Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

પ્રેમની પેલે પાર... ભાગ - ૧૫

આગળના ભાગમાં આપણે જોયું કે અભી સૌમ્યાને જણાવે છે કે કઈ રીતે આકાંક્ષાના પિતા માન્યા ને કઈ રીતે એના લગ્ન થયા. આ તરફ સૌમ્યા એકાંતમાં આકાંક્ષાનો ફોટો જોઈ રડી રહી હતી. હવે આગળ..

*****

હારમાળા રહસ્યોની સર્જાઈ રહી છે,
દિલની વાતો ના દિલને સમજાઈ રહી છે,
ભૂત ભવિષ્ય વચ્ચે ઝૂલી રહ્યો સમય,
વર્તમાનની કોઈ ઘટના ના સમજાઈ રહી છે...

સૌમ્યા ઊંડો શ્વાસ લે છે. ફોટો ફરીથી પર્સમા મૂકી, થોડુ પાણી પીને સ્વસ્થ થાય છે. એ બારીની બહાર જોતા જોતા ભૂતકાળના વિચારોમાં સરી પડે છે.

સૌમ્યા અત્યારે લંડનમાં છે. એના પિતાની એક તરફ સારવાર ચાલતી હતી ત્યારે તો એ પૂરો સમય એના પિતા સાથે જ રહેતી. એકાદ વરસની સારવાર બાદ એના પિતા કાયમ આરામ માં રહેતા. ઘરે એમનું ધ્યાન રાખવા સૌમ્યાના ફોઈએ નર્સની વ્યવસ્થા કરેલી હતી. સૌમ્યા ઘરે જ રહેતી ને ઘરના કામ માં ધ્યાન આપતી. એ સમયે સૌમ્યા કદાચ વધુ એકલી રહેતી. એના પિતાની માંદગી ઉપરથી આમ ફોઈના ઘરે રહેવું. એ કઈ કહેતી નહિ પણ એકલતા એને કાયમ કોરી ખાતી.

એના ફોઈ કદાચ આ કળી ગયા હશે એમને સૌમ્યાને ત્યાંની જ કોલેજમાં કોઈ કોર્સ કરવા કહ્યું. સૌમ્યાને પણ આ વિચાર ગમ્યો. એ અડધો દિવસ કોલેજ જતી ને સાંજે ઘરે રહેતી. ત્યાં સૌમ્યાના મિત્રો પણ બનવા લાગ્યા. આમ સરળ સ્વભાવની સૌમ્યા ત્યાં પણ બધા જોડે તરત સેટ થઈ ગઈ. ત્યાં એની ઓળખાણ "પ્રથમ જોષી" કરીને એક ક્લાસમેટ સાથે થઈ. એ મૂળ વડોદરાનો મરાઠી છોકરો હતો. જે ભણવા માટે અહીં આવ્યો હતો. 

સૌમ્યાને પ્રથમમા અભીની ઝલક દેખાતી. એ વારે વારે કહેતી કે પ્રથમ તું મારા મિત્ર અભી જેવો જ છે. એને વાતે વાતે અભી યાદ આવી જતો. પરંતુ એ અભીને ફોન કરી શકતી ન હતી. અભી એ સોમી ને એના લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. એ બહુ ખુશ હતો ને કીધું હતું સોમી તારા વગર તો હું લગ્ન જ નહીં કરું. પણ પિતાની જવાબદારી મૂકી સૌમ્યા ક્યાંય જઈ શકે તેમ જ નહતી. એને ના પાડતા, અભી ખૂબ અકળાયો. તેમ છતાં એ રોજ ફોન કરી સોમીને આવવા કહેતો. પણ સૌમ્યા માટે આ શક્ય ન હતું. તેથી તે ના જ પાડતી. અંતે ગુસ્સા માં આવી અભીએ સોમી ને કહ્યું હતું, " ઠીક છે.. તો હવે આ આપણી છેલ્લી વાતચીત ગણજે. જો તારા માટે આ મિત્રતાની કઈ પણ કદર રહી હોય તો આજથી ના હું તને ફોન કરીશ ના તું મને ફોન કરજે. આપણા અબોલા કાયમી સમજજે. "

આ વાત પછી પણ સૌમ્યા એ અભીને ફોન કરવા પ્રયાસ કર્યા પણ અભી કદી ફોન પર એની જોડે વાત ન કરતો. હવે સૌમ્યા એ પણ દોસ્તી ના માન ખાતર ફરી ક્યારેય ફોન કર્યો ન હતો. ક્યારેક ક્યારેક આકાંક્ષા સાથે વાત થતી પણ સૌમ્યા એને કદી એના ને અભીના અબોલા વિશે કહેતી નહિ.

આ તરફ સૌમ્યા ને પ્રથમ ત્યાં બહુ મદદ કરતો. સૌમ્યા ક્યાંય પણ અટકે ત્યારે પ્રથમ જ યાદ આવતો. પણ હા લંડન ગયા પછી સોમી એ ભોળી સોમી નહિ જવાબદાર સોમી થઈ ગઈ હતી. પપ્પાની બીમારીએ એને ઘણી મજબૂત બનાવી દીધી હતી. કારણ કે અત્યાર સુધી એની બધી રીતે મદદ કરનાર અભી ને એના પપ્પા બંને એની કોઈ પણ સમસ્યાને સુલઝાવી શકવા માટે એની પાસે ન હતા. પપ્પા પથારીવશ હતા, ને અભી તો માઈલો દૂર થઈ ગયો હતો.

એના ફોઈ સમજાવતા પણ ખરા કે સૌમ્યા હવે સ્વતંત્ર બનતા શીખ, અહીં લંડનની છોકરીઓને જો કેટલી પગભર ને સ્વતંત્ર મિજાજવાળી હોય છે, એમ વારેવારે તું બીજા પર કેટલોક આધાર રાખીશ! આપણી સમસ્યાઓ આપણે જ ઉકેલવાની હોય છે. ને સૌમ્યા હવે ઘણી પગભર થઈ ગઈ હતી, પાર્ટ ટાઈમ જોબ પર પણ લાગી ગઈ હતી. ને એને ઘણા સારા-નરસા અનુભવોએ ઘડી હતી. હવે એ પોતાનું સારું ખરાબ વિચારી શકતી હતી. એકદમ આધુનિક યુગની છોકરીઓ જેમ એ પણ ચપળ બની ગઈ હતી. ને આ ચપળતાથી પ્રથમ એના તરફ આકર્ષાયો હતો. કારણ કે ચપળતા છતાં એની નિખાલસતા તો અકબંધ જ રહી હતી.

આમને આમ સમય વીતતો ચાલ્યો ને પ્રથમ ને સૌમ્યા વધુ ગાઢ મિત્રો બનતા ચાલ્યા. પ્રથમ સૌમ્યા ને પસંદ કરતો હતો, પણ સૌમ્યા હજુ કઈ નક્કી ન હતી કરી શકતી. કારણ કે એ જ્યારે લંડન આવી ત્યારે એમ જ વિચારીને આવી હતી કે પપ્પાને સારું થઈ જશે તો ફરી ઇન્ડિયા જતું રહેવું. પણ સંજોગો એવા બન્યા કે એ મોકો ફરી આવ્યો જ નહીં.

આજે ટ્રેનમાં બેસીને સૌમ્યા પોતાની જીવનના પ્રસંગો મમળાવતી હતી. એની જિંદગીમા કેટલા ઉતાર ચઢાવ આવ્યા! કેટલુંય બદલાઈ ગયું. બસ એમનમ રહી તો એની ને અભિની દોસ્તી. એ ક્યારેય ન તો બદલાઈ ન ક્યારેય ઓછી થઈ. ભલે અભી એનાથી નારાજ હતો ત્યારે પણ એમની દોસ્તી જ એમનમ જ હતી. સૌમ્યા અભીના લગ્ન વખતે અહીં આવી નહિ એટલે અભી નારાજ હતો,પણ જ્યારે સૌમ્યા સામી આવી ત્યારે સૌથી વધુ ખુશ અભી જ થયો હતો. સૌમ્યાને આજે પણ યાદ છે જ્યારે એ ઇન્ડિયા આવીને અભિને મળી ત્યારે બંને ભેટીને કલાક સુધી રડ્યા હતા. કઈ કેટલીય વાતો, ફરિયાદો બંનેને એકબીજાને કરવાની હતી. ગુસ્સો કરવો હતો, સમાધાન કરવું હતું. પણ બધું વહી ગયું આંસુઓમાં ને ફરી એ જ નિર્મળ દોસ્તી રહી ગઈ. ને અહીં આવવાનું કારણ પણ અભી જ તો હતો. સોમીને આકાંક્ષાની એ દિવસની વાત યાદ આવી...

"સોમી, એક રિકવેસ્ટ છે, મારા માટે નહીં તો અભી માટે શું તું ફરી ઇન્ડિયા ન આવી શકે!"

ને એ સમય પણ કેટલો નાજુક હતો જ્યારે આકાંક્ષાએ તેને ફોન કરીને બોલાવી હતી. સૌમ્યાના પપ્પા બધાને છોડી સ્વર્ગે જતા રહ્યા હતા. આ તરફ પ્રથમ સૌમ્યા સાથે પોતાના ભવિષ્યના સ્વપ્ન જોતો હતો. હવે સૌમ્યાને સૂઝતું ન હતું કે એ શું કરે!  એક તરફ એના ભૂતકાળના મિત્રો હતા જે એનો પ્રાણ હતા. ને એક તરફ પ્રથમ હતો જે કદાચ એનું ભવિષ્ય પણ બની શકે.

અને વધારે લાંબુ વિચાર્યા વિના એણે એક વાર ઇન્ડિયા જઈને જ કઈ નક્કી કરવાનું વિચાર્યું. સૌથી પહેલું કામ એણે જોબ ઉપર લીવ મૂકવાનું નક્કી કર્યું અને પછી જ પ્રથમને કંઈ કહેવું એ વિચાર્યું. બરાબર પંદર દિવસ પછીની એને એક મહિનાની લીવ મળી.

આ વાત પ્રથમને કહેવા માટે એણે એને  રેજન્સી કેફેમાં બોલાવ્યો. 1946માં ઓપન થયેલી રેજન્સી કેફે પ્રથમની મોસ્ટ ફેવરિટ કેફેમાંથી એક હતી. જ્યારે પણ પ્રથમ એક દમ મૂડમાં કે એક દમ ઉદાસ હોય ત્યારે એ આજ કેફેમાં આવવાનું પસંદ કરતો એટલે સૌમ્યા ને આ સ્થળ જ ઉચિત લાગ્યું પ્રથમને ઇન્ડિયા જવાની વાત કહેવા માટે. આ કેફે એના રેટ્રો સ્ટાઇલ ફર્નિચર, ટ્રેડિશનલ એગની ફૂડ ડીશ અને એસ્પ્રેસો કોફી માટે ફેમસ હતી. સૌમ્યાને શરૂઆતમાં લંડનની કોઈ પણ કેફે કે રેસ્ટોરન્ટમાં ખાવામાં બહુ તકલીફ પડતી. આજુબાજુમાં કોઈને નોનવેજ ખાતા એ જોઈ જ નહતી શકતી પણ ધીમે ધીમે એનો એ છોછ ઓછો થતો ગયો. લંડનની બીજી બધી ખાસિયતોની જેમ આ ખાસિયત પણ એણે અપનાવી લીધી હતી.

સૌમ્યા સમય કરતાં પાંચ મિનિટ વહેલી પહોંચી ગઈ હતી અને બંને માટે ત્યાંની ફેમસ એક્સપ્રેસો કોફીનો ઓર્ડર આપી દિધો. પ્રથમ પણ ટાઇમસર ત્યાં આવી ગયો. સૌમ્યાને ખબર નહતી પડતી કે વાત ક્યાંથી શરૂ કરવી એટલે એણે આડી અવળી વાત જ ચાલુ કરી પણ પ્રથમ એની મૂંઝવણ કળી ગયો એટલે એણે સૌમ્યાનો હાથ હળવેથી પકડ્યો અને બોલ્યો, " મને લાગે છે કે સૌમ્યા આપણે એટલા તો નજીક છીએ જ કે કોઈ વાત શેર કરવા માટે પૂર્વભૂમિકા ના બાંધવી પડે... રાઇટ!? બોલ શું કહેવું છે? તું મને બેઝિઝક કહી શકે છે. તારા દરેક નિર્ણયમાં હું તારી સાથે જ છું. U can trust me dear..!!"

જાણે એના શબ્દો જાદુ કરી ગયા હોય એમ સૌમ્યાએ ધીમે રહીને પોતે એક મહિના માટે ઇન્ડિયા જવાની છે એ વાત તો કરી પણ આકાંક્ષાનો ફોન હતો એ વાત કહેવાનું એણે ટાળ્યું. એની વાત સાંભળીને પ્રથમનો ચહેરો ઝાંખો પડી ગયો. એ લગભગ ઈમોશનલ જ થઈ ગયો અને એકદમ એનાથી પુછાઇ ગયું, "પાછી તો આવીશ ને!?"

દિલમાં અનેક પડળો પડી છે અકબંધ,
ખોલું પણ કઈ રીતે નથી થતું કઈ પ્રબંધ,
શુ જણાવું ને શુ ન જણાવું એ જ સવાલ છે,
થઈ આવે ક્યારેક ખોલી નાખું દિલના સઘળા બંધ...

©રવિના વાઘેલા, હિના દાસા, શેફાલી શાહ