હોટેલ હોન્ટેડ - ભાગ 5 Prem Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોટેલ હોન્ટેડ - ભાગ 5

મિત્રો તો તમે આગલા પ્રકરણમાં જોયું કે નિકુંજ અને પાટીલ કેસના ઇન્વેસ્ટિગેશન માટે હોટેલ જાય છે અને ત્યાં તેમને બંને ગાર્ડ્સ અને રામ અને છોકરી ની લાશ મળે છે આ વાતે અબ્દુલ ને જણાવે છે આની સાથે સાથે એ પણ કહે છે કે તે જગ્યા સાચે જ હોન્ટેડ છે અને તે જગ્યાએ લોકોના જીવ જશે તેથી હોટેલ બંધ કરવાનું પણ કહે છે પરંતુ અબ્દુલ માનતો નથી અને હોટેલ બંધ કરવાની ના પાડે છે થોડા દિવસોમાં લોકો આ વાતને ભૂલી જાય છે અને હોટેલ ફરીથી સ્ટાર્ટ થઈ જાય છે એક કપલ આ હોટલમાં હનીમૂન રૂમ બુક કરવા માટે આવે છે હવે આગળ......
હોટેલ હોન્ટેડ ભાગ 5
મતલબ કેવું શું છે તમારું આ જગ્યાએ સાચે જ કોઈ આત્મા છે
ના સર  હું એવું કહેતો નથી સ્ટાફ બોય એ કહ્યું
તેઓ લીફટમાંથી ઉતરીને હોટલના કોરિડોરમાં ચાલવા લાગ્યા હોટલના કોરિડોરમાં આછો પ્રકાશ હતો અને દિવાલ પર કેટલી ય હોરર પેઈન્ટિંગ્સ લગાડેલી હતી અને કેટલી ય જગ્યાએ હેલોવીન માસ્ક લગાડેલા હતા એક પળ માટે તો આ જગ્યા સાચે જ હોનટેડ હોય એવું લાગે
બાય ધ વે તમારું નામ શું છે સ્ટાફ બોય એ પૂછ્યું
મારું નામ મનીષ છે અને આ મારી વાઇફ અંકિતા. અને તમારું નામ શું છે મનીષે પૂછ્યું
મારું નામ જયદિપ છે સ્ટાફ બોય એ કહ્યું
અંકિતા એક પછી એક પેઇન્ટિંગ્સ ને ધારી ને જોઈ રહી હતી અને તેને થોડો ડર પણ લાગી રહ્યો હતો
અહીંની સજાવટ કેટલી ડરાવની છે! કોઈ પણ માણસ ને બીક લાગી જાય અંકિતા બોલી
હા મેડમ હોટેલ ના નામ પર જ આ હોટેલની ડેકોરેશન થીમ નક્કી કરવામાં આવી હતી
અંકિતા એક પેઇન્ટિંગ પાસે આવીને ઉભી રહી અને તેને ધારી ધારીને જોવા લાગી તે પેઇન્ટિંગમાં એક માણસ દોરેલો હતો તેનું મોઢું અને આંખો ખૂબ જ ડરાવની હતી અને તેની આંખો માથી લોહી નીકળતું હતું અને તેના હાથમાં એક પેઇન્ટિંગ બ્રશ હતું
આ પેઇન્ટિંગ હોટેલની સૌથી ખાસ પેઇન્ટિંગ છે જયદીપે કહ્યું
કેમ એવું શું ખાસ છે આ પેઇન્ટિંગમા અંકિતા એ પૂછ્યું
આ પેઇન્ટિંગ બનાવતી વખતે પેઇન્ટર એટલો ખોવાઈ ગયો હતો કે તેને આ તેને વાસ્તવિક ઘાટ આપવા માટે પોતાના હાથ ની નસ કાપી ને આ પેન્ટિંગમાં કલર કર્યો હતો તેથી આ પેઇન્ટિંગ હોટલની સૌથી ખાસ અને ડરાવની પેઇન્ટિંગ છે જયદીપ એ કહ્યું
હવે અંકિતા ને ડર લાગી રહ્યો હતો અને આ વાત મનીષ એ પણ નોટીસ કરી ત્રણે ચાલતા ચાલતા તેમના રૂમ સુધી પહોંચી ગયા
લો સર તમારો રૂમ આવી ગયો
શુ અહીંયા સાચે જ કોઈ પ્રેત કે આત્મા હતી અંકિતા એ પૂછ્યું
તમે આ બધી વાતોમાં માનો છો
હાં એડમ બિલકુલ માનું છું લોકો કહે છે કે પ્રેત કે આત્મા હોતી નથી પણ તેમને અનુભવ કરો તો જરૂર દેખાય છે જયદીપે કહ્યું
આ સાંભળીને અંકિતાના ચહેરા પરથી હાસ્ય ગાયબ થઈ ગયું આ જોઈને મનીષે સાઈડમાં લઈ જઈ જયદીપ ને ૧૦૦ નોટ પકડાવી ત્યાંથી જવા કહ્યું
નીચે તરફ.....
અરે જયદીપ તું મનીષ અને અંકિતા ને તેમના રૂમ સુધી મૂકીને આવી પણ ગયો નિકુંજે કહ્યું
પરંતુ સર હું તો ક્યારનો અહીં જ છું ક્યાંય ગયો નથી જયદીપ એ કહ્યું
પરંતુ આ કેવી રીતે થઈ શકે મે તો તને હમણાં જ ઉપર જતા જોયો છે નિકુંજે કહ્યું
પરંતુ સાચું કહું છું હું ક્યારનો અહીં છું અહીંથી ક્યાંય ગયો નથી જયદીપ ને કહ્યું
ઉપર તરફ સોની નોટ લઈને જયદીપ ચાલતા ચાલતા ત્યાંથી જવા લાગ્યો તેના ચહેરા પરના ભાવ બદલાવા લાગ્યા તેની આંખો એકદમ સફેદ થઈ ગઈ તેના ચહેરા પર લોહી જામવા લાગ્યું તેના ચહેરા પરથી માસ ના ટુકડા નીચે પડવા લાગ્યા તેનો ચહેરો એકદમ ખોફનાક બની ગયો. મજા કરો એક ખોફનાક અવાજ સાથે તેના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા.