હોટેલ હોન્ટેડ - ભાગ-૧ Prem Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોટેલ હોન્ટેડ - ભાગ-૧

નમસ્કાર મિત્રો આ મારી પહેલી વાર્તા છે તો મને ખાતરી છે કે તમને આ જરુર પસંદ આવશે.

હોટેલ હોટેડ એક હોરર,એડવેન્ચર અને રોમેન્ટિક સ્ટોરી છે.આ કહાની લાંબી છે તો જોડાઈ રહેજો અને આ કહાનીમાં બીજા કેટલાય પાત્રો આવશે.

આ કહાની મુખ્ય એક હોટેલ પર આધારિત છે

અને હા એક ખાસ વાત આ કહાની હું કેવળ પ્રસત્તુત કરનાર જ છું

તો તમે લોકો આ કહાની વાંચી પોતાનો અભિપ્રાય આપજો.આ કહાની તમને છેલ્લે સુધી જોડી રાખશે.

હોટેલ હોટેડ.ભાગ-૧

રાત્રિનો કાળો અંધકાર,કાળા રાત્રિના પડછાયા,ધીમે ધીમે પડતા વરસાદના ટીપા અને ચારો તરફ વ્યાપ્ત શાંતિ એક ભયાનક વાતાવરણનું સર્જન કરતું હતું.

મોટેભાગે ડર એક એવી ભાવના છે જે માનવને તેના તેના અસ્તિત્વ સમજાવે છે અને આ ભયનો સાક્ષાત્કાર ભયાનક હોય છે,જે માનવી એકલો હોય ત્યારે તેને સમજાય છે.

વરસાદને કારણે રસ્તો સંપૂર્ણ રીતે ભીનો થઈ ચૂક્યો હતો.તે રસ્તા પર અચાનક એક માનવી નજર આવ્યો તે થોડો ડરેલ નજર આવતો હતો,વાતાવરણ ખતરનાક હોવાથી માનવીનુ ડરવું સ્વાભાવિક છે.ઊપરથી તે રસ્તા પર ના કોઈ સ્ટ્રીટ ઁલાઈટ કે નહોતી કોઈ માણસ કે વાહનની અવર જવર.

હવે વરસાદ થોડો ધીમો પડી ચૂક્યો હતો.તે માણસે લાંબો બ્લેક કોટ પહેર્યો હતો.અને હાથમાં કાળા ગ્લવઝ પહેર્યા હતા અને વરસાદથી બચવા છત્રી લીધી હતી.

વરસાદ ધીમો પડવાના કારણે ઠંડી હવા ધીમે ધીમે વહેતી હતી.અેક તો વરસાદી ઠંડુ વાતાવરણ અને ઊપરથી પાછો પહાડી વિસ્તાર.એટલે વાતાવરણમાં વધારે ઠંડક હતી.

અચાનક પાછળથી કંઈક અવાજ આવ્યો.તે માણસે ગભરાઈને પાછળ જોયું પણ પાછળ કોઈ હતું નહી.તેને અંધકાર સિવાય કંઈ જોવા મળ્યું નહી. તેથી તે ચાલવા લાગ્યો.ત્યાં પાછો કંઈક અવાજ આવ્યો.આ વખતે તે વધારે ગભરાઈ ગયો કોણછે ત્યાં? કોઈ પ્રત્યુતર મળ્યો નહી.જોયું તો ઝાડીઓ હલતી હતી.તેના કારણે અવાજ થતો હતો.શું થઈ રહ્યું છે મને,આ બધું જે વસ્તું જોઈ છે અને સાંભળી છે તેના લીધે થાય છે.

બીજી તરફ.....

એક મોટા બંગલાના મોટા હોલમાં કેટલાય માણસો એક મોટી ચાદર પર બેઠા હતા તે બધાની પરસ્પર વાતચીતને લીધે હોલ ગુંજતો હતો.

અચાનક એક માણસે પ્રવેશ કર્યો ને બધા માણસો સન્માનથી ઊભા થઈ ગયા.

તે માણસનું નામ અબ્દુલ હતું.દેખાવે સારી કદ કાઠીનો માલિક હતો.તે ચાલતો ચાલતો એક ખુરશી પાસે આવીને ઊભો રહ્યો અને કહ્યું અરે તમે બધા ઊભા કેમ છો બેસો.અબ્દુલ સહિત બધા મજદૂરો બેસી ગયા.

હવે કહો એવું ક્યું કામ છે જેના માટે તમે બધાએ આટલી રાતે આ વરસાદમાં અહીયાં આવવું પડ્યું

અમે લોકો ત્યાં કામ નહી કરીએ એક મજદૂર મોટા અવાજમાં બોલ્યો.

કામ નહી કરો શા માટે કામ નહી કરો?

તમને ખબર તો છે જાણીને અજાણ શાથી બનો છો?બીજી વાર તે થોડા ગુસ્સાથી બોલ્યો

એ તું નીચે બેસી જા એક માણસે તેને બોલતાં અટકાવતા કહ્યું અને તે નીચે બેસી ગયો.

માફ કરજો સાહેબ યુવાન લોહી છે મોટા માણસો સાથે કેવી રીતે વાત કરવી તેને ખબર નથી.તે માણસ બોલ્યો

કોઈ વાંધો નહી તમે કહો શું વાંધો છે?કેમ કોઈ કામ કરવા નથી માંગતું

ખબર નહી કઈ રીતે કહું સાહેબ પણ વાત જ એવી છે કે કોઈ આત્મા છે કે શેતાન કંઈ ખબર નથી પડતી.કારણકે આવા કાર્યો તો ફક્ત શેતાન જ કરી શકે.

મને કાંઈ ખબર નથી પડતી તને પૂરી વાત કરો શું થયું છે ત્યાં કેમ કોઈ કામ કરવા નથી માંગતું?અબ્દુલ એક શ્ર્વાસમાં કેટલાય સવાલો પૂછી નાખ્યાં.

મોત....મોત થયું છે ત્યાં અને જેવું તેવું નહી એક દર્દનાક મોત.

ક્રમશ:

તો મિત્રો મને કહોજો કે તમને આ ભાગ કેવો લાગ્યો આગળ આવતા ક્રમાંકે.