અંતરની અભિવ્યક્તિ ભાગ ૨ Dr Sejal Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંતરની અભિવ્યક્તિ ભાગ ૨

     અંતરની અભિવ્યક્તિ ભાગ ૨ આપની સમક્ષ રજુ કરતાં આનંદ ની અનુભૂતિ થાય છે.કેટલીક આધ્યાત્મિક વિષય પર સ્વરચિત  કવિતાઓ અહીં આવરી લેવામાં આવી છે.

**********,************,,,,,*****************
તું ક્યાં છુપાયો છે ?

હે ઇશ્વર !
તને શોધે છે માણસ
મંદિર, મસ્જિદ, ગુરુ દ્વારા તથા દેવળ માં
પણ તું ક્યાં છુપાયો છે ?
ઊભરાય છે યાત્રાધામો તારા
એક ઝલક તારી જોવા ને
પણ તું ક્યાં છુપાયો છે ?
વેઠે છે કેટલાંય કષ્ટો માણસો
તારા ધામે પહોંચવા ને
પણ તું ક્યાં છુપાયો છે ?
વ્રત , ઉપવાસ કેટલાંય કરીને માણસ
પ્રયત્ન કરે તને રીઝવવા ને
પણ તું ક્યાં છુપાયો છે?
દાન પુણ્ય અર્પણ કરી ને માણસ
પ્રયત્ન કરે તને લાંચ આપવાને
પણ તું ક્યાં છુપાયો છે?
મંત્રજાપ, માળા વિગેરે કરીને માણસ
પ્રયત્ન કરે તને યાદ રાખવા ને
પણ તું ક્યાં છુપાયો છે?
થાય મને મનમાં એક પ્રશ્ન
કે ખરેખર તું માણસો થી આટલો બધો દૂર છે?

********************************************

તું ક્યાં છુપાયો છે? ભાગ ૨

હે પ્રભુ ! તને નિહાળું
માં ની મમતા રૂપી છબીમાં
પિતા ના પ્રેમાળ રૂપ માં
બાળક ના નિર્દોષ સ્મિત માં
રંગબેરંગી ફૂલો ની મહેક માં
ક્ષિતિજ પર થતા સૂર્યોદયના કિરણો માં
ટમટમતા તારલાઓ ભરેલ નભમાં

ચંદ્ર ની શીતળ ચાંદનીમાં
આકાશે ઊંચે ઊડતા વિહંગ માં
વરસતા વરસાદ ની હેલીમાં
પવન સંગાથે ડોલતા વૃક્ષમાં
ઘુઘવતા દરિયા ની ભરતી- ઓટમા
પ્રચંડ વેગથી અવિરત વહેતાં ધોધમાં
મેઘધનુષ નાં સપ્ત રંગ માં
સરીતા ના ખળખળ વહેતા જળમાં
પંખી નાં મધુર કલરવ માં
અત્ર,તત્ર, સર્વત્ર તું જ વ્યાપક છે!

અસ્તુ ?

*********"**********************************

અધિકાર 


હરિના હેતને પામવાનો છે સૌને અધિકાર ;

એની ભક્તિમાં લીન બનવા માટે જે તૈયાર !


પરમકૃપાળુ પરમાત્મા કરે સૌને સ્વિકાર ;

રાજા હો કે રંક , એને સૌની દરકાર !


દયાળુ દેવ ના આપણે સૌ સમાન હકદાર ;

એની કૃપા દૃષ્ટિ સમસ્ત  જીવો માટે ઉપકાર !


ભગવાન નો  ભવ્ય દરબાર છે આ સંસાર ;

એ  જ  બને સર્વ જીવાત્માનો તારણહાર !

ડૉ.સેજલ દેસાઈ

*****"""""***********************************

ગીતા


આત્મસાત કર્યો જેણે ગીતા નો મર્મ;

તે વ્યક્તિના હો સદાય સારા કર્મ !


ખીલે કમળ જ્ઞાન રૂપી, ભાંગે ભેદ ભ્રમ;

જળકમળવત્ રહી શકે તે  ,જે પણ ઘટના ક્રમ!


શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન રહેવા એ ચાહે કાયમ ;

હવે  તો બસ આ જ નિયતિ અને આ જ ધર્મ !


ઉન્નતિ થાય આત્મા ની જે પાડે આ નિયમ;

ભવસાગર પાર કરી જાય , જીવન માં રાખે સંયમ !



ડૉ.સેજલ દેસાઈ

*********"""*"*********************

રંજ


હે પ્રભુ ! 

આપ શક્તિ

 એટલી ;

બને હ્રદય 

વિશાળ મારું

 રહે ન

એમાં કોઈ 

રંજ;

કરી શકું 

ભૂલોને માફ,

હોય રાજા 

કે 

રંક !

ડૉ.સેજલ દેસાઈ

*************************************

શ્રદ્ધા

 શ્રદ્ધા કેરો દીપક મુજ ઉરે  ઝગમગે ;

જ્યોત થકી એની મુજ જીવન ઝળહળે !


આવે આંધી કે તોફાન એ હવે ન ડગમગે ;

સકલ સૃષ્ટિ માં તેજ પ્રભુ કેરું તરવરે  !


રાત દિવસ એની કૃપા દૃષ્ટિ ઝરમર વરસે !

એ અમીરસ પીને તૃપ્ત થાઉં હું  હરપળે !


અદશ્ય એવા વિભુને નિહાળું મુજ અંતરે !

શ્રદ્ધા નિરંતર એના પર , એ જ તારણહાર બને !


ડૉ.સેજલ દેસાઈ

*****************"**"""********

જ્ઞાન

 

પાનખર સમાન જીવન માં વસંત મ્હેકી ઉઠી ; 

જ્યારે મુજ અંતરે જ્ઞાન રૂપી પુષ્પ ખિલ્યુ  !


પ્રગાઢ અંધકાર છવાયેલ જીવનમાં સુર્યોદય થયો;

જ્યારે મુજ ઉરે જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાયો !


દિશા હીન ભટકતા જીવન ને નવી દિશા મળી;

જ્યારે મુજ બુદ્ધિ ને જ્ઞાન રૂપી પથદર્શક મળ્યો !


હીનભાવનાથી પીડાતા જીવને નિજ રૂપ ઓળખાયું ;

જ્યારે મુજ અહમ્ ને જ્ઞાન રૂપી દર્પણ મળ્યું !


ડૉ.સેજલ દેસાઈ

******************************

સફર


જન્મથી મૃત્યુ સુધીની જ છે 

આ જીવન સફર ?

કે પછી અનંત જન્મોની ,શી ખબર ?


દિવ્ય આત્મા તો છે અજરામર ;

બદલાય છે ખોળિયું ફક્ત  જન્મજન્માન્તર !


લક્ષ્ય છે એનું અંતિમ મોક્ષ માર્ગ પર ,

પરંતુ મૃત્યુ સુધીની જ આપણને ખબર !


જીવન અમુલ્ય ભેટ પ્રભુની, એ જ સત્ય અફર,

ઉન્નત કરીને આ જીવન , કરીને પ્રભુ ને જ અર્પણ !


ડૉ.સેજલ દેસાઈ

*********************,***,********

ખોળિયું


મળ્યું છે ખોળિયું માનવીનું ,

કરીને સત્કર્મ જીવનભર, એને સજાવીએ !


અમુલ્ય ભેટ છે એ પ્રભુની,

કરીને ભક્તિ  પ્રભુની, એને ઉજાળીએ !


બેજોડ આ ખોળિયું દરેકનું,

કરીને સમ્માન  દરેકનું,એને શણગારીએ !


આતમદીપ પ્રગટે એની મહીં,

 એને  નિરંતર સદૈવ જ્યોતિર્મય રાખીએ !


 પંચમહાભૂતમાં વિલીન થાય એ મૃત્યુ પછી,

કરીને આત્મા ની ઉન્નતિ એને મોક્ષમાર્ગે દોરીએ !



ડો.સેજલ દેસાઈ

*********"""**********************

મસ્તક


સ્વિકાર કરો મારો પ્રભુજી,

 પ્રાર્થે આ જીવ નત મસ્તક !


લ્યો શરણમાં મને પ્રભુજી,

કર્યું આ  જીવન તુજ હસ્તક !


દૂર કરો  મનનાં મેલ પ્રભુજી, 

બને આ આત્મા નિષ્કલંક !


ફેલાવો જ્ઞાન રૂપી પ્રકાશ પ્રભુજી,

ઊજળું થાય આ  જીવન ફલક !


ડો.સેજલ દેસાઈ

*****************************

સાથી

પ્રભુ ! તું જો બને મારો સાથી,


જેમ બન્યો તું અર્જુન નો સારથી,


જીવન જંગ જીતી જવાય ,બની તુજ શરણાર્થી !


 માંગું હુ એટલુંજ કે બનાવી લો મને તુજ વિદ્યાર્થી !


નિજ આત્મા ની ઓળખ કરાવી ,ઉગારી લો મને  સત્યાર્થી ! 


ડૉ.સેજલ દેસાઈ

********************



" રાહ "


વિવિધ રાહ નાં પથિક આપણે, 

પણ મંઝિલ સૌની એક !


પરમ સમીપે પહોંચવા માટે

મનમાં રાખી  ટેક   !


ખબર છે કે આ રાહ પર 

આવશે અવરોધો અનેક ;


છતાંયે , પ્રભુ તારા વિશ્વાસે

ચાલતા રહીએ  દરેક !


ડૉ.સેજલ દેસાઈ

સુરત

****************************************

આરદા


નમામિ દેવી શારદા !

સ્વિકાર કરો મારી આરદા !


મારી કલમ ચાલે અવિરત સદા !

ચાહે આવે કોઈ પણ વિપદા !


આશિષ આપજો મને સદા !

મારી તો એ જ સંપદા ! 


રહું પ્રસન્ન હું સર્વદા !

જીવન ઝરમર વરસે સદા !


નમામિ દેવી શારદા!

સ્વિકાર કરો મારી આરદા !


ડૉ.સેજલ દેસાઈ

સુરત ?


??અસ્તુ ??