Vikash ke Vinash ? books and stories free download online pdf in Gujarati

વિકાસ કે વિનાશ?

અચાનક જયની આંખ ખુલી. આજે તેની આંખોના પોપચાં ભારે લાગતા હતા. જાણે ઘણી લાંબી ઊંઘ ખેંચીને ઉઠ્યો હોય. તેને બગાસું ખાધું અને જોયું તો પોતે કોઈ હોસ્પિટલ માં હતો. તેને થોડી મથામણ કરી યાદ કરી જોયું તો છેલ્લે પોતાને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડેલો અને બેભાન થઈ ગયેલો. તેને થયું કોઈએ તેને હોસ્પિટલ પહોંચાડ્યો હશે. પરંતુ તેની આજુબાજુ કોઈ દેખાતું કેમ નહોતું? તેની પત્નીને પોતે હોસ્પિટલ માં છે એ જાણ કરવામાં આવી હશે કે નહીં? તેને સાદ પાડ્યો,

''કોઈ છે?''

પણ આ શું તેને પોતાનો અવાજ આજે બદલાયેલો લાગતો હતો. શું તેની બિમારી ને કારણે તેને ઇવો ભ્રમ થતો હતો કે પછી સાચે અવાજ બદલાઈ ગયો હતો? તે વધુ વિચારે એ પહેલાં નર્સ આવી. જય નર્સ ને કાઈ પૂછવા જાય એ પહેલાં જ એ નર્સ બોલી.

''ઓહ યુ અવૅક. આઇ હૅવ ટુ કૉલ ડોકટર. (ઓહ તમે જાગી ગયા. મારે ડોકટર ને બોલાવવા જોઈએ.)''

તેને તેના હાથ પરના કોઈ ડિવાઇસ પર કૈક આંગળીઓ ફેરવી અને ઉભી રહી. જય ના લાખ પૂછવા છતાં તે કંઈ જવાબ આપી નહોતી રહી. અને યંત્રવત જાણે ઉભી રહી.

થોડી વાર માં ડોકટર આવ્યા અને જય ને પૂછ્યું.

''જેન્ટલમેન વ્હોટ્સ યોર નેમ. (તમારું નામ શું છે?)''

''જય. જય પટેલ.'' જય એ કાંઈક દ્વિધામાં જવાબ આપ્યો. અને પૂછ્યું ''મને અહીં કોણ લાવ્યું છે? મારી પત્ની ક્યાં છે? તેને ખબર આપી છે કે નહીં? તે મારી રાહ જોઇને ચિંતા કરતી હશે.''

અચાનક શું થયું કે ડોકટરના ચહેરા પર અવનવી ખુશી ઝળહળી ઉઠી. તે ખુશીથી કૂદવા માંડ્યા

''યેસ આઈ ડિડ ઇટ. (મેં કરી બતાવ્યું). માય એક્સપેરિમેન્ટ સક્સેસફુલ. ( મારો પ્રયોગ સફળ થયો).''

જયને કાઈ ખબર પડતી ન હતી કે આ શું થઈ રહ્યુ છે અને આ ડોકટર ગાંડો તો નથી થઈ ગયોને એ શેના પ્રયોગની વાત કરે છે? અને ડોકટર આટલી ખુશીથી કૂદે છે જ્યારે નર્સ એમજ યંત્રવત જ ઉભી હતી. જય થી રહેવાયુ નહીં અને તેણે ઊંચા અવાજે કહ્યું.

''આ બધું શું ચાલી રહ્યું છે? તમે લોકો શેના પ્રયોગની વાત કરો છો? તમે મારી પત્નીને કેમ બોલાવતા નથી?''

ડોકટરને તેના જવાબમાં કાઈ બોલ્યા વગર જયની સામે અરીસો ધરી દીધો. જય અરીસામાં પોતાનો ચહેરો જોઈને છળી ઉઠ્યો, અરીસામાં પોતે હતો જ નહીં. તેના બદલે કોઈ બીજા જ વ્યકતીનો ચહેરો હતો. તેને તેના શરીર પર હાથ ફેરવ્યો તો તેનું શરીર એકદમ પારકું લાગતું હતું. તેને હવે ખબર પડી તેનો અવાજ કેમ તેને બદલાયેલો લાગી રહયો હતો. થોડી વાર તો તેની જાણે વાચા હણાય ગઈ. તેને કાંઈ જ સમજમાં આવતું નહોતું. જાણે કોઈ સ્વપ્ન હોય એમ એ ઘડીક અરીસા સામે તો ઘડીક ડોકટર સામે જોઈ રહ્યો.

ડોકટરે તેની હાલત સમજી ને કહ્યું,

''રિલેક્સ. પહેલા તો તમને કહી દવ કે આ 2060 મું વર્ષ છે. અને તમે 26-01-2020 ના રોજ જ હાર્ટ ઍટેક ના કારણે મૃત્યુ પામ્યા હતા.''

જય ને એ વાત પર ડોકટર પાર ખૂબ જ ગુસ્સો આવ્યો કે આવી મજાક કરવા બદલ એને એક લપડાક લગાવી દે. પણ જ્યારે ડોકટરે હાથ માના રિમોટની કોઈ સ્વિચ દબાવી તો દીવાલ પર ઘડિયાળ અને કેલેન્ડર પ્રદર્શિત થયા. જાણે પાછળ કોઈ પ્રોજેક્ટર હોય. પરંતું પાછળ કંઈ હતું નહીં. તે હજુ સુધી કાઈ વિચારી શકતો નહોતો. જાણે હજી ગઈ કાલે જ એને છાતીમાં દુખાવો થયેલો અને તે બેભાન થયેલો અને આ ડોકટર ના કહેવા મુજબ પોતે 4-4 દાયકાથી ઊંઘતો હતો? એ જોઈને ડોકટર એ આગળ ચલાવ્યું,

'' તમને જ્યારે હાર્ટ એટેક આવ્યો અને આ હોસ્પિટલ માં લઈ આવવામાં આવ્યા ત્યાં સુધીમાં તમે અહીં આવતા સુધીમાં જ મૃત્યુ પામ્યા હતા. પણ તમારું મગજ હજી સુરક્ષિત હતું. એ વખતે ત્યારના જાણીતા ન્યુરો સાયન્ટિસ્ટ ડૉ. એ. કે. મેથ્યુ. બ્રેઈન મેમરી ટ્રાન્સપ્લાન વિશે સંશોધન કરી રહ્યા હતા. તો તેમણે તમારા પરિવારની સંમતિથી તમારી બ્રેઈન મૅમરી વડે સંશોધન કરવાનું વિચાર્યું. અને તમારા મગજમાની મેમરીને એક ડિસ્ક માં સ્ટોર કરવામાં આવી. તેણે ખૂબ પ્રયત્નો કર્યા પણ તેઓ તેની અધૂરી ઈચ્છા સાથે જ મૃત્યુ પામ્યા. ત્યારબાદ મેં એટલે કે તેના શિષ્ય એ તેમની અધૂરું ઇચ્છાને પૂરી કરવા આગળ સંશોધન કર્યું. થોડા દિવસ પહેલા મારા નસીબના જોરે એક દર્દી આવ્યા જે બ્રેઈન ડેડ ને કારણે મૃત્યુ પામ્યા. પરંતુ તેનું હૃદય ચાલતું હતું, તો તેના શરીર માં મગજના કોષોને રીપેર કરીને તારી મેમરી ટ્રાન્સપ્લાન્ટ કરી અને આજે હું સફળ થયો છું. આ એક માનવજાતિ માટે મહત્વ ની શોધ સાબિત થશે.'' ડોકટરએ કહ્યું. અને ઉમેર્યું, ''હવે તું આરામ કર કાલે સવારે તને હું બાર ની દુનિયા જોવા લઈ જઈશ''.

જયને શુ બોલવું એ કાઈ સમજાતું નહોતું. આજે એ 4-4 દાયકા પછી મરીને કોઈ બીજા વ્યક્તિના શરીર માં જીવતો થયો હતો. પોતે ધર્મ થી હિન્દુ હતો તો તેણે આત્મા એક શરીર માંથી બીજા શરીર માં જાય એ સાંભળેલું હતું. શું આ જ કહેવાતું હશે આત્મા ના એક શરીર માંથી બીજા શરીર માં જવું? તેના મગજ માં વિચારોનું ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું. એમ કરતાં તેની આંખો ક્યારે મીંચાઈ ગયી ખબર ના રહી.

સવારે ઉઠતા તેને શરીરમાં સ્ફુર્તિ જણાતી હતી. તે પથારીમાં એમજ સૂતો હતો ત્યાં જ ડોકટર આવ્યા અને કહ્યું.

''ગુડ મોર્નિંગ. ચાલ આપણે આજે બહાર જઈશું.''

