Jamindaar : Prem ane dushmani - 2 books and stories free download online pdf in Gujarati

જમીનદાર : પ્રેમ અને દુશ્મની ભાગ-2

    ધારા જ્યાં ઉભી હોય છે એ તરફ સાગર આગળ વધે છે અને ધારા થી થોડી દૂર આવીને ઉભો રહે છે અને સાગરને જોઇ ધારા પાંપણ પલકાવ્યા વગર એક જ નજરે સાગર ને પગની પાની થી લઇ માથા સુધી નિહાળી લે છે, ધારા એ પોતાના જીવનમાં પહેલીવાર કોઈ છોકરાને આટલી બારીકાઈ થી જોયો હતો. ધારા સાગર ને જોઈને અલગ જ પ્રકાર નું આકર્ષણ અનુભવે છે. સાગર લાગતો જ હતો એવો કે કોઈ પણ છોકરી ની એકવાર તો નજર એના પર જાય જ. સાગર અને ધારા બંને એકબીજાનું નામ પૂછે છે, ધારા એ વાત થી અજાણ હતી કે સાગર કોણ હતો અને અહીંયાં સાગરની જ જમીનદાર પોશી થવાની છે, ને ત્યાં જ વચ્ચે સુજલબા આવે છે ને સાગર ને કહે છે કે બેટા તારી જમીનદાર પોશીનો સમય થઈ ગયો છે તું તૈયાર થઈ ને આવ. એકીટશે અને અવાચક બનીને ધારા ની સુંદરતા જોવા માં સાગર ભૂલી ગયો હતો કે એને સ્નાન કરવાનું પણ બાકી છે. સાગર ના સ્નાન ના પાણી માં દૂધ અને ગુલાબજળ મિશ્ર કર્યુ હતું, એ પાણી થી સ્નાન કરીને સાગર પોતાનો જમીનદારી પહેરવેશ પહેરે છે.

   આવા પહેરવેશ માં સાગરની છ ફૂટ ઊંચાઈ અને તલવારબાજી અને કુશ્તી કરીને બનાવેલ ખડતલ અને કસાયેલું શરીર, કાન અને ગળાનો પાછળ નો ભાગ ઢંકાઈ જાય એટલા એના વાળ, બંને કાનમાં સોનાની વાળીઓ, રાતાશ પડતી અને ભૂરી આંખોમાં સુરમો લગાવેલો, ગળામાં તલવારના લૉકેટ વાળી જાડી સોનાની ચેન, લોખંડ જેવી  મજબૂત વક્ષ(છાતી) ભાગ અને એના પર પહેરેલી સોનાની નાના મણકાવાળી (જમણા ખભાની ઉપરથી લઇ ડાબા ખભાની નીચે ફરતી) વક્ષમાળા, જમણા હાથમાં ચાંદીની પાંચીકા અને હાથની કલાઈ પર પાંચ સેમી જેટલું લાંબું બ્રેસલેટ, કમરમાં સાતસો ગ્રામ ચાંદીથી બનાવેલો કંદોરો, પગમાં ચામડામાંથી બનાવેલી રજવાડી મોજડી, છોકરીઓ ના સપનાં ના રાજકુમાર જેવો પ્રતીત થઇ રહ્યો હતો સાગર.

  સાગર જ્યાં પોશી થવાની હતી ત્યાં આવે છે, સાગર એની નજર આમતેમ ફેરવે છે પણ એને ધારા દેખાતી નથી. એમાં એવું થયું કે પુરાની દુશ્મની ના લીધે વિસળબા ધારાને અહીંયા થી લઈને ઘરે નીકળી જાય છે. ઘરે આવીને ધારા વિસળબાને જમીનદાર પોશી માંથી ઘરે આવી જવાનું કારણ પૂછે છે અને વિસળબા એમની દીકરી ધારા ને ગામી પરીવાર અને કંથરાવી પરીવાર વચ્ચેની દુશ્મની ની વાત કરે છે એના લીધે ધારાના દિલમાં સાગર પ્રત્યે નફરત પેદા થાય છે. સાગર ધારા ને ત્યાં ના જોતાં એનો ચહેરો ફીક્કો પડી જાય છે પણ પોતાની પોશી નો પ્રસંગ હતો એટલે મોંઢા પર સ્મિત લાવીને એની પોશી ની વિધી પુરી કરે છે અને હવે સાગર એક જમીનદાર બની જાય છે.

    એક દિવસ સાગર ઘોડી પર સવાર થઇને એની જમીન (ખેતર) જોવા જાય છે ત્યાં વચ્ચે રસ્તામાં ત્રણ છોકરીઓને જોવે છે તો સાગર એની ઘોડી ને એ બાજુ લઇ જાય છે, કેમ કે એ ત્રણ છોકરીઓ માં એક છોકરી ધારા હોય છે, ઘોડી પરથી ઉતરીને સાગર ધારા તરફ જાય છે. સાગર થોડી વાર માટે ભૂલી જાય છે કે તે હવે જમીનદાર છે અને સાગરની આવી હરકત એના રુતબા ને ઓછો કરી શકે છે. જેવો સાગર ધારા ની નજીક પહોંચે છે એવી જ ધારા એના હાથ પર ઘાસ કાપવાના દાતરડા થી ઘા કરી દે છે અને ધારા ત્યાંથી દોડીને ઘરે ભાગી જાય છે, એના હાથમાં થયેલા ઘા માંથી લોહી વહેવા લાગે છે અને એ ઘા ના દર્દ નો જરીક પણ એને ફર્ક નઈ પડતો. ક્રૂર અને ઘમંડી સાગર બસ જડ પથ્થર ની જેમ એને જતા જોઈ રહે છે, આ ઘટના થયા પછી થોડા દિવસ વીતી જાય છે.
     એક સુમસાન રસ્તા પરથી યુવતીની દર્દભરી ચીસો સાંભળાઈ રહી હતી, સાગર ચામડાના પટ્ટા થી એ યુવતીને બેરહેમી થી મારી રહ્યો છે અને નીચે જમીન પર એક યુવાન લોહીથી ખરડાયેલો પડ્યો હતો. આવા સુમસાન રસ્તામાં એકાંત મળી રહે એ માટે આ પ્રેમીઓ પ્રેમગોષ્ઠિ અને પ્રેમનો મીઠો અહેસાસ આપે એવી હરકતો કરવા માટે આવ્યા હતા. દહેશતી અને પ્રેમ ના નામથી કોષો દૂર રહેવા વાળો સાગર અકસર લોકો પર આવા જુલ્મો કરતો રહેતો.એ યુવતી વારંવાર સાગર ને સંબોધીને બોલતી કે તને પણ પ્રેમ થશે ત્યારે તને સમજાશે કે પ્રેમ શું છે, પ્રેમ નો મતલબ શું છે, તારા જીવન માં જ્યારે કોઈ એવી વ્યક્તિ આવશે ત્યારે તને પ્રેમ નો અહેસાસ થશે. જયારે તારા પર આવા જુલ્મો થશે, તને પ્રેમ માં વિરહ મળશે ત્યારે તને તારા જુલ્મોની સજા મળશે. સાગર એના સ્વભાવ અને રોફ સાથે એ યુવતી ને ઉદ્દેશીને કહે છે પ્રેમ થી માણસ કોઈના આધીન અને દિશાહીન થઈ જાય છે, પ્રેમ થી માણસ અધૂરો રહી જાય છે, હું પથ્થરદિલ છું મારા પર કોઈ જ લાગણી ની અસર નહીં થતી.
    સમય ક્યારે પોતાની કરવટ બદલે એની ખબર નથી. વિધાતા પણ આતુરતા થી સાગર ને એના કર્મોની સજા આપવા રાહ જોઇ રહ્યા હોય છે અને એ સજા માં પ્રેમ મળવાનો છે પણ આ પ્રેમ સાગર ને કેટલી વેદના આપવાનો છે એ શાયદ સાગર ને સપનામાં પણ ખ્યાલ નહીં હોય, પણ એકવાર આ બંનેનું મિલન થયા પછી સાગર નું જીવન બદલાઈ જવાનું એ નક્કી હતું.
   સવાર ના નવ વાગ્યાં ના સુમારે સાગર ઘોડી પર સવાર થઈને એની જમીન જોવા નીકળે છે તો સાગર ની નજર એક છોકરી પાછળ પડેલા સૂવર (જંગલી ભૂંડ) પર પડે છે, એ છોકરી બીજું કોઈ નઈ પણ ધારા જ હોય છે, આ જોઇ સાગર ઘોડીને પવન વેગે દોડાવી એ જગ્યાએ જાય છે અને ત્યાં પહોંચીને સાગર ઘોડી પર થી ઉતરીને ધારા અને જંગલી સૂવર ની વચ્ચે આવીને ઉભો રહે છે.

***

કોને કરી હતી પ્રેમી યુગલ ની આવી હાલત? કેવી રીતે જુદા જ વિચારવાળા ધારા અને સાગરનું મિલન થશે? આખરે શું હતી દુશ્મની એ આવતા અંકે...

નીતિન પટેલ 
8849633855

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED