Faraj books and stories free download online pdf in Gujarati

ફરજ

વાર્તા. ફરજ


"પપ્પા ગાડી બદલવી પડશે.ગમે ત્યાં ગમે ત્યારે અટવાઈ જાય છે."
દીકરાએ એનાં પપ્પાને ફરિયાદ કરી.પપ્પા એને બોલતો જોઈ રહ્યાં.પણ કશો ઉત્તર ન આપ્યો.
" પપ્પા, કાલે અધવચ્ચે ગાડી બંધ પડી ગઈ. મિટિંગ હતી.ટેક્ષી કરી દોડવું પડ્યું.નશીબ કે સમયસર પહોંચી ગયો, પપ્પા ."
પપ્પાએ હાથમાં રાખેલું વર્તમાન પત્ર બાજુ પર મૂક્યું.
દીકરો ઓફિસ જવાની તૈયારી કરી રહ્યો હતો.વારેઘડીએ તેની નજર રસોડા તરફ ડોકાતી હતી.અચાનક કશું ક પડી જવાનો અવાજ સંભળાયો.
" મમ્મી શું થયું? કેટલી વાર છે? "
અપેક્ષા પ્રમાણે દીકરા ને જવાબ ન મળ્યો.એની મા લંગડાતી લંગડાતી ટિફિન લઈ રસોડામાંથી બહારની રૂમમાં આવી.ટેબલ પર ધીમેથી ટિફિન મૂક્યું, પ્રસન્નતા ભરી નજરે દીકરા ને જોઈ રહી.
" મમ્મી, કેમ લંગડાતી ચાલે છે? "
મમ્મીએ કોઈ જવાબ ન આપ્યો. દીકરો બબડ્યો.
" પડી ગઈ લાગે છે. ધમાલ ઓછી કરને. જરા સવારે વહેલાં ઊઠે તો તને શાંતિ રહે. મારા લીધે તને હેરાન થવું પડે છે.."
દીકરા એ ટિફિન થેલીમાં મૂકતાં કહ્યું.
પપ્પા હસી રહ્યાં હતાં.દીકરા ને નવાઈ લાગી.મમ્મી ખૂરશી પર બેસી હાંફી રહી હતી.
" શું થાય છે મમ્મી?"
" કશું નહીં બેટા.મારી હાલત તારી ગાડી જેવી થઈ ગઈ છે. મન તો જવાન છે પણ આ કાયા કામ કરતી નથી.તારી ગાડીની જેમ..."
“ ઓહ..’ દીકરો એની મા પાસે ગયો.એકીટશે મા ને જોઈ રહ્યો.નીચો નમ્યો.લંગડાતા પગની પાનીને હાથમાં પકડી જોઈ રહ્યો.પગ સૂઝીને દડો થઈ ગયો હતો. ગુસ્સો આવ્યો મા પર.આટલી બધી બેદરકારી.. શબ્દો મુખમાંથી બહાર નીકળે એ પહેલાં વરાળ થઈને હવામાં ઓગળી ગયાં.અને માનો ચહેરો જોઈ રહ્યો.મા નાં ચહેરા પર ઝરણાં શું સ્મિત મંદ મંદ વહી રહ્યું હતું.
તે ઊભો થયો.ખાનામાંથી ફસ્ટ એઈડ ડબ્બો કાઢી આઈડોક્સ સ્પ્રે ની બોટલ કાઢી તે તેની મમ્મી પાસે ગયો.નીચે બેસીને પગ પોતાના ખોળામાં લઈ જ્યાં સોજો થયો હતો ત્યાં સ્પ્રે છાંટ્યું.
“ ઓહ.. બહુ ઠંડું લાગે છે..” એક
ઉદ્ ગાર સરી પડ્યો.તે હસ્યો.હાથ ધોઈ ઓફિસ જવા તૈયાર થયો.જરા આરામ કરજે કહી ઓફિસ જવા નીકળ્યો.
પણ આજે એનું મન ચકરાવે ચડ્યું હતું.ઓફિસમાં હતો છતાં બેધ્યાન હતો….
એ વિચારવા લાગ્યો.આવું કેમ
થાય છે.આવી બેદરકારી થવાનું કારણ શું? ગાડી બરાબર ચાલતી નથી તેનો અહેસાસ થાય છે.ઘડિયાળ બરાબર ચાલતી નથી તે તરફ ધ્યાન જાય છે.રસોઈમાં મીઠું કે મરચું ઓછું છે તેની ખબર પડે છે.પણ ઘરમાં પપ્પા મમ્મી કેવી રીતે જીવે છે તે તરફ ધ્યાન જતું નથી.આમ કેમ? આ કઈ જાતની લાગણી? ઘડિયાળ ક્યાં ફરિયાદ કરે છે? ગાડી ક્યાં કશું બોલે છે? છતાં મા અને વસ્તુમાં ફરક છે. વસ્તુ ભલે ના બોલે પણ પરચો આપે છે પોતાની હાલતનો.અને મા કે બાપ જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી ખેંચ્યા કરે છે.એક આહ કદાચ એમનાં મુખમાંથી નીકળતી હોય તો પણ સંતાનો સુધી પહોંચવા દેતાં નથી! પોતાની વેદનાને અમૃત ગણી પી લે છે.સંતાનો માબાપ માટે ઊગતાં સૂરજનું કિરણ છે.ઊગતાં ચાંદની ચાંદની છે.વહેતી આશાનું ઝરણું છે.એટલે જ આશા અમર કહેવાય છે.
“ મમ્મી, મને પેટમાં દુખ છે.” શાળાએથી ઘરે આવી માને પીડાનું પડીકું બતાવ્યું.મા એ સઘળાં કામ છોડી ખોળામાં બેસાડી ડૂંટીમાં છીંકણી ભરી.અને થોડીવારમાં મટી જશેનું આશ્વાસન આપ્યું.તે એક ખૂણામાં ટુટિયું વાળીને સૂઈ ગયો.સાંજે એનાં પિતાએ ઓફિસથી આવી શું થાય છે તે પૂછયું.તેને બદલે તેની મમ્મીએ કહ્યું કે તેને પેટમાં દુ:ખે છે.છીંકણી તેની ડૂંટીમાં ભરી છે.સારું થઈ જશે.પણ તેનાં પિતાને આવા ઊંટવૈદમાં વિશ્વાસ ન હતો.તે તેને ઊંચકીને ડોક્ટર પાસે લઈ ગયાં.તપાસીને ડોક્ટરે અભિપ્રાય આપ્યો કે પેટમાં વાયુ જેવું લાગે છે. ખાસ કંઈ નથી.વળી મજાક ભર્યાં સૂરમાં કહ્યું કે બાળકોને ભણવાનું જોર આવે એટલે પેટમાં દુખવાની ફરિયાદો કરે છે. પણ તેનાં પિતાએ પુત્રનું ઉપરાણું લેતાં કહ્યું કે ભણવામાં હોંશિયાર છે.ઘરેથી આવીને ચોપડાં લઈ બેસી જાય છે લેશન કરવા.
રાત્રે બે વાગ્યે અચાનક દુખાવો ઉપડ્યો.આળોટવા લાગ્યો.એનાં પપ્પાએ રાત્રે ફોન કર્યો ડોક્ટરને. માબાપ ભગવાનને યાદ કરતાં ટેક્ષી કરી હોસ્પિટલ લઈ ગયાં.આ આખું દ્રશ્ય તેની અંખો સામે ફરી વળ્યું. દીકરાને પોતાની જાત પર શરમ આવી.
એને જોઈ છે નાનપણથી પોતાની મા ને.ચૂપચાપ ગધ્ધાં વૈતરું કરતાં. આર્થિક પરિસ્થિતિને લીધે ઘરનાં કામ જાતે કરતી હતી.ભૂલેશ્વરની એક ગલીમાં ચાલીમાં નાની શી રૂમ.પપ્પા કપડાં માર્કેટમાં કારકૂની કરે.ઘર જેમતેમ ચાલે.મમ્મી આજુબાજુનાં ઘરનાં કામ કરી ઘરનું આંગણું સદાય હસતું રાખે.પોતે રોટલી મીઠું ખાઈ લે, પણ ઘરે કોઈ આવે તો એની મહેમાનીમાં લગીરે ઓછું ન આવે. મમ્મીનાં આવા દિલદાર વહેવારને લીધે તેનાં ઘરમાં સગાસંબંધીઓનો આવરોજાવરો સતત રહેતો.અને તેને સતત શિખામણ અપાતી કે તે ભણશે તો સુખી થશે.પરિણામે તેને સવારની કોલેજમાં એડમિશન લીધું.સવારે કોલેજ જાય. ત્યારબાદ નોકરી કરતો. સવારે પાંચ વાગે ઊઠી તેના માટે ટિફિન તૈયાર થાય, સવારે પાણી આવે એટલે પાણી ભરવાની દોડાદોડી હોય.અને તે નીકળી જાય ઘરેથી.થાક્યોપાક્યો ઘરે આવે ત્યારે માબાપ રાહ જોતાં ઊભાં હોય આતુર ચહેરે દરવાજા પાસે… તેને મનોમન નક્કી કરી લીધું કે ઓફિસમાંથી રજા લઈ મમ્મીને ડોક્ટર પાસે લઈ જશે..તેને તેની કંપનીનો ટાર્ગેટ નક્કી કરવામાં દિવસરાત ટૂંકા પડવા લાગ્યાં. પરિણામે તે તેનાં મમ્મીપપ્પાનો ખ્યાલ રાખી ના શક્યો.કોઈ પણ બહાનાબાજી કરવી નકામી હતી તેનાં માટે.
અચાનક તેનો ધ્યાનભંગ થયો. ઈંટરકોમની ઘંટડી રણકી ઊઠી. બોસે તેને બોલાવ્યો હતો .
“મી.રાકેશ, તમારા માટે મેસેજ છે.આજની ફ્લાઈટમાં તમારે દિલ્હી જવાનું છે.” કહી પોગ્રામ કોપીતેનાં હાથમાં આપી. તે સ્તબ્ધ થઈ ગયો. તેનો ચહેરો સફેદ દૂધ જેવો થઈ ગયો. તેની આવી વર્તણુક જોઈ તેનાં બોસે તેને પૂછ્યું, “ મી.રાકેશ એનીથીંગ રોંગ?” તે તેનાં બોસને જોઈ રહ્યો.શું જવાબ આપવો એ વિચારવા લાગ્યો.ના કહેવાનો પ્રશ્ન હતો જ નહીં. ના કહેવાનો અર્થ નોકરીમાંથી છૂટાં થવું.
“ મી.રાકેશ, ડોન્ટ વેસ્ટ ટાઈમ.યું નાઉ ગો એન્ડ પ્રીપેર ફોર યોર પોગ્રામ.”
“ સર,આઈ કાન્ટ ગો..સોરી..”
“ મી.રાકેશ, ના કહેવાનો અર્થ તમે જાણો છો?”
“ જી સર.તમે જાણો છો આજે પહેલી વાર તમને ના પાડી રહ્યો છું.”
“ હા.જાણું છું.પણ હું જાણીશકું કારણ?”
“ સર.મારી માને લઈ ડોક્ટર પાસે મારે જવાનું છે.કેટલાંય મહિનાથી પરેશાન છે.છતાં મને જણાવ્યું નથી.કારણ મારી નોકરી.કંપનીનું ટાર્ગેટ પુરૂં કરવાં મેં રાતદિવસની પરવા કરી નથી.સવારે સાત વાગે ઘરેથી નીકળી જવાનું.રાતે સૌ સૂતાં હોય ત્યારે ઘરે પહોંચું. છતાં મારા મમ્મીપપ્પા મારી રાહ જોતાં ઊભાં હોય. અને તેઓ મારી સાથે ડીનર કરે.અને તે પણ ગરમ ગરમ..”
“ ઈન્ટરેસ્ટિંગ.. તમારી મમ્મી તમને ગરમાગરમ રસોઈ ખવડાવે.. વાહ તમે ખરેખર લકી છો….” કહી બોસ વિચારોમાં સરી પડ્યો. આ જોઈ રાકેશને પણ આશ્ચર્ય થયું.સ્વસ્થ થઈ એનાં બોસે કહ્યું, “ મી.રાકેશ,ખરેખર તમે લક્કી છો.તમારી મમ્મીની ઉંમર પણ હશે.તમને ગરમાગરમ રસોઈ મળે છે.જ્યારે તમને ખબર છે?”
કહી ખૂરશીમાં બેઠેલો એનો બોસ ઊભો થઈ ગયો.અને રાકેશની આંખમાં આંખો નાખી કહ્યું, “ દોસ્ત,હું ઘરે આફ્ટર ટાઈમ જાઉં તો મારે મારા ઘરનો દરવાજો ખોલવો પડે.ડાઈનીંગ ટેબલ પર મારી થાળી ઢાંકેલી હોય અને જાતે જમી લેવાનું.મારી વાઈફનો સ્પષ્ટ આદેશ સમયસર ઘરે નહીં આવો તો હું તમને કામ નહીં આવું.અને તમારે મને ડીસ્ટર્બ ના કરવી.”
“ સર, હું ખરેખર દિલગીર છું.મારે તમને ના કહેવી પડે છે.મારી મમ્મીને ડોક્ટર પાસે લઈ જવી જરૂરી છે.નોકરી તો કદાચ બીજી મળી જશે પણ મારી માને કશું થઈ ગયું તો એનો અફસોસ જિંદગી સુધી મને દઝાડતો રહેશે..”
“ મી.રાકેશ મારે મારું કામ કરવું પડે મેનેજમેન્ટના આદેશ પ્રમાણે.. તમારી મજબૂરીની જાણ કરીશ.આઈ ટ્રાય માય બેસ્ટ મી.રાકેશ.”
રાકેશને વહેલો ઘરે આવી જોઈ એનાં મમ્મીપપ્પા આશ્ચર્ય પામ્યાં.રાકેશે કહ્યું, “ તમે તૈયાર થાવ.આપણે ડોક્ટરને બતાવવા જવાનું છે.. હું તૈયાર થઈને આવું છું.”
બીજે દિવસે રાકેશ ઓફિસ પહોંચ્યો.ધારણા રાખેલી કે ઓફિસ તરફથી કાગળ મળશે લખ્યું હશે, “ તમારી જરૂર નથી… એકાઉન્ટ ડીપાર્ટમેન્ટમાંથી તમારો હિસાબ લઈ લેશો.”
ઈન્ટરકોમની રીંગ વાગી.રિસીવર નીચે મૂકી બોસની કેબિનમાં ગયો.નીરસ શબ્દો કાને અથડાયા.
“ પ્લીઝ,ટેક યોર સીટ.”
બોસ મોબાઈલમાં વ્યસ્ત હતાં.યસ, નો,યસ યસ જેવાં ટૂંકાક્ષરી શબ્દો વાપરતા હતા.રોકશે એનાં નામનું એનવ્લપ જોયું. મોબાઈલ ઓફ કરી બોસે પૂછયું, “ તમારી મમ્મીની તબિયત કેમ છે?”
“ સર, હોસ્પિટલમાં એડમીટ કરી છે.ડોક્ટરે કહ્યું કે એકાદ દિવસ મોડું થયું હોત તો શી વોઝ નો મોર.. પોઇઝન થઈ ગયું હતું”
“ ક્યાં”
“ પગની પાનીમાં.રાત્રે ઓપરેશન કર્યું.હવે સી ઈઝ બેટર.થેંક્સ ગોડ..”
“ વેરી ગુડ.તમે ખરેખર હિંમતવાન છો.તમારી હિંમતને ભગવાને બિરદાવી છે.તમારા મમ્મીપપ્પાનાં આર્શીવાદ તમને ફળ્યાં છે.આ લેટર તમને આપતાં આનંદ થાય છે.”
આનંદ થાય છે? આ પ્રશ્ન તેનાં મનમાં ઊઠ્યો.તેને ખાતરી હતી કે આ લેટરમાં તેની નોકરીનો અંત હશે.તે આશ્ચર્યથી તેનાં હાથમાંનો લેટર જોતો રહ્યો.તેની આંખોમાંથી આંસુ સરી પડ્યાં કારણ તેને પ્રમોશન મળ્યું હતું.
સમાપ્ત
પ્રફુલ્લ આર શાહ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED