એવરગ્રીન ફ્રેન્ડશીપ - 6 Gopi Kukadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 6

               એવરગ્રીન ફ્રેન્ડશીપ - 6

"મારે તને એક વાત કહેવી છે.." વૈશ્વનું આ વાક્ય સાંભળીને મારા ધબકારા વધી ગયા, જનરલી જ્યારે છોકરાના મોઢેથી આ વાક્ય નીકળે એટલે પછીની ક્ષણે એ છોકરીને પ્રપોઝ કરે જ.

"હા બોલ ને" હું માત્ર એટલું જ બોલી શકી.

"જો મને નથી ખબર તને આ વાત સાંભળીને કેવું લાગશે પણ પ્લીઝ તું ખોટું ના લગાડતી, મને નથી ખબર તને ગમશે કે નહીં પણ.." 

"જે કેવું હોય તે ક્લિયર કે ને વૈશ્વ, વાત ને આમ ગોળ ગોળ નહિ ફેરવ પ્લીઝ.." એની વાતો સાંભળીને મારી હાર્ટબીટ એકદમ વધી ગઈ હતી.

"હમણાં એક મુવી આવ્યું છે તો તું મારી સાથે મુવી જોવા આવીશ?"

'ઓહ ગોડ' હું તો કંઈક બીજું જ સમજી બેઠી હતી, જ્યારે વૈશ્વ તો મુવીની વાત કરતો હતો.

"તારે ના આવવું હોય તો કઈ નહિ, ઇટ્સ ઓકે, કોઈ ફોર્સ નથી કરતો હું, આ તો અહીં મારા ફ્રેન્ડ્સ બહુ ઓછા છે તો મેં વિચાર્યું તને સાથે લઈ જાવ" મને ચૂપ જોઈને વૈશ્વ બોલ્યો.

"Ok ok એક મુવીનું પૂછવા માટે આટલું બધું તારે વિચારવાની જરૂર નહીં હતી" મેં સ્માઈલ સાથે કહ્યું.

"મતલબ તું મારી સાથે મુવી જોવા આવે છે?"

"હા, ક્યારે જવું છે?"

"તું કોલેજ બંક કરે તો સવારે જઈએ, બિકોઝ ઓફીસ ટાઇમે બન્ને બહાર હશું તો સરને તકલીફ પડશે"

"Ok, તો કાલનું મુવી ફાઇનલ" કહીને હું વૈશ્વની કેબિનમાંથી બહાર આવી અને મારુ કામ કરવા લાગી.

ઓફિસથી છૂટીને હું નીક્કી સાથે ઘરે આવી, ડિનર કરવા બેઠા ત્યારે મેં નિકકીને એક સવાલ કર્યો," નીક્કી એક વાત પુછું?"

"પૂછને ડિયર" નીકકીએ મને લાડથી કહ્યું.

"હું કાલે વૈશ્વ સાથે મુવી જોવા જવાની છુ"

"વાઉ ધેટ્સ ગ્રેટ" નીકકીએ ખુશ થતા કહ્યું.

"પણ એકલા તેની સાથે જવું યોગ્ય તો છે ને?" મેં નિકકીને સવાલ કર્યો.

"યા, જો તમે બન્ને ફ્રેન્ડ્સ છો તો સાથે મુવી જોવા જવામાં કોઈ પ્રોબ્લેમ નથી, તને એ ગમવા તો નથી લાગ્યો ને?" નીકકીએ મસ્તીમાં મને પૂછ્યું.

"નો યાર નીક્કી, શુ તું કઈ પણ બોલ્યા કરે છે, વૈશ્વ મારો બેસ્ટ ફ્રેન્ડ છે અને હું એવું જ ઇચ્છું છું કે તે હમ્મેશ માટે મારો બેસ્ટ ફ્રેન્ડ જ બની રહે"

"Ok ok" નીક્કીએ ઉભા થતા કહ્યું.

મારુ પણ જમવાનું પૂરું થઈ ગયું હતું આથી હું પણ ઉભી થઇ અને કામ કરીને મોબાઈલ લઈને બેડમાં આડી પડી.

હજુ તો મેં વોટ્સએપ ઓપન કર્યું જ હતું ત્યાં વૈશ્વનો મેસેજ આવ્યો,"હાઈ, જમી લીધું?"

"હા, હું જમીને હમણાં જ ફ્રી થઈ, તે?" મેં તેને સામે સવાલ કર્યો.

"મેં પણ જમી લીધું"

"હમ્મ"

"કાલે સવારે નવ વાગે રેડી થઈ જજે, હું તને લેવા આવી જઈશ" વૈશ્વ એ મને કહ્યું.

"ઓર્ડર આપે છે કે શું?" 

"હા ઓર્ડર જ સમજ આ મારો"

"Ok બોસ એઝ યુ સે" 

"ચલ બસ હવે બહુ નાટક ના કરીશ" વૈશ્વને ખબર પડી ગઈ કે હું તેની સાથે મસ્તી કરું છું.

"કેટલા વાગ્યાનો શો છે?"

"સવા દસનો શો છે એટલે પહેલા મુવી જોઈને પછી લંચ કરીને ઓફીસ આવી જઈશું" વૈશ્વએ આખું શિડયુલ જ મને કહી દીધું.

"ઓહહો, બધો પ્લાનિંગ કરી જ લીધો છે"

"હા"

"Ok" 

"બાય ગુડ નાઈટ"

"બસ અત્યારમાં સુઈ જવું છે?" વૈશ્વએ એટલા વહેલા ગુડ નાઈટ કહી દીધું એટલે મને નવાઈ લાગી.

"મારે નહિ તારે સુઈ જવાનું છે" 

"શુ કામ?"

"અત્યારે વહેલા સુઈ જઈશ તો કાલે વહેલા ઉઠીશ અને ટાઈમ પર રેડી થઈશ, નહિ તો તું લેટ કરાવીશ"

"ઓહ હેલો, મારે કઈ મેરેજમાં નથી જવાનું કે રેડી થવુ પડે, એક મુવી જોવા જ જવાનું છે" મેં બનાવટી ગુસ્સો કરતા કહ્યું.

"તમારે છોકરીઓને તો રેડી થતા વાર જ લાગે, દસ વાર તો કપડાં બદલશે, ત્યારપછી કલાક તો મેકઅપ લગાવશે, એટલે વાર તો લાગે જ" 

"તને બધી બહુ ખબર છોકરીઓ વિશે, કેટલી ગર્લફ્રેન્ડ રાખી છે??" મેં વૈશ્વની મજાક ઉડાવતા કહ્યું.

"મારે એકપણ ગર્લફ્રેન્ડ નથી બટ ખબર તો હોય જ ને બધી" 

"Ok, બહુ સારું, પણ મારે એટલી બધી વાર નથી લાગતી, ફોર યોર કાઇન્ડ ઈન્ફોર્મેશન" 

"હા એ તો જોઈએ કાલે કોને વાર લાગે છે અને કોને નથી લાગતી એ" વૈશ્વએ મને ચીડવતા કહ્યું.

"સ્યોર જોઈએ" મેં પણ તેને આન્સર આપ્યો.

"Ok બાય"

"બાય" વૈશ્વ સાથે વાત કરીને મેં સીતુને મેસેજ કર્યો કે કાલે હું કોલેજ નહિ આવું.

સીતુ ઓફલાઇન હતી, મેં થોડા વોટ્સએપ સ્ટેટ્સ જોયા ત્યાં સિતુએ મેસેજ રીડ કર્યો હતો આથી તેનો રીપ્લાય આવ્યો," કેમ નથી આવવાની, તબિયત તો ઠીક છે ને?"

"હા બધું જ ઠીક છે કાલે બહાર જવાની છું એટલે નહિ આવું"

"Ok" ત્યારબાદ હું ડેટા ઓફ કરીને સુઈ ગઈ.

સવારે હું ઉઠીને ફ્રેશ થઈ, બ્લેક જીન્સ પર મેં સ્લીવલેસ વાઇટ ટોપ પહેર્યું અને હાફ પોનીમાં હેરને બેન્ડ કરીને રેડી થઈ ગઈ, ફેસ પર થોડો કૉમપેક્ટ લગાવ્યો, આંખમાં કાજલ લગાવ્યું અને હોઠ પર લીપબામ લગાવીને હું બહાર આવી.

મેં અને નીકકીએ સાથે નાસ્તો કર્યો.

"મસ્ત રેડી થઈને આજે તો" નીકકીએ મને ચીડવી.

"શુ મસ્ત યાર, ડેઇલી જ કરું છું એ જ તો કર્યું છે, આમા તને શું મસ્ત લાગે છે" મેં નિકકીને ખીજાતા કહ્યું.

"પણ આ કાનમાં ઈયરરિંગ તો પહેર પ્રીતું" 

"નીક્કી તને ખબર છે ને હું ક્યારેય ઈયરરિંગ નથી પહેરતી" મેં નીક્કીને યાદ અપાવ્યું કે મને ઈયરરિંગ પહેરવાની આદત નથી.

"હા એ તો ભુલાઈ જ ગયું હતું તને હાથમાં દસ વિશ રિંગ પહેરાવી દો તો ચાલશે પણ ઈયરરિંગ તો નહીં જ પહેરે" નીક્કીએ મારા બન્ને હાથમાં રહેલી છ સાત રિંગ પર નજર રાખી કહ્યું.

"યુ નો ધેટ ડિયર, આઈ લવ રિંગ્સ" મેં મારી રિંગ્સ ના વખાણ કરતા કહ્યું, મને વીંટીઓ નો ગાંડો શોખ હતો, હમેંશા મારા હાથમાં છ સાત રિંગ તો હોય જ.

"ચલ ચલ હવે નાસ્તો પતાવ નહી તો લેટ થઈ જઈશ" 

"હા જો લેટ થઈશ તો વૈશ્વ ખબર નહિ શુ નું શુ સંભળાવશે, આજે લેટ થવું પોસાય તેમ જ નથી" હું ફટાફટ નાસ્તો કરવા લાગી.

નાસ્તો કરીને હું અને નીક્કી સાથે બહાર આવ્યા, હું સોસાયટીના ગેટ પાસે જઈને ઉભી રહી ત્યાં જ થોડીવારમાં વૈશ્વ આવી ગયો.

"ગ્રેટ, મેડમ ટાઈમ પર આવી ગયા" આવતા જ તેણે મને ટોન્ટ માર્યો.

"હા અમે જે કહીએ તે કરીએ જ" મેં પણ તેને સામે કહી દીધું.

"ઓકે ચલ બેસ" હું વૈશ્વની પાછળ બેસી ગઈ, અમે અઠવાગેટ થઈને સિટીમાં વેલેન્ટાઈન સિનેમા પર આવ્યા.

અમે ટિકિટ લીધી અને બહાર બેઠા, દસ વાગ્યા હતા આથી મુવી સ્ટાર્ટ થવામાં પંદર મિનિટની વાર હતી.

અમે થોડીવાર વાતો કરી ત્યાં શો ટાઈમ થઈ ગયો, અમે ટિકિટ બતાવી અંદર દાખલ થયા અને અમારી સીટ પર જઈને બેઠા.

થોડીવારમાં મુવી સ્ટાર્ટ થયું, સવારનો ટાઈમ હોવાથી બહુ ઓછા લોકો હતા આથી થિયેટર સ્ક્રીન ખાલી ખાલી હતી, આમારી આગળ એક કોલેજ ગ્રુપ હતું જે મસ્તી કરતું હતું આથી એનો જ અવાજ આવતો હતો.

મુવી પૂરું કરી બહાર આવ્યા ત્યારે એક વાગી ગયો હતો, "હવે લંચ કરવા ક્યાં જવું છે?" વૈશ્વએ મને સવાલ કર્યો.

ઈન્ટરવલમાં પોપકોર્ન ખાધા હતા આથી ખાસ ભૂખ નોહતી, આથી અમે બાજુમાં આવેલ મેકડી માં ગયા.

બર્ગર, ફ્રાઇસ અને કોક નો ઓર્ડર આપી અમેં એક કોર્નર ટેબલ પર બેઠા, "થેન્ક્સ પ્રગતિ" વૈશ્વએ મને કહ્યું.

"શેના માટે થેન્ક્સ?" 

"મારી સાથે તું કોલેજ બંક કરીને મુવી જોવા આવી એટલે"

"ઇટ્સ ઓકે એમા શુ થેન્ક્સ"

"મુવી કેવું લાગ્યું?"

"સારું હતું" અમે વાતો કરતા હતા ત્યાં અમારો ઓર્ડર આવી ગયો, જમીને અમે ટાઈમ પર ઓફીસ આવી ગયા.

ઓફીસ આવીને અમે કામમાં લાગી ગયા, થોડીવાર પછી મેં સરને વૈશ્વની કેબિનમાં જતા જોયા, થોડીવાર પછી જ્યારે તે બહાર આવ્યા ત્યારે તેમના ચહેરાના હાવભાવ થોડા અલગ હતા.

મેં વૈશ્વને મેસેજ કર્યો," હાઈ શુ થયું? સર કેમ તારી કેબિનમાં આવ્યા હતા?"

"નથિંગ ડુ યોર વર્ક" વૈશ્વનો રીપ્લાય જોઈ મને થોડી નવાઈ લાગી, વધુ માથાકૂટ ના કરતા હું મારું કામ કરવા લાગી.

ઘરે જતી વખતે મેં કેબિનમાં નજર કરી તો વૈશ્વ તેનું કામ કરતો હતો આથી મેં તેને ડીસ્ટર્બ ના કર્યો.

મેં તેને સાંજે કોલ કર્યો પણ તેને રિસીવ ના કર્યો, રાતે હું ફ્રી થઈને બેઠી હતી ત્યારે મેં વૈશ્વનો મેસેજ જોયો,
"હવે મને મેસેજ ના કરતી..."

(ક્રમશઃ)

જો તમને આ સ્ટોરી પસંદ આવે તો આપના પ્રતિભાવ ચોક્કસથી આપજો, your feedback is valuable for me.

Thank you,
                  - Gopi Kukadiya.