આસિકાની તબિયત હવે સારી થઈ ગઈ છે. એટલે વિહાન સારો દિવસ જોઈને બે દિવસ પછી સંકલ્પ અને આસિકા ના લગ્ન માટે સંકલ્પ ના ઘરે જણાવે છે ત્યાં તો બધા ખુશ થઈ જાય છે. અને તૈયારી કરવા લાગે છે લગ્નની. પણ ઉદાસ છે સંકલ્પ અને આસિકા બંને.
એ દિવસે રાત્રે પ્રિયા રાત્રે બારેક વાગે ઉઠે છે તે કિચનમાં પાણી લેવા જાય છે. તેને આસિકા ના રૂમમાં તેના વાત કરવાનો અને સાથે રડવાનો અવાજ આવી રહ્યો છે.
તે ચિંતા માં આવી જાય છે અને વિહાન ને જોવા કહે છે.વિહાન પણ સાભળે છે અને તે કહે છે સવારે તેની સાથે શાતિથી વાત કરીશ...
* * * * *
સંકલ્પ ઉદાસ બેઠો છે. ત્યાં પાછળથી તેનો ભાઈ આવે છે. તે બહાર એન્જિનિયરિગનુ ભણે છે તેને આ બધી વાત ની જાણ થતા તે ઘરે આવ્યો છે કારણ કે તેને ખુશી અને સંકલ્પ ની બધી જ વાત ખબર હતી.
તે કહે છે ભાઈ શુ કામ તમે આવુ કરો છો?? ત્રણ જિંદગી ખરાબ થશે. આસિકાભાભી માં કોઈ જ પ્રોબ્લેમ નથી. તે બધા ને પસંદ હતા એટલે તો તમારા તેમની સાથે મેરેજ કર્યા હતા.
પણ હવે સમય અને સંજોગો બદલાઈ ગયા છે. આવા લગ્નથી ખુશી ભાગી પડશે. અને તમે પોતે તૈયાર છો?? તમે આસિકા ભાભીને ખુશ રાખી શકશો?
આવા સંબંધ નો કોઈ અર્થ નથી. તમે આપણા ઘરે જણાવી દો. તમે ના વાત કરી શકો તો હુ જણાવુ.
સંકલ્પ કહે છે વિહાન મારો બાળપણનો દોસ્ત છે અને આસિકા ને આવી રીતે કેમ ના કહી શકુ?? તેની જિંદગી કેમ ખરાબ કરી શકુ??
સંકલ્પ નો ભાઈ કહે છે, મારે જ કાઈ કરવુ પડશે?? તમારા ત્રણેય ની જિંદગી ખરાબ નહી થવા દઉ. કહીને રૂમની બહાર નીકળી જાય છે.....
* * * * *
અસિત રાત્રે નવ્યા સાથે વાત થતા કન્ફર્મ થઈ ગયુ હતુ કે નવ્યા ના સંકલ્પ સાથે મેરેજ ફાઈનલ છે.... આમ તો થયેલા જ છે પણ આ તો તેના ભાઈની ઈચ્છા ને લીધે ફરી લગ્ન થવાના છે.
અસિતની આખો રડી રડીને સુજી ગઈ છે...તેને નવ્યા ને સાચો પ્રેમ કર્યો છે. પણ હવે તેના લગ્ન થયેલા હોવાથી તે તેના ભાઈને જઈને શુ સમજાવે???
તે આજે ઓફીસ પણ નથી ગયો. તેને નવ્યા એ કહ્યું છે કે તે તેના ભાઈને વાત કરશે. પણ તે વાત કરી શકશે કે નહીં એ પણ નથી ખબર... પછી જે થાય તે કિસ્મત.....!!
* * * * *
સવારે વિહાન આસિકા ના રૂમમાં જાય છે. તો તે સુતેલી હોય છે. તેની આખો રડીને સુજી ગયેલી છે. વિહાન તેના માથે પ્રેમ થી હાથ ફેરવે છે. એટલે હાથ અડતા જ આસિકા ગભરાઈને ઉઠી જાય છે.
અને હજુ પણ જાણે તે ગભરાયેલી જ છે. વિહાન તેને પ્રેમથી પુછે છે આસુ શુ થયું તુ કંઈ ટેન્શનમાં છે? તને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કહે હુ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ.
અને કાલે રાત્રે તુ કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી અને રડતી હતી . હુ ઈચ્છેત તો રાત્રે આવત અને તારો ફોન પણ ચેક કરી શકત..પણ મને મારી આસુ પર પુર્ણ વિશ્વાસ છે ...જો તને પણ તારા આ ભાઈ પર વિશ્વાસ રાખીને મને જે પણ પ્રોબ્લેમ હોય તે ખુલા દિલ થી જણાવ...
આસિકા વિચારે મને લાગતુ નથી મારૂ કાઈ થાય કારણ કે લગ્ન ના સંબંધો તોડવા એટલા સરળ નથી. એ પણ જ્યારે દોસ્ત હોય, અને આપણા આ સમાજમાં આવી કોઈ નહી અપનાવે અને ભાઈની આબરૂ નુ શુ થશે?? તે ચિંતા માં આવી જશે..અને સંકલ્પ પણ આ સંબંધ માટે રાજી છે તો શુ કરીશ હુ....એમ વિચારી ને તે કંઈ કહેતી નથી...
વિહાન પાસે હવે પુછવાનો કોઈ માર્ગ નહોતો એટલે તેણે છેલ્લે કહ્યું , આસિકાનો હાથ તેના માથા પર રાખી કહ્યું , તને આ તારા ભાઈના સમ છે તને મારા માટે જરા પણ લાગણી હોય તો તુ મને તારી તફલીક જણાવી શકે છે.
આ વાત સાંભળીને આસિકા ની આખો ભરાઈ જાય છે અને તે વિહાન ને ભેટી પડે છે અને તે અસિત સાથે નીસગાઈ ,મેરેજ થવાના હતા ત્યાં સુધી ની બધી જ વાત કરે છે....હવે ચિંતા કરવાનો વારો વિહાનનો હતો...કારણ કે આવતી કાલે તો લગ્ન છે તે સંકલ્પ ને કહે પણ શુ???
વિહાન અને પ્રિયા એકબીજા સાથે વાત કરે છે .શુ કરવુ કંઈ સમજાતુ નથી. તે જાણી જોઈને આસિકાની જિદગી પણ ખરાબ કરવા નથી ઈચ્છતા પણ સંકલ્પ, તેનો પરિવાર, અને સમાજમાં તેમની ઈજ્જત નુ શુ??
શુ વિહાન કંઈ સોલ્યુશન લાવી શકશે?? તે સંકલ્પ ને વાત કરી શકશે?? કે પછી વિહાન સમાજ ના બંધન સામે લાચાર બની જશે???
જાણવા માટે વાચતા રહો, કરામત કિસ્મત તારી -14
next part ....... publish soon................
.