કરામત કિસ્મત તારી -5 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કરામત કિસ્મત તારી -5

આજે વીરા ના લગ્ન છે. જાન આવવાની તૈયારી માં છે. દુલ્હન પણ તૈયાર થઈ ગઈ છે. વીરા આજે રેડ અને વાઈટ કલરના પાનેતર માં સરસ ઢીંગલી જેવી લાગી રહી છે.

પછી જાન આવે છે. અને થોડી વાર માં વિધિ શરૂ થતા નવ્યા અને અસિત વીરા ને લઈને મંડપમાં ચોરી માં લઈ આવે છે. ત્યાંથી આવતા સુધી અસિત નુ ધ્યાન ફક્ત નવ્યા પર હતુ.
તેને આજે અસિતે પસંદ કરેલા ચોલી પહેર્યા હતા. અને સાથે મેચિંગ ઈયરિગ્સ , ડોકમા નાજુક સેટ, થોડી હેરસ્ટાઇલ અને હળવા મેકઅપ માં આજે તે અપ્સરા જેવી સરસ દેખાતી હતી..અસિત નુ ધ્યાન જાણે તેના તરફથી હટતુ જ નહોતું.

પછી મેરેજ શરૂ થાય છે. તે કંઈક કામ માટે ત્યાંથી બહાર જતો હોય છે ત્યારે છોકરાવાળા માંથી ત્રણ ચાર છોકરાઓ વાત કરી રહ્યા હતા કે ભાભી ની ફ્રેન્ડ તો જોરદાર છે.....માલ છે...!!

આવુ સાભળતા જ અસિત ને જોરદાર ગુસ્સો આવી જાય છે પણ તે અત્યાર નો માહોલ જોઈને તે પોતાની જાતને કન્ટ્રોલ કરે છે. અને ત્યાંથી નીકળી જાય છે. પછી તે વિચારે છે કે મને કેમ  આટલો બધો ફરક પડે છે નવ્યા વિશે કોઈ ખરાબ વાત કરે તો...કેમ આવુ થાય છે???

પછી ફાઈનલી મેરેજ અને બધુ પતી જાય છે. ત્યારે વિદાય વખતે વીરા નવ્યાને અસિત સામે જોઈને  ધીમે થી કહે છે, આ બબુચક નુ હવે ધ્યાન રાખજે. મારા ગયા પછી હવે તેની સાથે કોઈ ઝઘડો પણ નહી કરે એટલે તુ વસુલ કરજે. એટલે નવ્યા ને હસુ આવી જાય છે.

અસિત વીરા પાસે આવીને કહે છે, મારી મા તમારો હુકમ તો માનશે જ ને નવ્યા કહીને વીરા ને ભેટીને રડી પડે છે....

                *       *      *      *       *      *

વીરા ના જવાથી ઘરમાં સુનુ થઈ ગયું છે. તેના મમ્મી પપ્પાને પણ તે યાદ આવે છે. પણ નવ્યા જાણે તેમની બીજી દિકરી બનીને બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરી રહી છે.

આ બાજુ આસિત પણ સુનમુન બેઠો છે. તે તેની અને વીરા ની બાળપણ ની યાદો ને વાગોળી રહ્યો છે. ત્યારે નવ્યા તેની પાસે આવીને બેસે છે અને કહે છે વીરા વિના ઘર સાવ સુનુ થઈ ગયું છે. તને કંઈ પણ એવુ લાગે તો મને કહી શકે છે. એક બહેનની જગ્યા તો હુ ક્યારેય નહી  લઈ શકુ પણ પ્રયત્ન જરૂર કરીશ સમજવાનો.

એટલે અસિત હસીને નવ્યા ને થેન્ક યુ .....કહે છે.

                  *     *      *      *     *

આજે સંકલ્પ બહુ ખુશ લાગી રહ્યો હતો જે આસિકાનો પતિ છે. લગ્ન પછી તરત થયેલા એક્સિડન્ટ માં તેની પત્ની આસિકા ના મૃત્યુ પછી તે થોડો ડિપ્રેશ થઈ ગયો હતો. હવે તે થોડો મેન્ટલી સ્ટેબલ થયો હતો એ પણ એક વ્યક્તિ ના લીધે તે છે ડૉ. ખુશી...

સંકલ્પ એક ગાયનેકોલોજિસ્ટ છે. અને  ડૉ ખુશી કે તે પણ ગાયનેકોલોજિસ્ટ જ છે તે બંને એક જ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે.

બંને લગભગ સાથે જ કામ કરતાં. ખુશી મનોમન પહેલા જ દિવસ થી સંકલ્પ ને પસંદ કરવા લાગી હતી. પણ સંકલ્પ
ને એવું કંઈ જ નહોતું એ તેને ફ્રેન્ડ જ માનતો હતો.

એટલે જ તેને તેના ફ્રેન્ડ વિહાન ની બહેન અસિતા સાથે મેરેજ કરવા તૈયાર થાય છે. એટલે ખુશી એના મનને મનાવી લેછે. પણ હવે મેરેજ અને તેની પત્ની આસિકા ના મૃત્યુ પછી તે ફરી સંકલ્પ ની નજીક આવી રહી છે.

હા એ વાત ચોક્કસ છે કે તે સંકલ્પ ને પ્રેમ કરે છે પણ તેના મનમાં એવુ કપટ નથી. તે નિર્દોષતાથી જ સંકલ્પનુ દિલ જીતવાનો પ્રયાસ કરી રહી છે.

સંકલ્પ પણ આખરે એક યુવાન છોકરો છે તેને પણ હવે ધીમે ધીમે ખુશી સાથે ની  કંપની ગમવા લાગી છે.આજે સંકલ્પ ના જન્મદિવસે ખુશી હોસ્પિટલમાં પરમિશન લઈને એક સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરે છે.

સંકલ્પ હોસ્પિટલ આવે છે એટલે બધા તેને ભેગા થઈને વિશ કરે છે અને આ બધુ ખુશી એ કરાવ્યું છે એટલે તે ખુશ થઈ જાય છે. અને ખુશી આવીને તેને હગ કરે છે....

શુ થશે આગળ?? નવ્યા નુ શુ થશે?? સંકલ્પ ખુશી ને પ્રેમ કરવા લાગશે???

જાણવા માટે વાચતા રહો,  કરામત કિસ્મત તારી -6

next part ............ come soon........................