(ગતાંક થી શરુ)
"કોનો ફોન હતો વિશાલ? "
"કઈ નહીં.. ઓફિસ થી હતો. આજે મિટિંગ છે એટલે."
"ઠીક છે. હવે યાદ આવ્યું કઈ કે નહીં?"
"શેનું?"
"અરે!! બ્રેકફાસ્ટ..."
"ઓહહ!!"
"બસ છોડ એ. તને નહીં યાદ આવે. સ્પેશ્યિલ ભાખરી બનાવી છે તારા માટે."
"ઓહહ! જલ્દી જલ્દી આપ ચાલ બહું જ ભૂખ લાગી છે."
---
"ચાલ હું નિકળું છું. ઓફિસ મિટિંગ છે મારે એ યાદ રાખજે કોલ ના કરજે અને હા, ટાઈમ એ જમી લેજે. બાય લવ યુ."
"(મન માં)આજે હું વિશાલ ને સરપ્રાઈઝ આપીશ, એ મિટિંગ માં થી આવ્યા પછી મારી સાથે જ લન્ચ કરશે. હું ઓફિસ માં આજે લન્ચ લઇ ને જઈશ."
"શુ વિચારે છે મીરા? હું નિકળું છું."
"ઓહહ!! હા, ઠીક છે. બાય."
---
વિશાલ ની ઓફિસ પેલા માળે. એક એક પગથિયું અને એક એક નવો વિચાર લઇ ને ચડતી મીરા વિશાલ ના સપના જોવે છે. હર એક નવા વિચાર સાથે નવું સપનું વિશાલ સાથે જોડાયેલું છે. આજે એ કાલના ગુસ્સા ને ભુલાવી ને નવી શરૂઆત કરવા માંગતી હોય છે ત્યાં...
"હેય! રીટા. હાઉ આર યુ? વ્હેર ઇઝ યોર સર?"
"રીટા", મીરા ની કોલેજ ફ્રેન્ડ અને વિશાલ ની ઓફિસ માં મેનેજર ની પોસ્ટ ઉપર કામ કરે છે. ડિવોર્સ લઇ લીધેલી રીટા જિંદગી ના મધદરિયા માં સાવ એકલી છે. માતા - પિતા ગામડે રહે છે. અહીં પોતે કમાવા માટે અને માતા - પિતા ને પૈસા ની મદદ કરી શકે એ માટે શહેર માં રહેવા માટે આવી છે.
"હેય! મીરા. ઘણા ટાઈમ એ આજે ઓફિસ માં? શુ વાત છે મૅડમ? તમે તો ભૂલા પડી ગયા... બાકી તો સર કહી કહી ને થાકે પણ તમે આવો નહીં હો..."
"હા, એ આજે હું વિશાલ માટે ટિફિન લાવી છું. એની સાથે લન્ચ કરીશ. એને સરપ્રાઈઝ આપવી છે મારે!! ક્યારે ફ્રી થશે મિટિંગ માંથી? "
"કઈ મિટિંગ?"
"આજે વિશાલ ને મિટિંગ છે ને એણે કહ્યું હતું કે, મારે આજે ઓફિસ માં મિટિંગ છે. જમી ત્યાં જ લઈશ મિટિંગ પુરી થાય ત્યારે!"
"ના, આજે તો કોઈ મિટિંગ નથી. ઇવન કે, આ મંથ માં કોઈ મિટિંગ નથી મને યાદ છે ત્યાં સુધી. કારણકે, લાસ્ટ મંથ જ એક સારો ઓર્ડર આવી ગયો છે અને એ જ કામ બધાં કરીએ છીએ. હું તો ત્યાં સુધી કહું છું કે, આવતા છ મહિના સુધી અમારે નવા ઓર્ડર ની જરૂર જ નથી અને હા, સર આવ્યા જ નથી આજે. એ તો વિશાખા સાથે બહાર જવા ના હતાં. આજ ના કલાઇન્ટ સાથે મારે મિટિંગ કરવા ની હતી. સર છેલ્લા એક મહિના થી કોઈ મિટિંગ હેન્ડલ કરતા નથી. હું જ બધું હેન્ડલ કરું છું. સર આવે છે ટિફિન પણ ઓફિસ માં જ મૂકી ને સાંજે છ થી આઠ માં બધું જોઈ ને આઠ વાગ્યે નીકળી જાય છે."
"વિશાખા" કોલૅજ ટાઈમ ની વિશાલ ની ગર્લફ્રેન્ડ!! દેખાવે મીરા થી પણ સુંદર. પોતાના કરિયર માં આગળ વધવા ની ચાહ માં વિશાલ સાથે ના પાડી દીધેલી મૅરેજ માટે અને મીરા સાથે વિશાલ એ મૅરેજ કર્યા.
"ઠીક છે! ચાલ હું નિકળું છું. સર ને ના ઇન્ફોર્મ કરજે કે હું આવી હતી.(મન માં) જ્યાર થી વિશાખા સાથે રિલેશન તૂટ્યા છે ત્યાર થી વિશાલ એ એક વખત પણ પૌવા ચાખ્યા નથી. કોલૅજ ના કેન્ટીન ના પૌવા ને હંમેશા યાદ કરતો હોય છે. હું જયારે બનાવું ત્યારે ગુસ્સે થઇ જાય છે અને કહે છે કે બીજી વાર ના બનાવજે. એના મન ની પરિસ્થિતિ જોઈ ને કે, વિશાલ ને કેન્ટીન, કેન્ટીનમાં કરેલ વિશાખા સાથે મસ્તી અને એની જોડે કરેલ હંમેશા બ્રેકફાસ્ટમાં "પૌવા" યાદ ના આવે એટલે તો હું બનાવતી નથી."
ઘણા ટાઈમ એ આવેલી મીરા ઓફિસ ને આજે પોતાના પતિ ની ઓફિસ નહીં પરંતુ ક્યાંક અજાણ્યા રસ્તે ગોટે ચડી ગઈ હોય લાઈફ માં કે ખોટું પગલું ભરી લીધું હોય એ વિચારતી નીચે ઉતરે છે. એક એક સીડી ઉતરતા જાણે એ કઈ જીંદગી નીચે ઉતરતી હોય એવુ લાગે છે. અંદર જાણે આભ ફાટ્યું હોય અને કોઈ ને કહી ના શકતી હોય એ રીતે...
(વધુ આવતા અંકે)