જય ઉભો થયો, ડોકટર તેને હોસ્પિટલ ના દરવાજા સુધી દોરી ગયા. જય એ જોયું તો દુનિયા ખરેખર ખૂબ જ બદલાયેલી હતી. પરંતુ હોસ્પિટલ માં અમુક લોકો યંત્રવત કામ કરતા જોઈને તેને નવાઈ લાગી તે વિશે ડોકટર ને પૂછ્યું તો તેણે કહ્યું કે એ લોકો રોબોટ છે.

જયને આંખો પહોળી થઇ ગઇ અદલ મનુષ્ય જેવા દેખાતા રોબોટ. માનવજાતિ એ ખરેખર ખૂબ જ પ્રગતિ કરી છે. તેને થોડી વાર માન થઈ આવ્યું માનવજાતિ પર કે વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું છે અને તેમાં પણ પોતાના પર થયેલા પ્રયોગ, મેમરી ટ્રાન્સપ્લાન્ટની શોધથી તો મનુષ્યો અમર થઈ જવાના.

હોસ્પિટલ ની બહાર જેવો પગ મૂક્યો તેણે જોયું તો ખૂબ જ ઓછા લોકો સડક પર છે. અને જે લોકો ચાલી રહ્યા હતા તેમણે કાંઈક માસ્ક પહેર્યું હતું અને પાછળ સિલિન્ડર જેવું લટકાવ્યું હતું. તેણે પ્રશ્નાર્થ નજરથી ડોકટર સામે જોયું તો ડોકટર એ કહ્યું.

''ગયા વર્ષોમાં માનવજાતિ એ ઘણું સહન કર્યું છે. એક તરફ વિજ્ઞાન નો ફેલાવો કરીને અને વૃક્ષોના નિકંદન કાઢીને તેણે તેના પોતાના જ પગ પર કુહાડો માર્યો છે. ગ્લોબલ વોર્મિંગ ને કારણે પૃથ્વીનું વાતાવરણ અસંતુલિત થઈ ગયું અને ઓક્સિજન ની ભારે કંઈ સર્જાણી. હોસ્પિટલ અને ઘરોની અંદર તો લોકો ઓક્સિજન ઉત્પન્ન કરતા યંત્રો લગાવીને જીવી લે છે પરંતુ બહાર નીકળતા તે લોકોને ઓક્સિજન ના સિલિન્ડર સાથે રાખવા પડે છે. ઘણા ખરા લોકો તો કેટલીય કુદરતી હોનારાતો માં મૃત્યુ પામ્યા. હવે 2020 માની દુનિયાની કુલ વસ્તીમાંથી લગભગ અડધી વસ્તી જ બચી હશે. અત્યારે તને જે દેખાય છે તેમાંના મોટા ભાગના રોબોટ છે. હવે બધું કામ રોબોટ જ કરે છે. ઘણી ખરી જગ્યા એ તો રોબોટ આખી કમ્પની ચલાવે છે''

જય એ જોયું તો માનસજાતી ની હાલત ઘણી દયનિય હતી. બહાર તેને ક્યાંય પણ પ્રકૃતિ કે હરિયાળી દેખાતી નહોતી. બધે સિમેન્ટ ક્રોકીટના જંગલ સમી પૃથ્વી ભાસતી હતી. પૃથ્વી પરના શ્રેષ્ઠ પ્રાણી મનુષ્યો એ પાછલાં વર્ષોમાં પૃથ્વી ખાલી તેમની એકલાની હોય એ રીતે વર્તયું હતું. અને પ્રાણીઓના શિકાર, વૃક્ષોના નિકંદન કર્યા હતા. અને આજે જાણે પૃથ્વી તેની સાથે વેરની વસુલાત કરી રહી હતી. હમણાં હજી થોડા સમય પહેલા જ તેને માનવજાતિ પર ગર્વ થતો હતો. તેને લાગતું હતું કે મૅમરી ટ્રાન્સપ્લાન્ટ કરીને મનુષ્ય અમર બની જશે. પણ શું એ રીતે અમર થવું એ આશીર્વાદ બનશે કે અભિશાપ? આવનારા સમયમાં તેને મનુષ્યોના નાશ અને પૃથ્વી રોબોટ ના હવાલે થઈ જતી સ્પષ્ટ દેખાઈ રહી હતી.

ખરેખર મનુષ્યે પ્રકૃતિ નું નિકંદન કરીને અને વિજ્ઞાન નો ફેલાવો કરીને મનુષ્ય જાતિનો વિકાસ કર્યો કે વિનાશ???


બીજા રસપ્રદ વિકલ્પો