કહે  છે 
 બંધાય તેવું કહે છે . ' 

સુહાનીની વાત સુણી સત્યમને તેની સાસુ બા એ કહેલી વાત યાદ આવી ગઈ હતી .લામ્બા સમય બાદ તેમને  સુહાની અને અનીસના સમ્બન્ધમાં કંઈ ખોટું ,  અજુગતું લાગ્યું હતું . સુહાની પણ તેની મોટી બહેનના માર્ગે જઈ રહી હતી . એ વાતનો એહસાસ  થયો હતો . તેને રોકવાના પ્રયત્ન રૂપ  તેને સલાહ આપી હતી .

' અનીસને રાખડી બાંધ !  ' 

તેણે ઘસીને ના સુણાવી હતી ત્યારે  લલિતા બહેની તેને આ રીત સમજાવી હતી .

'  સ્ત્રી કોઈ પણ પુરુષને અરે તેના પતિને પણ રાખડી બાંધી શકે છે ! ' 


એ જ વ્યક્તિનું બેવડું ધોરણ પામી સત્યમ ચકિત થઈ ગયો . તેના દિમાગમાં સહજ સવાલ સ્ફુર્યો હતો . શું બનેવી એક પતિથી ઉપર છે ?  ' 

તેમના આવા વલણ પાછળ તેમનો ખુદનો કોઈ અસંતોષ કામ કરી રહ્યો હતો . તેમણે ભાઈ બહેનના સમ્બન્ધને લાંછન લગાડ્યું હતું .

 તેમને ભાઈબહેનના પ્રેમ વિશે કોઈ જાણકારી નહોતી  .
જે પોતાને નથી મળ્યું તે સંતાનને કેમ મળે ? લલિતા બહેનનું ગણિત ઊલટું હતું .

કદાચ લલિતા બહેને તેની માંગણી સ્વીકારી હોતતો ?  તેની લાગણીને એક અનોખી ઊંચાઈ મળી હોત .
અજાણતામાં સાળી બનેવી વચ્ચે કંઈ એવું બની ગયું હતું . આ વાતનો એહસાસ સત્યમને ખૂબ જ વિતાડી રહ્યો હતો . સત્યમને સતત તેની 
ભૂલ યાદ આવતી હતી .તે ગુનાહની લાગણીથી પીડાતો હતો . 


તેણે ફિલ્મ અને વાર્તા - નવલ કથામાં લાગણીના જૂજવાં રૂપ નિહાળ્યા હતા  . તે આવા જ પવિત્ર ,  નિખાલસ તેમજ નિર્વ્યાજ સંમ્બન્ધોની કલ્પનાં કરતો હતો અને ચાહના ધરાવતો હતો . બદલામાં તેને નિષ્ફળતા જ હાથ લાગી હતી . છતાં તેના સ્વપ્ન અતૂટ  અકબંધ રહ્યા હતા  .


એક વાર સત્યમે  બધા માટે ફિલ્મ ' અમર પ્રેમ ' ની ટિકિટ બુક કરાવી હતી . તે આ કાર્યક્રમ પોતાના પરિવાર પૂરતો સિમિત રાખવા માંગતો હતો . આથી તેણે હસમુખને આ બાબત કોઈ વાત કરવી જરૂરી ગણી નહોતી . પણ અહીં પણ તે લાગુ પડી ગયો હતો . તે પોતાની બૈરીને લઈ તેમના પહેલાં જ થિયેટર પહોંચી ગયો હતો .

આ બલા અહીં કયાથી ?  તેમને જોઈ સત્યમનું મૂડ ખતમ થઈ ગયું હતું ..

સુહાનીને જોઈ હસમુખે  વધામણી આપી દીધી .

' અમને બ્લેકમાં ટિકિટ મળી ગઈ  !  ' 

તેની આ વાત સત્યમના ગળે ઊતરી નહોતી .
દાળમાં કંઈ કાળું હોવાનો તેને સંદેહ જાગ્યો હતો .


ટિકિટ પણ એ જ હરોળમાં મળી ગઈ હતી ! ! 

પણ વાત આટલેથી અટકી નહોતી .સુહાની નિરાલી અને પોતાના જીજુ સાથે બેસીને ફિલ્મ જોઈ રહી હતી . હસમુખે ઇશારો કરી સુહાનીને પોતાની પાસે બોલાવી હતી અને તે કંઈ પણ કહ્યા વિના જીજુની  પરવાનગી લીધા વિના  દોડીને તેમની પાસે બેસી ગઈ હતી.  

આ વાત સમ્વેદનાથી ઉભરાતો સત્યમ  ઝીરવી ના  શક્યો . સુહાનીનો બુદ્ધિ આંક નિહાળી સત્યમ અવાક થઈ ગયો ..તે ભણેલી ગણેલી હતી ..પણ તેનામાં સહજ વિવેક બુદ્ધિનો  અભાવ હતો . . તે પોતાના બહેન બનેવી તેમ જ  પરિવાર સાથે ફિલ્મ જોવા ગઈ હતી . આ  હાલતમાં તેમની જોડે જ  બેસીને ફિલ્મ જોવાની તેની નૈતિક ફરજ હતી . આથી સત્યમ તેને કહેવા વિવશ થયો હતો .

'  તારામાં તો અક્કલનો કોઈ છાંટો નથી !  ' 

સત્યમે બધાની સામે આવી ટકોર કરી હતી . પણ તેના પર આ વાતની કોઈ અસર થઈ નહોતી . માં દીકરી બંનેના માપદંડમાં કોઈ જ ફરક નહોતો . છતાં સત્યમ સુહાનીને છોડી શકતો નહોતો .

સત્યમની ભીતર એક લેખક પારણામાં  પોઢી રહ્યો હતો . સુહાની  સાથેના અનુભવ થકી તેણે ચાર લાઇન લખી હતી .


' ભલે તું ભટકે જગતના મ્રુગજળ પાછળ , 
ફુરસદે કરજે નજર તારી પાછળ , 
ઊભું કોઈ લાગણીની છાબ લઈ તારી પાછળ , 
પીંગળશે  આખરે મારી ચિતા પાછળ  , 

ત્યાર બાદ તેણે મોટા ભાઈ નામક ટૂંકી વાર્તાનું સર્જન કર્યું હતું . અને આ ચાર લાઇનને સાર્થક કરી હતી .વાર્તાના અંતમાં તેનું મ્રુત્યુ થતાં ખરેખર એક બહેન ચોધાર આંસૂં રડે છે .એક વ્યક્તિની  લાગણી દુભાવવા બદલ પસ્તાવાની લાગણી અનુભવે છે  .

સત્યમ માનતો હતો .આ જગતની સઘળી વાતો નિયમને આધીન હોય છે . સૂર્ય દેવતાના  આગમન સાથે આ ધરતી પ્રકાશમય બની જાય  છે . આ એક નિર્વિવાદ , અફર ઘટના છે . એક વણલખ્યો નિયમ છે . એક દિવસ સૂર્ય ના ઊગે તો શું થાય  ? ઘોર અંધકાર .  નિયમ તૂટવાથી ઘણી તારાજી થાય છે .ભારે નુકસાન થાય છે . સમુદ્રમાં  ભરતી ઓટ અનિવાર્ય છે  .ભરતીના ઉન્માદમાં  સમુદ્ર પોતાની માઝા મૂકે તો શું થાય ? 

સત્યમની લાગણી પણ પાગલ સમુદ્ર જેવી હતી . તે સુહાનીની  લાગણીને કોઈ નિયમ કે બંધનમાં કેદ કરવા હતો . તે દ્વારા સુહાનીની લાગણીનો એહસાસ કરવા માંગતો હતો . આ જ કારણે તેણે સુહાનીને અપીલ કરી હતી . : 

'મને મોટા ભાઈ કહીશ ?  ' 

સુહાનીએ તેની માંગણીનો સ્વીકાર કરી મોટા ભાઈ કહેવાનો પ્રારંભ કર્યો હતો . .

