બડે પાપા - નવલકથા - પ્રકરણ 10 Ramesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બડે પાપા - નવલકથા - પ્રકરણ 10



દિવસો વીતતાં જતાં ઘણુ બધું બદલાઈ ગયું હતું .અનીસનો જૉબ છૂટી ગયો હતો . તેની પાછળ ખુદ તે જ જવાબદાર હતો . તેનો હાથ છૂટો હોવાથી તેને ગલત આદતો ગળે વળગી હતી . તે ઑફીસના પૈસા તફડાવી લેતો હતો . ચોરી પણ કરતો હતો . તેની આદતોને લઈને તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો . તેની  દાદીની  મિલ્કત પરનો હક પણ તેના પિતરાઈ ભાઈઓએ છીનવી લીધો હતો . આ હાલતમાં સુહાની પાસે તેને  છોડવા સિવાય અન્ય વિકલ્પ બચ્યો નહોતો ..!  છતાં તે  અનીસને છોડી શક્તિ નહોતી . તેણે પ્રેમના નામે બધી જ મર્યાદા ઓળંગી લીધી હતી .તેના પેટમાં અનીસનું બીજ આકાર લઈ રહ્યું  હતું  . આ તેના જીવનનું ભયંકર રહસ્ય હતું  .

રવિવારની એક બપોરે શોભા બહેને  સત્યને ફોન કરી સાંજના  ઘરે બોલાવ્યો હતો .


સત્યમ નિયત સમયે સાસરે પહોંચી ગયો હતો .શોભા બહેને એક જાહેરાતનું  કટિંગ બતાવી  સત્યમને ભલામણ કરી હતી :

 ' આ છોકરો હાલ લગ્ન કરવા માટે અમેરિકાથી અહીં આવ્યો છે . તમે જાતે જઈને તપાસ કરી આવો  . ઠીક લાગેતો સુહાનીના જન્માક્ષર અને વિગત આપી આવો . ' 

સુહાની છોકરો જોવા તૈયાર થઈ હતી . તે જાણી સત્યમે આનંદની લાગણી અનુભવી હતી . તે તરતજ તે છોકરાને જોવા તેના ઘરે પહોંચી ગયો હતો .છોકરાની જરૂરી વિગત મેળવી લઈ સુહાનીની વિગત આપી હતી .

વાત તો આગળ વધી નહોતી  . પણ સત્યમ  કાલ્પનિક વિચારોના તાણાવાણા ગૂંથવા માંડ્યો હતો . તેણે એક વાર્તાનુ પણ સર્જન કર્યું હતું .

'  સ્નેહ ગાંઠ ' 

આ વાર્તાના માધ્યમ  થકી તેણે સુહાની પ્રત્યેની લાગણીને વાચા બક્ષી હતી .


'  એક નાનકડા બીજમાંથી તેણે આ વાર્તા લખી હતી .

સુહાની લગ્ન  કરીને અમેરિકા ચાલી જાય છે . બહેનના વિરહમાં તે આંસૂં સારે  છે . 

વાર્તા વાંચી સુહાની ઘણી જ ભાવુક બની ગઈ હતી  .તેની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યો હતો . તે જોઈ સત્યમે મનોમન પોતાની પ્રશંસા કરતા તારણ કાઢ્યું હતું .

કલ્પનાની સીડી પર ચઢી વાસ્તવિકતાને પામી લેવી તેનું નામ જ  કલા  .

