સળગતા સ્વપ્નાઓ Piyush Malani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સળગતા સ્વપ્નાઓ

ટ્રીન.... ટ્રીન.... "હેલો, સ્વયમ ધેર?,

"યસ, કોણ ?"

"હું મલ્ટિનેશનલ કંપની માંથી બોલું છું, તમારી જોબ કન્ફર્મ થઈ ગયી છે. તમારું જોબ માટે નું પોસ્ટિંગ વડોદરા છે. તમે ક્યારથી જોઈન કરી શકશો? "

આ ખુશખબર સાંભળી ને સ્વયમ ના આનંદ નો પાર ના રહ્યો, ખુશી થી ઉછળી પડ્યો એ. જન્માષ્ટમી પછી નોમ નો દિવસ હતો એ. તે મટકી ફોડ ઉત્સવ ને નિહાળવા ગયો હતો. તેને મટકી ફોડ ખુબ જ ગમે. ગોવાળિયા બનેલા યુવાનો જે રીતે મટકી ફોડે, એકબીજા ના ખભે તાલમેલ મેળવીને જે રીતે ચડે અને નિષ્ફળતા મળે તો પણ હાર ના મને ફરી ચડે અને મટકી ફોડે તે તેના મન પ્રેરક લાગતું. જન્માષ્ટમી ની રાતે જ તે રાતે મોડે સુધી જાગેલો અને ભગવાન ને તેની નોકરી માટે પ્રાર્થના કરેલી, પરંતુ ભગવાન આટલી જલ્દી તેની પ્રાર્થના સંભાળશે તેનો તેને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો.

તેને ખબર હતી કે આ નોકરી તેના માટે કેટલી અગત્યની છે. સ્વયમ તેના પરિવાર નો એકનો એક દીકરો, ત્રણ બહેનો ને એક ભાઈ. પપ્પા હવે દિવસે ને દિવસે વૃદ્ધ થતા જતા હતા એવામાં એમની ઈચ્છા હતી કે દીકરો નોકરી કરીને પરિવાર ની જવબદારી ઉપાડવામાં એમનો સાથ આપે. અત્યાર સુધી મમ્મી અને પપ્પા એ કામ કરી ને સ્વયમ ને ભણાવેલો હતો. પપ્પા હીરા મજૂરી નું કામ કરે અને મમ્મી દરજી કામ કરે અને સ્વયમ માટે થઈને તેની બહેનો પણ પોતાના ભણતર નું બલિદાન આપેલું. હવે એને ઇજનેરી ભણતર પૂરું કર્યું તો તેની પણ ફરજ બને કે માતા પિતા ની મજૂરી અને બહેનો ના બલિદાન ની કિંમત ચૂકવે. એવું નહોતું કે તેને અગાવ ક્યાંય ઇન્ટરવ્યૂ નહોતા આપ્યા, ઘણી જગ્યા એ નોકરી ની અરજી કરેલી પરંતુ તેને નિષ્ફળતા જ મળી. કોલેજ ના કૅમ્પ્સ માં જયારે આ બરોડા ની કંપની આવી ત્યારે સારી એવી આશા જાગેલી તેથી જ તો તેને આ કંપની માં લાગવું હતું.

તેને કંપની ના મેનેજર પાસે બે દિવસ નો વધુ સમય માંગ્યો કે વડોદરા શહેર તેના માટે સાવ અજાણ્યું હતું. ત્યાં તેનું કોઈ સગું પણ રહેતું નહિ તો રહેવાની ને એવી વ્યવસ્થા પોતે જ શોધવાની હતી. મેનેજર એ તેના માટે ૭ દિવસ ની હોટેલ માં વ્યવસ્થા કરી આપી તે દરમિયાન તેને રહેવા તથા જમવાની વ્યવસ્થા જાતે શોધી લેવાની હતી.

આખરે એ દિવસ આવી ગયો કે જયારે તેને વડોદરા માટે નીકળવાનું હતું. તેને સ્ટેશન સુધી મુકવા આવવા ની પણ તેના માતા-પિતા ને ના પાડી. એકનો એક છોકરો હોવાને લીધે તેને માતા પિતા એ ક્યારેય એમ એકલો કસે મુકેલો નહિ. તેને શાળા અને કોલેજ નું ભણતર ;પણ પોતાના શહેર માં રહીને પતાવેલું. સ્વયમ તો નવા જ રોમાન્સ સાથે નીકળી પડ્યો અજાણ્યા શહેર માં. તેણે તે શહેર વિષે ઘણી વાતો સાંભળેલી પરંતુ જોયું નહોતું. તે તેના મનમાં જ શહેર ની નવી છબી બનાવવા લાગ્યો કે કેવું હશે તે શહેર. અને જોત જોતામા તો તે વડોદરા પહોંચી ગયો.

વડોદરા ટ્રેન માંથી સ્ટેશન પર ઉતારતા તેને કઈ નવું ના લાગ્યું તેના શહેર ના સ્ટેશન જેવું જ તેને આ સ્ટેશન પણ લાગ્યું. પ્લેટફોર્મ પર આવેલા ચા-નાસ્તા ના સ્ટોલ, સામાન લઈને થાકીને પ્લેટફોર્મ પર જ બેસી ગયેલા સ્ત્રી-પુરુષો, ટ્રેન વિશેની સૂચના આપતો લાઉડ સ્પીકર નો અવાજ, વડાપાંવ અને દાળવડા લઈને એક ડબ્બા માંથી બીજા ડબ્બા માં ચડતા ફેરિયા, બધું જ સરખું જ લાગ્યું. ત્યાંથી તે બહાર નીકળી ને તેણે રીક્ષા શોધી અને તેમાં બેઠો અને હોટેલ પર ઉતાર્યો. હોટેલ માં પ્રવેશતા જ તે મોઢામાં આંગળા નાખી ગયો. આવી હોટેલ તેણે પહેલા ક્યારેય અંદર થી જોઈ નહોતી. પરિવાર સાથે બહાર ફરવા જવાનું થાય તો પણ ધર્મશાળા માં રોકાવાનું થાય યા તો સસ્તા ગેસ્ટહાઉસ માં, પરંતુ આ હોટેલ ને તો તે જોતો જ રહ્યો. રૂમ માં જઈને તેણે તેના ફોન માં થોડા ફોટો લીધા રૂમ ના કે ઘેર જઈને બતાવશે બધાને.

થોડી વાર માં ફ્રેશ થઈ ને તેને બહાર આંટો મારવા જવાની ઈચ્છા થઈ ને તે નીકળી પડ્યો એકલો આંટો મારવા, તે સમયે બરાબર સાંજ ના ૭ વાગેલા અને બધા નોકરિયાત વર્ગ પોતાના ઘરે જઈ રહ્યો હતો રોડ પર વાહનો નો ઘમઘમાટ હતો. લોકો એક રેસ માં નીકળી પડ્યા હોય એવું લાગતું હતું. સવારના ઉડી ગયેલા પંખીઓ તેના માળામાં પાછા આવી રહ્યા હતા. સ્વયમ ને હવે એકલું લાગવા લાગ્યું. આટલા જનમેદની વચ્ચે પણ એ એકલતા અનુભવતો હતો. તેને તેના ઘરનો સાંજ નો સમય યાદ આવ્યો કે બધા કેવા સાંજે પપ્પા ના આવવા ની રાહ જોતા અને પછી એકસાથે જમવા બેસતા હતા. તેને ઘરે ફોન કરવાની ઈચ્છા થઈ અને તેને ફોન લગાડ્યો ને મમ્મી એ ફોન ઉપડતા જ તેના ગળે ડૂમો બાજી ગયો અને તે પહોંચો ગયો છે એટલા સમાચાર આપ્યા અને પછી તેનાથી વધારે તે કાઈ બોલી ના શક્યો. સામે તેણે ઈડલી સંભાર ની લારી જોઈ અને તેણે રાત ના ભોજન માં ઈડલી જ ખાઈ લેવા વિચાર્યું. તેને એક ડીશ નો ઓર્ડર આપ્યો અને ઉભો રહ્યો, બાજુની દુકાન માં ટીવી પર એક સંગીત સ્પર્ધા આવી રહી હતી, અચાનક તેને શાળા ના દિવસો યાદ આવ્યા નાનપણ થી જ તેને ગાયક બનવાની ઈચ્છા હતી તેને સંગીત શીખવું હતું. નાનપણ માં કોઈ પણ નવા ગીત આવે અને સ્વયમ ના કંઠે ના હોય તેવું બને જ નહિ. શાળા માં પણ તે સંગીત સ્પર્ધા માં ભાગ લેતો અને તેનો પહેલો નંબર આવતો. તે વિચારવા લાગ્યો તેને શું બનવું હતું અને શું બની ગયો?, ક્યાં જવું હતું અને ક્યાં આવી ગયો?

બધું યાદ આવતા તેના ગળે ડૂમો ભરાઈ ગયો તેનાથી ઈડલી નો એક કોળિયો પણ ના ખવાયો અને તે લારીવાળા ને પૈસા ચૂકવીને ભાગ્યો અને દોડતો દોડતો હોટેલ પહોંચ્યો અને બેડ પર પડતું મૂકીને ઓશોકામાં મોં સંતાડીને જોર જોરથી રડવા લાગ્યો. અને એજ સમયે બહાર વરસાદ પડવો શરુ થયો. બહાર વરસતો વરસાદ જાણે તેના રુદન ને દબાવીને તેના સ્વપ્નાઓ ને સળગાવી રહ્યો હતો.

- પિયુષ માલાણી