પણ આ સમ્બોધન સાવ મોળું તેમ જ ઉષ્મા વિહીન સાબિત થયું હતું . તે વખતે સત્યમને એક વાતનો એહસાસ થયો હતો .

માંગવાથી ભીખ પણ નથી મળતી . 

તેની સમજ પણ ખોટા ટ્રેક પર હતી .

લાગણીના સંમ્બન્ધો કૉઈ નીતિ નિયમના મોહતાજ હોતા નથી .

સંમ્બન્ધો બાબત એક લોક વાયકા હતી . તે બંધાય છે અને  તૂટે પણ છે ભગવાનની મરજી થી .

સુહાની તેની બહેન હતી .એક નાનકડો 
બાળક કહે ' આ રમકડું મારું છે ..હું તે કોઈને  નહીં આપું તેવી તેની માનસિક અવસ્થા હતી . લાગણીનો આ શૈશવ કાળ હતો . સત્યમ પણ લાગણીની બાબતમાં એક બાળક જેવો હતો . તેણે મુઠીભર લાગણીની આવશ્યકતા હતી . તેને ચપટી લાગણીથી ચાલે તેમ નહોતું . સુહાનીની લાગણી તેને માટે એક અબ્સેશન બની ગઈ હતી . તે એક લેખક હતો . તે નાની નાની વાતો પર ખૂબ પરેશાન થતો હતો .બહું વિચારો કરતો હતો . એવું માનવામાં આવે છે . લેખક તેમજ કલાકાર લાગણીના મામલામાં ઘણા જ અસંતુષ્ટ હોય છે . લેખક ,  કલાકાર સ્વભાવે બહુધા સમ્વેદનશીલ તેમજ  નાજુક હોય છે . અને સત્યમ આ બિરાદરીમાં શામેલ હતો .

એક રાતે ભોજન કર્યા બાદ સત્યમ આરામ કરી રહ્યો હતો . તે વખતે ગભરાયેલ હરણીની માફક સુહાની સત્યમ પાસે દોડી ગઈ હતી .તેનો અવાજ સુણી સત્યમ પલંગમાં બેઠો થઈ ગયો હતો .

'  શું વાત છે ?  ' તેણે સવાલ કર્યો હતો .

'  નીચે અમુક છોકરા અનીસને મારી રહ્યા છે ! ' 

તે સામ્ભળી સત્યમ શર્ટ પહેરી નીચે દોડી ગયો હતો .
 તેણે વચમાં પડી તે છોકરાઓ સાથે મારામારી આદરી દીધી હતી .ઝપાઝપીમાં સત્યમ ઘવાયો હતો .તેના કપાળમાંથી લોહીની ધાર વહેવા માંડી હતી . તે જૉઈ સુહાની રડવાલાગી હતી  .  


વાત ઘણી જ વણસી ગઈ હતી અને સત્યમને સુહાની પહેલી વાર પોલીસ સ્ટેશનની સૂરત જોવી પડી હતી .
.
છતા પણ તેણે પાછલું બધુ ભૂલી જઈ અનીસને મદદ  કરી હતી . તેથી તેણે સુહાનીના હૈયે માન સન્માનની લાગણી છલકાવી દીધી હતી ..


દુનિયામાં આપ્યા વગર કંઈ જ હાંસલ થતું નથી . 

સત્યમ અનુભવે આ વાત માનવા પ્રેરાયો હતો .

હમ ના સોચે હમેં કયાં મિલા હૈ , 
હમ યે સોચે કિયા ક્યા હૈ અર્પણ , 


આ ગીતની સંદેશાત્મક કડી તેના દિલો દિમાગમાં ઘર કરી ગઈ હતી .

જાણે અજાણ્યે હસમુખ સુહાની અને સત્યમના સંમ્બન્ધોની આડે આવી ગયો હતો . આ જ કારણે તે સતત પરેશાન રહેતો હતો . તેને કારણે જ સુહાની તેના પ્રત્યે ધ્યાન આપતી નહોતી .આ વાત સત્યમને ઘણી જ ખટકતી હતી . તેને કારણે જીજુને અનેક માનસિક યાતનાનો સામનો કરવો પડ્યો હતો .આ વાતનો તેને કૉઈ જ ઇલ્મ નહોતો .  ..

સુહાની શું ચાહતી હતી ?  સત્યમને તેનો કૉઈ અંદાજ નહોતો 

  સુહાનીનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે તેણે સિગારેટનો આશરો લીધો હતો .ત્યારે સત્યમની માન્યતા હતી . સુહાની તેને રોકશે . કાકલૂદી કરશે . તેની બહેનનો વાસ્તો આપશે પણ આવું કંઈ  જોવા મળ્યું નહોતું  ..


પોતાને કારણે જીજુએ  સિગારેટની બલા ગળે વળગાડી હતી .

હસમુખની હાજરીમાં તેણે પહલી સિગારેટ સળગાવી હતી . સત્યમને તો સિગારેટ કઈ રીતે પીવાય  ?  તેની પણ ગતાગમ નહોતી . હસમુખે  ઊંડો કસ લઈ તેને સિગારેટ કેમ પીવાય  ? તે વાત શીખવાડી હતી અને જઈને સુહાનીને તેની  વધાઈ પણ આપી હતી .

સત્યમ તેના અબોલા તોડવા માંગતો હતો . તેથી તે સુહાનીના  ઘરે ગયો હતો .પણ તે ઘરમાં નહોતી  તે નીચે ઊભી હસમુખ જોડે તડાકા મારી રહી હતી ! 

' સવારના પહોરમાં એવુ તે શું કામ આવી પડ્યું ?  જેને લઈને હસમુખે તેને નીચે બોલાવી હતી !?  એવી  તે કઈ વાત હતી ?  જે તેઓ ઘરમાં બેસીને બધાના દેખતા કરી શકતાં નહોતા . ?

કંઈ કેટલા સવાલો તેના દિમાગમાં અફાટ મોજાની જેમ ઘૂઘવાટ કરી રહ્યા હતા .

ત્યારે જિંદગીમાં પહેલી વાર સત્યમે તેની સાસુની આંખમાં આંસૂં નિહાળ્યા હતા  .


તેનો ગુસ્સો તેની હદ વટાવી રહ્યો હતો ..તેની સાસુ કેમ હસમુખને  આટલો બધો ભાવ આપતા હતા  !  ?  
સત્યમ કંઈ જ સમજી શકતો નહોતો .


થોડી વારે સુહાની ઉપર આવી હતી .તેની જાણ થતાં તેણે નિરાલીને સૂચના આપી હતી ! 


'  જા ! સુહાનીને બોલાવી લાવ .' 

અને પતિની આજ્ઞાને શિરોમાન્ય કરી નિરાલી તરતજ પોતાની બહેનને બોલાવી લાવી હતી  .

તેને જોઈ સત્યમે પોતાના  ખીસ્સામાંથી સિગારેટનું પેકેટ બહાર કાઢી જમીનપર  ફેંકતા તેણે  સિગારેટ પીવાનું શરૂં કર્યું છે તે વાતની જાણ કરતા તેના પિતાજીને વિનંતી કરી :હતી .

' મારી તબિયત સારી નથી .તમે ડોક્ટરને બોલાવો  !  ' 
તે સુણી સુહાનીને તેમને રોકતા કહ્યું હતું ..

'  તેની કોઈ જરૂર નથી !  '

તેનો મતલબ થતો હતો .સત્યમ જૂઠું બોલતો હતો . તે ખ્યાલે સત્યમનો  ગુસ્સો માઝા મૂકી ગયો . તેણે જોરથી સુહાનીના પેટમાં લાત મારી દીધી . તે દર્દથી રાડ પાડી પોતાના ઘરે દોડી ગઈ અને થોડી વારે તેની મા ને લઈ પાછી આવી  હતી .

સત્યમનો ગુસ્સો હજી શમ્યો નહોતો . તેણે પોતાના સાસુને અપમાનિત કરી  ઘરમાંથી બહાર હાંકી કાઢ્યા હતા .તેનો કેમેય શાંત પડતો નહોતો . તે વારમવાર સુહાનીને મારી નાખવાની ધમકી આપતો હતો . આ હાલતમાં વાત  પોલીસ  સ્ટેશન સુધી પહોંચી હતી .

સત્યમના જીવનની આ સૌથી અજીબો ગરીબ '  dramatical irony ' હતી . એક કરૂણાંતિકા હતી .  એક  વાર તે સુહાની ખાતર પોલીસ સ્ટેશન ગયો હતો . અને આજે પણ તેને ખાતર જ પોલીસ સ્ટેશન જવું પડ્યું હતું .. તેની સામે એફ આઈ આર નોંધવામાં આવી હતી .  આ તેનો પ્રથમ અપરાધ હતો . તેથી તેને ચેતવણી આપીને પોલીસ તેને છોડી રહી હતી . ત્યારે સત્યમે કબૂલાત કરી હતી . '  આ મારો બીજો ગુન્હો છે . મને જૈલમાં પૂરી દો ! ' 

તેની વાત સુણી ઇન્સ્પેક્ટર પણ સ્તબ્ધ થઈ ગયા હતા  . તેમને શાયદ સત્યમની માનસિક અવદશાનો અંદાજ આવી ગયો હતો . તેમણે સહાનુભૂતિ દર્શાવી સત્યમને છોડી મૂક્યો  હતો . તેમની બોડી લેંગ્વેજ માપી ગઈ હતી . સમ્રગ મામલામાં આરોપી કરતા ફરિયાદી જ જવાબદાર હતા.

જિંદગીમાં પહેલી વાર સત્યમે પોતાની સાસુની આંખમાં આંસૂં નિહાળ્યા હતા  !  


00000000000000000000000000000

મુંમ્બઈના બ્રબોર્ન સ્ટેડિયમમાં મુંમ્બઈ બરોડા વચ્ચે રણજી ટ્રોફીની  ફાઇનલ રમાવાની હતી .તેની આગલી રાતે જ સુહાનીએ તેની પાસે જઈ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી..

' ' જીજુ !  મારે આ મેચ જોવી છે ! ' 

આ મેચમાં સત્યમનો લાડલો ખેલાડી દિલીપ સરદેસાઈ પણ શામેલ હતો .તે પૂર્ણ ફોર્મમાં હતો . તેથી તે પણ  આ મેચ જોવા ખૂબ જ તત્પર હતો .
તેના એક મહિના પહેલાં જ ભારતીય ટીમ ઇંગ્લેંડ જેવી સદ્ધર ટીમને પોતાની ધરતી પર હરાવીને પછી ફરી હતી


 આ મેચમાં સરદેસાઈનો સિંહ ફાળો હતો .

સુહાનીએ ઘરમાં બધાના દેખતાં જ આ વાત કરી હતી . લલિતા બહેનની ખામોશી તેની અનુમતિ 
બની ગઈ હતી  . નિરાલીએ પણ કોઈ નારાજગી જાહેર કરી નહોતી  . આ બદલ સત્યમ થોડી બેચેની અનુભવી રહ્યો હતો .છતાં એક સાથે  બેવડી ખુશી તેની ઝોળીમાં આવવાની હતી .  તે ખ્યાલે તે પ્રસન્નતાની લાગણી અનુભવી રહ્યો હતો .

સત્યમ બીજે દિવસે સવારે 9-30 વાગે સુહાનીને કૉલેજમાં લેવા જવાનો હતો .

સવારના ઊઠતા વેંત જ નિરાલીએ સમાચાર આપ્યા હતા !  

'  ક્ષિતિજને અછબડા નીકળ્યા છે .તાવ પણ ઘણો છે .'  


ક્ષિતિજ તરતજ નિરાલી અને પોતાના દીકરાને લઈ દવાખાને ગયો હતો . અને પાછો તેમને ગલીના નાકે છોડી સુહાનીને પીક અપ કરવા તેની કૉલેજ પહોંચ્યો ત્યારે દસ વાગી હતા .તેણે ચિંતિત સ્વરે જીજુને સવાલ કર્યો હતો  અને હકીકત જાણી ખેદની લાગણી અનુભવી હતી .

બધું જ ઠીકઠાક હતું .છતાં ના જાણે સત્યમ અસ્વસ્થ અનુભવી રહ્યો હતો . તેણે નિરાલીની મંજૂરી લીધી નહોતી  . આ બદલ તે ન જાણે કેમ અસ્વસ્થ જણાઈ રહ્યો હતો .કદાચ ક્ષિતિજની બીમારીની ચિંતા તેમાં ભળી હતી .


બંને ટેક્ષીમાં બેઠા અને સુહાની સાથે વાત કરતા તેણે હળવાશની  લાગણી અનુભવી  હતી ..

આ મેચમાં  દિલીપ સરદેસાઈએ તેની  કારકિર્દીની સર્વં શ્રેષ્ઠ ઇન્નિન્ગ્સ ખેલી ચાર કલાકમાં ટી  ટાઇમ પહેલાં જ  બેવડી સદી ફટકારી હતી . તેની આ ઈનિંગ્સ સત્યમે ખૂબ જ એન્જોય કરી હતી . સુહાનીને પણ ખૂબ મજા આવી હતી . 


સ્ટેડિયમ પહોંચ્યા બાદ સુહાની એ માહિતી આપી હતી . 


'  લંચ પછી અનીસ પણ મેચ જોવા આવવાનો છે  .' 


તેને નોકરી મળી ગઈ હતી . તેની પણ સુહાની એ જાણકારી આપી હતી .


લગભગ આઠથી વધારે કલાક બંને સાથે હતા  . અનીસ  તો એક બે કલાક મેચ જોઈને જતો રહ્યો હતો .

મેચ દરમિયાન સત્યમને પોતાની સાળી સાથે વાત કરવાનો  ભરપૂર મોકો મળ્યો હતો . 


મેચ પૂરી થતાં  બંને ચાલીને બસ સ્ટોપ પહોંચ્યા હતા  . તે જ વખતે સત્યમે મોકો જોઈ સુહાનીને સલાહ આપી હતી .


'  પ્લીજ઼ !  કીપ સેફ ડિસ્ટેન્સ ફ્રૉમ હસમુખ !  '  ( મહેરબાની કરી હસમુખથી થોડી દૂર રહે અને તેની સાથે જવા આવવાનું બંધ કરી દે .' )

સુહાનીએ તેની  વાત શાન્તિથી સામ્ભળી હતી .તેનાથી દૂર રહેવાનો વાયદો પણ કર્યો હતો . તેથી  સત્યમે રાહતની લાગણી અનુભવી હતી . પણ તેની  વાત પોથીમાંના રીંગણાં જેવી નીવડી હતી 


દર્શિતાના મોઢે વાત સામ્ભળી તેને ભારે તકલીફ થઈ હતી . તેને સુહાની અને હસમુખ વચ્ચે પાંગરી રહેલી આત્મીયતા સતત ખૂંચતી હતી .


 0000000000000 ( ક્રમશઃ  )