Evergreen Friendship - 5 books and stories free download online pdf in Gujarati

એવરગ્રીન ફ્રેન્ડશીપ - 5

                  એવરગ્રીન ફ્રેન્ડશીપ - 5
ઓફિસથી લેટ થવાથી હું બહાર આવી ઓટોની રાહ જોતી ઉભી હતી, ત્યાં જ એક બાઇક ફૂલ સ્પીડમાં મારી સામે આવી ઉભી રહી.

થોડીવાર માટે તો હું ડરી ગઈ, પરંતુ જ્યારે બાઇક સવારે તેનું હેલ્મેટ ઉતાર્યું ત્યારે મેં રાહતનો શ્વાસ લીધો.

"ઓહહ વૈશ્વ તમે?, હું તો ડરી જ ગઈ"

"હું ઓફિસમાં તને શોધતો હતો, તું તો મને સરે બોલાવ્યો એટલી વાર માં ગાયબ પણ થઈ ગઈ"

"મને લાગ્યું સર ને તમારું કામ હશે તો તમને વાર લાગશે"

"તું ઓટોમાં જાય છે?"

"ના, ડેઇલી તો હું મારી ફ્રેન્ડ નીક્કી સાથે જ જાવ છુ, આજે ઓફિસમાં લેટ થયું સો મેં એને જતા રહેવા કહ્યું હતું"

"ઓકે, અત્યારે લેટ થયું છે તો ઓટોમાં જવું યોગ્ય નથી, હું તને ડ્રોપ કરી દઈશ"

"અરે ના, તમે શું કામ ખોટી તકલીફ ઉઠાવો, હું ઓટોમાં જતી રહીશ"

"શુ તને મારા પર વિશ્વાસ નથી?" વૈશ્વના આવા સવાલથી હું તેને કોઈ આનાકાની ના કરી શકી.

હું વૈશ્વની પાછળ બેસી ગઈ અને વૈશ્વએ બાઇક ઘર તરફ ભગાવી મૂક્યું, સોસાયટીના ગેટ પાસે વૈશ્વએ બાઇક ઉભું રાખ્યું.

"થેન્ક્સ વૈશ્વ" મેં નીચે ઉતરીને મને ડ્રોપ કરવા બદલ વૈશ્વનો આભાર વ્યક્ત કર્યો.

"ફરી પાછું થેન્ક્સ મેં કહ્યું હતું ને.."

"... દોસ્તીમે નો સોરી નો થેન્ક્સ" મેં વૈશ્વની વાત વચ્ચે જ કાપતા કહ્યું.

"અહીં સુધી આવ્યા છો તો ચાલો ઘરે" મેં વૈશ્વને ઘરે આવવા આમંત્રણ આપ્યું.

"ફરી ક્યારેક આવીશ" કહીને વૈશ્વએ બાઇક ભગાવી મૂકી.

હું પણ ઘરે આવી અને ફ્રેશ થઈ, નીકકીએ જમવાનું બનાવી રાખ્યું હતું, અમે ડિનર કરવા બેઠા.

"તું કઈ રીતે આવી પ્રીતું? આટલું લેટ થયું તો મને કહેવું જોઈએ ને હું તને લઈ જાત" નીક્કી એક મોટી બહેનની જેમ જ મારો ખ્યાલ રાખતી.

"હું ઓટોની રાહ જોતી ઉભી હતી ત્યાં વૈશ્વ આવ્યા અને એ જ મને ડ્રોપ કરી ગયા"

"Ok, બટ એવું કંઈ હોય તો તારે મને કહેવાનું હું લઈ જઈશ તને"

"ઓકે નીક્કી" અમે જમીને કામ પતાવ્યું અને હું કોલેજ વર્ક કરવા લાગી.

વર્ક પતાવીને મેં કોલેજ ફ્રેન્ડ્સ સાથે થોડી વાર વોટ્સએપ પર ચેટિંગ કરી, વૈશ્વ ઓનલાઈન આવતા તેની સાથે પણ વાત કરી, હવે અમારો રોજ નો આ ક્રમ બની ગયો હતો.

આમ જ દિવસો પસાર થવા લાગ્યા અને મારી ફર્સ્ટ સેમની એક્ઝામ આવી ગઈ, એક્ઝામ હોવાથી મેં ઓફીસ પર એક વિકની લિવ લઇ લીધી હતી.

મારુ ફર્સ્ટ પેપર હતું તેના આગળના દિવસે હું રીડિંગ કરતી હતી, હું સતત ત્રણ કલાકથી રીડિંગ કરતી હતી આથી મેં ફ્રેશ થવા માટે થોડીવાર મોબાઈલ હાથમાં લીધો, વોટ્સએપ ઓપન કર્યું અને જોયું તો કિંજુ ઓનલાઇન હતી.

"હાઈ, કેટલું રીડિંગ થયું?" મેં તેને સ્વાભાવિક જ એક્ઝામ રિલેટેડ સવાલ કર્યો.

"હાઇ, થોડું જ થયુ છે યાર, હજુ તો બાકી જ છે. તારે?" કિંજલે પણ સામે સવાલ કર્યો.

"સેમ હીયર, મારે પણ એમ જ છે"

"હાઈ, કાલે એક્ઝામ છે તો રીડિંગ કરવાને બદલે ઓનલાઈન કેમ દેખાય છે?" હું કિંજલ સાથે વાત કરતી હતી ત્યારે વૈશ્વનો મેસેજ આવ્યો.

"ઓહ હેલો, હું રીડિંગ જ કરતી હતી અત્યારે થોડીવાર ફ્રેશ થવા નેટ ઓન કર્યું" મેં વૈશ્વને ઓનલાઇન રહેવાનું કારણ આપ્યું.

"કઈ રીતે બધું થશે મને તો કઈ સમજ નથી પડતી" કિંજલે થોડી ચિંતા દર્શાવી.

"ડોન્ટ વરી, નાઈટ આપણી જ છે ને રીડ કરી લેશું" મેં કિંજલને રિલેક્સ રહેવા કહ્યું.

મને નાઈટમાં રીડિંગ કરવું વધારે ફાવતું હતું, આથી હું મારું રીડિંગ રાતની નીરવ શાંતિમાં જ કરતી.

"ઓકે મેડમ, કેટલું રીડિંગ બાકી રહ્યું?" 

"યાર મારાથી રાતે રીડિંગ જ નથી થતું, હું કેટલી પણ ટ્રાય કરું પણ મને ઊંઘ જ આવી જાય છે" કિંજલે તેની પ્રોબ્લેમ બતાવી.

"થોડું થયું, થોડું બાકી છે" મેં વૈશ્વને આન્સર આપ્યો.

"Ok હું તને રાતે કોલ કરીને ઉઠાડીશ" મેં કિંજલને હેલ્પ કરવા કહ્યું.

"હજુ બાકી છે?? ક્યારે કરીશ? કાલે જ એક્ઝામ છે એ તો યાદ છે ને?" વૈશ્વએ એકસાથે સવાલોની જડી વરસાવી.

"થેંક્યું પ્રગતિ, ચાલ હવે હું રીડિંગ કરું, બાય"

"બાય, ઓલ ધ બેસ્ટ" મેં કિંજલને કહ્યું.

"અરે મને યાદ જ છે કે મારે કાલે જ એક્ઝામ છે, હજુ તો આખી નાઈટ છે હું કરી લઈશ રીડિંગ" 

"તું નાઈટમાં રીડિંગ કરીશ? તો તું સુઇશ ક્યારે? પૂરતી ઊંઘ નહીં લે તો કાલે એક્ઝામમાં પછી બગાસાં ખાઈશ" વૈશ્વએ મને ચીડવતા કહ્યું.

"મને આદત છે નાઈટમાં રીડિંગ કરવાની, અને મને એક્ઝામ હોલમાં ક્યારેય બગાસાં નથી આવતા, તું ચિંતા ના કર" હવે હું પણ વૈશ્વને ક્યારેક તું કહીને બોલાવી લેતી.

"Ok ok, એકઝામ કેટલા વાગે છે?"

"અગિયાર વાગે એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે, આથી હું દસ વાગે ઘરેથી નીકળી જઈશ"

"હું ડ્રોપ કરવા આવું કોલેજ સુધી? તને લેટ ના થાય"

"નો થેન્ક્સ, ઓટો મળી જાય છે"

"Ok, ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ, હવે રીડિંગ કર, બાય"

"થેન્ક્સ, બાય"
મોબાઈલ સાઈડમાં મૂકી હું ફરીથી રીડિંગ કરવા લાગી, નીકકીએ જમવાનું તૈયાર કરી મને બોલાવી ત્યાં સુધી મેં રીડિંગ કર્યું, જમીને મેં નીકકીએ ના પાડી છતાં તેને કામ કરાવ્યું.

મારા મોબાઈલમાં રિંગ વાગતા મેં મોબાઈલ હાથમાં લઈને જોયું તો ઘરેથી ફોન હતો, મેં ઘરે મમ્મી સાથે વાત કરી, તેમણે પણ મને એક્ઝામ સારી જાય તેવા આશીર્વાદ આપ્યા.

વાત કરીને પાછી હું રીડિંગ કરવા લાગી, મેં રાતે ત્રણ વાગ્યા સુધી રીડિંગ કર્યું, ત્યારબાદ હું છ વાગ્યાનું એલાર્મ મૂકીને સુઈ ગઈ.

સવારે એલાર્મ વાગ્યું પણ હું ઊંઘમાં હતી આથી એલાર્મ બંધ કરીને ફરીથી સુઈ ગઈ.

"પ્રીતું ઉઠ, વોચમાં જો કેટલો ટાઈમ થઈ ગયો" નીક્કી મને ક્યારની ઉઠાડવાની કોશિશ કરતી હતી.

"કેટલા વાગ્યા?" મેં ઊંઘમાં જ પૂછ્યું.

"નવ" નિક્કીનો જવાબ સાંભળતા જ હું સફાળી બેઠી થઈ ગઈ અને વોચમાં જોયું તો હજુ સાત જ વાગ્યા હતા.

"શુ યાર નીક્કી, સવાર સવારમાં આવી મજાક કરે છે"

"ચલ હવે ફ્રેશ થઈ જા, હું નાસ્તો બનાવું છુ" નીક્કી મને ઉઠાડીને જતી રહી.

હું ઉભી થઇ અને ફ્રેશ થઈ, નાસ્તો કરીને મેં એક્ઝામમાં જરૂરી વસ્તુઓ જેવી કે હોલ ટિકિટ અને પેન વગેરે બેગમાં મૂકી અને રેડી થઈ ગઈ.

હજુ કોલેજ જવાને તો વાર હતી આથી હું મોબાઈલ લઈને બેઠી, પહેલા મેં મોબાઈલ ચેક કર્યો, બધા ફ્રેન્ડના ઓલ ધ બેસ્ટ અને બેસ્ટ ઓફ લક ના મેસેજ હતા, મેં પણ સામે બધાને વિશ કર્યું.

"પ્રીતું, આજે એક્ઝામ છે, મોબાઈલ મુક અને રીડિંગ કર" 

"હા, હવે રિવિઝન કરવાનું બાકી છે"

"Ok ઓલ ધ બેસ્ટ, હું ઓફીસ જાઉં છુ, તું ધ્યાન દઈને પેપર લખજે"

"થેન્ક્સ નીક્કી"
નીક્કી ગઈ પછી હું મોબાઈલ સાઇડમાં મૂકીને બુક લઈને રિવિઝન કરવા લાગી, પોણા દસ સુધી રિવિઝન કર્યા પછી હું કોલેજ જવા નીકળી.
હું ઘરને લોક કરી બહાર આવી, સોસાયટી ના ગેટ પાસે ઓટો માટે ઉભી રહી, ત્યાં જ પાછળથી મારા નામની બુમ સંભળાઈ, મેં ફરીને જોયું તો વૈશ્વ હતો.

"તું અહીંયા? ઓફીસ નથી ગયો?" તેને મારા ઘર પાસે જોઈને મને  આશ્ચર્ય થયું.

"હા, જાઉં છું ઓફીસ, તને ઓલ ધ બેસ્ટ કહેવા આવ્યો હતો" વૈશ્વએ એક પેકેટ મારી સામે ધર્યું.

"શુ છે આમાં?" મેં પેકેટ સામે ઈશારો કરતા પૂછ્યું.

"જાતે જ જોઈ લે" મેં વૈશ્વના હાથમાંથી પેકેટ લીધું અને ખોલવા લાગી.
પેકેટ ખોલ્યું તો અંદર એક પેન હતી, મેં પ્રશ્ન સૂચક નજરે વૈશ્વ તરફ જોયું.

"એક્ઝામમાં કોઈને પેન આપીને વિશ કરીએ તો તેની એક્ઝામ સારી જાઈ" વૈશ્વએ આન્સર આપ્યો.

" ઓહ થેંક્યું વૈશ્વ"

"ચાલ હું તને મૂકી જાવ"

"ના હું જતી રહીશ, તું ઓફીસ જા તારે ઓલરેડી લેટ થઈ ગયું છે"

"મારે ચાલશે, ચાલ બેસી જા" હું તેને વધુ ના ન પાડી શકી.

વૈશ્વ મને કોલેજ મૂકીને નીકળી ગયો, હું કોલેજમાં અંદર ગઈ, મારી બધી ફ્રેન્ડ્સ આવી ગઈ હતી, એક્ઝામનો ટાઈમ પણ થઈ જ ગયો હતો.

અમે બધા અલગ અલગ ક્લાસમાં હતા, અમે એકબીજાને ગુડ લક વિશ કર્યું અને ક્લાસમાં જઈને બેઠા, થોડીવારમાં પ્રોફેસર પણ આવી ગયા અને એક્ઝામ સ્ટાર્ટ થઈ.

પેપર એકદમ ઇઝી પણ નહીં અને હાર્ડ પણ નહીં તેવું હતું, હું ધ્યાન દઈને લખવા લાગી, બે કલાક ક્યાં પુરા થઈ ગયા ખબર પણ ના પડી, પેપર સબમિટ કરી હું બહાર નીકળી.

બધાનું પેપર ઇકવલી સારું ગયું હતું, ટાઈમ વેસ્ટ કર્યા વગર અમે ઘરે જવા નીકળી ગયા જેથી આરામ કરીને નેક્સટ પેપરની પ્રિપેરેશન કરી શકાય.

હું ઘરે આવીને જમીને સુઈ ગઈ જેથી રાતે રીડિંગ કરી શકાય, સાંજે ઉઠીને પાછું બીજા સબજેક્ટનું રીડિંગ કરવા લાગી.

સાંજે નીકકીએ આવીને કેવું પેપર ગયું તેની વાતો કરી, વૈશ્વએ પણ પેપર કેવું રહ્યું તે માટે મેસેજ કર્યો હતો.

વૈશ્વ દરરોજ સવારે ઓલ ધ બેસ્ટ કહેવા મને કોલ કરતો અને સાંજે પેપર કેવું રહ્યું તે પણ પૂછતો.

આમ જ દરેક પેપર પસાર થઈ ગયા અને એક્ઝામ ફિનિશ થઈ ગઈ, હવે મેં પાછું ઓફીસ જવાનું ચાલુ કરી દીધું હતું.

હું ઓફિસમાં બેસીને મારુ કામ કરતી હતી ત્યારે વૈશ્વએ મને કેબિનમાં બોલાવી.

"બોલ શુ કામ છે?" મેં કેબિનમાં જઈને તેને સવાલ કર્યો.

"બેસ કહું છું" હું સામે પડેલી ચેર પર બેસી ગઈ.

"મારે તને એક વાત કહેવી છે.....

(ક્રમશઃ)

જો તમને આ સ્ટોરી પસંદ આવે તો તેના પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ.
Your feedback is valuable for me.

Thank you.
                  - Gopi Kukadiya.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED