Pranay Saptarangi - 14 books and stories free download online pdf in Gujarati

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 14

પ્રણય સપ્તરંગી

પ્રકરણ - 14

સાગરનો ફોન આવ્યો અને સીમા સાગરનાં ઘરે આવી ગઇ. સાગર અને સીમા આજે કોઇક અલગ જ મૂડમાં હતાં. સીમા સાગરનાં ખોળામાં માથું મૂકીને ગીત ગણગણી રહી હતી. બહોત પ્યાર કરતે હૈ તુમકો સનમ, હમારી ગઝલ હે તસવ્વુર તુમ્હારા, તુમ્હારે બિના ના જીના હમારાં... તુઝે યુંહી ચાહેંગે જબ તક હૈ દમ… સાગર કી બાહોમે મોજે હૈ જીતની. હમકો ભી તુમસે મુહોબ્બત હૈ ઉતની.... કે એ બેકરારી ના હોગી કમ.... બહોત..... એ આગળ ગાવા ગઇ અને સાગરે એનાં હોઠ પર ચૂમી ભરી અને એણે ગાયું સીમા..... તેરી ઉમ્મિદ તેરા ઇન્તજાર કરતે હૈ તેરી ઉમિદ તેરા ઇશ્ક પર યકીન હૈ ..... એ સનમ હમ તો સિર્ફ તુમસે પ્યાર કરતે હૈ.... જાને મન હમારી જાન નિસાર કરતે હૈ.. એ સનમ હમ તો સિર્ફે તુમસે પ્યાર કરતે હૈ... સીમાએ સુર પુરાવી ગીત ગાઇ લીધું. સાગરે આ દીવાના પીક્ચર મને ખૂબ ગમેલું આપણે આ ડુએટથી ગીત ગાઇશું.

સીમા કહે હું આ ગીત ખાસ ગાઇશ. સાગરે કહ્યું ક્યું ? યે દીલ તુમ બીન કહી લગતા નહીં હમ ક્યા કરે ? ઓહો... સાગર કહે તો તો મારે એનો જવાબ આપવો પડશે. લૂટે દીલમે દીયા જલતા નહીં હમ ક્યા કરે ? પણ સીમા મારાં જવાબમાં ઉદાસી છે ના આપણે નથી ગાવું બીજું કોઇ સરસ ગાઇશું. આ નહીંજ ... સીમા કહે ઓકે ચાલ બીજું વિચારીયે સીમાએ તરત જ આહ કરીને કહ્યું " સાગર પેલું તાજ મહલનું જો વાદા કીયા વોહ નીભાના પડેગા... સાગર કહે ઓકે એ ચાલશે. હું વાદા નીભાવીશ કહી હસવા લાગ્યો.

સાગર કહે હું તને કહું એક ગીત ? સીમાએ સાગરના વાળની લટ સહેલાવતાં કહ્યું કહે ને મારાં રાજા.... સાગરે એને ગાલ પર ચૂમી ભરી સવાલ કરતાં કહ્યું " મુજે રાત દીન બસ મુજે ચાહતી હો કહો ના કહો મુજકો સબકુછ પતા હૈ હાં કરુ ક્યા મુજે તુમ બતાતી નહીં તો છુપાતી હો મુજસે તુમ્હારી ખતા હૈ... મુઝે દેખકે... સીમા ગીત સાંભળીને સાગરને વળગી ગઇ એટલી જોરથી ભીંસ દઇને વ્હાલ કર્યું કે સાગર ગીત ગાવાનું બંધ કરી પ્રેમ કરવા લાગ્યો. પછી ધીમે રહીને સીમાએ ગાયું... લા.... લા... લા... લા... તુમ્હેં નીંદ ના આયેગી મેરે બીના... મેરી જાં તુમ્હારા હી ચેહરા છુપા દે હાં મુઝે રાતદીન બસ તુજે ચાહતી હું... કહી બંન્ને જણા પલંગમાં વળગીને સૂઇ રહ્યાં.....

સાગર અને સીમા એ ગીત નક્કી કર્યા એ ફરી ફરી ગાવાં લાગ્યાં અને આરોહ અવરોહ મેળવવા લાગ્યાં. એકબીજાની આંખોમાં આંખો પરોવી પ્રેમ ઉભરાવતા ગાતાં રહ્યાં. બંન્ને ગાવાનો આનંદ માણી રહ્યાં. ગાતાં ગાતાં સરગમ મિલાવતાં સૂરોમાં એક થઇને જાણે એકમેકમાં પરોવાઇ રહ્યાં. સાગરે ગાયું. તુમહેં નીંદ નહીં આયેગી મેરે બીના આ ગવાતી કડીમાં ઓતપ્રોત થઇ સીમાની આંખોમાંથી આંસુ વહી રહ્યાં. એ ગાતાં ગાતાં હીબકે ચઢી ગઇ. સાગર એ ગાવાનું બંધ કરીને સીમાને બાહોમાં લીધી. એની આંખો ચૂમી લીધી.

સાગરે કહ્યું "શું થયું સીમા કેમ આમ ? કેમ તું આટલી લાગણીશીલ થઇને રડી પડી ? સીમાએ સાગરની છાતીમાં મોં છૂપાવી કહ્યું "ખબર નથી ગઇ કાલથી મારી નીંદર જ ગાયબ છે નથી નીંદર આવતી નથી ચેન પડતું બસ હરપળ તારી યાદ આવે છે હવે પ્રેમ એટલો થઇ ગયો છે કે તારાં વિના નીંદર પણ નથી આવતી. તે ગાયું અને સીધું દીલ પર લાગ્યું એટલે રડી પડાયું. સાગરે એને પોતાની છાતી સરસી ચાપી અને પ્રેમ કરવા લાગ્યો.

ઘણો સમય બંન્ને જણાં એમજ પડી રહ્યાં અને પછી સાગરે હળવેથી ચૂમી ભરીને કહ્યું "એય મીઠી આગળ કઇ ગઝલ ચલ નક્કી કરી લઇએ આજે આ નક્કી કરવા બેઠાં છીએ. તો. કામ પુરુ કરીએ. સીમા સાગરની આંખોમાં જોઇ રહી અને વ્હાલથી ઉછળતો પ્રેમ સાગર ને જોઇ ફરી વળગી ગઇ. બંન્ને જણાં ફરીથી વ્હાલની બચ્ચીઓ ભરતાં પ્રેમ કરવાં લાગ્યાં પણ સાગરે સીમાને કહ્યું "ચાલ મને સરસ ગઝલ યાદ આવી ગઇ જો સાંભળ આ…આપ કે હસીન રૂખ પે આજ નયા નૂર હૈ મેરા દીલ મચલ ગયા તો મેરા ક્યા કસૂર હૈ... આપકી નિગાહને કહાતો કુછ જરૂર હૈ મેરાં દીલ મચલ ગયા તો ક્યા કસૂર હૈ....

સીમાએ સાગરને શાંતિ થી ગાવા દીધો. સાગર ગાઇ રહ્યો હતો ધીમે ધીમે ગાવામાં પરોવાઇ રહેલો..... એણે સીમા તરફ પ્રેમથી નજર કરી પાછો ગાવા લાગ્યો છેલ્લી કડી ગાઇ.... જહાં જહાં પડે કદમ વહાં ફીઝા બદલ ગઇ.... હૈ જૈસે સબ ખબર આપ હી મેં ઢલ ગઇ કીસી મેં યે કશીશ .... કહાં જો આપમેં હુજુર હૈ... મેરા દીલ મચલ ગયા તો મેરા ક્યા કસૂર હૈ. આપકે હસીન રુખપે આ ગયા નૂર હૈ મૈરા ક્યા કસૂર હૈ.......

સીમા સાગરની સામે પ્રેમથી જોયાં કરતી હતી અને ગીત સાંભળ્યા કરતી હતી અને ગીત ગાતા સાગર પ્રેમ પરોસી રહેલો એ માણી રહી હતી. ગીત પુરુ કરી સાગરે કહ્યું "સીમા ઘરે ફોન કરીને કહી દે કે તું આજે અહીં જમીને પછી જ ઘરે આવશે તારી ચિંતા ના કરે. સીમાએ આશ્ચર્યથી કહ્યું " કેમ અચાનક આમ નક્કી કરે શું થયું ? સાગરે કહ્યું "આજે ઘણાં દિવસે આવો મૂડ આવ્યો છે આપણે ગીતો ગાઇશું. કંઇક લખીશું કાર્યક્રમ માટે જે હું લખીશ - સરપ્રાઇઝ ગીફટ અને આજનો પ્રેમનો માહોલ માણીશું પ્લીઝ ફોન કરી દે આંટીને......

સીમા કહે ઓકે બોસ જેવો હુકુમ મને તો ખૂબ જ ગમશે મંમીને ગમવું જોઇએ. એમ કહીને હસવા લાગી.... પછી એ ઘરે મંમી સાથે વાત કરવા લાગી. એનો ફોનમાં વાત કરતી હતી એ સાગર જોઇ રહ્યો માણી રહ્યો. પછી ધીમેથી એની પાછળ આવી એનો કાન કરડી ખાધો. સીમાથી ચીસ નંખાઈ ગઈ ઓ માં...અને ગુસ્સાથી હસતી હસતી સાગર સામે જોવા લાગી. સામે છેડે માં એ પૂછ્યું શું થયું ? સીમાએ કહ્યું " અરે કંઇ નહીં મંમી હું વાત કરતી હતી અને એક મોટો ભમરો છેક મારાં કાન પાસે આવી ગયો એટલે ચીસ નંખાઇ ગઇ. કંઇ નહીં એ તો ગયો. અને ઓકે માં સમજી ગઇ એવું કહી ફોન મુક્યો.

જેવો ફોન મૂક્યો અને સાગરને મારવા દોડી. સાગર બહાર બાલકનીમાં દોડી ગયો. અને સોફાપર બેસી ગયો અને સીમાને પોતાનાં ખોળામાં ખેંચી લીધી. સાગરે કહ્યું "દુશ્મન આવી ચીસ નંખાય ? સીમા કહે "દુશ્મન તું કેવું બચકું ભર્યું મારી આંખમાં પાણી આવી ગયાં. માં માંડ માની હતી કે સારું બોલવા જતી હતી અને મારી ચીસ સાંભળી કહ્યું ના તું આવી જા કામ હોય તો ફરીથી જ્જે. "સાગરે કહ્યું " એટલે શું ના પાડી ? સીમાએ કહ્યું ના જ પાડે ને એમની છોકરીને તું હેરાન કરે તો ? સાગરનું પડેલું મો જોઈને કહ્યું ના મારાં બંદર હા પાડી છે આમ મો વીલું ના કર કેટલો ખુશ હતો ચાલ હસી લે..

સાગરે કહ્યું "એય વાંદરી મને ખબર છે તારી મંમીએ હા પાડી છે મેં નાટક જ કર્યું છે તારાં નાટક સામે. મને તારી બધી ખબર પડી જાય એટલે નાટક ચેટક કરવા નહીં એમ કહીને સીમાને ખોળામાં રાખી છાતી સરસી ચાંપીને બેસુપાર પ્રેમ કરવા માંડ્યો.

સીમા કહે હવે આમ ક્યાં સુધી ઝુલ્યા કરીશું ચાલ ઉઠ હવે આપણે જે કામ માટે સમય કાઢયો છે એ કામ પુરુ કરીએ. સાગરે નાક ખેંચતા કહ્યું ચાલ મારીમીઠી હવે તું કામ જ બતાવ્યા કરે તો ઉઠવું પડશે નહીંતર હજી મારો મુડ તો.... સીમાએ ટીખળ કરતાં કહ્યું હું તો કંઇ પણ કહું તારે મારી બધી વાત માનવી જરૂરી છે ?

સાગરે પાછી ફરી એને સોફામાં સુવાડીને એને એવી કેડમાં અને બધે એટલી બધી ગલીપચી કરી કે સીમા હસી હસીને બેવડ વળી ગઇ એની આંખોમાંથી પાણી નીકળી ગયાં. એનો અવાજ ન્હોતો નીકળતો એટલી હસી રહી.... સાગરે એને જોઇને છોડી અને બોલ્યો જા જામીન પર છોડી. દયા આવી ગઇ એટલે સીમા હસી હસીને હાંફી ગઇ એણે કહ્યું એય લુચ્ચા આટલું બંધું ના હસાવ નહીંતર ક્યાંક રડવાનું મારે ભાગે ના આવી જાય. સાગરે કહ્યું મારી ચાર્મીંગ ડાર્લીંગ શું કામ આવે ? આપણે ક્યાં કોઇનું કંઇ બગાડ્યું છે કે આપણે રડવાનું આવે ? ચાલ હવે ગીત હું શોધું છું એક એ મળી જાય એટલે નક્કી કરી લઇએ એણે પોતાની ગીતોની ડાયરી ખોલી એમાં શોધવા લાગ્યો.

સીમા સાગરને પાછળથી વીંટળાઇને એને પ્રેમ કરતી એ પણ ડાયરી જોવા લાગી. સાગરે કહ્યું કંઇ અટકચાળો ના કરીશ નહીતર ગીત શોધવાનું એની જગ્યાએ રહેશે અને.... સીમાએ વાત કરાતાં કહ્યું "એય ભમરાં તું એક ચિત્તે ગીત શોધને હું કંઇ પણ કરું તારે એમાં ધ્યાન નહીં આપવાનું સાગરે આંખથી હસીને જવાબ આવ્યો. એની આંખનાં હાસ્યમાં અપાર પ્રેમ છલકાતો હતો. સીમા કહે તારો આ પ્રેમ હું કેવી રીતે સાચવીશ ? મારી પાત્રતા પણ ઓછી પડે... મારા પિયુ હું વારી ગઇ. તું હંમેશા મને આવોજ પ્રેમ કરશે ને ?

સાગરે કહ્યું "હવે આ જીવમાં તુંજ પરોવાઇ હું બધીજ રીતે બધોજ મારો પ્રેમ બસ તનેજ કરીશ તારા ઉપરજ વરસાવીશ તુંજ મારું સર્વસ્વ હું મોક્ષ સુધી તારોજ તને જ વફાદર રહીશ અને એજ મારી અપેક્ષા તારા માટે રહેશે.

સીમા કહે આ સીમા સાગરમાં સમાઇ ગઇ પણ સાગરની કોઇ સીમા નથી એમ સીમા સાગર સિવાય કોઇની નથી બસ હું તારાં સાથમાં ફક્ત તારીજ સંપૂર્ણ વફાદાર.

સાગરે સીમાનો હાથ હાથમાં લઇને કહ્યું સીમા મારાં જીવની પાત્રતા કે સ્વભાવ જે છે એ એવી છે કે હું જ્યારે જેને પ્રેમ કરું છું ત્યારે સંપૂર્ણ કરું છું એમાં કાંઇ બાકી નથી રહેતું જીવનનાં સંસ્કાર વ્યવહારથી હું વફાદાર હોઉં છું. તું મારામાં જીવે એવું ઇચ્છુ હું ફક્ત તને જ જીવું. મારો પ્રેમ એટલી બધી પરાકાષ્ઠા આંબે છે કે પછી મારાં પાત્રને એટલે કે તને પછી નવી પરીભાષાએ છે આજકાલની એમ તને ગૂંગળામણ ના થવી જોઇએ. મારો પ્રેમ એટલો હોય છે કે હું પળ પળ તને જ જીવું છું જીવી રહ્યો હોઉં છું મારું સમગ્ર ધ્યાન બસ તારામાં જ પરોવાયેલું રહે છે રહેશે તને એનો અતિરેક તો નહીં લાગેને ? એનું કારણ છે કે હું સાચાં અને એકજ પ્રેમને સ્વીકારું છું પછી લક્ષ્ય મારું એજ બની જાય છે. તારાં વર્ણન, વિચાર, પહેરવેશ, તારું નામ, તારાં શોખ તારો અહમ્, ગૌરવ ત્યાં સુધી કે તારી આરોગ્ય સ્થિતિ તારાં સંલામતી તારું ભવિષ્ય, કારકીદી તારાં મનથી લઇને સમગ્ર ઓરા મંડળ બસ મારું થઇ જાય છે. અને આજ મારું ઓરા મંડળ સંપૂર્ણ તારું થઇ જાય છે. આમ એકમેકમાં સંપૂર્ણ પરોવાઇને એક પ્રખર તજોમય પાત્રતા કેળવાય છે એજ આપણાં બંન્નેનો એક થયેલો "ઓરા"... અને સીમા આજ ઓરામંડળથી આપણી આત્મા રચાય છે. એ આત્મનાં તેજ પ્રમાણે સંસારમાં કે વ્યવહારમાં બધા લોકો આપણી સાથે વર્તે, બોલે અને નિભાવે છે મને મારા બધા વિચારો માટે ઘણું માન છે અને હું એનો આગ્રહી છું "કારણે તો આવો સંપૂર્ણ પ્રેમ કરવો નહીંતર ના કરવો.

અત્યારે શરીર અને રૂપનાં ઘણાં સંબંધો બંધાય છે. તુટે છે. બદલાય છે, આધુનીકતાનાં નામે વ્યભિચાર થાય છે. મને એ બીલકુલ પસંદ નથી. તમારામાં અને બીજાઓમાં પછી ફરક ક્યાં રહે છે. એતો પ્રેક્ટીકલ અને કોમ્પ્રોમાઇઝવાળા ટાઇમપાસ સંબંધોમાં મને રસ નથી.

તેજોમય પાત્રતા સાથે પ્રેમ કરવાની એક મજા છે આનંદ છે એનો રોબ અને ગૌરવ છે. "દીલ" અંદરથી સંપૂર્ણ પવિત્ર આનંદ દાયક અને મોજીલું રહે છે. ના કોઇ ડર ના કોઇ અચકાટ બસ હું તને પ્રેમ આવો કરું છું આવોજ કરીશ. આવીજ મારી અપેક્ષા રહેશે. લવ યું સીમા.

સીમા અપલક નયને સાગરને જોઇ રહી હતી અને અવિરત બોલતાં સાગરને સાંભળી રહી હતી. સાગરની વાતોનો એક એક શબ્દ અને મર્મ દીલમાં ઉતારી રહી હતી. સીમાએ સાગર પાસે જઇને એનું કાપાળ અને હોટ ચૂમી લીધાં અને માત્ર એટલું જ બોલી. "મારાં સાગર આઇ એમ બ્લેસ્ડ ટુ લવ યુ એન્ડ આઇ પ્રોમીસ.

સાગરે કહ્યું "મી ટુ માય ડાર્લીંગ, સીમા ખબર નહીં આવાં બધાં વિચાર આવી ગયાં તને કહી દીધાં તું મને પ્રશ્ન પૂછ છે કે તું કાયમ મને આમ પ્રેમ કરીશને ? એનાં જવાબમાં મને આ વિચાર સ્ફૂર્યા કોઇપણ આવો પ્રેમાગ્નિનો અને પવિત્ર સંબંધ સાચવવા નિભાવવા માટે બંન્ને પાત્રએ સરખી પાત્રતા અને પ્રેમ જાળવવા પડે છે. કોઇપણ સમય સંજોગ કે એવી પરિસ્થિતિ આવે ત્યારે ચલાયમાન ના થવાય અને કોઇ એવાં માહોલમાં પાત્રતા ગુમાવીને પ્રેમનો શિરચ્છેદ ના કરી શકાય. અને આવી સ્થિતિમાં તમારી જાતને, પાત્રતાને સંભાળી ના શકો તો એવાં સમયે ખૂબ પ્રેમાળ અને વફાદાર સંબધ પણ તૂટી જાય છે.

સીમા કહે "આવું ના બોલ સાગર કેવાં સરસ પ્રેમાળ અને તોફાની મૂડમાં હતાં. આવું બધું પણ ખૂબ જરૂરી જ હતું સારું થયું આજે ઘણી બધી ચર્ચા થઇ ગઇ. પણ હું તો કાયમજ તારી પાસે આવીજ રહેવાની. બસ તારી પ્રેમ દિવાની.

સાગરે એને કપાળ ચિબુક, આંખો, હોઠ અને એની પાતળી સુરોહીદાર ડોકને ચૂમી લીધી. સીમાનાં અંગ અંગનાં રુંવાડા ઉભા થઇ ગયાં અને વળગીને સાગરની બાહોમાં સમાઇ ગઇ. સાગરે પણ એને પ્રેમ ભીંસમાં ભીંસી લીધી અને પ્રેમ કરી રહ્યો. એટલામાં બાલ્કનીના કૂંડાઓમાં આપવાનું પાણીની પાઇપ એકદમ જ ચાલુ થઇ ગઇ અને પાણીનાં પ્રેશરથી એકદમજ છટપટાઇને આડી અવળી થઇને જઇને પાણીની સેર ચાલુ થઇ ગઇ.

સીમા અને સાગરને ખબરજ ના પાડી કે અચાનક આ પાણી ક્યાંથી ચાલુ થઇ ગયું પાઇપનાં ફુવારાએ બંન્ને જણને જાણે પલાળી નાંખ્યા સાગરે સીમાને વ્હાલથી ભેટીને કહ્યું જો કુદરત પણ મહેરબાન છે નળનાં પાણીનાં પણ અમી છાંટણે થઇ ગયાં. ત્યાં નીચેથી રામુકાકાની બૂમ પડી. નાના સાહેબ ટાંકી ખાલી થઇ ગઇ હતી મેં બોર ચાલુ કરીને ટાંકી ભરાવા મૂકી હતી. પછી અચાનક યાદ આવ્યું હું તમારી અગાશીમાં કૂંડાઓમાં પાણી આપવા આવેલો. ટાંકી ખાલી થઇ ગઇ હતી. તો હું નળબંધ કરવો બૂલ્યો હતો. આ તો બાલ્કનીમાંથી નીચે પાણી બહાર પડ્યું એટેલ યાદ આવ્યું. ભૂલ થઇ છે મારી નળ બંધ કરી દેજોને....

સાગરે ટીખળી નજરે સીમા સામે જોયું અને બોલ્યો જો કેવા અનુસંધાન સર્જાય છે કુદરતીજ મજા આવી ગઇને. અને સીમાએ પોતાનાં તરફ જોયું તો એનું ઉપરની કુર્તી સાવ ભીંજાય ગઇ હતી નીચે પેન્ટ ને કંઇ નહોતું થયું સાગર પણ ભીંજાઇ ગયો હતો. સાગરે ફરીથી પાઇપ ઉપાડી સીમાને પૂરી પલાળી દીધી પછી નળ બંધ કરીને સીમાને વળગી ગયો. સીમા કહે છોડ દૂશ્મન મને તેં આખી પલાળી દીધી. સાગરે સીમાને લાલચુ નજરે જોઇ રહ્યો હતો પલળી ગયેલી કૂર્તી તસોતસ એના તન બદનને ચોંટી ગઇ હતી અને સીમાની છાતીનો ઉભારની એવી સુંદરતા દેખાઇ રહી હતી અને બધુ સ્પષ્ટ દર્શન કરાવી રહી હતી. સાગરે કહ્યું "ચાલ કુર્તી બદલી લે હું મારું ટીશર્ટ આપું છું. સીમા કહે બદલવું જ પડશે. આપ પહેલાં.

સીમાં અંદર રૂમમાં દોડી ગઇ અને સાગરે પોતાનાં વોર્ડરોબમાંથી મસ્ત પીંક કરલનું ટીશર્ટ કાઢી આપું શ્યામ ગુલાબી ટીશર્ટ ખૂબ સુંદર હતું. સીમાએ કહ્યું "તું પાછળ ફરીજા હું બદલી લઊં. સાગરે કહ્યું એવું નહીં બંને... મારાથી શું શરમ ? એણે બાલક્ની અને રૂમનો બંન્ને દરવાજાની સ્ટોપર બંધ કરીને કહ્યું બસ બદલી લે. સીમાએ કહ્યું "સાવ લુચ્ચો મારો કહીને કુર્તી ઉતારવી શરૂ કરી. અને ઉતારી બાજુમાં મૂકી. સાગર એની સુંદર સુડોળ કાયાને જોતોજ રહ્યો એનો સંયમ છૂટ્યો અને સીમાને વળગી એને ચુંબનો કરવા લાગ્યો અને સીમાનાં અંગ અંગને સ્પર્શી ચૂમવા લાગ્યો. સીમાનો સંયમ તૂટયો એણે સાગરને આવકાર્યો બંન્ને જણાં એકબીજામાં પરોવાઇ ગયાં.

એટલીવારમાં રામુકાકાનો અવાજ આવ્યો અને બંન્ને જણાં સમાધીમાંથી છૂટા પડ્યાં. અને સીમાનાં ચહેરાં પર શરમનાં શેર

ડા પ્રસરી ગયાં એ બોલી સાવ લૂચ્ચો જ છે. જા જવાબ આપ એ કબાબમાં હડ્ડીને સાગર હસ્તો હસ્તો બહાર બાલક્નીમાં જઇ નીચે જોઈને પુચ્છ્યું શું થયું રામુકાકા ? રામુકાકા કહે ભાઇ પાણીનો નળ બંધ કરોને હજી બધું નીચેજ આવે છે. સાગરને હવે ભાન થયું કે એ લોકો ભાન ભૂલેલા એમાં નળ બંધ કરવોજ ભૂલેલાં. કેટલું પાણી એમજ વહી ગયું એણે નળ બંધ કર્યો અને નીચે રામુકાકાને બૂમ પાડી કહ્યું નળ બંધ કર્યો છે અને તમે થોડીવાર પછી કોફી અને નાસ્તો લઇ આવી જાવ જમવા થોડાં મોડા આવીશું. જવાબમાં સાગરની માં કૌશલ્યાબહેને કહ્યું "કંઇ વાંધો નહીં દીકરા તમે તમારું કામ પતાવો"

સીમા કૌશલ્યા બહેનનો ડાયલોગ સાંભળી હસીપડી ટીશર્ટ બદલી બહાર આવી ગઇ. સાગર એને જોતોજ રહ્યો. શ્યામ ગુલાબી ટીશર્ટમાં ખૂબ નીરખી રહી હતી. સીમાએ વાક્ય રીપીટ કરીને કહ્યું "તમે તમારું કામ પતાવો" મંમીજ કહે છે અને હસી પડી. સાગરે કહ્યું "બહુ લુચ્ચી તું. શું વિચાર છે ? મંમીએ કહ્યું છે તો એમનાં હુકુમ નો અમલ કરવો છે ?

