સાચો ધર્મ shreyansh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાચો ધર્મ

                    પ્રિયલ આજે ખૂબ દુઃખી હતી. એ જેને પોતાનો ગણતી હતી .જેની માટે પોતે જીવતી હતી. જેની  પોતાની જિંદગી સમજતી હતી. એ જ આજે એનો મંગેતર આજે એને  સમજી શકતો ન હતો. છેલ્લા 2 મહિના ના સંબંધ પછી પણ આવી ઘટના બનશે એ એને અપેક્ષા નહોતી.
                       પ્રિયલ એનો અર્થ થાય જે  બધાને ખુશ રાખે.એ એના નામ પ્રમાણે જ બધાને ખુશ રાખવું ,એ એની આદત છે. પ્રિયલ એક મધ્યમ પરિવાર ની ખૂબ જ સારા કુટુંબની છોકરી છે.હસ્તી નાચતી કૂદતી પ્રિયલ બધાને ગમી જાય તેવી છે. લોકો હંમેશા એને ખુશ જ જોવા માંગતા હતા . પોતાનાથી બને એટલા લોકો ને ખુશ રાખવા,  એ એની આદત છે. લોકો એને પ્રેમ થી ફનતુડી કહી ને બોલાવતા હતા .એના લગ્ન એક સારા કુટુંબ ના છોકરા સાથે નક્કી થયા હતા .ખૂબ જ ખુશ હતી એ પણ, આજે અચાનક એક ઘટના બની જેનાથી ખૂબ જ દુઃખી થઈ ગઈ.

                          ઘટના કોઈ એવી કોઈ મોટી નહોતી. પણ એ અને એના મંગેતર ની વચ્ચે કોઈ ગલતફેમી ઉભી થઈ ગઈ હતી. પોતે જે ધર્મ પાળતી હતી તે છોડી ને આજે બીજો ધર્મ પાળવા માટે એના પર દબાણ કરવામાં આવ્યુ હતું. જે એને મંજૂર ના હતું. ધર્મ એની માટે પોતાની જિંદગી કરતા પણ વહાલો હતો. એને લાગતું હતું કે,,, એનો મંગેતર આ વાત સમજી શકશે પણ એ ખોટી પડી હતી. 

                પ્રિયલ સોચતી હતી કે ,, "હું એટલા માટે હંમેશા ખુશ રહી શકુ છું. કારણ કે હું મારી સરખામણી ફકત મારી સાથે જ કરુ છું."

                લોકો કહે છે નસીબ માં હશે તે જ મળશે.

               પણ હું કહું છું નસીબ માં ભલે ના હોય કર્મ સારા હશે તો નસીબ પણ બદલાઈ જશે એટલે હવે બધું એ નસીબ પર છોડીને જીવવા લાગી.

       સામે પક્ષે એના મંગેતર ની પણ ખૂબ જ ખરાબ હાલત હતી . એને,  એ જ ખબર નહોતી પડતી કે લોકો સંબંધ માં લગ્ન પછી તો ધર્મ જ બદલાવી નાખે તો પ્રિયલ ને શું વાંધો હોઈ શકે ????? 

        બંને પક્ષો વચ્ચે ના આ ઝગડા આજે એમના સંબંધો ની આડે આવી ને ઉભા હતા. છેવટે કોઈ નિર્ણય ના આવતા પ્રિયલ એ સંબંધો પર પૂર્ણવિરામ મુકવાનો ફેંસલો કર્યો.

             સામે પક્ષે આ વાત મળતાં એના મંગેતર ને ખૂબ જ દુઃખ થયું એક નાની એવી વાત આટલી બધી વધી જશે એ કોઈ ને અપેક્ષા ન હોતી .એ પ્રિયલ વગર ની પોતાની જિંદગી ની કલ્પના પણ કરી શકતો નહોતો. શું કરવું??? શું ના કરવું ??? એ એને સમજ માં  આવતું નહોતું.પણ, છતાં આજે છેલ્લી વાર પોતે પ્રિયલ ની જગ્યા પર પોતાની જાત ને મૂકી ને એક વાર વિચાર કર્યો. 

          એક ધર્મ માટે જે છોકરી દરેક વાતનો ત્યાગ કરી શકે એવી છોકરી એને આ જિંદગી માં  મળી શકશે ખરા.????

          જે ધર્મ પોતે આખી જિંદગી પાળતી હોઈ એને એ બદલવા માટે મજબૂર કરવું સાચુ છે કે ખોટું. ??????

          શું પોતે સાચા ધર્મ ને સમજી શક્યો છે ખરા ????

         જે વચનો જે એને પોતે પ્રિયલ ને આપ્યા હતા નક્કી કરતા પહેલાં એ એ સાચવી શક્યો છે ખરા.??????

           સાચા ધર્મ ની વ્યાખ્યા  એ છે કે બીજા પર બળજબરી થી કરાવાય.?????

             આ વાત વારંવાર સોચતા એને આજે એની  ભૂલ નો  એહસાસ થયો.સાચો ધર્મ એ કોઈ બળજબરી થી કરવાની વાત નથી. પણ એને સમજી ને સ્વતંત્રતા આપવાનો છે. એ વાત એને સમજાઈ ગઈ.

                 એ જ દિવસે એ પ્રિયલ ના  ઘરે જઈ આજે એ એની માફી માંગતો હતી. પોતે આપેલા વચન ને ના પાળી શકવા માટે દુઃખી હતો . પ્રિયલ પણ મોટું મન રાખી એને માફ કરી દીધો . એના સાચા ધર્મ ની જીત થવા બદલ ભગવાન નો ઉપકાર માની રહી હતી.

સારાંશ : ધર્મ સાચો કે ખોટો નક્કી કરવા વાળા આપણે કોણ છે??  જ્યારે આપણે ભગવાન માં જ બટવારા કરી ને બેઠા છે.