કરામત કિસ્મત તારી -15 ( સંપુર્ણ ) Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

કરામત કિસ્મત તારી -15 ( સંપુર્ણ )

વિહાને આજે બધા નજીકના સગા સંબંધીઓને લગ્ન માટે આમંત્રણ આપ્યું છે. પણ એ એક મેરેજ હોલ છે અને એડ્રેસ એ સવારે જ બધાને મેસેજ કરીને કહે છે.

એટલે બધા સમયસર ત્યાં પહોંચે છે. ત્યાં બધા અલગ અલગ રૂમમાં તૈયાર થાય છે. આસિકા સરસ તૈયાર થઈ છે પણ તેનો ચહેરો સાવ મુરજાયેલો છે. તે આ લગ્ન કરવા જાણે તૈયાર નથી. બાજુ ના બીજા રૂમમાં પણ કોઈ તૈયાર થઈ રહ્યું છે

પણ બધાની સરપ્રાઈઝ વચ્ચે બે ચોરી બાધેલી છે. બધા એકબીજા ની સાથે અંદરોઅંદર વાત કરી રહ્યા છે. સંકલ્પ અને આસિકા સિવાય બીજા કોના લગ્ન છે.

એટલામાં જ બે વરરાજા મંડપમાં આવે છે પણ બંનેના મોઢા પર સહેરા રાખેલા છે એટલે કોઈનુ મોઢુ સ્પષ્ટ દેખાતુ નથી.  અને સાથે જ થોડી વાર માં મંત્રોચ્ચાર થાય છે દુલ્હન ને પણ મંડપમાં લાવવામાં આવે છે તેમણે પણ માથે એવી રીતે ઓઢેલુ છે કે કોઈને સરખો ચહેરો ના દેખાય. એટલે કોણ કોની સાથે લગ્ન કરવાનું છે તે જોઈ શકાતું નથી.

એ પછી લગ્ન વિધિ શરૂ થાય એ પહેલાં વિહાન ત્યાં આવે છે અને બધાની સામે સૌની શંકા નુ સમાધાન કરે છે.

તે સ્પષ્ટતા કરતા કહે છે ખરેખરમાં આ લગ્ન સંકલ્પ અને આસિકા ના છે પણ એકબીજા સાથે નહી પણ સંકલ્પ ના ખુશી સાથે અને આસિકા ના અસિત સાથે થાય છે.

હવે પિકચર માં નવા કેરેકટર ની જેમ બધા વિહાન ની સામે પ્રશ્નાર્થ ભાવે તેને જોઈ રહ્યા છે...

આ સરપ્રાઈઝ ખરેખર સંકલ્પ અને આસિકા બંને માટે હતી. અને પછી આ બધું કેવી રીતે થયુ એની વાત કરે છે .

             *.       *.       *.       *.        * .

વિહાન અને પ્રિયા સાજે ચિંતા માં હોય છે શુ કરવુ એમ સમજાતું નથી. એટલામાં સંકલ્પ ના ભાઈ વિકલ્પનો વિહાન પર ફોન આવે છે. તે કહે છે મારે તમને અત્યારે અરજન્ટ માં મળવુ છે તમને જરૂરી વાત કરવી છે જો તમે મળી શકો તો અત્યારે...

વિહાન ટેન્શનમાં તો હતો અને તેને આવુ કહ્યું એટલે તે વધુ ચિંતામાં આવી ગયો..પણ તેને તેના નજીક ના એક ગાર્ડન પાસે મળવા માટે હા પાડી.

અડધો કલાક માં વિહાન ત્યાં પહોંચી જાય છે અને વિકલ્પ ને મળે છે...વિકલ્પ ફટાફટ બધી જ વાત વિહાન ને કરે છે.અને કહે છે આ ત્રણેય જિંદગી ખરાબ થશે આ લગ્ન થશે તો વિહાનભાઈ...ભાઈ તો ભાભીને અપનાવવા નો પ્રયત્ન કરશે પણ જ્યાં દિલ ના મળે તો સંબંધો પછી પણ ખરાબ થશે એનાથી વધારે સારું છે કે અત્યારે સુધરી જાય...

આ બધી વાત સાંભળીને વિહાન મનમાં ખુશ થાય છે... અને કહે છે તે કહે છે તે ખરેખર ત્રણ નહી પણ ચાર જિંદગી ખરાબ થતા બચાવી છે.

વિકલ્પ :કેવી રીતે?? તમે મે કહ્યું તેનાથી દુઃખી નથી??

વિહાન : જો તુ આજે ના આવત અને બધુ ના  કહેત બહુ અનર્થ થઈ જાત એમ કહીને તે વિકલ્પ આસિકા અને અસિત વિશે વાત કરે છે.

વિકલ્પ : તો ભાઈ આ તો ખુશીની વાત છે. કાલે ચાર જણાના લગ્ન થશે. સંકલ્પ અને આસિકા બંનેના પણ તેમની  મનગમતી વ્યક્તિઓ સાથે....!!

                 *        *         *         *        *

વિહાન અસિત ના ઘરે ફોન કરી જણાવે છે. અસિત અને તેનો પરિવાર ખુશ થઈ જાય છે. અને આવતી કાલે લગ્ન માટે તૈયાર પણ થઈ જાય છે. પણ આ અત્યારે સરપ્રાઈઝ રાખવાની વાત પણ વિહાન તેને કહે છે

આ બાજુ વિકલ્પ ખુશીને ફોન કરે છે. અને તેના પેરેન્ટ્સ ફોરેન ગયેલા હોય છે તેમને પણ ફોન કરીને બધુ જણાવે છે અને તેમની સંમતિ લે છે....

વિહાન આ બધી વાત કરે છે એટલે બધા તાળીઓ પાડે છે અને કહે છે આજે વિહાન અને વિકલ્પ બંનેએ ભાઈ ધર્મ સારી રીતે બજાવ્યો એટલે આજે આ ખુશી ચારેય ને મળી છે.

  વિધિસર લગ્ન શરૂ થાય છે... અને ચારેય એકબીજાના હંમેશાં માટે બની રહેવાના વચનો આપે છે...અને હસ્તમેળાપ પુર્ણ થાય છે....ચારેય વડીલોના આશિર્વાદ લઈ પોતાનો સુખી સંસાર માડવા જઈ રહ્યા છે....

આ હતુ... સંબંધોનુ ...દિલોનુ....પ્રેમ ભરેલા હૈયાઓનુ કિસ્મત કનેક્શન... જે કોને ક્યાં લઈ જાય એ સમય સિવાય કોઈ કહી શકતુ નથી.....!!!!

                              : સંપૂર્ણ  :