(ગતાંક થી શરુ)
"વિશાલ!! કેટલી વાર છે? આઈ એમ વેઇટિંગ ફોર કોફી..."
"સૉરી મીરા!!! આવું છું..."
"સારી કોફી બની છે... કોના પાસે થી શીખ્યો?"
જૂનાં વિચારો માં ખોવાયેલો વિશાલ સાંભળી નથી રહ્યો કે મીરા આજે તેના વખાણ કરી રહી છે. ઘણા ટાઈમ એ મીરા અને વિશાલ બંને એકબીજા ની બાજુ માં હોવા છતાં બીજી જગ્યા એ ખોવાયેલા હોય છે...
"મીરા! તારે રિપોર્ટ કરવા નો છે તું રેડી થઇ જા ચાલ જઈ આવી એ... અને હવે અત્યારે કેવું ફીલ થઇ રહ્યું છે?"
"હવે સારુ લાગે છે... ફ્રેશ ફીલ થાય છે... હું રેડી થઇ જાવ છું..."
--- રિપોર્ટ કરાવ્યા પછી...
"વિશાલ ભાઈ કાલે સવારે રિપોર્ટ લઇ જજો... અત્યારે હવે અમારે લેબોરેટરી બંધ કરવા નો ટાઈમ થઇ ગયો છે..."
"ઠીક છે... ડૉક્ટર"
--- "મીરા કાલે અહીં થી આપણે રિપોર્ટ કલેક્ટ કરવા નો છે.. ચાલ બાર કઇ સાદું જમી ને ઘરે જઈસુ... એટલે તારે આરામ થઇ જઈ..."
"હમમમ..."
--- બીજા દિવસે સવાર માં...
"મીરા ચાલો રેડી થઇ જા... રિપોર્ટ લઇ આવી એ ત્યાં થી ડૉક્ટર ને પણ મળી લેશુ..."
"હમમમ..."
બંને એક જ ઘર માં હોવા છતાં જાણે એકબીજા થી અલગ જ રહેતા હોય એ રીતે... અને જાણે બીજા બીજા વિચારો માં ખોવાયેલા વિશાલ અને મીરા જે થઇ રહ્યું છે એમાં કંઈક પોતાના થી શું ખોટું થઇ રહ્યું છે એ જ વિચારો માં છે...
"ચાલ વિશાલ હું રેડી થઇ ગઈ છું..."
"હા, ઠીક છે..."
---
રિપોર્ટ લઇ ને ડૉક્ટર પાસે જાય છે...
"હેલો ! ડૉક્ટર રાહુલ..."
" હેલો!! વિશાલ એન્ડ મીરા... હાઉ આર યુ મીરા? નાઉ ફીલિંગ્ ગુડ?"
"યસ, નાઉ ગુડ..."
"ડૉક્ટર! ધીસ ઇસ રિપોર્ટ..."
"યા, રાહુલ... લેટ મી ચેક... "
થોડા ટાઈમ રિપોર્ટ ચેક કર્યા બાદ...
"કોન્ગ્રેચ્યુલેશન વિશાલ એન્ડ મીરા... રિપોર્ટ ઇઝ નોર્મલ એન્ડ અનધર થીંગ ઇઝ યુ વિલ બી પેરેન્ટ્સ... મીરા ઇઝ પ્રેગ્નન્ટ..."
"ઓહહ... ધેટ્સ ગ્રેટ ન્યુઝ... ડૉક્ટર..."
એકબીજા ના સાથે પણ એક બીજા થી દૂર... એ પરિસ્થિતિ માં... ખુશી વ્યક્ત કરે કે દુઃખ... એ જ વિચાર આવતો નથી... બંને ને એકબીજા નો વાંક કાઢવો જોઈએ કે બધું ભુલાવી ને નવા આવનારા મહેમાન નું સ્વાગત કરવું જોઈએ... એ જ વિચારો માં... ઘરે પહોંચી જાય છે...
"વિશાલ... આજે સાંજે મારે એક મારી ફ્રેન્ડ ને મળવા જવા નું છે... તારો શું પ્લાન છે?"
"કઇ ખાસ નથી... બસ હું ઓફિસ જતો રહીશ તો..."
"ઠીક છે... તું રીટર્ન ક્યારે થઈસ?"
"8 આસપાસ..."
"ઠીક છે..."
સાંજ સુધી પોતાના વિચારો માં ખોવાયેલા બંને જાણે એકબીજા સાથે કઇ વાત કરવા માંગતા હોય અને અંદર થી કોઈ વસ્તુ નો ડર જાણે બંને ને રોકતો હોય ને એકબીજા સાથે વાત કર્યા વગર જ...
"વિશાલ!! ચાલ હું નિકળું છું... મારી ફ્રેન્ડ ને મળવા જાવ છું... તું આવીશ એના પહેલા આવી જઈશ..."
"ઠીક છે... હું પણ નિકળું છું..."
--- વિશાલ પોતાના વિચારો માં ખોવાયેલો ઓફિસ પહોંચે છે... ત્યાં...
"હેલો! સર..."
"હેલો! રીટા... બોલો કઇ કામ હતું?"
"હા, સર આજે મારે બાર કામ છે તો તમે પરમિશન આપો તો હું થોડા વહેલા નીકળી જાવ..."
"હા, ઠીક છે... તમે જઈ શકો છો..."
વિશાલ ઓફિસ માં જઈ ને જુએ છે તો તેની એક ફાઈલ મિસિંગ લાગે છે... એ ચેક કરવા માટે સીસીટીવી કેમેરા ચેક કરવા બેસે છે... ત્યાં તેને મીરા આગલા દિવસે આવી એવુ જોવા મળે છે... જેણે રીટા સાથે વાત કરેલી હોય છે... પણ રીટા એ તો કઇ જ કહ્યું નથી હોતું... એટલે...
"(ફોન પર) હેલો! રીટા, પ્લીઝ કમ ઈન મય ઓફિસ... આઈ હેવ વર્ક..."
"ઓકે.. સર! આઈ એમ કમિંગ..."
ફરીથી વિશાલ પોતાના વિચારો માં ખોવાય જાય છે કે મીરા અહીં આવી છતાં મને રીટા એ પણ વાત નથી કરી અને આ બધું શું થઇ રહ્યું છે એવુ વિચારતો હશે ત્યાં...
"યસ,સર!"
"મીરા! અહીં આવી હતી... તો કેમ કહ્યું નહીં? તારી સાથે તેની વાત પણ થયેલી છે... મને ઇન્ફોર્મ કેમ ના કર્યું?"
"હા, સર! એ મીરા મૅડમ એ જ મને ના પાડી હતી... એટલે..."
"ઠીક છે... શું કામ આવી હતી?"
"મૅડમ તમારા માટે ટિફિન લઇ ને આવ્યા હતાં... એ કહેતા હતાં કે, આજે લંચ તમારા સાથે કરશે પણ તમે ઓફિસ માં ન હતાં... સો એ જતા રહ્યા..."
"ઠીક છે... તું જઈ શકે છે..."
"ઓકે, સર!! મારે બાર જવા નું છે... હું નિકળું છું..."
પાછો વિશાલ પોતાના માં ખોવાય જાય છે... વિચારે છે કે મીરા મારાં માટે કેટલું કરી રહી છે... અને જે રાજન નું છે એ તો હું બધું ભુલાવી શકું છું... મીરા જો હવે મારી થવા માંગતી હોય તો હું જ પીછેહઠ કરી રહ્યો છું... આજે મારે મીરા ને બધી રીતે માફ કરી ને નવા જીવન ની શરૂઆત કરવી છે... મીરા સાથે બધાં સંબંધ પહેલે થી શરુ કરવા છે... આજે હું મીરા પહેલા જ ઘરે પહોંચી ને સરપ્રાઈઝ આપીશ... અને અમારા આવનારા બેબી ને પણ હું બહું સારી રીતે સાચવવા માંગુ છું... જ્યાં સુધી બેબી ના આવી જાય ત્યાં સુધી મીરા ને પણ કઇ કામ કરવા દેવું નથી... બહું જ ખ્યાલ રાખવો છે મારે તેનો... આવા જ વિચારો સાથે વિશાલ પોતાની ઓફિસ થી નીકળે છે...
"રીટા! હજુ તમે ગયા નથી? બાર જવા નું હતું ને આજે કામ છોડી દયો અને તમારે જે કામ છે તે પૂરું કરી લ્યો... ઓફિસ નું કામ કાલે આવી ને કરજો... હું પણ નિકળું છું..."
"ઠીક છે, સર! (મન માં) આજે કંઈક ખાસ લાગે છે... બહું જ ખુશ દેખાય છે સર તો... આટલા તો સારા ઓર્ડર મળે તો પણ ખુશ થતા નથી..."
વિશાલ પોતાના વિચારો માં જ ખોવાયેલો હોય છે... રસ્તામાં થી ગુલાબ લે છે.. જે મીરા ને ખૂબ જ ગમતું હોય છે સાથે સેલિબ્રશન માટે કેક પણ લઇ લે છે... દુકાન ની બહાર નીકળે છે ત્યાં... સામે મીરા ને રાજન સાથે રેસ્ટોરેન્ટ માં જુએ છે...અત્યારે હવે વિશાલ થી રેવાતું જ નથી...
(મન માં)"શું કરી રહી છે?મીરા! આજે હવે હું તેને પૂછી ને જ રહીશ કે, ચાલી શું રહ્યું છે બધું? જોબ મુક્યા પછી પણ રિલેશન... એ પાછા તેના મતલબ વગર... (ફોન પર) હેલો! મીરા કઇ જગ્યા એ છે તું?"
"મેં કહ્યું હતું ને, વિશાલ!! હું મારી ફ્રેન્ડ ને મળવા આવી છું..."
"કઇ ફ્રેન્ડ ને?"
"છે એક તું તેને નહીં ઓળખતો..."
વાત કરતા કરતા જ વિશાલ રેસ્ટોરેન્ટ માં દાખલ થાય છે... વિશાલ ને સામે જોઈ ને મીરા ડરી જાય છે...
(વધૂ આવતા અંકે)