હવસ :-IT CAUSE DEATH ભાગ-30 અંતિમ ભાગ Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હવસ :-IT CAUSE DEATH ભાગ-30 અંતિમ ભાગ

હવસ:-IT CAUSE DEATH-30

Last part

અનિકેત ઠક્કરની પ્રભાતની હત્યાનાં ગુનામાં ધરપકડ કરવાં છતાં અર્જુનને કંઈક વાત ખટકી રહી હોવાથી એને પોતાની તપાસ ને પુનઃ વેગ આપવાનું નક્કી કર્યું..અર્જુને ઠક્કર વિલામાં પહોંચી કિશોરકાકા જોડેથી જરૂરી માહિતી પ્રાપ્ત કરીને અનિકેત અને જાનકીની દીકરી રીંકુ ને પ્રભાત એની જોડે દુષ્કૃત્ય કરતો ત્યારે એ કેમ સહન કરતી એ વિશેનું કારણ પૂછ્યું તો રીંકુ એ પોતાની મમ્મી નું નામ જણાવ્યું.. આવું એ કેમ કહી રહી હતી એ વિષયમાં રીંકુ બોલવાનું શરૂ કરે છે.

"મમ્મી એક દિવસ તું કે પપ્પા ઘરે કોઈ હાજર નહોતું અને આરવ પણ પોતાનાં ફ્રેન્ડસ જોડે રમવા ગયો હતો ત્યારે પ્રભાત અંકલ ઘરે આવ્યાં..એ પપ્પા નાં ખાસ મિત્ર હોવાથી એમનું આમ ઘરે આવવું મને અજુગતું ના લાગ્યું.મેં એમને આવકાર આપી ઘરમાં બેસવા કહ્યું..એમને મારો અને આરવનો ચિલ્ડ્રન રૂમ કેવો સજાવ્યો છે એ બતાવવા કહ્યું તો હું હરખભેર એમને અમારાં રૂમમાં લઈ ગઈ."

"હું એમને ચિલ્ડ્રન રૂમની સજાવટ બતાવતી હતી ત્યાં એમને મને પાછળથી બળપૂર્વક પકડીને બેડ પર સુવડાવી દીધી..મેં એમનો વિરોધ કર્યો અને કિશોરકાકા ને મદદ માટે બોલાવવા પણ જતી હતી પણ એ હરામી માણસે મને મમ્મી અને એનાં પર્સનલ ફોટો બતાવ્યાં. આ ફોટો જોઈને હું ચૂપ થઈ ગઈ."

"એ હવસખોર માણસે મને ધમકી આપી કે જો હું એનાં તાબે નહીં થાઉં તો એ આ ફોટો આખાં શહેરમાં ફેલાવી દેશે જેનાંથી તારી મમ્મી ની બદનામી થશે અને તારાં મમ્મી પપ્પા નો ડિવોર્સ પણ થઈ જશે..પછી તું અને આરવ અલગ થઈ જશો..એની આ ધમકી થી હું ડરી ગઈ અને એ લુચ્ચા માણસની વાત સ્વીકારવા સિવાય મારી જોડે કોઈ રસ્તો વધ્યો નહોતો..એ દિવસે એને મારો બળાત્કાર કર્યો."

"આ વાત હું મમ્મી કે પપ્પા કોઈને પણ કહી શકવાની હિંમત કરવા અસમર્થ હતી..હું રોજ રડતી રહેતી,ગુમસુમ રહેતી.આ વાતનાં ચાર દિવસ પછી ફરીથી એ હવસનો ભૂખ્યો મારાં ઘરે આવ્યો અને બીજીવાર મારી જોડે પોતાનાં મનનું ધાર્યું કર્યું..મારી જોડે કોઈ બીજો વિકલ્પ જ નહોતો મારી ઉપર થતો આ અત્યાચાર સહન કર્યાં વગર."

"કુલ મળી પ્રભાત નામનાં એ હરામી માણસે પાંચ વખત બળાત્કાર કર્યો..હું એકલી જ આ દર્દ સહન કરી રહી હતી.મારું જીવવું દિવસે ને દિવસે બદતર થઈ ગયું છે..મને હવે આત્મહત્યા કરવાનાં વિચાર રહીરહીને આવે છે.."આટલું કહી રીંકુ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.

અનિકેત ઠક્કર અને જાનકી ઠક્કર પોતાની દીકરી સાથે જે કંઈપણ થઈ ગયું હતું એ બાબતથી અજાણ હતાં એ એમનો ભાવશૂન્ય ચહેરો જોઈ સમજી શકાય એમ હતું.પોતે એકબીજાની શારીરિક જરૂરિયાતો સંતોષવા જે કંઈપણ રસ્તો અપનાવ્યો હતો એનું પરિણામ એમની દીકરીએ ભોગવવું પડ્યું હતું.એકબીજાની તરફ અનિકેત અને જાનકી અત્યારે નજરો પણ મિલાવી નહોતાં શકતાં. એમનાં ચહેરા પર પસ્તાવા નાં ભાવ ઉભરી આવ્યાં અને અનિકેત બોલ્યો.

"ઈન્સ્પેકટર અમારી દીકરી સાથે આટલું બધું થઈ ગયું પણ અમને આને કંઈ ના કહ્યું..હકીકતમાં હું અને જાનકી રીંકુ નાં ગુનેગાર છીએ.પ્રભાતની હત્યા કરવાનો ગુનો મેં કર્યો એ વાત નો મને હવે આનંદ છે."અર્જુનની તરફ જોઈને અનિકેત બોલ્યો.

"Mr.ઠક્કર જો બાવળ વાવશો તો એની ઉપર કેરી તો નહીં જ આવે..તમારી દીકરી અત્યારે જે શારીરિક અને માનસિક કષ્ટ ભોગવી રહી છે એનું કારણ તમે અને તમારી પત્ની ની જાતિગત ભૂખ હતી..તમારી જ હવસનું પરિણામ તમારી માસૂમ ફૂલ જેવી દીકરીએ ભોગવવું પડ્યું..પણ આ સાથે એ પણ જણાવી દઉં કે પ્રભાતની હત્યાનાં આરોપમાંથી તમને મુક્ત કરવામાં આવે છે."અર્જુન કટાક્ષ કરતાં કરતાં એક ચકિત કરી દેતી વાત બોલ્યો.

"પણ કેમ..?"અર્જુનની વાત સાંભળી આશ્ચર્ય સાથે અનિકેત બોલ્યો.

"અરે તમે પ્રભાતની હત્યા કરી નથી તો તમને કઈ રીતે સજા મળી શકે..મને ખબર છે કે પ્રભાતની ઝેર આપીને થયેલી હત્યા પાછળ હકીકતમાં કોનો હાથ છે.."અર્જુન બોલ્યો.

"તમે શું કહી રહ્યાં છો ઈન્સ્પેકટર..?"અનિકેત બોલ્યો.

"Mr.ઠક્કર તમે અને તમારી પત્ની એ ભલે લાખ છુપાવ્યું પણ મને ખબર છે કે પ્રભાતની કાતીલ તમારી દીકરી રીંકુ છે.."રીંકુ તરફ ઈશારો કરી અર્જુન બોલ્યો.

"સાહેબ..મેં કહ્યું ને કે મેં પ્રભાતની હત્યા કરી છે..અને તમારી જોડે મારાં વિરુદ્ધ સબુત પણ છે તો પછી મને જે કંઈપણ સજા આપવા ઇચ્છતાં હોય એ આપી શકો છો..પણ હવે મારી દિકરી પર કોઈપણ જાતનું કષ્ટ પડે એવું હું નથી ઈચ્છતો.."પોતાનાં દિલ નાં ટુકડા જેવી દીકરીને ગળે લગાવી અનિકેત રડતાં રડતાં બોલ્યો.

"ઇન્સપેક્ટર તમે એવું કઈ રીતે કહી શકો કે પ્રભાતની હત્યામાં મારી દીકરીનો હાથ છે.."રીંકુ નાં માથે હાથ ફેરવતાં જાનકી એ પૂછ્યું.

"આ રહ્યો એ કોમ્પ્યુટર નો IP એડ્રેસ જેની પરથી પ્રભાતની હત્યામાં વપરાયું હતું એ પોઈઝન ઓનલાઈન ઓર્ડર થયું હતું..અને આ કોમ્પ્યુટર તમારાં ઘરનાં ચિલ્ડ્રન રૂમનું છે.આ સિવાય અનિતા એ વાતવાતમાં મને જણાવ્યું કે પ્રભાતની હત્યાનાં ત્રણ દિવસ પહેલાં રીંકુ એમનાં ઘરે જઈ હતી.જોવો તમે મને મારું કામ યોગ્ય રીતે કરવા દો..વિશ્વાસ રાખો હું ક્યારેક કોઈ ગુનેગાર ને છોડતો નથી પણ કોઈ બેગુનાહ ને સજા પણ નથી કરતો.રીંકુ તું હવે સત્ય જણાવીશ કે તે પ્રભાતની હત્યા કઈ રીતે કરી હતી..?"અર્જુને એકદમ પોલીસ મેન ને છાજે એવી અદાથી પુછ્યું.

અર્જુનની જોડે મોજુદ સબુતો નાં આધારે રીંકુ ચોક્કસ પ્રભાતની હત્યામાં સંડોવાયેલી હોવાની વાત એ કબુલી લે એમાં જ મજા હતી..અનિકેતે જ્યારે પોતાનાં એક્સીસ બેંકના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી પોઈઝન મંગાવવાની વાત જાણી એટલે એ સમજી ગયો કે પોતાની દીકરી પ્રભાતની હત્યામાં સામેલ હતી કેમકે એ ડેબિટ કાર્ડ તો એને રીંકુ ને ઉપયોગ કરવા આપ્યું હતું.દીકરીને બચાવવા પોતે હત્યાનો આરોપ ભલે સ્વીકારી લીધો પણ હવે રીંકુ વિરુદ્ધ પૂરતાં પુરાવા હોવાથી પોલીસ ટોર્ચર કરી એની જોડે કબુલાત કરાવે એનાં કરતાં એ હવે સત્ય બોલી દે એ જ એનાં માટે સારી વાત છે એમ વિચારી અનિકેત રીંકુ ની નજીક બેસતાં બોલ્યો.

"દીકરી..ઈન્સ્પેકટર સાહેબ જે પૂછે છે એનો જવાબ આપી દે.ચિંતા ના કરીશ હું તને કોઈપણ ભોગે બચાવી લઈશ."

પોતાનાં પિતાની આંખોમાં રહેલો વિશ્વાસ અને એમની હૂંફ જોઈ રીંકુ ને થોડી હિંમત બંધાઈ એટલે એને પ્રભાતની હત્યા કઈ રીતે કરી એનો વૃતાંત આપવાનું શરૂ કર્યું.

"મારી ઉપર થતાં બળાત્કાર પછી હું રીતસર ભાંગી ગઈ હતી..સુસાઇડ કરવાનાં વિચારો આવી રહ્યાં હતાં..પણ એમ કરવામાં હું પાપ સમજતી હતી.મેં નક્કી કરી લીધું કે હું કોઈપણ રીતે આ બધી વસ્તુઓ અટકાવીને જ રહીશ અને એ માટે મારે ભલે એ રાક્ષસ ની હત્યા કરવી પડે તો હું કરીશ."

"મેં યુટ્યુબ પર જેલીફિશમાંથી બનતાં ઝેર નો વીડિયો જોયો..જે જોયાં પછી મને વિચાર આવ્યો કે હું એ ઝેર વડે એ હવસખોર વ્યક્તિનું ખુન કરીશ તો પકડાવાનાં ચાન્સ ઘટી જશે.મેં ગૂગલ પર સર્ચ કરી શોધી કાઢ્યું કે એ ઝેર ક્યાં મળશે..ઝેર ઓનલાઈન ઓર્ડર કરી મંગાવ્યાં બાદ હવે એનો ઉપયોગ કરી રીતે કરવો એનાં ઉપાયમાં હું લાગી ગઈ.."

"પ્રભાત બિયર ની બોટલ નું બુચ દાંત વડે તોડતો હતો..જે મેં ઘણી પાર્ટીઓમાં જોયું હતું..એટલે એક દિવસ અચાનક જ હું પ્રભાત પંચાલનાં ઘરે પહોંચી ગઈ..ત્યાં હાજર અનિતા આંટી ને મેં કાર્ટૂન જોવાની વાત કહી એમનાં બેડરૂમમાં સ્થાન જમાવ્યું..મેં આંટી ને જ્યુસ લાવવાનું કહ્યું એટલે એ બેડરૂમમાંથી નીકળી નીચે રસોડામાં ગયાં..આ દરમિયાન મેં બેડરૂમની શેલ્ફમાં રાખેલ બિયરની બોટલનાં બુચ પર એ ઘાતક ઝેર લગાવી દીધું..જેનો અમુક માઇક્રોન ભાગ પણ શરીરમાં જતાં માણસનું નજીકમાં જ મોત થાય એ વાત ની મને ખબર હતી.

"એ દિવસે મારી ધારણા મુજબ જ એ નાલાયક માણસે બિયરની બોટલ પોતાનાં દાંત વડે જ ખોલી અને એની અસરથી એ મરી ગયો..ઉપરથી એને કોઈએ ગોળી પર મારી..એ જાણી મને થયું કે પ્રભાત ની હત્યા ઝેર આપીને થઈ હોવાની વાત બહાર જ નહીં આવે અને હું બચી જઈશ..પણ.."આટલું બોલી રીંકુ ચોધાર આંસુએ રડી પડી.

અર્જુને રીંકુ ને રડતી જોઈ..પહેલાં તો નાયક તરફ જોયું અને પછી રીંકુ ની સમીપ ગયો અને બોલ્યો.

"બેટા..પહેલાં તું રડીશ નહીં.તું ખૂબ બ્રેવ છે..તે પોતાનાં મોમ ડેડ માટે જે તકલીફ સહન કરી એ જોઈ એમની આંખોમાં તારાં માટે ગર્વ દેખાઈ રહ્યો છે..પણ રીંકુ કોઈપણ વ્યક્તિ તમારી ઈજ્જત સાથે રમે ત્યારે કેવાં પણ સંજોગો ના હોય એની કોઈપણ વાત સ્વીકારવી નહીં.. એનો હિંમતથી સામનો કરવો અને તમારાં ઘરનાં કોઈ વડીલ ને આ બાબતથી વાકેફ કરવા.આ તારી ઉંમરના દરેક બાળક માટે મારી સલાહ છે."

"અને રહી વાત પ્રભાતને તે આપેલાં ઝેર ની તો એની ખબર ફક્ત મને અને નાયકને જ છે..એ સિવાય કોઈને આ વાત ની ખબર નથી..એટલે હવે શું કરવું એ મારાં હાથમાં છે.."

"મતલબ..સાહેબ તમે શું કહેવા માંગો છો.."પોતાનાં આંસુ રોકી ઘીમાં અવાજે બોલી.

"મારો કહેવાનો મતલબ એ હતો કે પ્રભાતની હત્યા થઈ જ નથી..એને તો ઝેર પી ને સુસાઇડ કર્યું હતું.."રીંકુ નાં ગાલ પર રહેલાં આંસુઓને હાથ વડે લૂછતાં અર્જુન બોલ્યો.

"એનો અર્થ કે તમે રીંકુ ની વિરુદ્ધ કોઈપણ પ્રકારનું કાયદાકીય પગલું નહીં ભરો..?"જાનકી નાં શબ્દોમાં એક આશા નું કિરણ હતું.

"હા mrs. ઠક્કર હું અનિકેત ઠક્કર અને તમારી દીકરી રીંકુ પરનાં બધાં આરોપો અવગણું છું.. તમારી દીકરી સાથે જે કંઈપણ થયું હતું એની સજા એ નરાધમ ને મળવી જ જોઈતી હતી..સારું થયું રીંકુ એ એને સજા આપી એટલે આખી જિંદગી એ પોતાની ઉપર થયેલાં અત્યાચાર નો બોજ ઉપાડતી નહીં ફરે."અર્જુન સ્મિત સાથે બોલી ઉઠ્યો.

અર્જુનની વાત સાંભળી અનિકેત,રીંકુ અને જાનકી ને સુખદ આંચકો લાગ્યો અને એકબીજાને બધાં ભેટી પડ્યાં.. દરેકની આંખોમાં અત્યારે આંસુ હતાં પણ આ વખતે એ આંસુ ઉમંગનાં હતાં, હર્ષનાં હતાં.

"Thank you so much ઈન્સ્પેકટર અર્જુન..તમારી આ મહેરબાનીનાં લીધે ફરીવાર અમારો પરિવાર પૂર્ણ બન્યો છે..તમારો ઉપકાર હું આખી જીંદગી નહીં ભુલું.. તમે અમારાં માટે ભગવાન થઈને પધાર્યાં છો.."અર્જુનની સામે હાથ જોડી ગળગળા અવાજે અનિકેત બોલ્યો.

"અરે અનિકેત ભાઈ ભગવાન ના બનાવશો..બસ માણસ રહેવા દો એ જ ઘણું છે..તમે અને તમારો પરિવાર ફરીથી સુખદાયી જીવનની શરૂવાત કરો એવાં સુભાશીષ.."અર્જુન બોલ્યો.

"પણ ઈન્સ્પેકટર સાહેબ તમે પોલિસ નાં ચોપડે શું લખશો કે પ્રભાતની સાથે થયું શું હતું એ વિશે..?"જાનકી એ અર્જુન ભણી જોઈને પૂછ્યું.

"કાલ સવારનાં ન્યૂઝપેપર માં વાંચી લેજો.."પોતાની પોલીસ હેટ સરખી કરતાં અર્જુન બોલ્યો અને મક્કમ ચાલ સાથે ત્યાંથી બહાર જવા નીકળી પડ્યો.અર્જુને એક હત્યાનાં ગુનામાં ફરીવાર એક મજબુરીનાં માર્યાં ગુનેગાર ને માફ કરી એની વિરુદ્ધ કોઈ કાયદાકીય પગલાં ના ભર્યાં..આવું જ એ મરોલી ગામમાં વસતી સીમા નાં કેસમાં પણ કરી ચુક્યો હતો.(સીમા ની સ્ટોરી તમે મારી ચીસ નામની નવલિકામાં વાંચી શકો છો.)

**********

બીજાં દિવસે રાધાનગર નાં લોકલ ન્યૂઝપેપર ની હેડલાઈનમાં પ્રભાતની હત્યા વિશેનો અહેવાલ હતો..અર્જુનની સામે ખુરશીમાં બેઠેલો નાયક અર્જુનને ન્યૂઝપેપર ની હેડલાઈન વાંચી સંભળાવતા બોલ્યો

"આખરે પ્રભાત પંચાલની મોતનું રહસ્ય ઉકેલાયું..પ્રભાતે ધંધામાં મંદી અને ઘણી બધી સ્ત્રીઓ સાથેનાં સંબંધો નાં લીધે ડિપ્રેશનમાં હોવાથી ઝેર પી ને આત્મહત્યા કરવાનું પસંદ કર્યું હતું..એ દિવસે જ એમની પત્ની અનિતા અને પત્નીનાં બોયફ્રેન્ડ મેહુલ ગજેરા( જે ગુજરાતનાં જાણીતાં લેખક પણ છે ) દ્વારા એક કોન્ટ્રાકટ કિલર દ્વારા ગોળી ચલાવાઈ..આશ્ચર્યની વાત હતી કે એ ગોળી લાશને વાગી હતી..હવે અદાલત નક્કી કરશે મેહુલ અને અનિતા ને શું સજા આપવી.."

"વાહ સાહેબ તમે તો ફરીવાર એવું કંઈક કર્યું જેની ધારણા પણ કરી ના શકાય.. પણ જે કર્યું એ સારું કર્યું.પ્રભાત જેવાં પૃથ્વી પર નો બોજ બની ગયેલાં વ્યક્તિને મારી નાંખવો એ તો પુણ્યનું કામ હતું.."નાયક ખબર પૂર્ણ થતાં જ બોલી ઉઠ્યો.

"નાયક મારી કારકિર્દીમાં જ્યારે હૃદય અને મગજ વચ્ચે કોઈપણ નિર્ણય લેવાની હોડ જામે ત્યારે હું હૃદયનું જ સાંભળું..આ કેસમાં પણ હૃદય દ્વારા જે કહેવાયું એ શિરોમાન્ય ગણ્યું."અર્જુન ફિલોસોફી કરતાં બોલ્યો.

"સારું તો સાહેબ આજે તો કંઈક ગરમાગરમ ભજિયાં નો ઓર્ડર આપો કેસ સોલ્વ થઈ જવાની ખુશીમાં..તમે ઓર્ડર આપો એટલે બધું ઓલરાઈટ"નાયક રોજની ટેવ માફક બોલ્યો..

નાયકની વાત સાંભળી અર્જુન હસી પડ્યો..આજે એનાં ચહેરા પર સુકુન ભરી ચમક હતી.અર્જુને નાયકનું માન રાખવા ભજિયાનો ઓર્ડર આપી દીધો..અને ત્યારબાદ બાજુમાં પડેલ પ્રભાતની હત્યાની ફાઈલ ક્લોઝ કરી.

પ્રભાતની હત્યાનાં પંદર દિવસ પછી અદાલતે સબુતોનાં આધારે પ્રભાતની લાશ પર ગોળી ચલાવવા,બાબુ પર અને અર્જુન પર જાનલેવા હત્યા નાં પ્રયાસમાં ગુના માટે સલીમ સુપારીને દસ વર્ષીની સજા કરી..મંગાજીને પણ ચોરી કરવાનાં ગુનામાં છ મહિનાની સજા થઈ.

અનિતા અને મેહુલ પર પ્રભાતની હત્યાની સાજીશ રચવાનો કેસ ચાલ્યો..આ કેસ ચાલતો રહ્યો એ દરમિયાન પ્રભાત દ્વારા થતાં શારીરિક અત્યાચાર અને ગર્ભપાત માટે અનિતા પર કરવામાં આવતાં દબાણે એને પ્રભાતની હત્યા કરવા મજબુર કરી એ વાત અર્જુને રજુ કરી જે સાંભળી જજ સાહેબે અનિતા ને બે વર્ષની અને મેહુલને દોઢ વર્ષની સજા ફટકારી.

અનિતા ગર્ભવતી હોવાથી છેલ્લાં મહિના ચાલતાં હોય એ દરમિયાન જામીન પણ ઘરે જઈ શકશે હોવાની રજા પણ અદાલતે આપી દીધી..મેહુલે અનિતાનાં પિતાજી જોડે એનો હાથ માંગ્યો..સમય ની માંગ જોઈ અને સમજી એમને મેહુલ અને અનિતાનાં લગ્નની હામી ભરી દીધી.

પ્રભાત ની હત્યાનો કેસ સોલ્વ કરનારાં અર્જુનની ચારે તરફ પ્રશંસા થઈ ગઈ..લોકો માટે હજુપણ સત્ય સમયનાં ગર્ભમાં ધરબાયેલું હતું અને અર્જુનનાં છેલ્લાં શ્વાસ સુધી ત્યાં જ રહેશે એ નક્કી હતું.

અનિકેત ઠક્કર ની જીંદગી હવે પહેલાં ની માફક પાટે ચડી ગઈ હતી..આટલી વિકટ પરિસ્થિતિનો સામનો કર્યાં બાદ ઠક્કર પરિવાર એકબીજાની વધુ નજીક આવી ચુક્યો હતો..!!

★★★★★★★

સમાપ્ત

આ નોવેલ ને આ સાથે જ હું અહીંયા પૂર્ણ જાહેર કરું છું..આ નોવેલ ને તમારાં બધાંનો જે પ્રેમ મળ્યો એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર.બધાં ને આ નોવેલ ગમી જ હશે છતાં પણ કોઈને પણ કોઈપણ જાતનું સૂચન આપવું હોય તો આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

આ નોવેલ લખવાનો હેતુ હતો સમાજમાં અત્યારે જે લગ્નેતર સંબંધો નાં લીધે થતી તકલીફો પર પ્રકાશ પાડવાનો હતો..આ સિવાય પુરુષનામાં પણ જાતિગત સમસ્યા હોય એનો એને સ્વીકાર કરી એની સારવાર કરાવવી જોઈએ નહીં કે દરેક વખતે સ્ત્રીને જ દોષિત ગણવી.અનિતાનાં પિતાજી ની માફક કોઈપણ પોતાની દીકરીને પૈસાદાર નહીં પણ સંસ્કારી છોકરો શોધી પરણાવે એવી આશા છે..સાથે સાથે તમારાં સંતાનોનાં સોશિયલ નેટવર્કિંગ એકાઉન્ટ ની સમય સમયે તપાસ કરો અને એમનાં અચાનક બદલાયેલાં વ્યવહારનું કારણ પણ શોધો.

તમારી દુવાઓ મને આગળ આવવાની સતત પ્રેરણા આપી રહી છે..નજીકમાં આપ સૌ માટે એક જોરદાર નોવેલ લઈને આવીશ જે તમને એક નવી દુનિયાની સફરે લઈ જશે.આ એક ફેન્ટસી બેઝ નોવેલ હશે જે તમારાં દિલોદિમાગ પર છવાઈ જશે.

તમે માતૃભારતી પર મારી નાની બહેન દિશા પટેલની રચનાઓ જેવી કે રૂહ સાથે ઈશ્ક, અનામિકા,ડણક,દિલ કબુતર,હોન્ટિંગ પિક્ચર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)