Hotel Haunted - 7 books and stories free download online pdf in Gujarati

હોટેલ હોન્ટેડ - ભાગ ૭

મિત્રો તો તમે આગળના પ્રકરણ માં જોયું કે મનીષ અને અંકિતાને સ્ટાફ બોય જયદીપ તેમના રૂમ ૧૨૧ પર મૂકીને ચાલ્યો જાય છે અને અંકિતાને જયદીપ ની કહેલી વાતોને કારણે ડર લાગતો હોય છે અને અંકિતા ને કોઈ સ્ત્રી બાલ્કનીમાં ઉભેલી દેખાય છે અને તે ખુબ ડરી જાય છે પણ અંકિતા ની જીદ કરવાને કારણે મનીષ તેની સાથે ગાઢ જંગલમાં જાય છે જ્યાં તેને અંકિતા નું વર્તન કંઈક વિચિત્ર લાગે છે અને અચાનક અંકિતા અને તેમનો રૂમ ક્યાંક ગાયબ થઇ જાય છે.તેની વાત કરવા મનીષ રીસેપ્શનીષ્ટ ની પાસે જાય છે ત્યાં તેને ખબર પડે છે કે ૧૨૧ નંબરની રૂમ થયો હોટલમાં છે જ નહીં, હવે આગળ.....

હોટેલ હોન્ટેડ-ભાગ ૭

હા સર હું સાચું કહું છું કે આ નંબરનો રૂમ અમારી હોટેલ માં છે જ નહીં.
એ કેવી રીતે બની શકે મનીષે આશ્ચર્યજનક સ્વરમાં કહ્યું તમારો સ્ટાફ હોય જયદીપ પોતે જ અમને તે રૂમ સુધી લઇ ગયો હતો તમે જયદીપ ને બોલાવો.
મનીષ ના કહેવા પ્રમાણે રીસેપ્શનીસ્ટે જયદીપ ને બોલાવ્યો
યસ સર જયદીપ એ કહ્યું.
જયદીપ મિસ્ટર મનીષ કહે છે કે તું તેમને રૂમ નંબર 121 સુધી મૂકવા ગયો હતો અને તેમને તે રૂમ ખોલી આપ્યો હતો.
જયદીપ પણ થોડીવાર મનીષ ને જોઈ રહ્યો
સર પરંતુ આ નંબરનો રૂમ આપણી હોટેલમાં તો છે જ નહીં
આ તમે શું કહો છો તમે તો અમને તે રૂમ સુધી મુકવા આવ્યા હતા અને હવે તમે કહો છો મનિષ અત્યંત ગુસ્સામાં બોલ્યો.
પરંતુ સર તમે મારો વિશ્વાસ કરો હું તમને પહેલીવાર મળી રહ્યો છું તો હું તમને તે રૂમ સુધી કઈ રીતે લઈ જઈ શકું જે રૂમ અમારી હોટેલમાં છે જ નહીં.
ના હું તે કાંઇ ન જાણું તમે ગમે તે રીતે મારી અંકિતા ને શોધો ખબર નહીં તે ક્યાં ગાયબ થઈ ગઈ છે મનીષ ચિંતામાં બોલ્યો.
શું થયું જયદીપ ત્યાં અચાનક નિકુંજ આવી પહોંચ્યો.
થેન્ક ગોડ સર તમે આવી ગયા અહીં એક પ્રોબ્લેમ ઊભી થઈ છે અને રીસેપ્શનીસ્ટે બધું કહ્યું.
મનીષ તમે ચિંતા ન કરો અમારી હોટેલમાં સીસીટીવી કેમેરા લાગેલા છે હું હમણાં જ બધી ફૂટેજ ચેક કરાવું છું નિકુંજે કહ્યું.
ત્યાં સુધી હું પોલીસ સ્ટેશનમાં જાણ કરું છું મનીષે કહ્યું
સર તમે પ્લીઝ પોલીસ સ્ટેશનમાં જાણ ન કરતા નહિતર હોટેલના reputation પર અસર થશે નિકુંજે કહ્યું.
તમે કેવી વાત કરો છો અહીં અંકિતા ગાયબ થઈ ગઈ છે અને તમને તમારા હોટેલના રેપ્યુટેશન ની ચિંતા કરો છો મનીષ અત્યંત ગુસ્સામાં બોલ્યો અને ત્યાંથી નીકળી ગયો અને નિકુંજ તેને જતા જોઈ રહ્યો 
નિકુંજ સીધો જ સીસીટીવી રૂમમાં ગયો.
નીરવ મને આજ સવારથી રાત સુધીની બધી જ સીસીટીવી ફૂટેજ જોઈએ છે
ઓકે સર નિરવે કહ્યું.

પોલીસ સ્ટેશનમાં....
સર તમે કંઇક કરો મારી વાઈફ અંકિતા ક્યાંક ગાયબ થઈ ગઈ છે મનીષ પાટીલ પાસે જઈને બોલ્યો.
એક મિનિટ એક મિનિટ તમે પહેલા શાંત થાવ અને પહેલેથી જણાવો કે શું થયું
મનીષ એ બધી વાત ઇન્સ્પેક્ટર પાટીલે કરી.
ઓકે સર તમે ચિંતા ન કરો હું અત્યારે જ તપાસ શરૂ કરાવું છું તમે હોટેલ પર જાવ અને કંઈ જાણવા મળશે તો તમને તરત જ જણાવશુ.
થેન્ક્યુ સર એમ કહીને મનીષ ત્યાંથી નીકળી ગયો.મનીષ ના ગયા પછી પાટિલે તરત જ અબ્દુલને ફોન લગાવ્યો
હેલ્લો અબ્દુલ સર હું પાટિલ અહીં એક માણસ કેસ નોંધાવવા આવ્યો હતો અને તે કેસ તમારા હોટેલ સાથે રિલેટેડ છે.
મિસ્ટર પાટિલ તમે તપાસ શરૂ કરો અને જો કંઈ જાણવા મળે તો તમે પહેલા મને જણાવજો.
ઓકે સર કેમ કઈ પાટીલ એ ફોન મૂકી દીધો અને તેને કેસની તપાસ શરૂ કરી.

હોટેલ પર.....
મનીષ હોટેલ પર આવ્યો અને તરત જ નિકુંજ પાસે ગયો.
નિકુંજ તમને અંકિતા વિશે કંઈ જાણવા મળ્યું મનીષે નિકુંજને પુછ્યું
નિકુંજ મનીષ ને લઈ સીસીટીવી રૂમમાં ગયો
નીરવ જરા સવારની ફૂટેજ પ્લે કર.
નિરવ એ સવારની ફૂટેજ પ્લે કરી જ્યારે મનીષે અને અંકિતાએ હોટલમાં ચેક ઈન કર્યું હતું અને પછી પોતાના રૂમ પર જતા હતા પરંતુ વિચિત્ર વાત એ હતી કે તે બંનેની સાથે કોઈ હતું જ નહીં તે બંને વાતો કરતા-કરતા લિસ્ટમાં જતા રહ્યા એ બધું જોઈ મનીષ સ્તબ્ધ થઈ ગયો કારણ કે તે બંનેની સાથે જયદીપ હતો પરંતુ તે કેમેરા માં દેખાતો ન હતો ત્યાર પછીની રેકોર્ડિંગ માં દેખાતું બંધ થઈ ગયું સ્ક્રીન પર ઝરઝરીયા આવવા લાગ્યા.
વોટ આ કેવી રીતે બની શકે નીરવ ચિંતાજનક સ્વરમાં બોલ્યો
હું પણ તે જ કહું છું નિકુંજે કહ્યું
શું થયું મનિષે નિકુંજને અને નિરવ ને પૂછ્યું
આ કેમેરા નું ફિટિંગ એટલું પ્રોપર છે કે અને કઇ થઇ જ ન શકે ઉપરાંત હું પણ ચોવીસ કલાક આ રૂમમાં હાજર રહું છું તો કેમેરા ખરાબ થવાનો કે  ફૂટેજ ડિલિટ થવાનો પ્રશ્ન તો ઊભો જ ન થાય તો પણ આ રેકોર્ડિંગ કેમ નથી ચાલતું મને ખબર નથી પડતી અને હોટેલ હમણાં જ બન્યો છે નિરવે પોતાની ચિંતા વ્યક્ત કરી.
નીરવ રાતની ફૂટેજ પ્લે કર
નિરવે રાતનું રેકોર્ડિંગ શરૂ કર્યું પરંતુ તેમાં મનીષ અને અંકિતા દેખાતા ન હતા.
મનીષ તમે થોડી વાર પહેલા કહ્યું હતું કે તમે રાતના સમયે બહાર ગયા હતા તો પછી તમે લોકો આ રેકોર્ડિંગમાં કેમ નથી દેખાતા?
કારણ કે સર અમે આગળના ડોરથી નહિ પરંતુ પાછળના ડોર થી બહાર નીકળ્યા હતા.
પાછળનો ડોર?? નિકુંજ અને નિરવ આશ્ચર્ય ચકિત થઇને એકબીજાની સામે જોઇ રહ્યા
ચાલો મારી સાથે એમ કંઈ મનીષ નિકુંજ ને હોલમાંથી સીડી ની પાછળ ની સાઈડ લઇ ગયો જ્યાં એક કોરિડોર હતો બંને ચાલતાં-ચાલતાં દિવાલ સુધી પહોંચી ગયા પરંતુ ક્યાંય દરવાજો દેખાતો ન હતો.
અરે આ દરવાજો ક્યાં ગયો અહીં જ હતો અને અહીંથી જ બહાર ગયા હતા મનીષ આશ્ચર્ય થી બોલ્યો કારણ કે આ તેના માટે એક બીજો મોટો ઝટકો હતો.
સર અહીં કોઈ દરવાજો છે જ નહીં જ્યારથી આ હોટેલ બન્યો છે ત્યારથી અહીં કોઈ દરવાજો બન્યો જ નથી.
મનીષ ચિંતામાં હતો તેને ખબર નહોતી પડતી કે આ બધું શું થઇ રહ્યું છે મનીષ ને હવે ડર લાગી રહ્યો હતો કારણ કે જ્યારથી તે અહીં આવ્યો હતો ત્યારથી તેની સાથે વિચિત્ર ઘટનાઓ ઘટી રહી હતી તેના મનમાં હવે શંકા ના ભાવ જન્મ લઈ રહ્યા હતા કે આ હોટેલ સાચે જ તો હોન્ટેડ નહીં હોય ને પહેલા અંકિતાનો વિચિત્ર વ્યવહાર,તેનું અચાનક ગાયબ થઇ જવું અને આ બધું.
મનીષ હજુ વિચારમાં જ હતો કે અચાનક તેને કોઈક નો ફોન આવ્યો તે વિચારો માંથી બહાર આવ્યો અને તેને ફોનની પર જોયું તો કોઈ અજાણ્યો નંબર હતો તેને ફોન ઉપાડ્યો.
હેલો કોણ?
હેલો મિસ્ટર મનીષ વાત કરે છે? સામેથી કોઈક બોલ્યું
તમે કોણ?
હું સીટી હોસ્પિટલમાંથી વાત કરું છું તમે જલ્દી આવો તમારી વાઈફ ની હાલત બહુ ખરાબ છે એમ કઈ ફોન કટ થઈ ગયો.
આ સાંભળી મનીષના હાથમાંથી ફોન પડી ગયો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય એવું તેને લાગ્યું તેને એક ક્ષણ માટે તો ખબર જ ન પડી કે આ બધું કઈ રીતે થયું??અંકિતા ની આ હાલત કઈ રીતે થઈ હશે?તે ક્યાંથી મળી હશે?
મનીષ... નિકુંજે તેને હલાવ્યો અને પૂછ્યું શું થયું??
અંકિતા‌.....તે સિટી હોસ્પિટલમાં છે અને તેની હાલત બહુ ખરાબ છે આટલું બોલતા મનીષ ની આંખ માં ઝળઝળીયા આવી ગયા
What??તમે ચિંતા ન કરો તમારી વાઈફ ને કંઈ જ નહીં થાય હું પણ તમારી સાથે સિટી હોસ્પિટલ આવું છું ચાલો મારી સાથે. એમ કંઈ બંને હોટેલ પરથી નીકળી ગયા.
બંને કારમાં બેસી હોટેલ પરથી સિટી હોસ્પિટલ જવા નીકળી ગયા બહાર વાતાવરણ ભયંકર હતું આકાશમાં કાળા વાદળો ઉમટી આવ્યા હતા અને પવન અત્યંત ઝડપથી વહી રહ્યો હતો વીજળી ના ચમકારા થઇ રહ્યા હતા વાતાવરણમાં ઠંડક પણ એટલી જ વધારે હતી કાર પૂરવેગે રસ્તા પર દોડી રહી હતી મનીષ ની ચિંતા વધતી જતી હતી આવા તે નિકુંજે પણ નોટીસ કરી નિકુંજ કાર ચલાવી રહ્યો હતો અને ફોન પણ વારંવાર અબ્દુલના ફોન આવી રહ્યા હતા પરંતુ તે ફોન ઉપાડ તો ન હતો.
આખરે બંને સીટી હોસ્પિટલ પહોંચી ગયા મનીષ ઝડપથી કારમાંથી નીકળી હોસ્પિટલની અંદર ભાગ્યો અને નિકુંજ કાર પાર્ક કરી તે પણ તેની પાછળ ગયો મનીષ ઝડપથી હોસ્પિટલ ના કાઉન્ટર પર ગયો
મને કહેશો કે અગિયાર નંબરનો વૉર્ડ ક્યાં છે
આગળ જતાં રાઇટ સાઇડ પર
થેન્ક્યુ એમ કઈ મનીષ તે તરફ ભાગ્યો અને નિકુંજ તેની પાછળ પાછળ ગયો તે ઝડપથી ડોક્ટર પાસે ગયો
સર હું મનીષ  જેને તમે ફોન કર્યો હતો સર અંકિતા ની તબિયત કેવી છે અને તે તમને ક્યાંથી મળી છે?તે ઠીક તો થઈ જશે ને? મનીષે ‌એક સાથે કેટલાય સવાલ પૂછી નાખ્યા.
તમે શાંત થાવ અને અહીં બેસો અને ધીરજથી કામ લો હું તમને જણાવું છું એમ કઈ તે બંને બેંચ પર બેસી ગયા
તમારી વાઇફ અંકિતા અમને રસ્તા પર બેભાન હાલતમાં મળી હતી તેમના શરીર પર ગંભીર ઈજાઓ થઈ છે રસ્તા પર જતાં લોકોએ કોઈકે હોસ્પિટલમાં જાણ કરી અને તેમને એડમીટ કરાવ્યા અને તેમની પાસેથી તમારો નંબર મળ્યો એટલે મેં તમને ફોન કર્યો અત્યારે તે કોમામાં છે અને તેમની હાલત બહુ ખરાબ છે ડોક્ટરે કહ્યું
સર પ્લીઝ તમે મારી પત્ની ને બચાવી લો
અમે અમારી તરફથી પૂરી કોશિશ કરશું પરંતુ ખબર નથી પડતી કે આટલી ગંભીર ઇજાઓ કઈ રીતે થઈ શકે તેમના શરીર પર ઊંડા ઘા છે જે કોઈ ધારદાર વસ્તુથી ન જ થઈ શકે એમ કહી ડોક્ટર ત્યાંથી નીકળી ગયા
મનીષ ત્યાં બેંચ પર બેસી રડવા લાગ્યો ત્યાં જ પાટીલ અને અબ્દુલ પણ આવી પહોંચ્યા
મેં હોટેલ પર પૂછતા જ માટે ફોન કર્યો હતો તો જાણવા મળ્યું કે તમે લોકો અહીં આવ્યા છો પાટિલે કહ્યું
મને ખબર નથી પડતી કે અંકિતા ની આ હાલત કોણે કરી હશે અંકિતા ને તો કોઈની સાથે દુશ્મની પણ નથી અને અમે તો અહીં ફક્ત ફરવા આવ્યા હતા અને હવે તેની આ હાલત એમ કઈ મનીષ વધારે રડવા લાગ્યો.
તમે ચિંતા ન કરશો અમે લોકો તેને જલ્દી જ શોધી કાઢીશું જેણે તમારી પત્ની આ હાલત કરી છે.
અમારે અહીં આવવાની જરૂર નહોતી આ જગ્યા સાચે જ હોન્ટેડ છે
એવું કાંઈ નથી મને આ બસ તમારા મન નો વહેમ છે અબ્દુલ કહ્યું
શું વ્હેમ છે અંકિતા અચાનક ગાયબ થઇ જવું અને તેની આ હાલતમાં મળવું તમે તમારા હોટેલની રેપ્યુટેશન બચાવવા માટે આ બધું કહો છો પરંતુ જે સાચું છે તે બદલાવાનું નથી મનીષ અત્યંત ગુસ્સામાં બોલતો હતો.
પાટી અબ્દુલ અને નિકુંજ મનીષ ની સામું જોઈ રહ્યા કોઈ કશું બોલ્યું નહીં અને મનીષ પાછો બેસી ગયો
થોડીવાર પછી નર્સ અંકિતા ની હાલત તપાસવા રૂમમાં ગઈ
આઆઆઆ......અચાનક રૂમમાંથી નર્સ ની ચીસ સંભળાયી નર્સનો અવાજ સાંભળી મનીષ સહિત બધા જ લોકો રૂમ તરફ કયા અંદર નું દ્રશ્ય જોઈ બધાની આંખો પહોળી થઈ ગઈ.

 ક્રમશ:...
વધુ આવતા અંકે...

તો મિત્રો તમને શું લાગે છે શું થયું હશે અંકિતા સાથે તેની આ હાલત કઈ રીતે થઈ હશે, આ બધી વાતો જાણવા માટે વાંચતા રહો હોટેલ હોન્ટેડ

તમને આ ભાગ કેવો લાગ્યો તે મને જરૂર જણાવજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED