(ગતાંક થી શરુ)
(સાંજે ૭વાગ્યે) ઘરે કાંઈ જમ્યા વિના, વિશાલ ના વિચારો માં ખોવાયેલી મીરા જે કાંઈ પણ થઇ રહ્યું છે એમાં પોતાનો શો વાંક છે એમાં ઘૂંટાય છે ત્યાં...
ઘર ની બેલ વાગે છે... અને બાર થી અવાજ આવે છે...
મીરા પોતાના માં જ જાણે ખોવાયેલી રહેવા માંગતી હોય એ આસપાસ શુ થઇ રહ્યું છે એ જાણતી નથી અથવા જાણવા માંગતી ના હોય એ રીતે કાંઈ જ પ્રત્યુત્તર આપતી નથી...
ફરીથી બેલ વાગે છે... અને અવાજ આવે છે...મીરા!!!
મીરા ડોર ઓપન કરે છે...
"શું કરી રહી હતી મીરા? હું ક્યાર નો બેલ વગાડી રહ્યો હતો!"
"તું અત્યાર માં આવી ગયો!"
"હા, મેં તને આજે કહ્યું હતું ને હું ટ્રાઈ કરીશ જેટલું વહેલું આવી શકું તારા માટે આવી જઈશ."
"હમમમ!!"
"કેમ કાંઈ થયુ છે? આ રીતે પોતાના માં કાંઈ ખોવાયેલી લાગે છે!!"
"નહીં એમ જ..."
"ઠીક છે. કાંઈ પ્રોબ્લેમ હોય તો કે... આપણે સોલ્વ કરીશુ."
"ના - ના એમ જ થોડું માથું દુખે છે!"
"ઠીક છે. ચાલ આપણે ક્યાંક બાર ફરી આવી એ! મજા આવશે ઘણા ટાઈમ એ મને આજે ફ્રી તારા સાથે બહાર જવા નો મોકો મળ્યો છે!"
"ના - ના મને બહું જ માથું દુખે છે."
"ઠીક છે, ચાલ માથું દબાવી આપું!!"
"ના - ના થઇ જશે ઠીક. તું ચિંતા નહીં કર."
"તો ચાલ આપણે બહાર જઈ આવી એ મજા આવશે. આજે મને ઘણા ટાઈમ એ તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા નો મોકો મળ્યો છે. આજે હું એક દમ ફ્રેશ ફીલ કરું છું. આજે તારા સાથે વાત કરવાનું પણ બહું જ મન થાય છે. ચાલ.. ચાલ.."
"(મન માં) હા, થાય જ ને માઈન્ડ ફ્રેશ. મારી સાથે હોય છે ત્યારે પણ માઈન્ડ માં તો વિશાખા જ હોય છે. ખોટું કેટલું સરળતા થી બોલી લે છે. લાગતું નથી કે તું એ જ વિશાલ છે જેને મેં પ્રેમ કર્યો. કંઈક ખોટું થઇ રહ્યું છે વિશાલ જે તું મને જણાવી નથી રહ્યો અને સામે થી હું જ્યાં સુધી બનશે પૂછીશ પણ નહીં તારી બધી વાત માં હા એ હા જ કરીશ."
"શુ વિચારે છે? મીરા!! ચાલ... બહું ભાવ ખાય છે હા આજે... ચાલ ચાલ મારાં પર ટ્રસ્ટ કર મજા આવશે. બાર જઈસુ ફરીસું સાંજે ડિનર અને આઈસક્રીમ ખાઈ ને રીટર્ન."
"(મન માં) ટ્રસ્ટ!! કાંઈ વાત નો ટ્રસ્ટ? જે તું ખોટું બોલી રહ્યો છે એનો ટ્રસ્ટ કે જે મને સાચું છે જ નહીં એવુ માની ને ટ્રસ્ટ કરું... શુ બોલે છે વિશાલ જરાં તો સાચું બોલ... લગ્ન ના ચાર ફેરા ફર્યા ત્યારે જે પ્રોમિસ કર્યા હતાં એનું તો કંઈક રાખ."
"શું વિચારે છે? મીરા!! બહું કર્યું હો આજે તે. હું સ્પેશિયલ તારા માટે જ આવ્યો છું."
"હા, ઠીક છે ચાલ... કાંઈ જગ્યા એ જઈસુ?"
"તારા ફેવરિટ પ્લેસ પર જ હોય ને ગાંડી!!"
"અચ્છા! કયું ફેવરિટ પ્લેસ?"
એમ બોલતા ની સાથે જ મીરા ને ચક્કર આવે છે અને પડી જાય છે.
"મીરા !!! શું થયું?? મીરા!! મીરા!!"
"(ફોન પર) હેલો! ડૉક્ટર, હું વિશાલ. મારી વાઈફ મીરા ને ચક્કર આવી ગયા અને પડી ગઈ છે. તમે પ્લીઝ જલ્દી ઘરે આવી ને ચેક કરી જાઓ."
"હા, ઠીક છે. હું થોડી વાર માં આવું છું."
"ડૉક્ટર રાહુલ", વિશાલ ના ફેમિલી ડૉક્ટર છે. છેલ્લા દશ વર્ષ થયાં એના સાથે જોડાયેલા છે. નાના મોટા બધાં પ્રોબ્લેમ માં રાહુલ હંમેશા સાથે રહે છે.
---
(ચેકીંગ પછી)
"ઈન્જેકશન આપી દીધું છે. હમણાં ઘણા ટાઈમ થયા જમ્યા ના હોય સરખી રીતે એવુ લાગે છે. બાકી રિપોર્ટ એક કરાવી લેજો બાર જે હું લખી દવ છું."
"ઠીક છે, ડૉક્ટર!"
"મીરા!! સૂતી રે... શુ થયુ? હમણાં જમતી નથી બરાબર!! ચક્કર આવી ગયા તને... પોતાનું ધ્યાન રાખતી જા. તને ખુદ માટે ટાઈમ નતો રહેતો એટલે તો મેં તને જોબ છોડવા નું કહ્યું. ત્યાર પછી તું સરખો પોતાનો પણ ખ્યાલ નથી રાખતી અને ઘર માં પણ તને વસ્તુ નું હમણાં ધ્યાન નથી રહેતું. હું મારાં કામ માં હોવ છું પણ શુ થાય શુ નહીં એ તો ખ્યાલ હોય જ. ધ્યાન રાખ બધું અને આ વસ્તુ હવે નહીં ચાલે."
"હા, હવે થી હું ધ્યાન રાખીશ. તું બહું ચિંતા નહીં કર. બધું સરખું કરી લઈશ. બધું સરખું થઇ જશે."
"હા, તું આરામ કર. (મન માં) શુ સરખું થઇ જશે મીરા? તું મને કહી નથી રહી જે તું મારાં સાથે કરી રહી છે. જે તારા મન માં ચાલી રાખ્યું છે એને કહેતા શીખ. જે હું ઈચ્છું છું કે તું મારાં સાથે એક દમ ક્લોઝ રે. જે તું કરી રહી છે બરાબર નથી."
"વિશાલ!! મારાં માટે કોફી બનાવી આપીશ?"
"હા, મીરા! કેમ નહીં? તું આરામ કર. હું હમણાં આવું બનાવી ને..."
"(કોફી બનાવતા બનાવતા મન માં) મીરા! હું તને ખૂબ જ ચાહું છું પણ તું જે કરી રહી છે અને કહેતી નથી એ મને ગમતું નથી. ચાર મહિના પહેલા જયારે તે જોબ કરવા ની સ્ટાર્ટ કરી ત્યારે મેં તને બધી જ વાત માં ખૂબ જ સપોર્ટ કરેલો, પણ ત્યારે તે..."
(વધુ આવતા અંકે)