હવસ :-IT CAUSE DEATH ભાગ-29 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હવસ :-IT CAUSE DEATH ભાગ-29

હવસ:-IT CAUSE DEATH-29

પ્રભાત પંચાલની હત્યામાં અર્જુન છેલ્લે એ વાત પર પહોંચે છે કે અનિકેત ઠક્કર દ્વારા જ પ્રભાતની હત્યા થઈ હતી.અનિકેત પણ પોતાની વિરુદ્ધ મોજુદ પુરાવાને જોઈ પ્રભાતની હત્યાનો ગુનો કબુલ કરી લે છે.પોતે પ્રભાતનો અસલી હત્યારો પકડ્યો હોવાં છતાં અર્જુનને મનોમન કંઈક ખટકી રહ્યું હતું.એટલે એ નાયકને પોતાની કેબિનમાં બોલાવે છે.

"બોલો સાહેબ..હવે નવું શું કામ આવી પડ્યું..?"અર્જુનની કેબિનમાં પ્રવેશતાં જ નાયક બોલ્યો.

નાયક એક કામ કરવાનું છે..આટલું કહી અર્જુને નાયક ને એક કામ સોંપ્યું અને ફટાફટ એને કામ પતાવી અનિકેત ઠક્કર ને લઈને ઠક્કર વીલા પહોંચવા કહ્યું.

નાયક નાં ગયાં ની સાથે કોમ્પ્યુટર ઓન કરી પોતાનું ફેસબુક એકાઉન્ટ ઓપન કર્યું અને એમાં એક નામ સર્ચ કર્યું..નામ લખતાં ની સાથે અર્જુનની સામે એ જ નામની હજારો પ્રોફાઈલ મોજુદ હતી. અર્જુને કંઈક વિચારીને સર્ચમાં સીટી નું નામ રાધાનગર નાંખ્યું એ સાથે જ એક પ્રોફાઈલ અર્જુનનાં કોમ્પ્યુટર ની સ્ક્રીન પર ઉભરી આવી.

અર્જુને એ ફેસબુક પ્રોફાઈલ ને વ્યવસ્થિત ચેક કરી જોઈ..એ ફેસબુક પ્રોફાઈલની વોલ પર મોજુદ પોસ્ટ થોડો સમય જોયાં બાદ અર્જુન કંઈક મનોમંથન કરતો પોતાની જગ્યાએથી ઉભો થયો અને પોલીસ સ્ટેશનની બહાર પડેલી પોતાની બુલેટ લઈને પુનઃ ઠક્કર વિલા ની વાટે નીકળી પડ્યો.

અર્જુન જ્યારે અનિકેતનાં ઘરે પહોંચ્યો ત્યારે જાનકી ઠક્કર ઘરે હાજર નહોતી..અર્જુનને જોતાં જ અનિકેત ઠક્કરનો સૌથી જુનો અને વફાદાર મુલાજીમ કિશોરકાકા અર્જુનની જોડે આવ્યાં અને બોલ્યાં કે મેડમ રીંકુ અને આરવ ને સ્કુલે લેવા ગયાં છે..હમણાં આવતાં જ હશે ત્યાં સુધી તમે હોલમાં જઈને બેસો.

"કાકા,મેડમ રોજ જાય છે બાળકોને લેવા કે પછી આજે જ ગયાં..?"અર્જુને હોલમાં જઈને સોફા પર સ્થાન લેતાં કહ્યું.

"આમ તો ડ્રાઈવર જઈને લેતો આવે છે રીંકુ બેટી અને આરવ ને..પણ સવારે જ્યારથી તમે અનિકેત સાહેબની ધરપકડ કરીને લઈ ગયાં છો ત્યારથી મેડમ કંઈક મૂંઝવણમાં હતાં એટલે જ એમને ડ્રાઈવર ને જવાની મનાઈ ફરમાવી એ પોતે જ નીકળી ગયાં."કિશોરકાકા નરમાશથી બોલ્યાં.

"કાકા એક વાત કરવી હતી..જો તમે સાચું બોલશો તો તમારાં સાહેબ સજાથી બચી શકે છે.."કિશોરકાકા ને ઉદ્દેશીને અર્જુન બોલ્યો.

"અરે જો સાહેબ એવું થાય તો તમે જે કહેશો એ કરવા તૈયાર છું..એમનાં બદલામાં મને કહેશો તો હું પણ સજા ભોગવવા તૈયાર છું..બસ સાહેબ બચી જવા જોઈએ."વફાદાર એવાં કિશોરકાકા અર્જુન સમક્ષ હાથ જોડી બોલ્યાં.

અર્જુને કિશોરકાકા જોડે થોડાં સવાલાત કર્યાં જેમનાં ભોળાભાવે કિશોરકાકા એ બધાં સંતોષકારક જવાબો પણ આપ્યાં.. ત્યારબાદ અર્જુન એમને પોતાનું કામ કરવા જવાની છૂટ આપી હાથમાં ન્યૂઝપેપર લઈ એમાં થી સ્પોર્ટ્સ ન્યૂઝ વાંચતો જાનકી ઠક્કરનાં પાછાં આવવાની રાહ જોતો બેસી રહ્યો.

અડધો કલાક વીત્યો એટલામાં જાનકી ઠક્કર પોતાની દીકરી રીંકુ અને પોતાનાં પુત્ર આરવ સાથે ત્યાં આવી પહોંચી.અર્જુનને જોતાં જ જાનકી નાં ચહેરા પર આશ્ચર્ય અને ડરનાં મિશ્રિત ભાવો ઉપસી આવ્યાં.

"રીંકુ તું આરવ ને લઈને તમારાં રૂમમાં જા..હું ઈન્સ્પેકટર સાહેબ જોડે થોડી જરૂરી વાત કરી લઉં."પોતાનાં દીકરા અને દીકરીને પોતાનાં રૂમમાં મોકલતાં જાનકી બોલી.

"બેટા રીંકુ તું આરવ ને મુકી અહીં પાછી આવજે.."રીંકુ તરફ જોઈને અર્જુન બોલ્યો.

"પણ કેમ..એની સામે તમારે એવી શું વાત કરવી છે..?"આવેશમાં આવી દબાતાં અવાજે જાનકી અર્જુનની સમીપ જઈને બોલી.

"Mrs. ઠક્કર હું કહું એટલું કરો એમાં જ સૌની ભલાઈ છે,પોલીસ કાર્યવાહીમાં દખલ કરવાની કોઈ જરૂર નથી.હું રીંકુ જોડે અમુક સવાલાત કરવા માંગુ છું એટલે જ એને અહીં આવવા કહ્યું છે."અર્જુનનો રોફાદાર અવાજ જાનકીને સંભળાયો.

અર્જુનની વાત સાંભળી એને કહ્યાં મુજબનું જ કરવામાં શાણપણ છે એમ માની જાનકીએ ઈશારાથી જ રીંકુ ને અર્જુને કહ્યાં મુજબ આરવને મુકી ત્યાં પુનઃ આવવા કહ્યું.

આરવ ને મુકી ને જ્યાં સુધી રીંકુ નહોતી આવી ત્યાં સુધી અર્જુન અને જાનકી વચ્ચે કોઈપણ પ્રકારની વાતચીત ના થઈ.રીંકુ ધીમા પગલે જાનકી ની જોડે આવી અને સોફામાં બેસી ગઈ.રીંકુ અત્યારે બેહદ ડરી રહી હોય એવું એનાં ચહેરા પરથી સમજી શકાતું હતું.

"બેટા, રીંકુ ડરવાની જરૂર નથી..હું તને કંઈ કરવાનો નથી.તું ખાલી મારાં અમુક પ્રશ્નો છે એનાં જવાબ સાચા આપે એટલો તને આગ્રહ કરું છું."અર્જુને પ્રેમાળ શબ્દોમાં સ્મિત સાથે રીંકુ ને ઉદ્દેશીને કહ્યું.

અર્જુનની વાત સાંભળી રીંકુ એ પોતાની મમ્મી નો હાથ મજબૂતાઈથી પકડી લીધો અને થોડી હિંમત ભેગી કરી મહાપરાણે બોલી.

"હા પુછો.."

"બેટા તું પ્રભાત અંકલને ઓળખે છે..?"અર્જુને મૂળ વાત પર આવતાં કહ્યું.

"હા"ટૂંકમાં રીંકુ એ જવાબ આપ્યો.

"એ તને કેવાં લાગતાં હતાં.. મતલબ સ્વભાવે કેવાં હતાં..?"અર્જુને સવાલો ચાલુ રાખ્યાં.

"સ્વભાવે..સારાં.."અચકાતાં સ્વરે રીંકુ બોલી.

"તો રીંકુ જ્યારે ઘરે મમ્મી કે પપ્પા નહોતાં ત્યારે પ્રભાત અંકલ તારી સાથે તારાં રૂમમાં આવીને શું કરતાં..?"અર્જુને જે સવાલ કર્યો હતો એની અસર એક બાળ મગજ પર કેવી થાય એ સમજતાં અર્જુને આ પ્રશ્ન બહુ વિનય સાથે અને ધીરજથી પૂછ્યો હતો.

હકીકતમાં અર્જુને કિશોરકાકાને જે સવાલાત કર્યાં એ દરમિયાન કિશોરકાકા એ અર્જુનને જણાવ્યું હતું કે પ્રભાતનાં મેડમ સાથેનાં સંબંધોની એમને ખબર હતી..છાશવારે પ્રભાત અનિકેતની ગેરહાજરીમાં આવતો અને મેડમ ની સાથે બેડરૂમમાં ચાલ્યો જતો.પણ થોડાં મહિના બાદ પ્રભાત ઘરમાં અનિકેત કે જાનકી બંનેમાંથી કોઈપણ ના હોય તો પણ આવતો હતો..ઘણીવાર એ રીંકુ દીકરી સાથે રૂમમાં ચાલ્યો જતો..રીંકુ કોઈ વિરોધ નહોતી કરતી એટલે મેં પણ એ બાબતમાં માથું મારવું ઉચિત ના સમજ્યું.

આ દરમિયાન રીંકુ ની ફેસબુક પરની પોસ્ટો જ્યારે અર્જુને જોઈ તો એમાં સ્ત્રી શોષણ,યૌન શોષણ અને પુરુષ વિરોધી પોસ્ટ નો ઢગલો જોવા મળ્યો..જે રીંકુનાં મગજની એ સમયગાળાની સ્થિતિ દર્શાવતાં હતાં.આજકાલ નાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ નું વળગણ એવું હતું કે લોકો હૃદયની વાત ફેસબુક ની વોલ પર પોસ્ટ કરી દેતાં એ માનવ સહજ પ્રકૃતિથી અર્જુન અવગત હતો.આ બધી વાત પરથી અર્જુન એ તારણ પર આવ્યો હતો કે નક્કી રીંકુ સાથે એ સમયમાં કંઈક તો ખરાબ થઈ રહ્યું હતું.

અર્જુનનો પુછાયેલો સવાલ સાંભળી રીંકુ પહેલાં તો કંઈક બોલવા જતી હતી પણ પછી જાનકી સાથે નજર મળતાં એ ડૂસકે ને ડૂસકે રોવાં લાગી..એ પોતાની મમ્મી ને રડતાં રડતાં લપાઈ ગઈ.

"સાહેબ તમે આ શું પુછી રહ્યાં છો..એક કુમળી છોકરીને આવો સવાલ પૂછતાં તમને શરમ ના આવી..?"રીંકુ નાં માથે હાથ ફેરવતાં જાનકી અર્જુનની તરફ જોઈને બોલી.

"જોવો મેડમ..હું જે પણ કંઈ કરી રહ્યો છું એમાં કોઈને કંઈપણ તકલીફ પહોંચે એવું હું નથી ઈચ્છતો..મને ખબર છે કે તમારાં અને અનિકેત ની ગેરહાજરીમાં પ્રભાત અહીં આવતો અને રીંકુ ની સાથે શારીરિક અડપલાં કરતો કે પછી એથી પણ વધુ..પણ રીંકુ આ બધું કેમ મુંગા મોંઢે સહન કરી રહી હતી એનું કારણ મારાં માટે જાણવું જરૂરી છે."અર્જુન વિવેકસભર સ્વરે બોલ્યો.

અર્જુનની વાત સમજાતાં જાનકી એ રીંકુ ને ઉદ્દેશીને કહ્યું.

"બેટા, સાહેબની વાત સાચી છે..??જો હા તો પછી તું કેમ તારી જોડે થતું આ દુષ્કૃત્ય મુંગા મોંઢે સહન કરી રહી હતી..?"

જાનકી નો સવાલ સાંભળી રીંકુ પહેલાં તો ભાવવિહીન ચહેરે જાનકીની તરફ જોતી રહી..એની આંખોનાં આંસુ પણ અચાનક જાણે અટકી ચુક્યાં હતાં. એક પારાવાર ગુસ્સો અને ભય ની લાગણી સાથે રીંકુ ત્યારબાદ બોલી.

"એનું કારણ મમ્મી તું છે.."

રીંકુ નો અવાજ સાંભળી જાનકી ની સાથે અર્જુનનું મોં પણ ખુલ્લું રહી ગયું..એ પોતાની મમ્મી ને જ પ્રભાત દ્વારા પોતાની ઉપર કરવામાં આવતાં દુષ્કૃત્યનો ગુનેગાર જણાવી રહી હતી એ સાંભળી અર્જુન અને જાનકી બંને વિચારમાં પડી ગયાં.

"અરે બેટા તું આવું કેમ બોલી રહી છો..?"જાનકી એ આશ્ચર્ય સાથે રીંકુ ની તરફ જોતાં પુછ્યું.

જાનકી ની વાત નો રીંકુ જવાબ આપે એ પહેલાં નાયક અને અનિકેત ત્યાં આવી પહોંચ્યા..એમને ત્યાં પહોંચેલા જોઈ રીંકુ અને જાનકી નવાઈમાં પડી ગયાં.

"સાહેબ તમે સાચું કહી રહ્યાં હતાં..આ રહ્યો એનો પુરાવો.."નાયકે પોતાનાં હાથમાં રહેલ ડોક્યુમેન્ટ અર્જુનને આપતાં કહ્યું.

અર્જુને નાયકનાં હાથમાં થી ડોક્યુમેન્ટ લઈ લીધાં,આ દરમિયાન અનિકેત જઈને પોતાની પત્ની અને દીકરી જોડે ઉભો રહી ગયો.અર્જુને બધાં ડોક્યુમેન્ટ વ્યવસ્થિત ચેક કરી જોયાં અને પછી રીંકુ ની તરફ જોઈને બોલ્યો.

"બેટા, તું હવે જણાવ કે કેમ તે એવું કહ્યું કે તારી જોડે પ્રભાત પંચાલ દ્વારા થતાં દુષ્કૃત્ય પાછળ તારી મમ્મી નો હાથ હતો..?"

અર્જુનનો સવાલ સાંભળી રીંકુ એ પોતાનાં પપ્પાની તરફ જોયું અને પછી પોતે એવું કેમ બોલી રહી હતી એ વિશે બોલવાનું શરૂ કર્યું..!!

★★★★★★★

વધુ આવતાં અંકે.

નાયકે અર્જુનને આપેલાં ડોક્યુમેન્ટમાં શું હતું..??પ્રભાત દ્વારા થતી હરકતો રીંકુ કેમ સહન કરી રહી હતી...??રીંકુ એ પોતાની પાછળ થતાં દુષ્કૃત્ય પાછળ જાણકીનો હાથ હોવાની વાત કેમ કહી....??પ્રભાતે પોતાનો ગુનો સરળતાથી કેમ કબુલી લીધો હતો..??પ્રભાતની હત્યાની તપાસ આખરે કેવો નવો વળાંક લેશે..??એ જાણવા વાંચતાં રહો આ નોવેલ હવસ નો નવો ભાગ. આ નોવેલ અંગેના રિવ્યુ 8733097096 whatsup કરી પર આપી શકો છો.

તમે પણ આગળ વધતી આ સસ્પેન્સ નોવેલ હવસ પર તમારાં પ્રતિભાવ આપી શકો છો..સાથે સાથે તમારાં મગજને કસીને કાતિલ કોણ છે એ પણ શોધવાનો પ્રયાસ કરો અને મને જણાવતાં રહો કે તમારાં મતે પ્રભાતનો હત્યારો કોણ છે..?

તમે માતૃભારતી પર મારી નાની બહેન દિશા પટેલની રચનાઓ જેવી કે રૂહ સાથે ઈશ્ક, અનામિકા,ડણક,દિલ કબુતર,હોન્ટિંગ પિક્ચર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

માતૃભારતી પર આ સિવાય વાંચો મારી અન્ય નોવેલ..

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

~જતીન.આર.પટેલ (શિવાય)