Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

શ્રેણી
શેયર કરો

જમીનદાર - પ્રેમ અને દુશ્મની ભાગ - 5

  ધારા સાગરને પોતાના પરિવારની દુશ્મની નું વૃતાંત કહેતાં થોડી ગભરાઈ જાય છે અને સાગરનો પોતાના પ્રત્યે રહેલો નિશ્વાર્થ અને નિખાલસ પ્રેમ જોઈને સાગરની બાહોમાં લપાઈ જાય છે. સાગરનું હળવું ચુંબન કરવાથી ધારા શરમાઈ જાય છે, ધારાને પણ આ પ્રેમની અનુભૂતિ સારી લાગે છે ને ધારા એના અધરોની જોડને સાગરના અધરો પર રાખી દે છે ને બંને બધું જ ભૂલીને રસપાન કરવામાં મશગૂલ થઈ જાય છે. પણ આ સમયે આવું યોગ્ય નથી એવું માની બંને બાહોમાંથી વિખૂટાં પડે છે ને બીજા દિવસે મળવાનું વચન આપીને પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરે છે.

   સાગર અને ધારા બંને ઘરે પહોંચે છે ત્યાં સુધી સાંજને પોતાની જગ્યાએથી દૂર કરીને રાત્રી પોતાના અંધકાર નું આધિપત્ય જમાવી રહી હતી, પણ આ અંધારી રાત્રી માં આજે સાગર અને ધારા નામના બે ચાંદ એકબીજાના દિલમાં પ્રેમની રોશનીથી અનેરો અહેસાસ ઝગમગાવી નાખવા ના હતા એતો નક્કી હતું. બંનેએ ઘરે થોડુંઘણું જમીને એમના ઘરોમાં બિસ્તર પર લંબાવે છે.

   સાગર પોતાની હવેલીની અગાશી પર ઉભો ઉભો ઉભો આવી રહેલી શીતળ અને ઠંડી હવામાં ધારા ના વિચારો માં ખોવાયેલો હતો. અત્યારે સાગરની આંખોમાં નીંદ ને બદલે ધારાની મનમોહક ચહેરાની હસી અને એની તસવીર છવાયેલી હતી. સાગરને ધારાનો ચહેરો એટલો બધો યાદ આવી રહ્યો હતો કે જાણે ધારા એની સામે ઉભી હોય એવું લાગી રહ્યું હતું. સાગર ના દિલ ને દિમાગ પર ધારા ની ખૂબસૂરતી એ એટલી બધી અસર કરી હતી કે સાગર આજની રાત એની યાદ માં જ નીકાળી દેશે.

  ધારા નો પણ કંઈક સાગર જેવો જ હાલ હતો, ધારા પણ બિસ્તર માં સૂતાં સૂતાં સાગર ના મજબૂત ફોલાદી બાહોમાં થયેલો અલગ અહેસાસ ધારાને વારંવાર યાદ અપાવી રહ્યો હતો. સાગરની બાહોમાં થયેલી અનુભૂતિ ધારાના મનમસ્તિષ્ક પર એવું આવરણ ચડાવીને બેઠી હતી કે હાલ જ હવેલી માં જઈ સાગરની બાહોમાં ફરીથી ખુદને લપેટી લે પણ એ શક્ય નહોતું પણ આ પ્રેમનો ઉમળકો એવો હતો કે ધારાને આ રાત પસાર કરવી પણ મુશ્કેલ થઈ રહી હતી અને ધારા પણ આ ઊર્મિઓના આવેગોની સાથે જ આજની રાત નિકાળશે.

 જયારે પહેલીવાર પ્રેમ થાય અને પહેલાં પ્રેમ નો અહેસાસ થાય ત્યારે સામેનું પ્રિય પાત્ર સિવાય બીજું કઇ જ ના ગમે અને એના વિચારો વારંવાર આવ્યા કરે અને એને મળવા દિલ નું બેચેન થઈ જવું, બસ પ્રિય પાત્ર ને હંમેશા પોતાની નજીક મહેસુસ કરીયે ને એને યાદ કરીને મીઠું મુસ્કુરાતા રહીયે. કદાચ પહેલાં પ્રેમના અહેસાસની આવી જ કંઈક વાખ્યા હશે અને આ પહેલાં પ્રેમના અહેસાસની વાખ્યા નું ઉદાહરણ સાગર ને ધારા આ બંને પરથી લાગી રહ્યું હતું.

   આ અંધારી રાત્રી પણ સાગર અને ધારા ના પ્રેમના સબ્રની પરીક્ષા લઇ રહી હોય એમ ધીરે ધીરે પસાર થઈ રહી હતી. બીજા દિવસે સવારનો સૂર્ય ઉદય આ બંને નો પ્રેમ ઉદય કરવાનો હતો. સવાર થતાં જ બંને તૈયાર થઈને પોતાના કામ માં લાગી જાય છે ને સાંજે મળવાના વાયદા મુજબ બંને સાંજ પડવાની રાહ જોઈ રહ્યા હોય છે. પ્રેમની આગ તો બંને બાજુ લાગી હતી પણ આ પ્રેમની આગ બંને માટે કેટલો મોટો દાવાનળ બની જશે એતો સમયના ગર્ભમાં છુપાયેલું હતું. પણ સાંજ ક્યારે થાય અને અમે બંને એકબીજાની બાહોમાં લપેટાઈ જઇયે એની બેસબ્રીમાં સાગર અને ધારા ના મનમાં વિચારોનું ઘોડાપૂર ઊપડ્યું હતું.

  એકબીજાને મળવાના વાયદા અનુસાર બંને સાંજના પાંચ વાગ્યાના સુમારે ઘરેથી નીકળીને ધારા અને સાગર નર્મદા નદી અને રૂપેણ નદીના થતાં સંગમ સ્થાને પહોંચી જાય છે. સાગર પોતાની ઘોડી પરથી નીચે ઉતરે છે. કોઈ પણ છોકરીની નજર એકીટસે સ્થિર થઈ જાય એવો મરૂન રંગના જમીનદારી પહેરવેશ માં અને રોજ પહેરતો આભૂષણો માં સાગર રાજકુમાર સમાન લાગી રહ્યો હતો.

    ધારા પણ સફેદ રંગના ડ્રેસમાં અને એની રોજની ટેવ પ્રમાણે જરૂરી અને માપની જવેલરી પહેરી ને આવી હતી ધારાનો સફેદ રંગનો ડ્રેસ ધારાનું સંગેમરમર જેવા બદનની સુંદરતા ને રોકવા મથામણ કરી રહ્યો હતો પણ ધારાની સુંદરતા ડ્રેસ ની આરપાર દેખાઈ રહી હતી. ધારાની મૃગનયની કાજલ કરેલી આંખો સાગરને પોતાના તરફ આકર્ષિત કરવા કાફી હતી, અને સાગરનો મજબૂત દેહ અને જમીનદારી રુઆબ ધારાને આકર્ષિત કરવા કાફી હતો. બંને ના ભગવાન તરફથી મળેલ આ અલગ ગુણ જ બંને ને એક કરવા માટે જ મળ્યા હશે એવું આ બંનેના હાલની પરિસ્થિતિ પર લાગતું હતું.


                               *****


    આ મિલન માં બંને પોતાની લાગણીઓને કઇ હદ સુધી લઇ જશે? આ મિલન પછી બંને ફરીવાર મળી શકશે?કોને કરી હતી પ્રેમી યુગલ ની આવી હાલત? આખરે આ બંનેના પ્રેમનો શું અંજામ આવશે એ આવતા અંકે...

  તમે મારી અન્ય કહાની પણ વાંચી શકો છો..
  દર્દભર્યો પ્રેમ : સત્યઘટના પર આધારીત
  બસ એક તારા માટે

    તમારો અભિપ્રાય મને સારુ લખવા પ્રેરણા આપશે તો તમારો કિંમતી અભિપ્રાય મને આપવો.. તમારો અભિપ્રાય મને Chat Box અથવા મારા નીચે આપેલ Whatsup No. પર કરી આપી શકો છો.

નીતિન પટેલ 
8849633855