એવરગ્રીન ફ્રેન્ડશીપ - 3 Gopi Kukadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 3

                   એવરગ્રીન ફ્રેન્ડશીપ - 3

મારી સામે લેપટોપમાં માથું નાખીને બેસેલા યુવકે જ્યારે તેનું ફેસ ઉપર કર્યું ત્યારે હું તેને જોઈને ચકિત થઈ ગઈ, આમને તો ક્યાંક જોયેલા છે પણ ક્યાં તે યાદ નોહતું આવી રહ્યું, તે યુવકે પણ મને જોઈ અને મને બેસવા માટે કહ્યું. 

"આજે પણ તમારું ધ્યાન ક્યાંક બીજે જ છે." તેની વાત સાંભળીને મને નવાઈ લાગી.

"સોરી, હું કઈ સમજી નહિ." મેં અસમંજસમાં કહ્યું.

"તે રાત્રે રોડ ક્રોસ કરતી વખતે પણ તમારું ધ્યાન ક્યાંક બીજે હતું જેના કારણે તમે મારી બાઇક સાથે અથડાતા અથડાતા બચી ગયા હતા, આજે પણ તમે કઈક વિચારમાં હોય એવું લાગે છે." તેણે મને એની વાત સમજાવતા કહ્યું.

"ઓહહ યસ, હું એ જ વિચારતી હતી કે મેં તમને ક્યાંક જોયા છે પણ મને યાદ નોહતું આવતું કે મેં તમને ક્યાં જોયા છે." મેં મારું ધ્યાન બીજે ક્યાં હતું તેની ચોખવટ કરી.

"ઇટ્સ ઓકે." ત્યારબાદ તેમણે મને મારુ કામ બતાવ્યું અને કઇ રીતે કરવું તે પણ શીખવ્યું, મારો પહેલો દિવસ હતો આથી તેમણે મને પહેલા બેઝિક જ શીખવ્યું.

"આ થોડીક ફાઇલ છે, તેની એન્ટ્રી કરી નાખો, બીજું કાલે શીખવાડીશ." તેમણે મને ફાઇલ આપતા કહ્યું. 

"Ok સર."  હું મારી ડેસ્ક પર આવી અને કોમ્પ્યુટર ઓન કરીને મારુ કામ કરવા લાગી, પાંચ વાગ્યા સુધીમાં મેં મારું કામ પતાવી દીધું અને સરની કેબિનમાં જઈને તેમને ફાઇલ આપી.

"મેં આ બધી ફાઇલની એન્ટ્રી કરી દીધી છે." 

"ઓકે" તેમણે બધી ફાઇલ ડ્રોઅરમાં મૂકી અને તેમનું કામ કરવા લાગ્યા.

હું હજુ ત્યાં જ ઉભી હતી, થોડીવાર બાદ મેં ફરીથી પૂછ્યું, "સર હવે હું શું કરું?"

"અમમ, હવે અત્યારે તો કઈ કામ નથી, તમારે ઘરે જવું હોઈ તો તમે જઈ શકો છો, એમ પણ આજે તમારો પહેલો દિવસ છે." આજે મને તેમણે થોડી વહેલા જવા દીધી કારણકે મારો પહેલો દિવસ હતો.

"સર તમારું નામ??" મેં અચકાતા તેમને તેમનું નામ પૂછ્યું.

"ઓહહ સોરી, આ કામના ચક્કરમાં હું મારો પરિચય આપવાનું તો ભૂલી જ ગયો, માય નેમ ઇઝ વૈશ્વ, હું અહી મેનેજર છું. તમારું નામ?" તેમણે મને સામે સવાલ કર્યો.

"માય નેમ ઇઝ પ્રગતિ."

"તમે કોલેજ કરો છો ને? મેં તમારો સી.વી. જોયો હતો."

"હા"

"Ok, ઓલ ધ બેસ્ટ ફોર ધીસ જોબ."

"થેંક્યું સર" મેં તેમનો આભાર માન્યો અને મારું બેગ લઈને ઓફિસથી ઘરે આવવા નીકળી.

ઘરે આવીને હું ફ્રેશ થઈ અને નિકકીના આવવાની રાહ જોવા લાગી, હું તેની સાથે વાત કરવા ઉત્સુક હતી.

નીક્કી આવી ત્યારે  સાંજે જમતા જમતા મેં નિકકીને ઓફિસની બધી જ વાત કરી, નીક્કી પણ ખુશ હતી. અમે કામ પતાવીને રોજના ક્રમ મુજબ ચાલવા નીકળ્યા, અમે વાતો કરતા કરતા ચાલતા જતા હતા, અમે જ્યારે રિટર્ન થયા ત્યારે આજે પણ મેં વૈશ્વ સરને બાઇક પર જોયા.

ઘરે આવીને મેં ઘરે ફોન લગાવ્યો, થોડીવાર રિંગ વાગ્યા પછી મમ્મીએ ફોન ઉપાડ્યો, "હેલો"

"હેલો, મમ્મી પ્રગતિ બોલું છું."

"બોલ બેટા, કેમ છે તું? જમી લીધું? ફાવી ગયું ત્યાં? કોલેજમાં કેમ છે?" મમ્મીએ એકસાથે સવાલોનો મારો ચલાવ્યો.

" હા મમ્મી બધું જ બરાબર છે, મેં એક ખુશખબરી આપવા તમને ફોન કરેલો."

"હા બોલ, શુ ખુશખબરી છે?" મમ્મી પણ આતુર હતા જાણવા માટે.

"મમ્મી મને અહીંયા પાર્ટ ટાઈમ જોબ મળી ગઈ છે." મેં ખુશ થતા કહ્યું.

મારી વાત સાંભળી મમ્મી થોડીવાર મૌન થઈ ગયા, "બેટા તને પૈસાની જરૂર હોય તો અમે મોકલાવીએ, પણ તું એકસાથે બે કામ કઈ રીતે કરીશ?"

" મમ્મી એવું કંઈ નથી, હું ફ્રી હોઉં છું એટલે મેં જોબ શરૂ કરી છે."

"સારું પણ પહેલા તારા ભણવા પર ધ્યાન આપજે."

"ok મમ્મી બાઈ ગુડ નાઈટ."

"જય સ્વામિનારાયણ" 

મમ્મી સાથે વાત કરીને હું  સુઈ ગઇ, બીજા દિવસે હું કોલેજ ગઈ ત્યારે બધાએ મને મારી જોબ માટે કોંગ્રેચ્યુલેશન કહ્યું.

"ચલ પાર્ટી આપ." સ્મિતાએ મારી પાસે પાર્ટી માંગતા કહ્યું.

"યાર એક સેલેરી તો આવવા દો, પછી બધાને પાર્ટી આપીશ."

"Ok, તારી સેલેરી આવે ત્યાં સુધી તારી પાર્ટી પેન્ડિંગમાં પણ પછી કોઈ બહાના નઈ ચાલે, પાર્ટી તો આપવી જ પડશે." કિંજલે કહ્યું.

"પ્રોમિસ બસ મારી ફર્સ્ટ સેલેરી આવે એટલે બધાને પાર્ટી આપીશ." મેં બધાને પ્રોમિસ આપતા કહ્યું.

બધા લેક્ચર પુરા કરી હું કોલેજથી ઓફીસ આવવા નીકળી ગઈ, ઓફિસ પોહચી હું વૈશ્વ સરની કેબિનમાં પોહચી ગઈ," ગુડ આફ્ટરનૂન સર"

"ગુડ નૂન, આવો." સરે મને થોડુંક વર્ક આપ્યું, હું મારી ડેસ્ક પર આવીને એ વર્ક કરવા લાગી.

"હાઈ, ન્યુ જોઇનિંગ??" એક યુવતીએ આવીને મને સવાલ કર્યો.

"યસ"

"Ok, મારુ નામ કૃતિ છે, હું સામેના ડેસ્ક પર બેસું છું."

"મારુ નામ પ્રગતિ છે, કાલે તો તમને નહોતા જોયા" 

"ઓહ, કાલે હું રજા પર હતી, તું પાર્ટ ટાઈમ આવે છે?"

"હા, હું કોલેજ કરું છું, સવારે કોલેજ અને પછી જોબ."

"ઓકે, ચાલ કોફી પીવા" 

"મારુ વર્ક હજુ બાકી છે, તમે પી લો." મારે વર્ક પતાવવાનું હોવાથી મેં ના પાડી.

"આવીને પૂરું કરી લેજે, અને હા મને તમે તમે નહિ કૃતિ કહીને જ બોલાવ." 

"ઓકે કૃતિ બસ" તેણે મને સ્માઈલ આપી અને હું કૃતિ સાથે કોફી પીવા ગઈ, અમે કોફી પીતા પીતા વાતો કરતા હતા.

"તું અહીંયા કેટલા ટાઈમથી છે?" મેં કૃતિને પૂછ્યું.

"બે વર્ષ થઈ ગયા"

"તું પણ વૈશ્વ સરની અન્ડર વર્ક કરે છે?"

"ના હું મહેશ સરની અન્ડર વર્ક કરું છું, એ જ આ કંપનીના માલિક છે, તેઓ ખૂબ સારા સ્વભાવના છે, વૈશ્વભાઈનો નેચર પણ ખૂબ જ સારો છે."

"અહીંયા બીજો કોઈ સ્ટાફ નથી?"

"છે ને, નીચેના ફ્લોર પર જે ઓફીસ છે ત્યાં બધા બેસે છે, પણ ત્યાં ઓન્લી બોયસ છે, આપણે ગર્લ્સ છીએ એટલે આપણને અહીંયા બેસાડે છે, આ સરની પર્સનલ ઓફીસ છે." કૃતિએ મને ઓફીસ વિશે બધી માહિતી આપી.

અમે પાછા ડેસ્ક પર આવ્યા અને કામે વળગ્યા, થોડીવારમાં વૈશ્વ સરે ઇન્ટરકોમ પર રિંગ કરી મને તેમની ઓફિસમાં બોલાવી.

"યસ સર?"

"બેસો" તેમણે મને બાજુની ચેર પર બેસવા ઈશારો કર્યો, તે એક ફાઇલ પર કામ કરતા હતા, તેમણે મને તે કઈ રીતે કરવાનું તે શીખવાડ્યું.

"ફાવશે ને આ રીતે?" 

"હા" મેં આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો.

"આ ફાઇલ પણ આ રીતે જ કરવાની છે" તેમણે મને બીજી એક ફાઇલ આપતા કહ્યું. 

હું તે ફાઇલ લઈને પાછી મારા ડેસ્ક પર આવી અને કામ કરવા લાગી, સાંજ સુધીમાં મેં બધું કામ પતાવ્યું અને ફાઇલ સરની કેબિનમાં જઈને આપી આવી.

" મેં તમને પૂછ્યું હતુને કે તમને ફાવશે કે નહીં? ત્યારે તમે હા પાડી હતી તો આ ભૂલ કઈ રીતે થઈ?" 

હું સરના સવાલથી ચોંકી ગઈ, મારાથી એક ભૂલ થઈ હતી, તેમણે બીજી એક ફાઇલ જોઈ તેમાં પણ મેં એક ભૂલ કરેલી.

"સોરી સર" હું કઈ બીજું બોલ્યા વગર ઉભી રહી, હું મને ખિજાશે કે મારા પર ગુસ્સો કરશે એ વિચારે રડમસ થઈ ગઈ....

(ક્રમશઃ)
 
Plz read and give rate to this story, also comment on story, share with your friends and family, your feedback is valuable for me.

Thenk You.
                   - Gopi Kukadiya.