અંતરની અભિવ્યક્તિ ભાગ ૫ Dr Sejal Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતરની અભિવ્યક્તિ ભાગ ૫

       આ ભાગમાં કેટલીક સામાજિક વિષયો પર લખાયેલી મારી રચનાઓ ને આવરી લેવામાં આવી છે.
આપણી આસપાસ ઘટાતી ઘટનાઓથી ઘણી વખત કેેટલાક પ્રશ્નો ઉદભવે છે એના વિશે કેટલીક કવિતાઓ રજૂ કરું છું.

પ્રહાર
( સમાજમાં પ્રચલિત દુરાચાર પર પ્રહાર )

હાથમાં કલમ અને પુસ્તક ને બદલે 
કામકાજનો  સોંપે ભાર....
એ છે એના બાળપણ પર પ્રહાર...!

મનગમતા વિષય ભણાવવા ને બદલે
એ જ જૂની ઘરેડમાં એનો વિસ્તાર..
એ છે એના વ્યક્તિત્વ પર પ્રહાર.. ..!

જીવનસાથીની પસંદગી પ્રેમ ને બદલે
ન્યાત જાતના ધોરણે અંગીકાર...
એ  છે એના જીવન પર પ્રહાર .....!

કૂખેથી જન્મ આપવાને બદલે
દિકરી ને કરે કૂખમાં જ ખુવાર..
એ છે એના પ્રાણ પર પ્રહાર.....!

મુક્ત હવામાં ફરવાને બદલે
 યુવાન દિકરી ને  પાબંદી અપાર...
એ છે એની સ્વતંત્રતા પર પ્રહાર....!

ઘડપણમાં સાથ આપવાને બદલે સંતાનો
મોકલે મા-બાપને, ઘરડાઘરને દ્વાર..
એ છે માં બાપની લાગણીઓ પર પ્રહાર....

**************"""**************

કાળજું

નવજાત બાળકને 
 જન્મતાની સાથે જ
રસ્તા પર મૂકી દેતાં 
તારું કાળજું ના કપાયું ?

તારી ભૂલ નું અનિચ્છનીય 
 પણ  સુંદર ફૂલ એ
શાને આમ તારાં થકી જ તરછોડાયુ ?

શું થશે એનું હવે પછી ?
એ તેં સહેજ પણ વિચાર્યું ?
તારું કાળજું  ના કપાયું ?

શાને ડર આ સમાજનો 
જેણે એને ન સ્વિકાર્યું ?

અરે, ડર તો રાખ કુદરતનો,
તારાં કર્મ નું ફળ મળશે જ
 એ નહીં કદી વિચાર્યું ?

*****"""""""****************"""""""******

કલમ

નાનકડી કલમ મને પૂછે,
બોલો મારી શી વિસાત ?
જવાબ આપ્યો મેં એને કે ...

તું તો છે નાનીશી પણ 
ધરાવે જબરી તાકાત...
શબ્દોની સાથે કરી રમત, 
તું બતાવે મારા મનની વાત...

તારામાં પાંખો વિના પણ
ઊંચે ઉડવાની છે તાકાત ‌....
કલ્પનાઓના જહાજ પર સવાર,
તું પહોંચી જાય સાત સમંદર પાર ‌..

તારામાં તો ચરણ વિના પણ
દૂર સુધી ચાલવાની છે તાકાત....
ભાવનાઓને સંગાથમાં રાખીને,
તું નીકળી જાય સૌના દિલ ની આરપાર...

*****"""""""*******""""""*****"""""""

જન્મ

એક પુત્ર જન્મ ની આશ માં 
અનેક પુત્રી ની કુખમાં જ હત્યા.. 
શા માટે ?

પુત્ર જન્મની થાય વધામણી,
અને પુત્રી જન્મ ને મળે ધિક્કાર..
શા માટે ?

પુત્ર ને કહે કુળદીપક,
અને પુત્રી ને ગણે સાપ નો ભારો....
શા માટે ?

પુત્રને જન્મ આપનાર માતાનું કરે સન્માન,
પુત્રી જણનાર માં સહે મહેણા ટોણા અપાર..
શા માટે ?

પુત્ર ઉછેર થાય લાડકોડથી,
પુત્રી રહી જાય સ્નેહ થી વંચિત...
શા માટે ?

પુત્ર જન્મ માટે પિતા જવાબદાર,
છતાંયે માતા  જ સહે સમાજનો સવાલ..
શા માટે?

*****""""""*******""""""******""""""****"*

લગ્ન

                 શું
                લગ્ન
               થતાં જ
             છોકરી એ
             મંગળસૂત્ર,
            ઝાંઝર, વિગેરે
          બંધનમાં બંધાવું
        ફરજિયાત બને છે ?
      શા માટે એને જ જરુરી
    આ બંધન , છોકરાને નહીં?

         ડો.સેજલ દેસાઈ
             
******"*""""""********"""""""""******

ભારત

આઝાદ ભારતના નાગરિક આપણે ..
 કેટલીક જવાબદારીઓ આપણા શિરે...

મહામુલી આઝાદીનું જતન કરશું હળી મળીને...
એળે ન જાય બલિદાન શુરવીરો નું એ યાદ રાખીએ..

પ્રશ્નો ઘણા છે દેશભરમાં , ઉપાયો એના શોધીએ...
આપણી  સૌ ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીએ...

દેશપ્રેમ ની ભાવના દિલમાં નિરંતર જાળવીએ...
 દેશની ઉન્નતિમાં આપણું યોગદાન આપીએ....

આઝાદ ભારતના નાગરિક આપણે....
કેટલીક જવાબદારીઓ આપણા શિરે..


********"""""""******""""""******""""""

હોંકારો 

ભારતમાતા કરે છે હોંકારો!
વિદેશમાં વસતા સંતાનો ને;
પૂછે છે એવું તો શું મળ્યું તને
પરદેશની ધરતી પર?
જેથી આજે ભૂલ્યો તું
તારી જન્મભૂમિ ને ?

જવાબ મળ્યો એનો એવો તિખારો,
માં મને આ દેશમાં આપવામાં આવ્યો દેકારો,

ભ્રષ્ટાચાર અને મોંઘવારી નો અહીં મારો !

વળી અનામત (આરક્ષણ) નો ભારોભાર વરતારો !!

ન્યાત જાતનાં ભેદભાવ નો 
 નહીં આવે અહીં કોઈ આરો !

વ્યક્તિત્વને વિકસાવવામાં અહીં અનેક પડકારો !

માં મને આ દેશમાં આપવામાં આવ્યો દેકારો !!!
ભારત માતા!  ના કરો હવે  મને હોંકારો !

*****""""""*****"""""*********

તસવીર 

એક ક્ષણમાં જીવંત માણસ 
બેજાન તસવીર માં કેદ થઈ જાય છે....

એક ક્ષણમાં પુણ્ય આત્મા
ખોળિયું છોડી ને જાય છે....

એક ક્ષણમાં સ્વાર્થી જીવ
શિવ ના મિલનની ઝંખનામાં ખોવાય છે....

એક ક્ષણમાં  કોઈનુ સ્વજન 
 માયા તણા બંધનો તોડી ને જાય છે....

એક ક્ષણમાં  ગુમાવેલ સ્વજન 
જાણે તસવીર માંથી ડોકાય છે....

ડો.સેજલ દેસાઈ

*******"""""****""""****"""""*****