સત્યમ બિલકુલ ટ્રાન્સપરેન્ટ ( પારદર્શક ) હતો . તે જે અંદર હતો તે બહાર પણ હતો . તાત્પર્ય તે એક જ  ચેહરો લઈને જીવતો હતો . તે કાવાદાવા , પ્રપંચ તેમજ કૂટ રાજનીતિથી કોસો દૂર હતો . તે ધારત તો સામ ,  દામ  ,  દંડ ,  ભેદની નીતિ અખત્યાર કરી હસમુખને પોતાના માર્ગમાંથી દૂર કરી શક્યો હોત  . પણ આ ના  તો તેના સંસ્કાર હતા ના  તો શિક્ષણ  .સત્યમ સાચા પ્રેમમાં વિશ્વાસ કરતો હતો . સાચો પ્રેમ ખૂબ જ તાકતવર હોય છે .આ વાતને અક્ષરશઃ માનતો હતો . . તે જાણતો હતો . સુહાનીનો પ્રેમ સપાટીના પાણી જેવો હતો તેમાં કોઈ જ  ઊંડાણ કે સમજનો  અભાવ હતો .

એક નામવર લેખકની વાત સદૈવ  સત્યમના  કાન પર હથોડા મારતી હતી .

'  સ્ત્રી કદી પ્રેમ નથી કરતી ! તે કેવળ પોતાની સંતાન લાલસા પૂર્તિને માટે  પુરુષનો શિકાર કરતી હોય છે . આ વાત સુહાનીની કથનીએ સત્યમને સમજાવી દીધી હતી .


પ્રેમના નામે સુહાની પોતાની ભીતર રહેલી સેક્સ પૂર્તિ કરી રહી હતી . એવું પણ કહેવાય છે . સ્ત્રી કેવળ એક જ વાર પ્રેમ કરે છે . જયારે સુહાની 18 વર્ષની ઉંમરે ત્રણ વાર આ રસ્તે જઈ ચૂકી હતી .

તેને સચ્ચાઈથી અવગત કરાવવા માટે સત્યમે  '  કોનો વાંક ?  '  નામની વાર્તા પણ રચી હતી  . વાર્તાની નાયિકા પણ સુહાનીની માફક  ભણેલીગણેલી હતી . છતાં તેનો પ્રેમી  પોતાનાથી ઓછો ભણેલો હતો . વાર્તા અને વાસ્તવિકતા એકમેકની આંગળી પકડી સાથે ચાલતા હતા  . છતાં બંનેમાં બુનિયાદી તફાવત હતો . વાર્તાની નાયિકા સુહાની એક સમજદાર છોકરી હતી . પ્રેમનો સાચો મતલબ સમજતી હતી .

વાર્તાનો નાયક  પણ સંજોગોનો શિકાર બની ગયો હતો .  તે કામ કરવા ચાહતો હતો .તેની શોધમાં  દરબદરની  ઠોકરો ખાતો હતો . પણ કોઈ જ તેને કામ રાખવા તૈયાર થતું નહોતું . તે ના તો વધારે ભણ્યો હતો ના તો તેનામાં કોઈ આવડત કે અનુભવ હતો . તે કોઇનેઓળખતો પણ નહોતો . આ બધી વાતો તેના માર્ગમાં આડી આવતી હતી . તે હતાશાની ઊંડી ખાઈમાં ઘેરાઈ ગયો હતો . પોતાના પ્રેમીની  દયાજનક હાલત નિહાળી સપના પણ તૂટી ગઈ હતી .આ હાલતમાં તેની પડોસમાં રહેતો પત્રકાર તેમ જ  લેખક રાજુ  તેની કૂમકે આવ્યો હતો .તે સપનાને પોતાની નાની બહેન  માનતો હતો . તેણે પોતાના ભાઈને સારી વીતક કથા સુણાવી હતી . અને રાજુએ જ  આગળ વધીને બંનેના લગ્ન કરાવી આપ્યા હતા  . તેના પતિ સંજયને કામ અપાવવાની સંભવિત કોશિશ પણ કરી હતી .પણ ભગવાને તેના નસીબમાં નોકરી લખી જ નહોતી .લગ્ન કર્યા બાદ તેની જવાબદારી પણ બમણી થઈ ગઈ હતી .આ હાલતમાં તેણે ચોરીનો માર્ગ અપનાવ્યો હતો . આ બદલ તેણે પોતાના પતિ સંજયનો બચાવ પણ કર્યો હતો :

લાગવગશાહી ના યુગમાં  કામ કરવાની ધગશ ધરાવનારા યુવાનો નોકરીથી વંચિત રહી જાય  છે . .'  આ હાલતમાં કોઈ કરે તો પણ શું કરે ?  'શું સરકારની આ સ્થિતિમાં કોઈ ફરજ નથી બનતી ?  'શું તે આવા લોકો માટે બે વખતની રોટલીનો પ્રબંધ પણ ના કરી  શકે ?  '

સપનાની આ દલીલનો યથોચિત જવાબ આપ્યો હતી :

' .સપના !  ભૂખ્યાને  રોટલી આપવાની વાત સારી છે .પણ રોજ તેમના પર દયા કરવાથી આવા લોકો આળસુ તેમજ કામચોર બની જવાની પૂર્ણ સંભાવના છે .'.તેઓ ભિખારીની હરોળમાં મુકાઈ જશે !  ' 

'  કામ કરવાની ધગશ ધરાવનારા યુવાનોને કામ નહીં મળે તો તેઓ શું કરશે ? ' 


'  કોશિશ કરનારાની કદી હાર થતી નથી ! દુનિયામાં કોઈ પણ કામ નાનું કે મોટું નથી . તેને માટે આપણે આપણી વિચાર ધારા બદલવી પડશે ! .તું સંજયને શાંતિથી આ વાત સમજાવ . અને ભગવાન પર વિશ્વાસ કર .બધા જ  સારા વાનાં થશે  !  હું તેને રોજના પગારના ધોરણથી કામ અપાવી દઈશ . દુનિયાના ટૉપ ગ્રેડના  લોકોની શરૂઆત નાના કામોથી જ થઈ છે . તેઓ નીચેથી જ  ઉપર આવ્યાં  છે .  ' 
સપના એ સંજયને કામનો મહિમા સમજાવ્યો હતો . પત્નીની વાત તેના ગળે ઊતરી ગઈ હતી ..અને તે મના દઈને પોતાની જવાબદારી વહન કરવા લાગ્યો હતો .

કામ પર લાગ્યા બાદ સપના તેને એક વાર હિમ્મત ફિલ્મ જોવા લઈ ગઈ હતી . ફિલ્મ માનો તેની જ  જિંદગીનું  પ્રતિબિંબ હતું . તેની જ લાઇફનું ટ્રૈલોર હતું .
ફિલ્મના ટાઇટલ ગીતે સંજયના દિમાગમાં નૈતિક 
તાકતનું  સિંચન કર્યું હતું .

હિમ્મત કરે ઇન્સાન તો ક્યા હો નહીં સકતા  , 

ઈસ બાત કો જાન  લે તો ક્યા હો નહીં સકતા , 

આ ફિલ્મેં તેને એક મહત્વની વાત સમજાવી હતી .
એક વાર ખરડાયેલ ઇમેજને બદલવી એક દુષ્કર કાર્ય છે .

ફિલ્મની શરૂઆતમાં નાયકની ઇમેજ એક ચોરની હતી . તેને એક છોકરી સાથે પ્રેમ થઈ જાય છે . બંનેના લગ્ન થઈ જાય છે . ત્યાર બાદ તેઓ એકએક પાર્ટીમાં  જાય છે .  જોગાનુજોગ ત્યાં એક ચોરી થાય છે . તે વખત એક ઇન્સ્પેક્ટર પણ ત્યાં મોજૂદ હતો . તે નાયક ચોરી કરતો હતો . એ વાત તે જાણતો હતો .આથી  ચોરીની જાણ થતાં  તેણે તરતજ નાયક તરફ આંગળી ચીંધી હતી . ત્યારે તેણે અત્યંત સાહજિક ઇન્સ્પેક્ટરને સવાલ કર્યો હતો .
'  કોઈ ભલા પોતાની પત્ની અને બાળકીને લઈ ચોરી કરવા નીકળે ખરો ?  ' 

તેની વાતમાં વજૂદ હતું . પણ તેની ચોર તરીકેની ઇમેજ તેની દુશ્મન બની ગઈ હતી . દારૂ વેચનારો દૂધ વેચી શકે છે . પણ આ વાત કોઈ સ્વીકારી શકતું નથી . આ પણ એક નક્કર હકીકત હતી . ગમે તે હોય પણ ફિલ્મની આ વાતે નાયકને નવી દિશા દેખાડી હતી . 

બધું ઠીક ચાલી રહ્યું હતું . તે જ વખતે તેની સાવકીમાએ પોતાનો અસલી રંગ દેખાડ્યો હતો . લગ્ન બાદ દીકરો વહુંને વધારે માન આપતો હતો . આ વાત તેની સાવકી મા ઝીરવી સકતી નહોતી . તેણે દીકરાના જીવનમાં વિષ ઘોળવા માંડ્યું . તેણે મેલોડ્રામા અને લાગણીના બ્લેક મૈલ થકી દીકરાનું જીવન ખારું કરી નાખ્યું . રોજ રોજના લડાઈ ઝગડા અને તકરારથી ત્રાસી જઈને સપનાએ પોતાની જીવા દોરી કાંપી નાખી . જેને માટે રાજુને દોષિત જાહેર કરવામાં આવ્યો . 

પણ ભૂલ કોની હતી ?  

સુહાનીના  પ્રેમ પ્રકરણનો પણ આવો જ અંત આવી શકે તેમ છે તેં વાતનો સત્યમે આ વાર્તામાં ઇશારો કર્યો હતો .પણ સુહાની તેની ધૂનમાં મસ્ત કંઈ સમજી શકી નહોતી .

સત્યમે શરૂઆતમાં તેણે સહયોગ આપ્યો હતો . તેના પ્રેમની કોઇ મંજિલ નહોતી . આ હાલતમાં તેણે સહયોગ આપવાનું બંધ કરી દીધું હતું . આ કારણે સુહાની નારાજ થઈ ગઈ હતી .

તેને કૉલેજ તરફથી સ્કૉલરશિપ મળી હતી . તેનાથી ખુશ થઈને તેણે અનીસને વાત કરી હતી અને તેણે તરતજ આ પૈસા સુહાની પાસેથી લઈ લીધા હતા .
.ઘણા બધા દિવસો વીતી ગયા હતા . પણ  અનીસ પૈસા પાછા આપવાનું નામ લેતો નહોતો . તેની માં રોજ સ્કૉલરશિપના  પૈસાનો તકાજો કરતી હતી . આ હાલતમાં સુહાની ઘણી જ પરેશાની અનુભવી રહી હતી . આ હાલતમાં તેણે પોતાની તકલીફ હસમુખને ના જણાવતા સત્યમને વાત કરી હતી . તેના કહેવાથી સત્યમે તેના સાસુ સમક્ષ સાચી પરિસ્થિતિ બયાન કરી હતી .પૈસા ગયાનો તેમને પણ અફસોસ હતો . એટલે તેમણે સુહાની અને સત્યમને ખૂબ જ ઠપકો આપ્યો હતો . સાથમાં તેમણે એક શરત રાખી હતી . :

' સુહાની જો અનીસને મળવાનું છોડી દેશે તો હું આ પૈસા ભુલી જઈશ  !  ' 

અને સુહાનીએ વાયદો આપ્યો હતો ! 

સુહાનીના પહેલાં પ્રેમી વિપુલે તેના બર્થ ડે નિમિતે અમુક લોકોને આમંત્રિત કર્યા હતા .તેમાં સુહાની અનીસ ,  હસમુખ અને તેની પત્નીને બોલાવ્યા હતા ! 

થોડા દિવસ પછી શોભા બહેને સત્યમને ઘરે બોલાવી ન્યૂજ઼ આપ્યા હતા ! 

' સુહાની પ્રેગ્નન્ટ છે ! 

આ સામ્ભળી સત્યમ ચોંકી ઊઠ્યો . 

તેને માટે અનીસ જવાબદાર હતો . તેં જાણી સત્યમનું આશ્ચર્ય બેવડાયું  હતું . આ કઈ રાતે શક્ય બન્યું . સત્યમ ખૂબ જ મૂંઝવણ અનુભવી રહ્યો હતો .

શોભા બહેને સુહાનીને આ આફતમાંથી બહાર આણવાની જવાબદારી સોંપી હતી . અને સત્યમ સુહાનીને પોતાના ઘરે લઈ આવ્યો હતો ..તેણે શોભા બહેનને નચિંત રહેવાની સૂચના આપી હતી .

આખે રસ્તે સુહાની બિલકુલ ખામોશ રહી હતી .સત્યમ આ બધું કઈ રીતે બન્યું ?  તેં વિશે તરેહ તરેહના તર્ક લગાવી રહ્યો હતો .સચ્ચાઈ જાણવી જરૂરી હતી  તેણે કેવળ એટલું જ કહ્યું હતું . 

' મારા પર અનીસે બળાત્કાર કર્યો હતો .' 

ખુદ તેણે જ પોતાના જિજુને માહિતી આપી હતી :

' હું અનીસને છોડી અનિકેત જોડે પરણવા માંગુ છું . ' 

આ વિશે તેણે જે માહિતી આપી હતી . તેનાથી સત્યમ ફફડી ઊઠ્યો હતો .  તેં તેના પુરાણા આશિક વિપુલની બર્થ ડે પાર્ટીમાં ગઈ હતી . ત્યાં યજમાનના કહેવાથી હર કોઇએ ખૂબ જ દારૂ પીધો હતો .અને અનીસે દારૂના નશામાં એન્ઘેન બની સુહાની પર બળાત્કાર કર્યો હતો ! 

ઘરે જતાં વેંત જ નિરાલી પોતાની બહેનને સાથે આવેલી નિહાળી ચકિત થઈ ગઈ . તેણે પોતાની બહેનને ભાવ ભીનો આવકાર આપ્યો  .

થોડી વારે બધા જમવા બેઠા અને સત્યમે તેની પત્નિને સૂચના આપી "
: '

બધા કામ ઝટપટ પતાવી દે . આપણે નીચે આંટો મારવા જઈ રહ્યા છીએ ! '
અને લગભગ કલાક બાદ સત્યમ નિરાલી અને સુહાનીને લઈ ઘરમાંથી બહાર નીકળ્યો ! 

ગલીના નાકે બેઠક જમાવી સત્યમે પોતાની પત્નીને તેની બહેન પર આવી પડેલી આફતની વાત જણાવી દીધી ..

સામ્ભળી તેં પણ આશ્ચર્યમુગ્ધ બની ગઈ .

સત્યમે પોતાની પત્નિને માનો હાકલ દીધી :

સુહાની મારી પણ નાની બહેન છે .આપણે બંને મળીને તેની ઇજ્જતનું રખોપું કરવાનું છે !  ' 

અને બીજે જ દિવસે સત્યમ સુહાનીને લઈ પ્રસુતિ હોમમાં પ્રવેશ્યો ! ડૉક્ટરની કેબિનમાં એક જાણીતો ચહેરો તેની નજરે પડ્યો . તેની સાથે તેની જનેતા પણ મોજૂદ હતી . થોડી વારે તેઓ કેબિનમાંથી બહાર નીકળ્યો અને સત્યમ સુહાનીને લઈ કેબિનમાં દાખલ થયો . 
સુહાની અને અનિકેતની સગાઈ થવાની હતી . સ્થિતિની ગમ્ભીરતા પારખી લઈ સત્યમે ડોક્ટરને વાત કરી "
:


' સર ! આ મારી વાઈફ આશા છે . અમારા લગ્નને હજી બે જ મહિના થયા છે ..તેં ઘણીજ નબળી છે . આ હાલતમાં તેં બાળકની જવાબદારી ઊઠાવી શકે તેમ નથી તો તેનો શું ઉપાય છે ? ' 


' ક્યુરિટીન '  ડોક્ટરે એકાક્ષરી જવાબ આપ્યો !  

'  કેટલો ખર્ચ થશે ?  ' 

'  એક હજાર રૂપિયા ! ' 

' સાહેબ ! થોડા ઓછા ના થાય . અમે લોકો સાધારણ સ્થિતિના લોકો છીયે ! ' 

આ વાતનો તમારે પહેલાં વિચાર કરવો જોઈતો હતો .

સત્યમ પાસે અન્ય કોઇ વિકલ્પ નહોતો ! તેણે તરતજ ફોર્મ પર સુહાનીના પતિ તરીકે સહીં કરાવી સારી જવાબદારી પોતાના શિરે ઓઢી લીધી ! 

' ઓ કે સર !  કહીં તેણે ડૉક્ટરને સવાલ કર્યો અને પોતાની ચિંતા વ્યક્ત કરતા ઉમેર્યું . 

! સર !  કોઇ પ્રોબ્લેમ તો નહીં આવે ને  અમે ઘરમાં કોઈને વાત કરી નથી ! ' 

'  ચિંતાને કોઇ અવકાશ નથી ! ' 

'  ઠીક છે . આપ તમારું કામ શરુ કરી દો ! ' 

'  અડ્વાન્સમાં કંઈ આપવું પડશે !  

' હમણાં 200 ચાલશે ! 

! 'ચાલશે !  ' 

અને સત્યમે પોતાના ખિસ્સાંમાંથી પૈસા કાઢીને ડોક્ટરના હાથમાં થમાવી દીધા . અને ક્યુરિટીનની પ્રક્રિયા શરુ કરી દીધી . લગભગ ચાલીસ મિનિટ આ પ્રક્રિયા જારી હતી  તે દરમિયાન સત્યમનો શ્વાસ અધ્ધર અને અદ્ધર જ રહ્યો હતો .તેણે ફરી ફરીને ફર્ઝ પર હાજર સિસ્ટરને સવાલ કર્યો હતો !  

તે વખતે સિસ્ટરે પણ તેને હૈયા ધારણ દીધી હતી ! 

આ વાતની કોઈને પણ કાનોકાન ખબર ના પડે તેની સત્યમે ખુબજ કાળજી લીધી હતી ..તેણે પતિની ભૂમિકાને બખૂબી નિભાવી સારી પ્રક્રિયાને કાયદેસર બનાવી દીધી હતી . તેણે કોઇને પણ ગંધ આવવા દીધી ન્હોતી ..

પ્રક્રિયા પતી જતાં સત્યમે ફોન કરીને નિરાલીને પૈસા લઈને હોસ્પિટલ બોલાવી હતી .
તેને આવતા થોડો સમય લાગ્યો હતો . સુહાની હજી પણ ઘેનની દવા હેઠળ હતી . સત્યમને તેની ચિંતા થઈ રહી હતી .

ઘરમાં પોતાની પાસે પૈસા નહોતા . સાસુ સસરા પાસે તે પૈસા માંગી શકે તેમ ન્હોતી .આ હાલતમાં તે પોતાના મામા પાસેથી પૈસા લાવી હતી ! તેણે આવતા વેંત જ નાટક કરતા સવાલ કર્યો હતો :


'મારી દેરાણી કેમ છે ? ' 

મેં પણ પત્નિને 'ભાભી બનાવી જવાબ આપ્યો હતો ! 

'  ભાભી બધું જ ઠીક છે ! ' 

સુહાનીની આંખોમાં પોતાના જીજુ પ્રત્યે માન સન્માનની લાગણી છલકાઈ રહી હતી ..તેની બૉડી લેંગ્વેજ જીજુની કર્તવ્ય ભાવનાને સલામ કરી રહી હતી .

નિરાલીની મૌજૂદગીએ મને નૈતિક ટેકો આપ્યો હતો . બધું હેમખેમ પાર પડી ગયું હતું . આ ને માટે સત્યમે ઈશ્વરનો ખરા દિલથી પાડ માન્યો હતો .

તેના ચહેરા પર પરીક્ષામાં પાસ થયાની ખુશી ઉભરાઇ રહી હતી ! 

ચાર વાગ્યાની આસપાસ તે સુહાનીને લઈ ઘરે આવ્યો હતો .. ત્યારે તેના ઘરમાં તેની પિતરાઈ બહેનો તેને મળવા આવી હતી !  તેમને જોઈ સત્યમ થોડો ડઘાઈ ગયો હતો . તેમને ખબર પડી જશે તો ?  તેઓ કોઇ આડો અવળો સવાલ કરશે તો ?  તેમની આંખોની સામે જ સત્યમ સુહાનીને લઈ ઘરમાં આવ્યો હતો ! ભલે તેમણે કોઇ સવાલ કર્યો નહોતો . છતાં તેમની આંખોમાં કંઈ સવાલો તરી રહ્યા હતા . સત્યમ સુહાનીને લઈ લગભગ  સાતથી આઠ કલાક બહાર રહ્યો હતો . આથી તેની માતા ગીતા બહેનના દિમાગમાં ના જાણે કેટલાય સવાલ તરવરી રહ્યા હતા  ! આ કારણે સત્યમ તેમની
 સામે નજર મેળવી શકતો નહોતો !  

તેમના દિમાગમાં ના જાણે કેટકેટલા સવાલો ઉછાળો મારી રહ્યા હતા . સુહાની એકાએક કેમ તેમને ઘરે આવી હતી ત્યાંથી શરુ કરીને કંઈ કેટલાય સવાલો તેમના દિમાગમાં તોફાન જગાડી રહ્યા હતા  .આ જ છોકરીને કારણે પોતાના દીકરાને પોલીસ સ્ટેશન સુધી ઢસડાવું પડ્યું હતું . તેને કારણે જ દીકરાએ તેમના પર હાથ ઉગામ્યો હતો .સત્યમ સુહાની પ્રત્યે ઢળી ગયો હતો . આ કારણે નિરાલીનાં અધિકાર જાણે અજાણે લૂંટાઈ રહ્યા હતા . આ વાત ગીતા બહેન સહી શકતાં નહોતા !  આથીજ તેમણે આકળા બની સત્યમને મહેણું માર્યું હતું .! સુહાની એટલી બધી ગમતી હોય તો ઘરમાં લાવીને રાખતો હોય તો ? માતાની વાત સત્યમના કાળજાની આરપાર નીકળી ગઈ હતી . તેણે જીંદગીમાં.પહેલી વાર પોતાની માતા પાર ઉઠાવ્યો હતો ! 

સુહાનીમાં એવું તે શું હતું ?  જેને કારણે સત્યમ પોતાની રાહ ભુલી જઈ રહ્યો હતો ! ! 

ગમે તે હોય પણ એક વાત સાફ હતી . જરૂર કોઇ એવી વાત બની હતી જેને કારણે સુહાની પોતાના દીકરાને સન્માનતી હતી . તેના પર વિશ્વાસ કરીને આટલો બધો સમય તેની સાથે રહી હતી . સુહાની પાછી આવી ત્યાર તેની .પાસે બે ત્રણ દવાઓ મોજૂદ હતી . તેનો એક જ મતલબ થતો હતો . તેને કોઇ પ્રોબ્લેમ હતો અને તે ડૉક્ટર પાસે જઈને આવી હતી .

ડોક્ટર પાસે જઈ પાછા આવતા તેને ખાસ્સો સમય લાગ્યો હતો  તેનો મતલબ એક જ થતો હતો . તેની બીમારી અસાધારણ હતી ! 



000000000000