Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

પ્રેમની પેલે પાર... - ભાગ - ૭

આગળના ભાગ માં આપણે જોયું કે અભી અને આકાંક્ષા ગેમ જીતી જાય છે. બન્નેની દોસ્તી વધુ ગહેરી બનતી જાય છે. આ તરફ હોટલના રૂમમાં બેઠેલી સૌમ્યા ભૂતકાળ માંથી બહાર આવે છે. હવે આગળ...

*****

કોઈ ના જવાથી ક્યાં જીવન ભૂલાય છે?
એતો બસ એનું કામ કરતું જ જાય છે..!!

છોડીને જાય છે એ બસ કેટલીક યાદો,
તોય જાણે એ સમયમાં ક્યાં થંભાય છે..?

સૌમ્યા બે ઘડી અભીને અપલક નિહાળ્યા કરે છે અને પછી એની નાજુક આંગળીઓ અભીના વાળમાં ફેરવે છે. એને જમવાની જરાય ઈચ્છા નહતી, પણ જો એની પણ તબિયત બગડે તો અભીને કોણ સાચવે એ વિચારે એણે જમવાનું ઓર્ડર કરવાનો નિર્ણય કર્યો. એ ઉભી થઈને રૂમ સર્વિસમાં ફોન જોડે છે. પોતાના અને અભી માટે સૂપ અને પુલાવનો ઓર્ડર આપીને એ પાછી અભીની બાજુમાં આવીને અભીનો હાથ પોતાના હાથમાં લઈને બેસે છે.

થોડી વારમાં જમવાનું આવી જાય છે ત્યારે સૌમ્યા હળવેકથી અભીને ઉઠાડીને બેઠો કરે છે. એક ડિશમાં સૂપ અને પુલાવ કાઢીને એ અભીની જોડે બેસી જાય છે. એક મા પોતાના બાળકને ખવડાવે એટલી કાળજી થી સૌમ્યા અભીને ખવડાવે છે. ચાવી વાળા રમકડાંની જેમ અભી એનું લંચ પૂરું કરે છે અને ફ્રેશ થવા માટે ઊભો થાય છે. કમને સૌમ્યા પણ એનું લંચ પૂરું કરે છે.

"મને લાગે છે કે હવે આપણે અમદાવાદ બધાને ફોન કરીને આકાંક્ષાની અંતિમવિધિ પતી ગઈ એની માહિતી આપી દેવી જોઈએ. એ લોકો પણ ચિંતા કરતા હશે..!! ", સૌમ્યા મૃદુ અવાજે બોલે છે.

આકાંક્ષાનું નામ સાંભળતાં જ જાણે અભીમાં સુધબુધ આવે છે અને એ બોલે છે, "હા, પહેલા અક્ષીના ઘરે કરી લઈએ."

સૌમ્યા હકારમાં ડોકું ઘુણાવી અભીને બેડ પરથી ફોન આપે છે. જ્યારે અભી ફોન જોડે છે ત્યારે સૌમ્યા ત્યાંથી ઇરાદાપૂર્વક આઘી પાછી થઈ જાય છે જેથી અભી ખુલીને વાત કરી શકે.

આકાંક્ષાના પપ્પા ફોન ઉપાડીને જેવું હેલો બોલે છે ત્યાં અભીનો અવાજ સાંભળતા જ એમનાથી ડૂસકું મુકાઈ જાય છે. આ તરફ અભી પણ ચોધાર આંસુ એ રડી પડે છે અને થોડા સમય માટે બંને તરફ મૌન વ્યાપી જાય છે. ચૂપકીદી તોડતા ભારે અવાજે અભી બોલે છે, " પપ્પા, આપણી અક્ષીની છેલ્લી વિધિ પણ આજે સંપન્ન થઈ... હવે એની યાદો જ છે જે આપણી જોડે રહેશે..!!" અભીનો અવાજ ફરી ભીનો થઈ જાય છે.

"હા, બેટા... તમારી તબિયત કેમ છે?" ભારે અવાજે પરીન શાહ એટલે કે આકાંક્ષાના પિતા બોલે છે.

"મને સારું છે, તમારી તબિયત કેમ છે ?? અને મમ્મી... એમને કેમ છે?" અભીએ પૂછ્યું.

"હા, હવે કલ્પુની તબિયત પહેલા કરતા સારી છે." આકાંક્ષાના પપ્પા એ કીધું.

કલ્પુ એટલે કલ્પના શાહ... આકાંક્ષાના મમ્મી. એમને આકાંક્ષાના મૃત્યુ પછી ઘણો માનસિક આઘાત લાગ્યો હતો, અને થોડા દિવસ એમને હોસ્પિટલમાં રાખવા પડ્યા હતા.

પછી સૌમ્યા જ બધા જોડે વાત પતાવી દે છે. વેદ ફરી એક વાત અભીને ટ્રેનની ટીકીટ કેન્સલ કરાવી ફ્લાઇટની બુક કરાવવાની સલાહ આપે છે. પણ અભી ના પાડે છે.

કદાચ... અભીને હજી આકાંક્ષાની યાદો જોડે થોડો સમય એકલા રહેવું હતું..!!

આ તરફ સૌમ્યાને આરામ કરવાનું કહી અભી વિન્ડો પાસેના સોફા પર ગોઠવાય છે. જુના દિવસોની યાદમાં એનું મન ભૂતકાળમાં સરી પડે છે..

આજે કોલેજમાં બધા પાર્કિંગમાં ઉભા રહીને સૌમ્યાની રાહ જોઈ રહ્યા હતા. આજે બહુ ખાસ દિવસ છે કેમ કે આજે સૌમ્યાનો બર્થડે છે. કેક રેડી હતો. બીજા બધા આવી ગયા હતા પણ સૌમ્યા હજુ આવી ન હતી. સ્વપ્નિલે એની આદત મુજબ બે થી ત્રણ વખત ઘડિયાળ તરફ નજર પણ ફેરવી લીધી. વેદ અને મહેક એમના જ જુના જોક એકબીજાને સંભળાવતા હતા. જ્યારે અભી ને આકાંક્ષા સૌમ્યા માટે કંઈક ગિફ્ટ લેવાનું વિચારી રહ્યા હતા.

એટલામાં ફૂલ સ્પીડે એકટીવા પાર્કિંગમાં એન્ટર થઇ.. ખુલ્લા લાંબા કાળા વાળ, આંખો પર કાળા ચશ્મા, શોર્ટ બ્લેક કુર્તિ અને વ્હાઇટ ટાઈટ જીન્સ સાથે સૌમ્યા આજે કઈક વધારે જ પડતી સુંદર લાગતી હતી. એકટીવા પાર્ક કરે છે ત્યાં અચાનક પાછળથી બધા એક સાથે જોરથી "હેપી બર્થડે" કરીને બૂમ પાડે છે. સૌમ્યા એક પળ માટે ઝબકી જાય છે ને પછી તરત સમજી જાય છે કે એના મિત્રો જ હોઈ શકે. એ હળવા સ્મિત સાથે ફરે છે, કેક રેડી હોય છે ને બધા "બાર બાર દિન યે આયે.." ગીત ગાવા લાગે છે. સૌમ્યા હજુ કઈ સમજે એ પહેલાં મહેક એના હાથમાં પ્લાસ્ટિકનું ચપ્પુ કેક કાપવા માટે પકડાવે છે. બધા સૌમ્યાને કેક કાપવા માટે ઈશારો કરે છે. સૌમ્યા કેક કાપી વારફરતી બધાને ખવડાવે છે.

"ઓહ.. થેન્ક યુ ફ્રેન્ડ્સ... મને આ સરપ્રાઈઝ બહુ જ ગમ્યું.. અને હા, તમે બધા પાર્ટી માંગો એ પહેલાં જ હું કહી દઉં કે આજે તમારે બધાએ સાંજે મારા ઘરે આવાનું છે.", સૌમ્યા એક જ શ્વાસમાં બોલી ગઈ.

"અરે વાહ...શુ વાત છે!", વેદ ખુશ થતા બોલ્યો.

"સોમી, તું ના બોલાવે તોય અમેં સાંજે તારા ઘરે પોહચી જ જવાના હતા...!", અભીએ હસતા હસતા કહ્યુ.

"હવે પાર્ટી સાંજે છે તો અત્યારે લેક્ચર ભરી લઈએ!", સ્વપ્નિલે કહ્યું.

બધા કલાસરૂમમાં પોહચે છે. સૌમ્યા અને મહેક 3 4 લેક્ચર ભરીને નીકળી જાય છે. લેક્ચર પત્યાં પછી સૌમ્યા માટે ગિફ્ટ લાવાનો વિચાર અભી બધા સામે મૂકે છે. બધા સહમતી આપે છે. સાથે સાથે વેદ ઉમેરે છે કે અભી સૌમ્યાને બહુ સારી રીતે ઓળખે છે તો અભીની પસંદ સૌમ્યાને ગમશે જ. એટલે ગિફ્ટ લેવા જવાનું કામ અભીના માથે આવે છે.

"અભી હું બાઇક કોલેજમાં જ મૂકી રાખું છું અને હું વેદ જોડે બોય્ઝ હોસ્ટેલ જાઉં છું ત્યાં અમારે થોડું કામ છે. અમે ત્યાંથી સીધા સૌમ્યાના ઘરે જતા રહીશું. તું ગિફ્ટ લઇને ત્યાં જ આવજે.", સ્વપ્નિલે કોલેજમાંથી નીકળતા કહ્યું.

"અરે કોઈ તો મારી સાથે ગિફ્ટ લેવા આવો..કોઈ સાથે હોય તો મજા આવે ગિફ્ટ લેવામાં.. નહિ આકાંક્ષા?", અભી જાણે આકાંક્ષાને જોડે આવા કહી રહ્યો હોય એમ બોલ્યો.

"હા, સાચી વાત. હું આવું છું ચલ. એક કામ કર સ્વપ્નિલ તું બાઇકની ચાવી અભિને આપી દે અમે ગિફ્ટ લઈને સીધા સૌમ્યાને ત્યાં આવી જઈશું.", આકાંક્ષા પણ કદાચ અભી સાથે જવા ઈચ્છતી હોય એવું લાગ્યું.

"બાઇક! ટ્રાફિક બહુ હશે...", અભી જાણે બાઇકના નામથી ડરી ગયો હોય એમ બોલ્યો.

"હા હા હા... બાઇક ને અભી?", વેદ મજાક કરતા બોલ્યો.

"કેમ?", આંકાંક્ષાએ પૂછ્યું.

"મને બાઇક... આમ બહુ નથી ફાવતું.", અભી એકદમ ધીમેથી બોલ્યો.

"આમ કે તેમ.. અભીને બાઇક નથી ફાવતું.", સ્વપ્નિલ ચોખવટ કરતા બોલ્યો.

"શું? ખરેખર! અભી તને બાઇક નથી ફાવતું? સ્વપ્નિલ કી પાસ કર. હું બાઇક ચલાવી લઈશ.", આકાંક્ષાએ કહ્યું.

વેદ, સ્વપ્નિલ ને અભી, આકાંક્ષા બાઇક પોતે ચલાવી લેશે એ વાત સાંભળીને એનાથી ઘણા પ્રભાવિત થાય છે. સ્વપ્નિલ આકાંક્ષાના લાયસન્સ વિશે પૂછપરછ કરી એને ચાવી સોંપે છે. બધા પોતપોતાના કામે નિકળી જાય છે. આકાંક્ષા બાઇક સ્ટાર્ટ કરે છે , અભી તેની પાછળ ગોઠવાય છે અને સવારી ચાલી અમદાવાદના રસ્તે.

એકદમ સ્મૂથ ડ્રાયવિંગ કરતી આકાંક્ષાનું ધ્યાન રસ્તા પર જ હોય છે. એની વાળની લટ્ટો અભીના ચહેરા પર અડે છે. અને એ વાળની રમત અભીને કોણ જાણે ગમતી હોય કે શું એ વાળ પોતાના ચહેરા પરથી હટાવતો નથી. વચ્ચે વચ્ચે આકાંક્ષા એને નોટિસ કરતી હોય છે એ વાત થી બેખબર અભી મિરરમાં એનો ચેહરો જોઈ લેતો હોય છે. અભી એ ક્ષણોને માણતો જ હોય છે ત્યાં તો જોરથી બ્રેક લાગે છે અને અભીનો હાથ આકાંક્ષાનો ખભ્ભો પકડી લે છે. પણ પછી ક્ષોભ સાથે સોરી સોરી કરીને થોડો પાછળ ખસી જાય છે.

અભીના આમ અચાનક સ્પર્શથી આકાંક્ષાના શરીરમાં મીઠી ઝણઝણાટી વ્યાપે છે. પળવારમાં મનમાં કઈ ના સમજાય એવા ભાવ આવે છે પણ પોતાને સંભાળતા એ બોલે છે, "ઓહ! રિલેક્સ અભી don't be sorry. હવે બોલ કઈ બાજુ લઉં બાઇક?"

"ડાબી તરફ લઇ લે. અમદાવાદની બેસ્ટ ગિફ્ટ શોપ છે. આખરે મારી બેસ્ટીનો બર્થડે છે તો ગિફ્ટ પણ બેસ્ટ જ લેવી પડશે ને !? બાકી એકવાત તો માનવી પડે આકાંક્ષા , તું બાઇક મસ્ત ચલાવે છે.", વાત કરવા માટે અભી પાછો થોડો આગળ ખસીને બોલે છે.

આકાંક્ષા એક નાનકડા સ્મિત સાથે આભાર કહે છે.

બંને શોપ પર પહોંચે છે. એક મસ્ત ક્રિસ્ટલ જોઈ અભી તરત બોલ્યો, "સોમીને આ બહુ ગમશે, હું એને સારી રીતે ઓળખું."

આકાંક્ષા કટાક્ષના ટોનમાં બોલી," તારી બેસ્ટી માટે શું લેવું એ તને જ ખબર હોય ને ? અમે તો કોઈના બેસ્ટી છીએ જ નહિ, તો ક્યાંથી ખબર હોય ? "

"કેમ તું મારી બેસ્ટી નથી ? ", અભી આકાંક્ષાની સામે જોઇને પૂછે છે.

આકાંક્ષા હરખાતી આંખે બોલે છે," ખરેખર..!? હું પણ એટલી જ નજીક છું જેટલી સોમી ?"

અભી મનોમન બબડે છે કે, " કદાચ તો એનાથી પણ વધુ. હું જ કંઇ નક્કી નથી કરી શકતો." પછી પાછો ગીફ્ટ લેવામાં પોતાનું ધ્યાન પરોવે છે.

અભી ક્રિસ્ટલ લેવાનો આઈડિયા આપે છે જે આકાંક્ષા રીજેક્ટ કરે છે અને બોલે છે, "તમને છોકરાઓને ક્યારે સમજાશે કે છોકરીઓને શું જોઈતું હોય છે! આવી ગિફ્ટ છોકરીઓને ના ગમે. તારી ગર્લફ્રેન્ડને આવી ગિફ્ટ ના આપતો."

"એમ! તો મારી ગર્લફ્રેન્ડને શુ ગમશે? એય કહી જ દો ને! ", અભી આકાંક્ષાની સામે જોઈને બોલ્યો.

"ઓહો! તો મિસ્ટરે ગર્લફ્રેન્ડ શોધી લીધી છે એમને?" આકાંક્ષા મજાક કરતી બોલી.

"ના,ના... એવું નહિ. બસ એક વખત દિલમાં રણકાર થઈ જાય એની રાહ જોવું છું.આપણે સીધુ પ્રપોઝ કરવામાં જ માનીએ.", અભી બોલ્યો.

આકાંક્ષા કઈ બોલે એ પહેલાં અભી એનો હાથ પકડીને ટેડીવાળા પાર્ટમાં લઇ ગયો. ત્યાં સામે રેક ઉપર મોટું, પિંક કલર નું Best Friend લખેલું ટેડી જોઈ બંને એક સાથે જ બોલી ઉઠે છે, " સૌમ્યા માટે આ જ બેસ્ટ છે..." અને પછી એકબીજાની સામું જોઈને ખડખડાટ હસી પડે છે. અભી જાણે એ હાસ્યમાં ખોવાઈ જ જાય છે...

" હા, તો આજ પેક કરાવી લઈએ બરાબરને?", આકાંક્ષા પૂછે છે.

સામેથી કોઈ જવાબ ના મળતાં આકાંક્ષા અભીની સામે જોવે છે ત્યારે એને એ ક્યાંક ખોવાયેલો લાગે છે. એ ચપટી વગાડીને અભીને શું થયું એ પૂછે છે. 

અભી સિફતાથી જવાબ ટાળી જાય છે અને વાત બદલવાના આશયથી પૂછે છે, "આ તમને છોકરીઓને આવા ટેડી કેમ બહુ ગમતા હશે એ મને તો આજ સુધી નથી સમજાતું !? "

"કોઈએ કીધું છે ને છોકરીઓને બહુ સમજવાની કોશિષ ન કરવી." કહી આકાંક્ષા જવાબ આપતા થોડું હસી દે છે.

અભી તો જાણે આકાંક્ષાની એક એક અદાઓ ઉપર મોહી જ રહ્યો હતો. થોડીવાર માં બંને એ મોટું ટેડી ગિફ્ટ પેક કરાવીને શોપમાંથી બહાર નીકળે છે.

અભી બહાર નીકળતા બોલ્યો, "હું બેગ તો શોપમાં જ ભૂલી ગયો. વેઇટ... લઈ આવું."

અભી બેગ લઈને આવ્યો ત્યાં સુધી આકાંક્ષા પાર્કિંગમાંથી બાઇક લઈ આવી ગઈ હતી. બંને ફરી બાઈક ઉપર ગોઠવાયા.

વળતી વખતે રસ્તામાં બન્ને મૌન હતા. અભીના મનમાં વિચારો ચાલી રહ્યા હતા. અભીનું મન કહેતું હતું કે કંઈક તો ખાસ છે આકાંક્ષામાં ! બસ એવું લાગે જાણે એની જોડે જ રહું.. એની જોડે વાતો જ કર્યા કરું ને એ પેલું સ્મિત બસ વેર્યા જ કરે.

અજીબ અહેસાસ કેવો ઉભરાય છે?
તું ને તારી વાતોથી કેમ દિલ ભરાય છે?