યારીયાં ભાગ - 2 Dr.Krupali Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સોલમેટસ - 6

    એસપી ઝાલા અને કોન્સ્ટેબલ અર્જુન બંને સેક્ટર-૨૮માં બેસેલા આરવ...

  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

શ્રેણી
શેયર કરો

યારીયાં ભાગ - 2

એનવીશા અને શ્રુષ્ટિ નો માઉન્ટેઇન કૉલેજમાં પહેલો દિવસ છે. બંને જયારે કૉલેજ કેમ્પસમાંથી પસાર થાય છે, ત્યારે ' ધ રોયલ્સ ' બેન્ડ ની વાત ચાલી રહી હતી . બધા ધ રોયલ્સ ને જોવા કેમ્પસમાં ભેગા થયા હોઈ છે.ત્યાં જ બ્લુ કલરની ફોર્ચ્યુનર કેમ્પસ માં વચ્ચે આવીને ઉભી રહી જાય છે.

એટલા માં જ ફોર્ચ્યુનર માંથી એક ફ્રેન્ડસ નું ગ્રુપ બહાર આવે છે. માઉન્ટેઈન કૉલેજ માં જાણે એક પળ થંભી ગઈ હોઈ તેમ બધા સ્ટુડન્ટસ  એકીટસે તેમને  જોતા રહ્યા. તેમાના બધા મોડર્ન લાઈફ સ્ટાઇલ ધરાવનારા લાગતા હતા. તેમાનો  માત્ર એક જ મેમ્બર અલગ તરી આવતો હતો.

સમર્થ : સ્ટ્રેન્થ એન્ડ એનર્જી ઓફ ધ ગ્રુપ. ધ ગ્રેટ પટેલ & સન્સ કન્સ્ટ્રકશન  કંપની ના માલીક વસંત પટેલ નો દીકરો . " સમર્થ પટેલ " . કોઈ પણ છોકરી ની ભૂલ માં પણ સમર્થ પર નજર પડી જાય તો આકર્ષિત થયા વિના ના રહે. સમર્થ દેખાવે લાંબા તાડ જેવો , સૃદ્રઢ શરીર , સ્વેત્વર્ણ , કોમળ અકશીરોમ અને સોનેરી વાળ , ભૂરી કથ્થાઈ આંખો , અને  દિલથી સંવેદનશીલ પ્રકૃતિવાળો.પરંતુ ક્યારેય પણ તે પોતાના આ સ્વભાવ ને કોઈની સામે ના દેખાડે. હંમેશાં બહારથી કઠોળ અને મજબૂત રહે.

રાશિ : રાશિ વસુધા મારબલ કંપની  મિસ્ટર હર્ષદ વસુધા ની લાડ પાળ થી ઉછરેલી અને સારા સંસ્કારો ધરાવતી દીકરી. દેખાવે ઘંઉવર્ણ, કાળા કેશ, સૌમ્ય તથા સરળ પ્રકૃતિવાળી, હંમેશા અજાણી વ્યક્તિઓથી દૂર રહેવાવાળી. પરંતુ પોતાના ગ્રુપ ની લાઇફલાઇન. ગ્રુપ માં કોઈ ને પણ કોઈ પ્રોબ્લેમ્સ હોઈ તે પેહલા રાશિ ને જ જણાવતા.

મંથન : મંથન નું જો કે કોઈ ધનવાન પરિવાર કે ખાનદાની પરિવાર ના હતું .  પરંતુ બાળપણથી જ સ્ટડી માં ખુબ જ આગળ રહેવાવાળો હોવાથી તે ધ રોયલ્સ ને ઘણીવાર સ્ટડી માં હેલ્પ કરતો. પછી જોતજોતમાં તે પણ આ ગ્રુપ નો એક હિસ્સો બની ગયો. મંથન બૌદ્ધિક ગુણોથી તીવ્ર, સામાન્ય શરીર ના બાંધાવાળો અને દેખાવે સહેજ શ્યામવર્ણ . તેના પિતા સામાન્ય કોન્સ્ટેબલ હતા જે ગુડગાંવ પોલીસે સ્ટેશન માં પોતાની ફરજ બજાવતા.

પંથ અને પંછી : 
પંછી : આમ  તો પંથ અને પંછી બને ટ્વિન્સ ભાઈ બહેન થાય. ધ ઝવેરી ડાયમંડ ના માલિક મનોહર ઝવેરી તેમના પિતા. બંને મસ્તીખોર. પરંતુ પંછી હંમેશા ઘમંડ માં રહેવાવાળી અને બીજાને હંમેશા પોતાની જાત થી નીચી ગણવાવાળી છોકરી. તે દેખાવમાં ઉંચી પાતળી , સ્વેત્વર્ણ , લાંબા ભૂરા વાળ જે  કમર થી નીચે સુધી પહોંચતા હતા. કોઈ મોડેલ પણ તેની સામે ટૂંકી પડે તેવી પર્સનાલિટી . 

પંથ : જયારે પંથ મસ્તીખોર અને ધનવાન હોવા છતાં ક્યારેય કોઇ વાત નું અભિમાન નહિ. બધાને પોતાના સમાન જ સમજતો અને હંમેશા બધાની મદદ કરવા માટે તત્પર રહેવાવાળો, ખુબ જ શાંત સ્વભાવવાળો . નિયમિત કસરત કરતો હોવાથી તેના શરીરનો બાંધો ખુબ મજબૂત થઇ ગયો હતો , કાળા વાળ ,આંખો માં ચમક , અને દેખાવે નઝર ના હટાવી શકાય તેવો છોકરો.

આ પાંચ ફ્રેંડ્સ ને લોકો ધ રોયલ્સ ના નામ થી જાણે . ધ રોયલ્સ હંમેશા પોતાની જાત ને ક્રાઉડ થી અલગ રાખવાનું જ પસંદ કરતા . તે લોકો થોડી જ વાર માં કેમ્પસ માં ઉમટી પડેલા ટોળાની વચ્ચે થી પ્રિન્સિપાલ ની ઓફીસ તરફ આગળ વધ્યા.

તે જયારે પ્રિન્સિપાલ ની ઓફીસ ની બહાર પહોંચ્યા ત્યારે તેમને મિસ્ટર મેહતા ને કોઈક સાથે ફૉન પર વાત કરતા સાંભળ્યા.

મિસ્ટર મહેતા :મને જાણીને દુઃખ થાય છે કે તે પાંચેય ના કૉલેજ ડીન તથા કૉલેજ સ્ટાફ સાથેના શરમજનક અને ખરાબ વર્તન થી તેમને સ્ટેટ ની ટોપ કૉલેજ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તમે ચિંતા ના કરો હવેથી એ પાંચેય ની જિમ્મેદારી મારી. ડિસિપ્લિન માં કેમ રેહવું, કોની સાથે કેવું વર્તન કરવું, તેવા શિક્ષા ના પાઠ એ લોકો ને હવે હું શીખવીશ. તેમણે સારું ભવિષ્ય આપવાની ગેરંટી મારી. સો ડોન્ટ વોરી  મિસ્ટર પટેલ .

ક્યાં કારણોસર ધ રોયલ્સ એ આ કૉલેજ માં એડમિશન લીધું છે? કેમ મિસ્ટર મહેતા આવી રીતે મિસ્ટર પટેલ  સાથે વાત કરી રહ્યા હતા? શું કર્યું હતું ધ રોયલ્સ એ પોતાની કૉલેજ માં જેને લીધે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા ?