કરામત કિસ્મત તારી -7 Dr Riddhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

કરામત કિસ્મત તારી -7

અસિતને આખી રાત ઉઘ આવતી નથી. નવ્યા ક્યાં હશે ?? શુ થયું હશે?? એમનેમ પડખા ફેરવવા માં સવાર પડી જાય છે. તે સવારે ઉઠીને તેના બેડની ચાદર સરખી કરવા જાય છે ત્યાં ઓશિકા નીચે થી એક ચીઠ્ઠી મળે છે.

તે નવ્યા એ લખી હોય છે ," અસિત, તુ મારો ખાસ દોસ્ત છે ,અને હંમેશાં રહીશ. જિંદગી માં તારા જેવા માણસો મળવા મુશ્કેલ હોય છે. મુશ્કેલી માંતો પોતાના પણ સાથ છોડી દે છે જ્યારે તે તો મારી જિંદગી બચાવી છે. તમારા બધાનો ઉપકાર હુ જિંદગીભર નહી ભુલુ. પણ હુ હવે તમારા પર વધારે બોજ બનવા નથી ઈચ્છતી. માટે મને શોધવાનો પ્રયત્ન ના કરશો...હવે તુ કોઈ સારી છોકરી શોધી ને હવે મેરેજ કરી લેજે......

                                   -  નવ્યા.                        "

આ વાચીને અસિત ની આખો માં આસું આવી જાય છે. તેને સમજાઈ જાય છે કે નવ્યા એ તેની મમ્મી પપ્પા સાથે થયેલી બધી વાતો સાંભળી લીધી છે માટે જ તેને અચાનક આવુ પગલુ ભર્યું છે.

તે પછી તેના પેરેન્ટ્સ ને આ ચિઠ્ઠી વંચાવે છે અને તે લોકો પણ દુઃખી થાય છે અને અસિત ને સોરી કહે છે કે અમારા કારણે આ બધુ થયું....

પણ તે કહે છે અમે બીજું શુ કરીએ??  અમે તો ફક્ત તેને ત્યાં મુકવાની વાત કરતા હતા તારા ભલા માટે જ.... નહિતર તારી સાથે લગ્ન કોણ કરશે???

અસિત પણ જાણે ગુસ્સામાં હોવાથી તેના થી સાચું બોલાઈ જાય છે તે કહે છે....નવ્યા.....!!!... નવ્યા કરશે લગ્ન મારી સાથે....

એના મમ્મી પપ્પા તેને જોઈ રહે છે એટલે તે કહે છે હા હુ નવ્યાને પ્રેમ કરૂ છુ...અને તેની સાથે મેરેજ કરવા ઈચ્છતો હતો પણ....હવે શું???

તેના પપ્પા કહે છે બેટા તારી ઈચ્છા હોય તો અમને વાધો નથી પરંતુ તે તૈયાર છે ??  અને તેની યાદદાસ્ત પાછી આવી જાય તો તેનુ ફેમિલી???

અસિત કહે છે નવ્યા મને ચાહે છેકે નહી તે તો મને નથી ખબર...

અસિત ના મમ્મી કહે છે તે પછી જોઇએ પણ આપણે પહેલા નવ્યા ને શોધવા નુ કામ કરીએ.....અને તે લોકો નવ્યા ને શોધવાનું કામ શરૂ કરે છે.......

                 *       *        *        *        *

નવ્યા સવારે ઉઠે છે તેને અસિત ની યાદ આવે છે. પણ તે આસું છુપાવીને પેલા આન્ટી સાથે તેમની સંસ્થા જવા તૈયાર થાય છે. તેઓ ત્યાં પહોંચે છે. તો ત્યાં કોઈ અંદર અંદર ગલીઓમાં લઈ જાય છે. ત્યાં તો તે બધી સ્ત્રીઓ ને તૈયાર થયેલી જુએ છે એટલે એને અણસાર તો આવી જાય છે કે ખોટી જગ્યાએ આવી ગઈ છે.

તે સમજી જાય છે કે આ બીજી કોઈ જગ્યા નહી પણ આ વેશ્યાઓનો કોઠો છે...તે થોડી ગભરાઈ જાય છે. પણ અત્યારે તેની પાસે છટકવાનો કોઈ મોકો નથી. તેથી તે તેમની સાથે અંદર જાય છે.

અંદર જુએ છે કે આવી ઘણી છોકરીઓ હોય છે અને તે બધી તૈયાર થયેલી હોય છે. તે આ સ્ત્રી ને જોતા જ ઉભી થઈ જાય છે. અને પછી બીજી એક સ્ત્રી આવીને તેની આગતાસ્વાગતા કરે છે. એટલે તે સમજી જાય છે કે તે આ કોઠાની મેઈન વેશ્યા છે. અને તે ચાલાકી થી નવ્યા ને ભોળવીને અહી લઈ આવી છે.

પેલી સ્ત્રી કે જેનુ નામ ચારૂબાઈ હતુ તેને અટહાસ્ય કરી કહ્યું કે તુ તો સારો માલ છે....તારા તો અમને બહુ  રૂપિયા મળશે. આજે તુ આ બધા પાસે શીખી લે બધુ.

આજે રાત્રે જ તારે એક બિઝનેસમેન ના ત્યાં જવાનું છે એમ કહીને તે ચારૂબાઈ ત્યાંથી નીકળી જાય છે. નવ્યા બહુ ટેન્શનમાં આવી ગઈ છે તેને જોઈને એક સ્ત્રી ધીમે થી તેની પાસે આવે છે અને કહે છે તુ આમા ફસાઈસ નહી.

આ બહુ બદનામી નો ધંધો છે. અને તુ કોઈ સારા પરિવારમાં થી આવતી લાગે છે. તુ આજે જ અહીંથી ભાગી જા. હુ તો અહી મારી મમ્મીની બિમારી ની સારવાર માટે અહીં કામ કરૂ છુ એ મારી મજબુરી છે પણ તને ભગાડવા માં હુ તને મદદ કરીશ.

પણ તારે આજે રાત્રે જ ભાગી જવુ પડશે નહી તો તુ ક્યારેય અહીં થી નીકળી શકીશ નહી...એમ કહી તે પ્લાન બનાવે છે. અને નવ્યા પણ તે માટે તૈયાર થઈ જાય છે.

શુ નવ્યા આ મુસીબતમાં નીકળવા માં સફળ થશે?? તેની જિંદગી બરબાદ થતા અટકાવી શકશે?? અસિત ને નવ્યા ફરી મળશે??

વાચતા રહો કરામત કિસ્મત તારી - 8

next part........... come soon.........................