"વિશાલ!! શું વાત છે? ઘડિયાળ માં જો કેટલા વાગ્યાં છે? "
"મીરા! હું થાકી ગયો છું. મને ઊંઘ આવે છે."
"વિશાલ!! મને આજે જવાબ જોઈ છે તારા પાસે."
"શેનો જવાબ જોઈ છે? મીરા!"
"તું જોઈ જ રહ્યો છે, ઘડિયાળ માં રાત ના બે વાગ્યાં છે, હજુ સુધી તું ક્યાં હતો?"
"મીરા! મેં તને પહેલા જ કહેલું કે, તું મને મારાં કામ માં કે કામ ના ટાઈમ માં કહીશ એ મને નહીં ગમે."
"વિશાલ! હું તારી વાઈફ છું. બધી વસ્તુ જાણવા નો અધિકાર છે મને એટલું યાદ રાખજે."
"મીરા! કાલે વાત કરીએ. સુઈ જા. તું ગુસ્સા માં છે."
"વિશાલ! છેલ્લા બે મહિના થી જોઈ રહી છું, તું બદલાય ગયો છે. ઓફિસ જલ્દી જતો રહે છે. મોડો આવે છે. બસ આજે મને તારા પાસે જવાબ જોઈ જ છે કે બાર કરે છે શું? તું એક જ આખી દુનિયા માં બિઝનેસ નથી કરી રહ્યો. બધાં પોતાના કામ કરતા હોય છે અને સાથે પત્ની ની સંભાળ પણ રાખે જ છે. બધાં ને ટાઈમ આપે જ છે. તારું એવુ શું કામ છે કે એવો કેવો બિઝનેસ છે કે, તું રાત ના કરે છે અને હું તને એના વિશે પૂછી પણ ના શકું? "
"મીરા! હું કઇ ખોટું નથી કરી રહ્યો. મને સમજવા નો પ્રયત્ન કર. તું શાંતિ થી સુઈ જા. બહું જ ગુસ્સે છે તું. કાલે શાંતિ થી વાત કરી એ."
"વિશાલ! આ એક જ મહિનો આ રીતે રહીશ. આવું ને આવું ચાલતું રહ્યું તો હું જતી રહીશ."
"મીરા! સૉરી જે થાય છે એ હું તને નહીં સમજાવી શકું અત્યારે. સમજવા નો પ્રયત્ન કર. સુઈ જા પ્લીઝ."
"ઠીક છે. પણ વિશાલ! આ છેલ્લી વાર તને જવા દઉં છું. હવે હું નહીં સહન કરું."
"હા, મીરા બધું ઠીક થઇ જશે. તું સુઈ જા અત્યારે."
ઉગતા પહોર માં... સુતેલી કામણગારી આંખો, પાતળી કમર, ગોરો ચહેરો જાણે સુતા સુતા પણ ગુસ્સે થયેલી હોય એ રીતે વિશાલ મીરા ને નિહાળી રહ્યો હતો. જાણે પોતાના મન માં કંઈક ચાલતું હોય અને કઇ કહી ના શકતો હોય કે સહન પણ ના કરી શકતો હોય એ રીતે વિચારી રહ્યો હતો.
"આ શું કરે છે વિશાલ?"
"કઈ નહીં બસ બેઠો છું."
"હા, પણ આ રીતે શુ જુએ છે મારાં સામે? "
"કઈ નહીં એમ જ કે તું કેટલી સુંદર છે!! અને હું..."
"વિશાલ! મેં તારા સાથે લગ્ન કર્યા છે એમ ને એમ જ કઈ વિચાર્યા વગર તો નહીં જ કર્યા હોય ને!"
"ઠીક છે એ બધું છોડી દે. બે મહિના થી મોડો આવું છું એના માટે દિલ થી સૉરી. બને એટલી ટ્રાઈ કરીશ કે, હું વહેલો આવી શકું."
"સાચે જ?"
"હા, મીરા! હું તારા સાથે ખોટું નથી કરી રહ્યો. મારે કામ વધી ગયું છે. એટલે હું તને ટાઈમ નથી આપી શકતો. હું માત્ર તને જ ચાહું છું."
"ઇટ્સ ઓકે વિશાલ. હું સમજુ છું કે, તું કામ કરવા માં અને બિઝનેસ સાંભળવા માં એકલો છે. હું મારાં રીતે સંભાળી લઈશ. હવે તારા સામે જીદ નહીં કરું. સૉરી! કાલ ના ગુસ્સા માટે. "
"થૅન્ક્સ! મને સમજવા માટે. ચાલ મારે ઓફિસ જવા માં મોડું થાય છે."
"હા, હું તારું ટિફિન બનાવી આપું છું."
"ના, ખાલી તું મને નાસ્તો બનાવી આપ આજે મારે મિટિંગ છે ત્યાં મારે જમવું પડશે. તું ટાઈમ એ જમી લેજે. છેલ્લી વાર ની જેમ જયારે હું ટિફિન નહતો લઇ ગયો ત્યારે જમી નહતી એ રીતે ના કરજે."
"ઠીક છે, જમી લઈશ. તું પણ ટાઈમ એ જમી લેજે."
"હા, મારે મિટિંગ છે એ પુરી થશે એટલે જમી લઈશ. તું ચિંતા ના કરજે અને બપોરે મને આજે કોલ ના કરજે મિટિંગ માં હસુ ત્યાં વાત નહીં થાય. હું જમી જ લઈશ. 6 મહિના થયા મૅરેજ થયા તું ભૂલી નથી મને રોજ કોલ કરવા નું કે જમ્યા કે નહીં. થૅન્ક્સ કૅર કરવા માટે."
"હા, ઠીક છે."
"શું બનાવે છે આજે નાસ્તા માં? "
"તારું ફેવરિટ!!"
"શું? વળી ફેવરિટ!!"
"બસ! હા, વિશાલ તને ખુદ ની ના ખબર હોય એ થોડું બને?"
"પાગલ! મજાક કરું છું. તે આજે પૌવા બનાવ્યા છે."
"વિશાલ! મેં પૌવા નથી બનાવ્યા. કારણ કે, તે છેલ્લી વાર જોયા ત્યારે ગુસ્સે થઇ ગયો હતો જે તને નથી ભાવતા."
"ઓહ! હા, હું ભૂલી ગયો, પેલા બહું જ ખાતો એટલે."
"વિશાલ! મગજ ક્યાં છે તારું? તે કોઈ દિવસ નથી ચાખ્યા. તું દરવખતે ગુસ્સે થાય છે જયારે બનાવું છું ત્યારે."
"હા, હું મજાક કરી રહ્યો છું. તે ઈડલી સંભાર બનાવ્યા છે ને !! સુગંધ સરસ આવી રહી છે."
"વિશાલ! તારું મગજ ક્યાંક ફરે છે આજે. શું વિચારે છે કે?"
"કઈ જ નહીં."
"તારો મોબાઈલ જો કોઈ નો ફોન આવી રહ્યો છે. વેઇટ હું લઇ આવું છું."
"ના - ના હું લઇ આવું છું તું તારું વર્ક કર."
(ફોન પર)"કેમ અત્યારે કોલ કર્યો? હું ઘરે છું. જો કઈ ખબર પડશે તો બંને પ્રોબ્લેમ માં મુકાય જાસુ. હવે ફોન મૂકી દે."
(વધુ આવતા અંકે)