હોટેલ હોન્ટેડ - 6 Prem Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોટેલ હોન્ટેડ - 6

મિત્રો તો તમે આગલા પ્રકરણમાં જોયું કે સ્ટાફ બોય જયદીપ મનીષ અને અંકિતાને તેમના રૂમ સુધી મુકવા જાય છે પરંતુ નીચે જયદીપ નિકુંજ સાથે વાત કરતા એમ કહે છે કે તે કોઈને મુકવા ઉપર તરફ ગયો જ નથી તો આખરે કોણ હતું એ.....
હોટેલ હોન્ટેડ ભાગ-6
મનીષ અને અંકિતા રૂમમાં પ્રવેશ્યા રૂમ અંદરથી ખૂબ જ સુંદર હતો રૂમની સજાવટ ખૂબ જ સુંદર રીતે કરેલી હતી રૂમમાં કોઈ વસ્તુની ખામી ન હતી એક રીતે આ એક લક્ઝરિયસ રૂમ હતો. રૂમ ખૂબ સ્ટાઇલિશ હતો.
કેવી લાગી આ જગ્યા મનીષે કહ્યું.
સારી છે પણ... બોલતા બોલતા અંકિતા અટકી ગઈ.
પણ શું અંકિતા.
મને જયદીપ ની વાતો સાંભળીને ડર લાગી રહ્યો છે આ જગ્યા સાચે જ હોનટેડ હતી તો તેનાથી છુટકારો કઈ રીતે મળ્યો શું આ જગ્યા પર સાચે જ કોઈ પ્રેત કે આત્મા હશે કે હતી અંકિતા એ ડરતા ડરતા કહ્યું.
ઓહ અંકિતા શું તું પણ તેની વાતમાં ધ્યાન રાખે છે. મનીષે અંકિતા નો ચહેરો હાથમાં લઈ કહ્યું જો આ જગ્યા સાચે જ haunted હોત તો હા હોટલ કદી ના બનેત અને તું આ બધી વાતને છોડ શું આપણે અહીં આ જગ્યા વિષે વાત કરવા આવ્યા છીએ.
I want my wife મનીષે એક શરારતી સ્માઇલથી કહ્યું આ સાંભળી અંકિતા થોડી શરમાઈ ગઈ અને મનીષ ને ધક્કો મારી ને બાથરૂમ માં ઘુસી ગઈ.
I will gonna fun કહી મનીષ સોફા પર બેસી ગયો તે સોફા ઉપર બેઠો જ હતો કે તેને તેની ગરદન પાસે ઠંડી હવા નો અનુભવ થયો ઠંડી હવાને કારણે તેનુ શરીર એક ક્ષણ માટે કાંપી ગયું. તેને બીજી તરફ જોયું જ્યાં મોટા મોટા પડદા લાગેલા હતા તે સોફા પર થી ઉભો થઇ ને તે તરફ ગયો. તેને પડદા ખોલ્યા. તો તેની સામે કાચના બે દરવાજા આવી ગયા તેને આ વાત કંઈક વિચિત્ર લાગી. કારણકે રૂમની બારીઓ પણ બંધ હતી અને દરવાજા પણ તો આ ઠંડી હવા આવી ક્યાંથી?
થોડું વિચાર્યા પછી તેણે બંને દરવાજા ખોલ્યા દરવાજા ખોલતાની સાથે તેની સામે એક સુંદર દ્રશ્ય આવી ગયું ચંદ્ર પુરેપુરો ખીલેલો હતો અને તેનો પ્રકાશ એક ગાઢ જંગલમાં પડતો હતો ચંદ્ર ના પ્રકાશ ને કારણે આખું વાતાવરણ એકદમ સુંદર લાગતું હતું અને થોડી ધીમે ધીમે ઠંડી હવા ઓ પણ વહેતી હતી ઠંડી હવાને કારણે વાતાવરણ એકદમ ઠંડુ હતું પરંતુ આખું વાતાવરણ એકદમ શાંત હતું. બહાર કોઈ પણ પ્રકારનો અવાજ થતો ન હતો જાણે કોઈકે આ બધો અવાજ પોતાની અંદર સમાવી લીધો હોય.
This Place is awesome and beautiful મનીષ બોલ્યો પરંતુ તેને સામેના ગાઢ જંગલમાં કોઈક ઊભેલું દેખાયું અને તેને તેવો આભાસ થયો કે તે તેના તરફ જ જોઈ રહ્યું છે. ચંદ્રના આછા પ્રકાશ ને કારણે તેને સ્પષ્ટ દેખાયું નહીં અને તે પડછાયો જંગલમાં ગાયબ થઈ ગયો.
અચાનક મનીષ ને પાછળથી અંકિતા નો અવાજ સંભળાયો અને તે પાછળ ફર્યો. પાછળ અંકિતા એક બ્લેક કલરની નાઇટી માં ઉભી હતી. મનીષ ચાલતો ચાલતો અંકિતા તરફ ગયો તેણે અંકિતા નો ચહેરો હાથમાં લીધો અને તેની આંખમાં એકધારો જોઈ રહ્યો. તેણે પોતાના હોઠ અંકિતા ની ગરદન પર મૂકી દીધા અને અંકિતા એ પોતાની આંખો બંધ કરી દીધી. રૂમની અંદર નું વાતાવરણ પ્રેમમય બની ગયું. બંને એકબીજામાં ખોવાઈ ગયા. બંને આ સુંદર રાત્રીનો આનંદ લેતા હતા ત્યારે અંકિતાએ પોતાની નજર બાલ્કની તરફ કરી બાલ્કની તરફ જોતાની સાથે જ તેની આંખો ફાટી ગઈ અને તેના ગળામાંથી એક ભયંકર ચીસ નીકળી ગઈ બાલ્કની તરફ જોતા તેને તે ત્યાં જ ઊભેલી દેખાયી.લાંબા વાળ સફેદ આંખો અને ચહેરા પરથી ટપકતું હોય તે ખૂબ ગુસ્સામાં હતી. આવું ભયંકર દ્રશ્ય જોતા જ અંકિતા મનીષ થી એકદમ અલગ થઈ ગઈ. તેના ચહેરા પર ડર ના ભાવો આવી ગયા તે એકદમ ગભરાઈ ગઈ અને તેનું શરીર કાપવા લાગ્યું.
અંકિતાએ પાડેલી ચીસ ના કારણે મનીષ પણ થોડીવાર માટે ડરી ગયો.
મનીષ..ત.ત.....ત્યાં કોઈક છે મનીષ એ આપણી તરફ જ જોતી હતી અંકિતા પાગલોની જેમ બોલતી હતી અને તે ખૂબ ગભરાઈ ગઈ હતી.
રિલેક્સ અંકિતા ત્યાં કોઈ જ નથી મનીષ અંકિતા ના ખભા પકડી તેને સમજાવવા લાગ્યો પરંતુ અંકિતા ડરેલી હોવાના કારણે કોઈ વાત સમજતી ન હતી.
મનીષા પાછળ બાલ્કની તરફ ફરીને જોયું તો તેને ત્યાં કોઈ ન દેખાયું.
અંકિતા જો ત્યાં કોઈ નથી બસ આ તારા મનનો વહેમ છે.
નહીં...નહીં મનીષ આ મારા મનનો વહેમ નથી ત્યાં સાચે જ કોઈક ઊભું હતું એમ કહી તે મનીષ ના ગળે મળી રડવા લાગી.
શાંત થઈ જા અંકિતા ત્યાં કોઈ નથી એમ કહી મનીષ અંકિતા ને સાંત્વના આપવા લાગ્યો.
પરંતુ મનીષ ક્યાં સાચે જ કોઈક હતું એમ કંઇ અંકિતા શાંત થઈ ગઈ
અંકિતા મારા સિવાય તને અહીં હેરાન કરવા વાળું કોઈ નથી મનીષ હસતાં મોઢે કહ્યું.આ સાંભળી અંકિતા ના મુખ પર પણ હાસ્ય આવી ગયું. આ જોઈ મનીષ પણ થોડો રિલેક્સ થઇ ગયો.
આપણે બહાર જઈએ અંકિતા એ કહ્યું.
આ સમયે! આટલી રાત્રે! મનીષે કહ્યું.
હા મનીષ પ્લીઝ તમે મને અહીંયા ડર લાગે છે હું થોડીવાર ખુલ્લા વાતાવરણમાં રહીશ તો સારો અનુભવ કરીશ અંકિતાએ કહ્યું.
અંકિતા ના આટલા જોર દેવા ને કારણે મનીષ તેને ના પાડી શક્યો અને તેને બાર જવા માટે હા પાડી દીધી.
બંને હોટેલની બહાર નીકળીને જંગલની તરફ ચાલવા લાગ્યા. મનીષ ને વિચિત્ર લાગી રહ્યું હતું કે અંકિતા હમણાં રડતી હતી ને હવે તે પોતે મને જંગલ તરફ લઈ જઈ રહી છે. ચંદ્રનો પ્રકાશ હોવા છતાં પણ જંગલમાં ઘણું અંધારું હતું અને વાતાવરણમાં ઠંડક પણ વધારે હતી ઉપરથી કુતરાઓ અને શિયાળો ના રોવાનો અવાજ સંભળાતો હતો. અને થોડા ચામાચીડિયાં આમતેમ ઊડતાં હતા આટલું ભયાનક વાતાવરણ હોવા છતાં અંકિતા આરામથી ચાલી રહી હતી અને તેને જરા પણ ડર લાગતો ન હતો.
અંકિતા ધીરે ચાલ આપણે હોટેલ થી વધારે દૂર ન જવું જોઈએ મનીષ એ ચિંતાજનક સ્વરે કહ્યું.
પરંતુ અંકિતા મનીષા મળતી ન હોય એવી રીતે ચાલી રહી હતી અને તે મનીષ થી ઘણી આગળ નીકળી ગઈ હતી.
અંકિતા.... મનીષ જોરથી બોલ્યો કારણ કે હવે તેને અંકિતા દેખાતી ન હતી તેને ખબર ન પડી છે તે ઘડીકમાં ક્યાં ગાયબ થઈ ગઈ. મનીષ અંકિતા ને શોધવા માટે આનાથી તેમ જોવા લાગ્યો અને તે આગળ ચાલવા લાગ્યો ત્યારે તેને એવું લાગ્યું છે કોઈ તેની પાછળ ચાલી રહ્યું છે. તેની અચાનક પાછળ ફરીને જોયું.
હાઉઉઅ.......
આઆઆઅ....... મનીષે ડરના કારણે જોરથી ચીસ પાડી. તેને જોઈને અંકિતા જોર જોરથી હસવા લાગી.
હા.. હા તારી હાલત જો કેટલો ડરી ગયો છે તું એમ બોલી અંકિતા પાછી હસવા લાગી.
This is not joke અને હવે પછી આવું ના કરતી. મનીષ ગુસ્સામાં બોલ્યો.
ઓકે સોરી બાબા હવે આવું નહીં કરું બસ.
ચાલ આપણે રૂમે પાછા જઈએ.
Hey! Wait a minute,I found Something.
What??? અને આ જંગલ માટે એવું શું શોધ્યું છે. ચાલને હવે બહુ રાત થઈ ગઈ છે અને પછી આપણને ખબર પણ નથી કે આ જંગલમાં કેવા કેવા જાનવર છે.
ચાલને મનીષ બહુ દૂર નથી એ નજીકમાં જ છે. એમ બોલી અંકિતા મનીષનો હાથ ખેંચી તે તરફ લઈ જવા લાગી. અંકિતા મનીષ નો હાથ પકડી આગળ ચાલતી હતી અને મનીષ તેની પાછળ પાછળ ખેંચાઈને ચાલ્યો જતો હતો તે આમતેમ જોઇ રહ્યો હતો આખરી બન્ને ચાલતા ચાલતા ઊભા રહી ગયા.
આ વસ્તુ છે તે. અંકિતાએ તે તરફ ઇશારો કર્યો.
મનીષે તે તરફ જોયું તો સામે એક કૂવો હતો. સામે જોઈને મનીષને એક ક્ષણ માટે તો ગુસ્સો આવી ગયો.
આ શું છે અંકિતા? આટલી ઠંડીમાં ગાઢ જંગલમાં તું મને આ ખાલી કૂવો દેખાડવા લાવી હતી.સામે એક ઊંડો કૂવો હતો કૂવામાં બહુ પાણી તો હતું નહીં પણ ઊંડો ઘણો હતો. મનીષ હોટેલ તરફ પાછો જવા લાગ્યો.
આંધળા આટલો બધો કુવો ભરેલ છે તે તને દેખાતું નથી. અંકિતા એક જાડા અવાજમાં બોલી તે સાંભળી મનીષ ઉભો રહી ગયો અને તેની સામે જોયું.
અંકિતા..... મનીષે અંકિતા ને કહ્યું
હાં..
તું કંઈ બોલી?
ના... હું તો કંઈ જ નથી બોલી.
સારું ચાલ હવે આપણે હોટેલ પર પાછું જવાનું છે. આટલું બોલી તે બંને હોટેલ પર પાછા આવી ગયા બન્ને પોતાના રૂમ સુધી જવા લાગ્યા પરંતુ જ્યાં તેમનો રૂમ હતો ત્યાં પહોંચ્યા તો જોયું કે ત્યાં કોઈ રૂમ છે જ નહીં કે નહોતો રૂમનો દરવાજો. મનીષના આશ્વર્યનો પાર ન રહ્યો. તેણે ત્યાં જોયું તો અંકિતા પણ નહોતી. શું થઈ રહ્યું છે તેને કંઈ ખબર પડતી નહોતી.
મનીષ નીચે રીસેપ્શનીસ્ટ પાસે પહોંચ્યો.
સર તમે મારી વાઈફ અંકિતા ને જોયી છે? અને મને મારો રૂમ પણ મળતો નથી.
સર તમારો રૂમ નંબર કયો છે?
૧૨૧.
રીસેપ્સનીષ્ટ આશ્ચર્યથી મનીષ સામે જોઈ રહ્યો. આખરે તેણે કહ્યું સર આ નંબર તો આ હોટેલમાં છે જ નહીં.
What?????


ક્રમશ:.....
વધુ આવતા અંકે.....

આખરે ક્યાં ખોવાઈ ગઈ હતી અંકિતા શું મનીષ અંકિતા ને શોધી શકશે. અને આખરે તે રૂમ ક્યાં ગાયબ થઈ ગયો હતો અને તે જે રૂમમાં રોકાણો હતો કે કઈ જગ્યા હતી આ બધું જાણવા માટે વાંચતા રહો હોટેલ હોન્ટેડ.

તો મિત્રો તમને આ ભાગ કેવો લાગ્યો તે મને જરૂર જણાવજો.