ભાગ-12
રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-12
(આગળ જોયું કે મુખીજીની મણી ડોશી સાથે મુલાકાત થાઈ છે, અને પોતાના ભાઈએ પણ ગુનો કર્યો છે તેની ખબર સાથે મણીડોશી સાથે વાતું કરે છે. બને વાતું કરતા કરતા ગામમાં પહોચે છે, હવે આગળ)
મણી ડોશી અને મુખીજી ગામમા વાતું કરતા કરતા પહોચે છે. ગામમાં ઘનાભાઈ મિસાલ લઇને પોતાને નળતો કાંટો હંમેશા માટે દુર કરવા માંગતા હતાં. પોતાની સાથે આખા ગામને પાપનાં ભાગીદાર બનાવા માંગતો હતો.
અને ગામનાં શક્તિ મંદિરે સેવક મહારાજ સાથે બધાં મહારાજ એવું વિચારી ગામ મુકી ને જઇ રહ્યાં હતાં કે "આ ગામનું હવે નાશ છે, આપણાં ગુરુ એ આવા ગામ માટે પોતાનો દેહ ત્યાગ કર્યો કે જયાં શુ સત્ય અને શુ અસત્ય જાણ્યા વગર જ પાપ કરી બેસે છે"
ત્યાં જ સામેથી મુખી અને મણીડોશી ને આવતાં જોયા. મુખીજી આવીને સેવક મહારાજને પગે લાગ્યા. પરન્તુ મણીડોશીની આંખમા હજુ અંગારા વરસતા હતા. મણી ડોશીને જોઈને સેવક મહારાજનું કાંપતું દિલ શાંત થઈ ગયુ અને બાકી સેવકોનાં પગ કાંપવા લાગ્યા.
મુખીએ મહારાજને પાછા ગામમાં રહેવા વિનંતિ કરી. ત્યારે સેવક મહારાજે મુખીજી ને કહ્યુ કે "ગામમાં ઘોર પાપ થાતું અટકાવો" મુખીની વિનંતિ સ્વીકારી મહારાજ બધાં પાછા મંદીર તરફ ચાલ્યા. પરન્તુ મણી ડોશી...
મણીડોશી ચૂપચાપ કાંઇ બોલ્યા વગર જ ગામનાં ચૉહરા તરફ ચાલવા લાગી. તેની પાછળ મુખી અને સેવક મહારાજ પણ ચાલવા લાગ્યા.
ઘનાભાઈ એ મિસાલને હાથમાં પકડી સળગાવી ત્યાં જ આખું ગામ કહેવા લાગ્યું કે "મારો, મારો, આવા પાપીને મારો." બધાંની આંખમાં મુખીનાં મૃત્યુનું દુઃખ હતુ. પરંતુ પ્રવીણભાઈનું દિલ હજુ કંઇક કહી રહ્યુ હતુ. તેનાં મનમાં બહુ જ વિચારોના વમળો ચાલી રહ્યાં હતાં. તેં આ ઘોર પાપને રોકવા માંગતા હતાં.
દુરથી સળગાવેલી મિસાલ ઘનાભાઈનાં હાથમાં જોઇ મુખીએ દોડ લગાવી અને બૂમો પાડવા લાગ્યો. વાતાવરણમાં ઘોર અંધકાર ફેલાયું હતુ. ગામ લોકોનાં આવજો સાથે નાયળાનાં ચીસો પણ ભળી રહીં હતી. ગામ લોકોની વચ્ચે મુખીજી નાં અવાજોનું કોઈ સ્થાન નહતું. ઢોલીની આંખો ખૂબ જ ડર ફેલાયેલો હતો, પસીનાથી ઊભરાતૂ શરીર ડરના કારણે તડપી રહ્યુ હતું. ત્યાં જ ઘનાભાઈએ ખુશી છળકતા મિસાલને ઢોલી તરફ ફેંકી.
મણી ડોશીની આંખના અંગારાની સાથે તેનાં પગ ત્યાં જ થંભી ગયા અને ઊંચું જોયું. મુખીજી ગામ લોકોની નજીક પહોંચ્યા. મુખીને જોઇ બધાં ગામ લોકોની આંખો પહોળી રહી ગઇ. અને મુખીએ આગ રોકવાનું કહ્યુ.
ગામમા સન્નાટો છવાયો અને નાયળાની ચીસોમા વેદનાનો ભાસ થઈ રહ્યો હતો. અચાનક જ વીજળીનો ચમકાર થયો અને ચૉહરેના બાજુનું ઘનાભાઈના ઘરમાંથી બાળકનો રડવાનો અવાજ શરુ થયો. નભમાંથી આછા આછા વરસાદની બંદો વરસવાની શરુ થઈ. ઝરમરિયા વરસાદનાં કારણે અને ગામ લોકોએ આગને બુઝાવી દીધી.
મુખીને મણીડોશી એ કહેલા શબ્દો યાદ આવ્યાં "કંઇક અનહોની થવાની હોઇ તો માણસ પહેલાં પશુને ખબર પડી જાય છે." અકાળ સમયે વરસાદનું આવવું એ કોઈ અનહોનીથી ઓછું નહતું.
ત્યાં જ મણી ડોશી બધાં વચ્ચે આવી. ગામનાં લોકોએ તેમને જોઇ સ્તબ્ધ રહીં ગયા. મણી ડોશી ડાકણ કરતા પણ વધું ભયાનક લાગી રહી હતી. જાણે અંધારામાં કોઈ ચુડેલ પ્રગટ થઈ હોઇ. જેવા તેવા ના તો હાઝા ગગડી ગયા. મણીડોશીને જોઇ પ્રવીણભાઈ એ ઢોલીનાં હાથ પગેથી રાંઢવું (દોરડું) છોડી દીધું.
ઢોલી કારગરતો મણીબા મણીબા કરતો એનાં પગ પાસે પડી ગયો. મણીડોશીએ ઢોલીને ઉભો કરવા નીચે નમ્યા કે તુરંત ઘનાભાઈ હરખાતા પોતાના ઘર તરફ ચાલ્યા ગયા. આ બધુ જોઇ મુખીએ પોતાનું મોઢું નીચે નમાવી લીધુ.
પછી મુખીએ ઢોલીને પોતાની બાહોમાં પકડી લીધો અને જોર જોરથી રડવા લાગ્યા. જાણે ઢોલી અને મુખીનો કોઈ ગહેરો સબંધ હોઇ. બધાંની નજર તાકીને મુખીજી ને જોઇ રહી હતી. પ્રવીણભાઈએ તેમને આશ્વાસન આપતાં પોતાનો હાથ મુખીજી ઉપર રાખ્યો.
મુખીજી થોડા શાંત થઈને પોતાની હાલત સંભાળતા કહ્યુ "આવો પાપ કરવા તમને કહ્યુ કેને? વહેણ પાસે મારો રાહ જોવાને બદલે તમે લોકો ગામમાં આવુ પાપ કરી રહ્યાં છો, ગામમાં સેવક મહારાજ હતાં એકવાર એમનો અભીપ્રાય લેવો તમને આવશ્યક નો લાગ્યું " પ્રવીણભાઈએ તેમનાં પ્રત્યુત્તરમાં કહ્યુ કે તમારો ભાઈ ઘનો " તમે મૃત્યુ પામ્યા છો એવું વિચારીને દુઃખના ભાનમાં આવો નિર્ણય લઈ લીધો."
ઘનાભાઈનું નામ સાંભળતા ફરીથી મુખીજીએ પોતાનુ મોઢું નીચે નમાવી લીધુ. પ્રવીણભાઈએ મુખીજી નું મોઢું નીચે જોતાં જ સમજી ગયા કે આટલા વર્ષોથી મુખીજીનું મોઢું નીચે નમ્યુ નથી અને આજે, દાળમાં કંઇક કાળું છે. પરન્તુ સમયની હાલત અને વાતાવરણ જોતાં તે ચુપ જ રહ્યાં. આખું ગામ મણીડોશી સામે ઝુકી ગયુ.
ત્યાં સેવક મહરાજ બોલ્યા " આપણી પાસે બહુ ઓછાં દિવસનો સમય છે. જે કરવું હોઇ તેં હવે ઝડપથી જ કરવું પડશે." મુખીજી સાથે ગામનાં લોકો મણી ડોશી પાસે હાથ જોડી ને ગામને બચવા વિનંતિ કરી રહ્યાં હતાં. મણી ડોશીએ પોતાનો હાથ ઊંચો કરતા સહાનુભૂતિ આપી કે "હુ બચાવાની કોશિશ કરીશ. પરન્તુ મુખી, હુ કહું તેં તમારે આપવું પડશે."
મુખીજી ખુશ થાતાં જ બોલી ગયા કે " તમે જે માંગો એ હુ આપવા ત્યાર છું, બસ આપણાં આ ગામને બચાવી લ્યો" ત્યાં જ ખબર આવી કે ઘનાભાઈને એક કન્યાનો જન્મ થયો છે, કન્યામાં કોઈ દેવી શક્તિ હોઇ તેવી ચમક છે.
ત્યાં જ મણીડોશી બોલી " એ બાળકી મને આપી દયો."
આખા ગામનાં લોકો મણીડોશીને જોતાં જ રહ્યાં અને મુખીની આંખુમાથી અંશુની ધારા વહેવા લાગી. બધાં લોકો અંદરાઅંદરી વાતું કરવા લાગ્યા. પ્રવીણભાઈની પણ આંખો પહોળી રહી ગઇ અને પોતાનો હાથ મુખીજી પરથી સરકાવી લીધો.
ફરીથી મણીડોશી બોલી " સાંભળ્યું નહીં મુખી, મને એ બાળકી આપી દે, જો તારે ગામને બચાવું હોઇ તો મને તેં બાળકી આપી દે."
ક્રમશ...
શુ મુખી સાચે બાળકીને મણીડોશીને આપી દેશે?
શુ સંબંધ હતો મુખી અને ઢોલીનો?
ઘનાભાઈ પોતાની કન્યા ને મણીડોશીને આપતાં રોકી શકશે?
મણીડોશી બાળકીને બલી ચડાવશે?
(આગળ શુ થાઈ તેં જાણવા બન્યાં રહો "રહસ્યમય પુરાણી દેરી"ની રોમાંચક સફર સાથે.)
મારી નવી રચના કાશ... આવી ગઇ છે જે તમારા દિલને પ્રેમરસમાં ઉતારી દેશે. તમારુ દિલ પ્રેમ કરવા તત્પર થઈ ઉઠશે. અને મારી રચના " ગ્રીન સિગ્નલ " સંપુર્ણ થઈ ચૂકી છે તે વાંચી તમારો અભિપ્રાય આપશો જી. આભાર...?