(ગતાંક થી શરુ)
(ચાર મહિના પહેલા)
"વિશાલ! મારે એક વાત કહેવી છે."
"હા, બોલ ને મીરુ!!"
"હું ઘર માં એકલી બઉ બોર થઇ જાવ છું. હું તારા જેટલું તો નથી ભણેલી પણ મને જોબ કરવા ની ઈચ્છા છે બહું જ. એક જગ્યા એ મેં રિઝ્યુમ પણ આપ્યું છે."
"ઠીક છે મીરા! તને જે ગમે તે કર. તારે મને પૂછવાની જરૂરત નથી. પણ એટલું ધ્યાન રાખજે કે, તારા હેલ્થ ને ઇસ્યુ ના થવો જોઈ."
"હા! વિશુ... તું ટેન્શન ના લે, એમાં કાંઈ પ્રોબ્લેમ નહીં થાય."
(થોડા દિવસો પછી)
"વિશુ! મને જોબ મળી ગઈ. 10,000/- સેલેરી. 10am to 7pm."
"બહું જ સરસ મીરુ. હું તારા માટે ખૂબ જ ખુશ છું."
(જોબ ના થોડા દિવસો પછી)
"કેવી ચાલે છે જોબ? મીરુ!!"
"મસ્ત... બહું સારો સ્ટાફ છે. બધાં બહું જ કૅર કરે છે. ના આવડતુ હોય એ બધું શીખવે છે."
"સારુ! સારુ! હું બહું ખુશ છું કે, તને આટલી સરસ જોબ મળી છે."
"હમમમ... અને એક વાત કહેતા તો ભૂલી જ ગઈ કે, ત્યાં મારો એક સારો મિત્ર પણ બની ગયો છે. જેનું નામ રાજન છે. ત્યાં એ ઘણા વર્ષ થયાં જોબ કરે છે. એ જ બધું મને શીખવે છે."
"રાજન", મીરા ની ઓફિસ માં છેલ્લા દશ વર્ષ થયાં જોબ કરતો હોય છે. ઘણા ટાઈમ થયા જાણે કોઈ સારા પાત્ર ની રાહ જોતો... અહીં પોતાના માતા સાથે શહેર માં એકલો રહેતો હોય છે... પિતા તો ત્રણ વર્ષનો હોય ને છોડી ને બીજા દેશ જતા રહ્યા હોય છે...
"સારુ! કોઈ ફ્રેન્ડ તો હોવું જ જોઈએ કે જેના સાથે તમે કામ કરતા - કરતા પણ વાત કરી શકો જેને તમે બધું પૂછી શકો. કામ માં પણ સારી હેલ્પ મળી જશે એમના તરફ થી બહું સારી."
"હા, એન્ડ અલ્સો થૅન્ક્સ તો યુ... તે પણ મને ખૂબ સપોર્ટ કર્યો છે."
"પાગલ !! હસબન્ડ છું. હું સપોર્ટ નહીં આપું તો કોણ આપશે? ચાલ એ બધું છોડ કાલ થી હું તને તેડવાં આવીશ. આપણે બંને સાથે જ જઈસુ અને સાથે આવી જઈસુ. હું પણ મારો ટાઈમ બદલી નાખીસ તો પણ ચાલશે. એટલે આપણે એકબીજા સાથે સારો ટાઈમ સ્પેન્ડ કરી શકીએ."
"હા, ઠીક છે. તારી વાત સાચી છે. એમાં આપણે એક બીજા ને ટાઈમ જ નથી આપી સકતા."
થોડા ટાઈમ એ જ રીતે એક બીજા ને ટાઈમ આપતા અને એક બીજા માં ખોવાયેલા વિશાલ અને મીરા ના જીવન માં અચાનક થી થોડા દિવસ માં...
"(ફોન પર) વિશાલ! મારે આજે ઓફિસ થોડું કામ છે. મારે મોડું થશે તું જતો રેજે ઘર પર એકલો..."
"ઠીક છે. મીરા!"
એ જ દિવસે રાજન મીરા ને ઘરે બહું જ મોડું થયું હોવા થી મુકવા આવે છે... એ જોઈ ને વિશાલ...
"મીરા!! કેમ બહું મોડું થઇ ગયું?"
"આજે બહું જ કામ હતું... બહું થાકી ગઈ છું વિશાલ... આજે બાર ડિનર કરી લઇ એ? "
"ઠીક છે. એમાં કોઈ વાંધો નથી મીરા. પણ તું પોતાનું ધ્યાન રાખ હમણાં તારે બહું જ મોડું થઇ જાય છે. ઓફિસ નો ટાઈમ એમ્પ્લોય માટે ફિક્સ હોય... તું ખોટું લોડિંગ ના લે..."
"હા, વિશાલ હું સમજુ છું. મારી આ પહેલી જોબ છે તો થોડું તો લોડ લેવો પડશે ને ડીઅર..."
"હા. ચાલ જમી આવી એ બહાર... અને કાલ થી કહી દેજે કે મારાં થી એટલું કામ નથી થતું..."
"હા, ઠીક છે... કહી દઈશ..."
(જમવા જાય છે ત્યાં...)
"મીરા!! આટલા મેસેજ કોના આવી રહ્યા છે તારા મોબાઈલ માં??"
"ઓહહ... આ તો રાજન ના છે... વેઇટ હું જોઈ લવ..."
"મીરા! ઓફિસ ના ક્લાઈન્ટ ને ઓફિસ પૂરતા રાખવા ના હોય... તને એમ પણ ટાઈમ નથી મળતો મારી સાથે તું વાત કરી શકે એવો... તો પછી અહીં તું મોબાઈલ છોડી દે.."
"હા, ઠીક છે પતિ દેવ... જેમ તમે કહો તેમ..."
થોડા દિવસ આમ જ ચાલતું હોય છે... એક દિવસ પાછો રાજન ઘરે મુકવા આવે છે મીરા ને એ જોઈ ને... વિશાલ...
"મીરા શું છે આ બધું? રેગ્યુલર લેઇટ? જોબ માં હાલ્ફ ડે કરી નાખ તું... આ બધું વધી રહ્યું છે..."
"શું કહેવા માંગે છે? વિશાલ !! શું કામ હાલ્ફ ડે કરું? તું પણ ફુલ ડે બહાર રેતો ત્યારે હું કાંઈ કહેતી તને? તો શું કામ કહે છે?"
"કાંઈ વાંધો નહીં... તને ખરાબ લાગ્યું હોય તો સૉરી... હવે નહીં કહું..."
"હું કાલ થી હાલ્ફ ડે કરી નાખીસ તું ચિંતા નહીં કર... એમ પણ મારો લોડ વધી ગયો છે... "
"ઠીક છે... હું તને તારા કરિયર માં રોકવા નથી માગતો..."
બીજા દિવસ થી જ હાલ્ફ ડે કરી નાખતી મીરા... અને વિશાલ નો મીરા પ્રત્યે નો પ્રેમ... પણ એક દિવસ... ઓફિસ ટાઈમ પછી... મીરા ને બહાર રેસ્ટોરેન્ટ માં જોઈ ને...
"(ફોન પર) મીરા !! કઇ જગ્યા એ છે તું? "
"હું અત્યારે ઓફિસ માં છું વિશાલ... કામ માં છું પછી વાત કરું... "
"ઠીક છે,મીરા!"
ઘણા સવાલો સાથે આવેલો વિશાલ ઘરે પહોંચે છે ત્યાં...
"હેય ! વિશાલ મેં જોબ છોડી દીધી આજે... "
"કેમ? અચાનક!!"
"હા, એ બહુ કામ વધી જતું હતું એટલે..."
"ઠીક છે. જેમ તને ઠીક લાગે એમ... "
થોડા દિવસો પછી પાછો વિશાલ મીરા ને રાજન સાથે રેસ્ટોરેન્ટ માં જુએ છે પણ કઇ બોલતો નથી...
(વધુ આવતા અંકે)