ગઝલ સંગ્રહ ભાગ-3 Pratik Dangodara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગઝલ સંગ્રહ ભાગ-3





આખો દહાડો આમા વીતી જાય છે,
ને આ ભ્રમ વળી જીતી જાય છે.

આશાની શરૂઆત નિરાશામાં જ,
દરરોજ આવું જ થઈ જાય છે.

અટકાવતા પણ તે અટકતી નથી,
આ સરિતા સમુદ્રમાં વહી જાય છે.

માન-અપમાન,મોહ-માયા,લાગણી,
જિંદગી આમાં જ વીતી જાય છે.

આના સિવાય કંઈ પણ નથી જિંદગી,
જીવવાની રીત 'ગઝલ'શીખવી જાય છે.

                     
                    પ્રતીક ડાંગોદરા


જો માન્યું કરતું હોય આ મન તો કેવું સારું
કરી ખીલવાડ તેની સાથે,પટાવી લઈએ.

ચિતમાં ન આવે અમુક વાત તો કેવું સારુ,
સંગ્રહી સારી યાદ,બાકીની ભુલાવી દઈએ.

આવે વિચાર નબળા તો પછી શું કરવું સારું,
આના વિશે કોઈ સાથે વાત કરી જોઈએ.

રમત રમતા રમતા હમેશાં જીતી જ જવાય,
અમે તો ભાઈ આવા જ બાજીગર છઈએ.

સાથ એકબીજા સૌને આપતા શીખી જઈએ,
થઈ મદદરૂપ કોઈકને,ખુશી મેળવતા રહીએ.

            
                   પ્રતીક ડાંગોદરા


અનુસરે કોઈ તેવી વાતો કરીએ
કહેતા રહીએ સદા,ચાલો હસતા રહીએ.

જમાનો આ છે વિકટ પરિસ્થિતિ વાળો
તેને પણ ઝીલી,ચાલો હસતા રહીએ.

કર્મની કઠણાઈ કહો કે નસીબનો ખેલ
આ તો જિંદગી છે,ચાલો હસતા રહીએ.

મૌન પણ મ્હોરી ઉઠશે જો હશે કાઈ પોતાનામાં
દુઃખ ભલે હોઈ મનમાં,ચાલો હસતા રહીએ.

મહેરબાની કરી રસપ્રદ વાતોને ભેગી જ રાખીએ
મન થાય ત્યાં પોટલું ખોલી,ચાલો હસતા રહીએ.

              
                       પ્રતીક ડાંગોદરા


પારખી સૌને તેને ઓળખવાનો પ્રયાસ કરીલે
મિત્ર બનાવી સૌને,ખોટો ખ્યાલ તું છોડી દે.

બહાનું મેલ પડતું થોડું ઘણું સાહસ કરીલે
થઈશ જરૂર સફળ તું,ખોટો ખ્યાલ છોડી દે.

થશે તે ધાર્યું હશે તેજ બસ તુ પરિશ્રમ કરીલે
પોતાના કામમાં વ્યસ્ત રહે,ખોટો ખ્યાલ છોડી દે.

સૌની વચ્ચે થશે વાત તારી જ તું સુધાર કરીલે
બસ સારું વર્તન કરતો રહે,ખોટો ખ્યાલ છોડી દે

અહમ છોડીને બધાની સંગાથે તું મિત્રતા કરીલે
દુશ્મનો ઓછા થઈ જશે,ખોટો ખ્યાલ છોડી દે.


               
                          પ્રતીક ડાંગોદરા



આ અભિમાનની વાત તો ત્યારે જ વીતી જાય છે,
જ્યારે માન આપીને કોઈને જીતી જવાય છે

કોઈ વ્યક્તિની કિંમત તો ત્યારે જ સમજાય છે
જ્યારે તે વ્યક્તિ વગર જિંદગી હારી જવાય છે.

હોય સાથે કોઈક તો ગમે ત્યાં પહોંચી જવાય છે
પણ હોય પોતે એકાંતે તો હવે હાંફી જવાય છે

સ્મરણો તો ખૂબ મળ્યા અમોને પહેલાંના જમાનાના
પણ કોઈ કારણસર હવે તેને ભૂલી જવાય છે.

માન, અપમાન,મોહ,માયા, લાગણી બહુ વરસાવ્યું
હવે તો હદ બારી વાત થઈ હવે થાકી જવાય છે.


                         પ્રતીક ડાંગોદરા


દ્રષ્ટિ બધેય રાખી નિરાંતે ચાલીએ મંજિલ મળી જશે,
ફક્ત ધ્યાન એ રાખીએ કોઈ પગથિયું ચુકી ના જવાય.

પહેલાની સંસ્કૃતિ સાચાવાનો સહિયારો પ્રયાસ કરીએ ફક્ત ધ્યાન એ રાખીએ અમુક વાત ભૂલી ના જવાય.

કરી લઈએ સમાધાન મન સાથે અને પ્રફુલ્લિત રહીએ ફક્ત ધ્યાન એ રાખીએ સારી યાદો વિસરી ના જવાય

બીજા બધાની સાથે સબંધ રાખવાનો પ્રયાસ કરીએ ફક્ત ધ્યાન એ રાખીએ આપણા ખોવાય ના જવાય.


                  પ્રતીક ડાંગોદરા



મૂલ્ય વિહોણી આ દુનિયામાં વસવું છે,
શરત એ છે,કે સદાય હસતા રહેવાનું.

સુગંધ ફેલાવવી છે, ચારે દિશાઓમાં
શરત એ છે,કે સદાય મહેકતા રહેવાનું.

અહેસાસ કરવો છે તમારે,આ સંપનો
શરત એ છે,કે એકલતામાં રહેવાનું

વ્યસ્ત રહો,તમારા મૌનને માણતા શીખો
શરત એ છે,કે કઈ બોલ્યા વગર રહેવાનું


                               પ્રતીક ડાંગોદરા



બહુ ઝઘડ્યા,હવે ફરીથી મિત્રતા કરી જોઈએ
ઝાઝો સમય નથી,ચાલને થોડું સમજી લઈએ

કોઈની વાતમાં હા મેળવી, પ્રયાસ કરી જોઈએ
બધાનું થોડું માની, ચાલને થોડું સમજી લઈએ

નજર બધાની તમારા ઉપર જ છે,માની લઈએ
આ ભ્રમ છોડીને,ચાલને થોડું સમજી લઈએ

સમય-સમયની વાત છે,આ વાતને ધ્યાન રાખીએ
સાથે-સાથે રહીને,ચાલને થોડું સમજી લઈએ

મનમાં છે અઢળક વિચારો,તેને તપાસી જોઈએ
તેને પોતાની રીતે મેળવી,ચાલને થોડું સમજી લઈએ


                                પ્રતીક ડાંગોદરા




હરવખત નવી બાજી રમી જાવ છું,
કોઈ ન કરે સદા તેવું કરી જાવ છું.

હાર તો માની લીધી,પણ આશા અમર છે,
તેના કારણે જ ફક્ત તેને જીતમાં બદલી જાવ છું.

કર્તવ્યનું પાલન કરવું તે પોતાની ફરજ હોય છે,
તેના વિના કાર્ય કરી એક સેવાભાવી બની જાવ છું.

જીવનનો બોજ સૌ પર ઘણો બધો જરૂર હોય છે,
તો પણ તેને મનની અંદર સમજી હળવો થઈ જાવ છું.

અભ્યાસક્રમ બહારની વાતો સમજણમાં જ નથી આવતી
તો પણ અનુભવનો સહારો લઇ પારંગત બની જાવ છું.