સીમા કહે તેં અમલ તો કરી લીધો હવે શું છે ? થોડી આમન્યા રાખ. લગ્ન પછી ક્યારેય નહીં અટકાવું બસ ? સાગરે હસતાં હસતાં ચૂમી. લીધી અને કહ્યું" "તને ખબર છે આવું થયું એમાં મને મસ્ત આપણે ગાવાનું ગીત યાદ આવી ગયું." "ભીગી ભીગી રાતોમેં મીઠી મીઠી બાતોમેં ઐસી બરસાતોમે કૈસા લગતા હૈ.... અંબર ખેલે હોલી- ઉઈ મા. ભીગી મોરી ચોલી હમજોલી.... સીમા કહે અરે વાહ "છત મેં અકેલે કૈસા લગતા હૈ.... સાગર કહે. ઐસા લગતા હૈ તુમ બનકે બાદલ મેરે બદનકો ભીગો કે છેડ રહી હો... સીમા કહે આ ખૂબ સુંદરગીત છે અને આજની યાદગીરી... ભલે સાવન ના વરસ્યો પણ રામુકાકાએ પાણીની પાઇપ ચાલુ કરી દીધી. માહોલ અને મૂડતો આજ બની ગયો. સાગર કહે પણ એવો પૂરો મૂડ તેં ના થવા દીધો. એમાંતો હીરોઇન કેવું કેવું કરે છે ? તેં પુરું જ ના કરવા દીધું.

સીમા કહે "બહુ લુચ્ચાઇ ના કર મને વધુ આમ તું ઉશ્કેરીશ નહીં પછી કંઇ થાય તો હું જવાબદાર નથી. સાગર કહે "વાહ ક્યા બાત હૈ નેકી ઔર પૂછ પૂછ. ચાલને હું તો તૈયારજ બેઠો છું ક્યારની તનબદન બતાવીને તડપાવે છે આપે તો હું...... સીમા કહે "ઓહો ના ના મારી ભૂલ થઇ ગઇ કંઇ નથી કરવું મારે સાવ લૂચ્ચોજ છે આંગળી આપું છું ને પ્હોચોં પકડે છે. સાગરે કહ્યું આ ગીત આખું ગાઇએ ચાલ અને સીમા અને સાગર ડાયરીમાંથી આ ગમતું ગીત રીડ કરતાં કરતાં ગાવા લાગ્યાં.

રામુકાકા કોફી અને નાસ્તો લઇને ક્યારનાં ટ્રે લઇને ઊભા રહેલાં એમણે નોક જ ના કર્યું. ક્યાંય સુધી સાંભળતા રહ્યાં. એમને થયું. કેટલા સમયે નાના સાહેબને ગાતાં સાંભળ્યા એમની આ બહેનપણી પણ ખૂબ સરસ ગાય છે. ગીત પુરુ થયું અને રામુકાકાએ બારણું ખખડાવ્યું અને સાગરે બારણું ખોલીને એણે દરવાજે થી જ ટ્રે લઇ લીધી અને કહ્યું "થૈક્યું જમવાનાં સમય પહેલાં હું જણાવીશ તમે ધક્કો ના ખાતાં. મંમીને ખબરજ છે સીમા અહીં જમવાની છે.

રામુકાકા કહે "એમને તો કંઇ ખબર નથી એમણે પૂછાવ્યું છે કે સીમાબહેન જમશેને ? સાગરે કહ્યું "હા જમશે જ તમે યાર જાવ મંમીને બધી ખબર જ છે. "ભલે ભલે એમ કહીને રામુકાકા નીચે ગયાં.

રામુકાકાએ નીચે જઇને કૌશલ્યા બહેનને કહ્યું "નાના સાહેબતો કહે છે માં ને ખબર જ છે સીમા બહેન જમવાનાં છે. કૌશલ્યાબ્હેને કહ્યું "હા સારું કંઇ નહીં મને ખબર છે કહી હસતાં હસતાં રસોડા તરફ ગયા. એમને પણ નીચે સુધી ગીત સંભળાતું હતું અને એ પણ આનંદ માણી રહેલાં.

સાગરે બાલ્કનીમાં જઇને ટીપોય પર ટ્રે મૂકી અને સીમાને કહ્યું બોલ સુગર અને કોફી કેટલી નાંખ્યું ? સીમા કહે મારાં રાજજા.... હું બનાવું છું તમે બેસો. સીમા સાગરની બાજુમાં ચપોચપ ચોંટીને બેઠી અને કપમાં ગરમ દૂધ અને ખાંડ, કોફી નાંખીને કોફી બનાવવા લાગી એણે સાગરને પૂછ્યું તને કેવી ફાવશે. ફીકી મીડીયમ કે કડક ? સાગરે લૂચ્ચુ હસ્તાં કહ્યું, ફીક્કી, મીડીયમ નહીં મને કડકજ ફાવશે. સીમાએ કહ્યું "એય લુચ્ચા કોફીની વાત કરું છું. સાગરે કહ્યું "હું કોફીનીજ વાત કરું છું. તું શું સમજી ? સીમા કહે, બસ હવે બહુ થયું ચાલ કોફી પી લઇએ.

સાગરે કોફીનો કપ ઊંચકીને સીમા પાસે સીપ લેવરાવીને પછી કોફી પીવાની ચાલુ કરી. વાહ મસ્ત કોફી બનાવી ડાર્લીંગ. સીમા કહે મેં ખાલી બધું મિલાવ્યું છે કંઇ ધાડ નથી મારી. સાગર કહે એને મિલાવટ મિલાવટમાં ફરક છે તે મસ્ત મિલાવટ કરી છે મજા આવી ગઇ.

સીમા સાગરની સામે જોઇને સાંભળી હસી રહી હતી સાગરનાં એક એક વાક્યનો અર્થ સમજી રહી હતી એને થયું સાગર આજે તોફાને ચઢ્યો છે. સાગર અને સીમા એકબીજામાં નજરમાં નજર પરોવીને કોફીની ચૂસ્કીઓ લઇ રહ્યાં હતાં. વાતાવરણમાં પણ જાણે સૂક્ષ્મ ભીનાશ હતી આંખોમાં પ્રેમની ભીનાશ હતી. એકબીજાને નજરોમાં પરોવીને માણી રહ્યાં હતાં. સીમાને વિચાર આવ્યો. "આજે ઇશ્વરે કેવો સરસ દિવસ અને ભરપુર પ્રેમવાળી પળો આપી. કોઇ પ્લાન નહીં આયોજન નહીં. અને જાણે સ્વર્ગીય સફર કરાવી લીધી. એનાંથી રહેવાયું નહીં અને બોલી પડી. "મારાં સાગર આજે જાણે દિવસ મારાં માટે ધન્ય બની ગયો. અચાનક બધો પ્લાન થઇ ગયો અને જાણે પ્રેમનો વરસાદ વરસ્યો. ઇશ્વરે અનૂકૂળ વાતાવરણ અને ઘટનાઓ ઘડી લીધી મને મારાં સાગરનો પ્રેમ સ્પર્શી ગયો. બસ કાયમ આવો જ પ્રેમ એકબીજાને કરતાં રહીએ એજ ઇશ્વર પાસે માંગ્યા કર્યું કોઇની નજરના લાગે.

સાગરે કહ્યું "સવારથી મને મનોમન અને દીલમાં આનંદ આવી રહેલો. સંકેત મળીજ ગયેલો અને એવું થયુંજ કહીને સાગર સીમાનાં માથે હાથ ફેરવીને લાડ કરી રહ્યો. એણે કહ્યું તારો સાગર પ્રણયનો સિધ્ધરાજ છે અને તું મારી અનુપમ રાણી બસ આમજ પ્રેમ કર્યાં કરીશું અને એણે ફરીથી આલીંગન લીધું.

એટલામાં સાગરનાં રૂમમાં ટકોરા વાગ્યા અને સાગરે કહ્યું કોણ ? અને હસવાનો અવાજ આવ્યો કોઇ બોલ્યું નહીં એટલે સાગરે દરવાજો ખોલ્યો તો સામે સંયુક્તા ઉભી હતી. સાગરતો બે મીનીટ જડવત્ થઇ ગયો એને કંઇ બોલવાનું સૂજ્યું નહીં સંયુક્તાએ કહ્યું "અંદર આવી શકું ? થોડાં સંકોચ સાથે સાગરે કહ્યું "હાં પ્લીઝ આવ".

પાછળથી સીમાની બૂમ આવી.. સાગર કોણ છે ? અને સંયુક્તા રૂમમાં આવી ગઇ અને સીમાએ એને જેઇને કહ્યું "સંયુક્તા તું અત્યારે ? અચાનક ? સંયુક્તાએ સીમાની સામે અને બધુ વાતાવરણ જોયું સમજી ગઇ. મનમાં વિચાર્યું હું બરાબર સમયે આવી છું.

પ્રકરણ - 14 સમાપ્ત.

સીમાએ થોડાં સંકોચ સાથે સંયુક્તાને આવકારી એને સંયુક્તાનું આગમન બીલકુલ ગમ્યું નથી. એ ગમ ખાઇ ગઇ એણે એક નજર સાગર સામે કરી. સાગરે ઇશારામાં પૂછ્યું "આ બધું શું છે ? આ કેમ આવી અત્યારે ???

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED