તારા દિલની ધડકન ને પૂછી તો જો....
તારી આંખોમાં છૂપાયેલા આંસુ ને પૂછી તો જો...
તને આપેલા વચન ને પૂછી તો જો...
તારા અંતરાત્માને પૂછી તો જો.....
મિત
ઝાકળની ભિનાશ તારા અંતર મહીં....
અનુભવતી હું તારી નિર્મળ પ્રિત !
મઘમઘતી મિઠાશ તારા હોઠો મહીં .. .
હરખાતી હું નિહાળી તારું સ્મિત !
અનેરી આત્મિયતા તારા મન મહીં....
તૃપ્ત થાઉં હું સાંભળી તારું ગીત !
નિરાળો અંદાજ તારી નજર મહીં....
નિહાળું હું દુનિયા ગણી તારૂં ગણિત !
અજબ હળવાશ તારા હ્રદય મહીં...
તને સ્મરું હરપળ હું મારા મન મિત !
ડો.સેજલ દેસાઈ
સુરત ?
#*""''''''''**************
સાગરતટે મિલન
ક્ષિતિજ પર સૂર્યોદય નો પ્રકાશ રેલાયો
તારાં આગમનનો અણસાર આવ્યો !
સાગરને હૈયે હરખ ન સમાયો.....
ભરતી સંગ એ ઉમંગભેર ઉછળ્યો !
તારી આંખોમાં અઢળક સ્નેહ દેખાયો....
આંસુ બની મારી આંખમાંથી છલકાયો !
તારાં હાથમાં મારો હાથ સોંપાયો....
જીવનભર સાથ રહેવાનો વાયદો કરાયો !
ડો.સેજલ દેસાઈ
સુરત ?
#**""''"'%%%©%
તારલિયા થી મઢેલ એ રઢીયાળી રાત હતી
સાથે ચાંદની ના ઉજાસની સોગાત હતી...
હવા મધુર સંગીત ની છોળો ઉડાડતી હતી
રાતરાણીની માદક ખૂશ્બુ રેલાતી હતી...
પ્રેમમાં મગ્ન બે દિલોની એ મીઠી મુલાકાત હતી
આકાશમાથી જાણે અમીવર્ષા વરસતી હતી..
આંખો હરખના અશ્રુની ધારથી તરવરતી હતી
ચહેરા પર શરમની આછી રેખા ઉપસતી હતી..
અધર પર અધર મળ્યાની અનોખી અનુભૂતિ હતી
ચુંબન ની વર્ષાથી અંતરમાં જાણે અનેરી તૃપ્તિ હતી...
ડો.સેજલ દેસાઈ
સુરત ?
##*"""""''::''''"""'"'""_"
આજનો શબ્દ : કવન
સુગંધ પારિજાતની ફેલાય છે ઉપવન,
મંદ ગતિએ લહેરાય છે મસ્ત પવન ...
પૂર્ણ ચંદ્રમા થકી શોભે છે ગગન,
ચાંદની સંગ હિલોળે ચડ્યું યૌવન !
એકમેકમાં ભળી વાત કરતાં નયન ,
એકસાથે ગાઈ રહ્યા છે પ્રણયનું કવન !
એકમેકનાં સંગાથે વિતાવવું છે જીવન,
પ્રેમ નિભાવવા માટે આપ્યું છે આ વચન !
ડો.સેજલ દેસાઈ
સુરત ?
###*"""""""""""""******"
હેત
તારા હેતની હેલી અનુભવાય છે આજ
મારા અધર પર સ્મિત મલકાય છે આજ
તારા અંતરનો નાદ ઉભરાય છે આજ
મારા મનમાં સૂર સંભળાય છે આજ
તારા સપનાંની વાત કહેવાય છે આજ
મારું અંતર મહીં ગભરાય છે આજ
તારા શબ્દોના અર્થ સમજાય છે આજ
મારા જીવનમાં એ સમેટાય છે આજ
તારા સ્નેહનાં સૂર છેડાય છે આજ
મારી આંખોમાં અશ્રુ છલકાય છે આજ
ડો.સેજલ દેસાઈ
સુરત
####*******"""""""""""""
હ્દયમાં તારો ધબકાર બનું હું
જીવનમાં તારો અધિકાર બનું હું
અંતિમ શ્વાસ સુધી રટણ તારું
શ્વાસમાં તારો ઓમકાર બનું હું
સ્મરણ રહે નિરંતર મને તારું
અંતરમાં તારો રણકાર બનું હું
હરપળ સતત તને જ પુકારુ
હોઠોં પર તારો આવકાર બનું હું
યાચના હવે હું માંગુ' સહજ'
રોમેરોમમાં તારો સ્વિકાર બનું હું
ડો.સેજલ દેસાઈ
સુરત ?
####***********,""""
રંગ
પ્રિતનો રંગ તું લગાવી જા...
મનમાં ઉમંગ તું છલકાવી જા !
ઉદાસીની પળ છે અઘરી...
હૈયે હરખ તું જગાવી જા !
જીવન સુકું તરસે હરપળ...
લાગણીની ભિનાશ તું વરસાવી જા !
સૂનો પડ્યો છે દિલનો તંબુરો...
માદક સંગીત તું સંભળાવી જા !
મધદરિયે નૌકા મારી ડગમગે...
અનંત પ્રવાહમાં તું વહાવી જા !
ડો.સેજલ દેસાઈ
સુરત ?
######*"""""”""
સમીકરણ
અટપટા કેવા આ માનવ સ્વભાવના સમીકરણ ;
સંબંધોની આંટીઘૂંટીમાં લાગણીનું અતિક્રમણ !
ઝંખના સ્નેહની મહીં,અંતરપટ અનાવરણ;
વેદના વિરહની, પ્રિયજનનું મનોમન સ્મરણ !
લાગણીઓની શોધમાં સદીઓથી પરિભ્રમણ;
મળે જ્યારે વિસામો, થાય તૃપ્ત અંતઃકરણ !
ડો.સેજલ દેસાઈ
સુરત
######*******