કરામત કિસ્મત તારી -9 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

કરામત કિસ્મત તારી -9

નવ્યા આખી રાત વિચારે છે શુ કરવુ તેને કંઈ જ સમજાતું નથી. તેનુ મગજ હવે કંઈ કામ નથી કરતુ જાણે... અચાનક તે સવારે ઉઠીને વીરાને ફોન કરે છે. તે અસિત ની બહેન ની સાથે તેની ખાસ ફ્રેન્ડ પણ હોય છે. તેને તે બધી જ વાત કરતી હોય છે.

તે વીરાને રાત્રે અસિતે કહેલી બધી વાત કરે છે. અને કહે છે મને શુ કરવુ એ કંઈ જ સમજાતુ નથી. વીરા કહે છે ભવિષ્ય નુ નસીબ પર છોડી દે.... અત્યારે તુ તારા દિલનુ કહેલુ માન. તને જે યોગ્ય લાગે તેમ કર . હુ અસિત મારો ભાઈ છે એટલે તેને તુ હા પાડ કે પછી એને તને આશરો આપ્યો છે એવુ વિચારી ને પણ હા ના પાડીશ.

વીરા : મને એટલી પણ ખબર છે કે તુ કદાચ અસિત ને ના પાડીશ તો પણ એ તારી સાથે એવો જ રહેશે જે તે હજુ સુધી છે. માટે તુ જે પણ હોય તે શાંતિ થી વિચારીને કહેજે.

એક અઠવાડિયા સુધી નવ્યા કોઈ જવાબ આપતી નથી એટલે અસિત થોડો ટેન્શનમાં આવી જાય છે. પણ તે તેને કંઈ જ પુછતો નથી.

બીજા દિવસે અસિત નો જન્મદિવસ હોય છે. અને રવિવાર પણ હોય છે એટલે નવ્યા અસિત ને મંદિર જવા કહે છે બંને સાથે ત્યાં જાય છે.

નવ્યા સામેથી કહે છે એટલે અસિત ખુશ હોય છે. પછી મંદિર જઈને બંને દર્શન કરે છે અને નવ્યા આજે પ્રાર્થના કરે છે કે હે ભગવાન તે હજુ સુધી બધુ સાચવ્યું છે હવે મારી યાદદાસ્ત પાછી આવી જાય અને મારો જે પણ નિર્ણય થાય તે બરાબર હોય એવું વિચારવાની શક્તિ આપો...

પછી બહાર આવીને તે અસિત નો હાથ પકડીને કહે છે હુ તને ચાહુ છુ અને તારી સાથે લગ્ન કરવા તૈયાર છુ પણ મારો ભુતકાળ મને પણ યાદ નથી. એ જે પણ હોય તેની સાથે સ્વીકારવા તૈયાર હોય તો મને કંઈ વાંધો નથી...

અસિત હા પાડે છે બંને ખુશ થઈ જાય છે અને બંને એકબીજાના હાથમાં હાથ પરોવી ને સાઈડમાં થોડી વાર બેસીને વાત કરે છે. અને પછી બંને ઘરે જઈને તેના મમ્મી પપ્પા ને વાત કરે છે. બધા ખુશ થઈ જાય છે.

સાજે વીરા અને નવ્યા મળીને એક રેસ્ટોરન્ટમાં સરપ્રાઈઝ બર્થડે પાર્ટી રાખે છે ત્યાં તેમના નજીકના થોડા રિલેટિવ હોય છે તેમની હાજરી માં કેક કટિંગ , સેલિબ્રેશન અને ડીનર કરે છે ત્યાં જ અસિત બધાની વચ્ચે પ્રપોઝ કરે છે નવ્યાને અને નવ્યા હા પાડે છે અને સાથે જ થોડા દિવસ પછી તેમના એન્ગેજમેન્ટ નુ અનાઉન્સ કરે છે અને બધા છુટા પડે છે.

                   *       *        *       *       *

સંકલ્પ અને ખુશીનુ અટેચમેન્ટ ધીમે ધીમે વધી રહ્યું છે. પણ હજુ ખુશીના મમ્મી પપ્પા ફોરેન ગયેલા હતા તેથી તેને ઘરે કોઈને વાત કરી નથી. એટલે સંકલ્પ પણ વિચારે છે કે ખુશીના ઘરેથી હા પાડે એટલે પછી જ ઘરે વાત કરીશ. એથી તે આ વાત અત્યારે કોઈને જણાવતો નથી. ફક્ત તેનો નાનો ભાઈ વિકલ્પ આ વાત ને જાણતો હોય છે.

એક દિવસ વિહાન સંકલ્પ ને ફોન કરે છે અને તેને સારા સમાચાર આપે છે અને કહે છે કે તે પિતા બનવાનો છે. અને તેના ઘરે શ્રીમંતના પ્રસંગમા આવવા માટે આમંત્રણ આપે છે.

સંકલ્પ વિહાન ને અભિનંદન આપે છે. અને તેના ઘરે જવા માટે ચોક્કસ ટ્રાય કરશે એવુ કહે છે. પણ તે ખુશી વિશ વિહાન તેનો બેસ્ટ ફ્રેન્ડ હોવા છતાં જ્યાં સુધી બધું ફાઈનલ ના થાય ત્યાં સુધી જણાવવા નુ ટાળે છે...

નવ્યા અને ફાઈનલી ભેગા થઈ જશે કે નહી?? અને ખુશી અને સંકલ્પ નુ ગોઠવાશે કે કોઈ ઝંઝાવાત આવશે તેમના જીવનમાં???

વાચતા રહો , કરામત કિસ્મત તારી -10

next part.................come soon............................